Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોલસા ખનન (વિશેષ જોગવાઈ) અધિનિયમ 2015 અંતર્ગત કોલસા મંત્રાલયમાં રાષ્ટ્રીય સત્તાવાહક (સંયુક્ત સચિવ સ્તરીય) પદને મંજૂરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કોલસા મંત્રાલયમાં રાષ્ટ્રીય સત્તાવાહકના પદ તથા તેમની મદદ માટે અધિકારીઓ તથા કર્મચારીઓની જગ્યાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. સત્તાવાહકનું પદ (સંયુક્ત સચિવ સ્તરીય) વેતન બેન્ડ -4માં 37,400-67,000 રૂપિયા તથા 10,000 ગ્રેડ પે હશે. તેનાથી કોલસા મંત્રાલય (વિશેષ જોગવાઈ) અધિનિયમ 2015 અંતર્ગત રાષ્ટ્રીય સત્તાવાહક કાર્યાલયના સરળ કામકાજમાં મદદ મળશે તથા અધિનિયમના હેતુઓ પૂરા કરી શકાશે.

આ પદના સર્જનથી નિયુક્ત સત્તાવાહક સક્ષમ રીતે કાર્ય કરી શકશે. તેનાથી કોલસાના ક્ષેત્રે અનિશ્ચિતતા પૂરી થશે અને કોલસાની ઉપલબ્ધિમાં સુધારો થશે.

J.Khunt