Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ખેડૂતોને ટૂંકા ગાળાની પાક લોન પ્રદાન કરવા સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને નાબાર્ડને સરકાર વ્યાજમાં આર્થિક સહાય આપશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2016-17 માટે ખેડૂતો માટે વ્યાજમાં આર્થિક સહાયની યોજનાને મંજૂરી આપી છે. સરકારે આ હેતુ માટે રૂ. 18,276 કરોડ અંકિત કર્યા છે. આનાથી ખેડૂતોને એક વર્ષની અંદર ચુકવી શકાય તેવી ટૂંકા ગાળાની પાક લોનથી લઈને વાર્ષિક 4 ટકાના વ્યાજદરે રૂ. 3 લાખ સુધીની લોન મેળવવામાં મદદ મળશે.

આ યોજનાની ઉપયોગી ખાસિયતો નીચે મુજબ છેઃ

અ) કેન્દ્ર સરકાર વર્ષ 2016-17 દરમિયાન ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. 3 લાખ સુધીની લોન માટે એક વર્ષ સુધી ટૂંકા ગાળાની પાક લોન માટે તમામ ખેડૂતોને વ્યાજમાં વાર્ષિક 5 ટકા પેટે આર્થિક સહાય પ્રદાન કરશે કે છૂટ આપશે. એટલે ખેડૂતોને અસરકારક રીતે ફક્ત 4 ટકા વ્યાજ ચુકવવું પડશે. ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ન ચુકવી શકે, તો તેઓ ઉપરોક્ત 5 ટકાની સામે 2 ટકાની વ્યાજ આર્થિક સહાયને પાત્ર બનશે.

બ) કેન્દ્ર સરકાર 2016-17 માટે વ્યાજમાં આર્થિક સહાય પેટે રૂ. 19,276 કરોડ આપશે.

ક) લણણી પછી પોતાના ઉત્પાદનોની ખેંચ માટે 9 ટકાના દરે ઋણ લેવા મજબૂત નાના અને સીમાંત ખેડૂતોને રાહત આપવા કેન્દ્ર સરકારે વ્યાજમાં 2 ટકાની આર્થિક સહાય મંજૂર કરી છે એટલે કે 6 મહિના સુધીની લોન માટે અસરકારક વ્યાજ 7 ટકા થશે.

ડ) રાષ્ટ્રીય આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પ્રદાન કરવા બેંકોને પુનર્ગઠિત રકમ પર પ્રથમ વર્ષ માટે વ્યાજમાં 2 ટકાની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે.

ઇ) ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ચુકવી ન શકે તો તેઓ ઉપરોક્ત 5 ટકાની ઉપલબ્ધ સુવિધાને બદલે વ્યાજમાં 2 ટકાની આર્થિક સહાય મેળવવાને પાત્ર બનશે.

AP/TR/GP