પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિ મંડળે આજે કૌશલ્ય વિકાસ તથા યોગ્યતા માન્યતામાં સહયોગ માટે કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમિતા મંત્રાલય અને સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)ની વચ્ચે 10.02.2016ના રોજ થયેલ સમજૂતીને પૂર્વવ્યાપી સ્વીકૃતિ આપી દીધી.
આનાથી બંને દેશોની વચ્ચે સંબંધ મજબૂત થશે તથા કૌશલ્ય વિકાસ અને યોગ્યતાઓની માન્યતાઓ પર દ્વિપક્ષીય સહયોગનો માર્ગ મોકળો થશે. મંત્રિમંડળના કૌશલ્ય વિકાસ તથા યોગ્યતા માન્યતામાં સહયોગ માટે કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમિતા મંત્રાલય અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે આશય પત્ર પર હસ્તાક્ષરને સ્વીકૃતિ આપી દીધી. સમજૂતીથી કાર્યબળની આવનજાવન કૌશલ વિકાસ તથા સંયુક્ત આરબ અમીરાતમાં નોકરીઓ માટે યુવાઓને નિયુક્તિમાં મદદ મળશે.
AP/J.Khunt/GP