Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ખાણ અને ખનીજ (વિકાસ તેમજ વિનિયમન) અધિનિયમ 1957માં સંશોધનને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે (કેબિનેટ) ખાણ અને ખનિજ (વિકાસ તેમજ વિનિયમન) અધિનિયમ, 1957 (એમએમડીઆર અધિનિયમ, 1957)માં સંશોધનને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. આ સંશોધન અંતર્ગત કૈપ્ટિવ માઈનિંગવાળા એ પટ્ટાના હસ્તાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેને હરાજી દ્વારા મંજૂરી અપાઈ નથી. કૈપ્ટિવ માઈનીંગવાળા પટ્ટાના હસ્તાંતરણથી કંપનીઓના વિલય તેમજ અધિગ્રહણની સાથે-સાથે કંપનીઓ માટે વ્યાપારમાં સુગમતાનો માર્ગ પણ મોકળો થઈ જશે, જેનાથી તેમની નફાકારકતા વધી જશે અને એની સાથે જ કૈપ્ટિવ પટ્ટાથી આપૂર્તિ કરાનારી ખનિજ અયસ્ક પર કંપનીઓની નિર્ભરતાનો ખર્ચ ઓછો થશે. હસ્તાંતરણ વાળા પ્રાવધાનોથી બેંકો અને નાણાકીય સંસ્થાઓમા એ બિન નિષ્પાદિત પરિસંપત્તિઓના પરિસમાપન કરવાનો માર્ગ પણ ખુલી જશે, જેના અંતર્ગત સંબંધિત કંપની અથવા તેના કૈપ્ટિવ માઈનિંગવાળા પટ્ટાને ગિરવે મુકી દેવાય છે.

ઉપરોક્ત સંશોધનથી ઠેકેદારો લાભાન્વિત થશે, જે એ કૈપ્ટિવ પટ્ટાઓને હસ્તાંતરિત કરવામાં ઈચ્છુક છે, જેમને હરાજી દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા નથી. આનાથી બેંક અને નાણાકીય સંસ્થાઓને પણ લાભ થશે. આમાં સરકાર પર કોઈપણ રીકરીંગ કે બિન રીકરીંગ ખર્ચનો ભાર નથી પડતો.

J.Khunt/GP