પીએમઇન્ડિયા

જાપાનના માનનીય પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબે;
જાપાનના વરિષ્ઠ મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના સભ્યો;
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી;
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ
બંને દેશના બિઝનેસ લીડર્સ;
દેવીઓ અને સજ્જનો!
જાપાન અને ભારતના વ્યાવસાયિક સમુદાય વચ્ચે હોવું ખરેખર આનંદની વાત છે. એ પણ ઉમદા મિત્રની હાજરીમાં, જેઓ ભારતના મિત્ર છે, ગુજરાતના મિત્ર છે અને મારા અંગત મિત્ર છે – શ્રી શિન્ઝો આબે. આ ઉમદા અને મહાન લીડરને ઉત્સાહ સાથે વધાવી લો. જાપાનના નેતૃત્વ, સરકાર, ઉદ્યોગ અને લોકો સાથે મારો સંબંધ લગભગ દાયકા જૂનો છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં પહેલી વખત જાપાનની મુલાકાત લીધી હતી. તે મુલાકાતમાં મેં કહ્યું હતું કે, હું ગુજરાતમાં મિનિ જાપાન ઊભું કરવા ઇચ્છું છું. અત્યારે એ સ્વપ્ન સાકાર થયું છે. ગુજરાતમાં જાપાનના મિત્રો કામ કરે છે અને રહે છે એ જોઈને આનંદ થાય છે. અહીં ઘણા પરિચિત ચહેરાઓ જોઈને પણ આનંદ થાય છે. મને એ વાતની પણ ખુશી છે કે પ્રતિબદ્ધ વસાહતો, ક્લસ્ટર્સ અને સંસ્થાઓથી જાપાનીઝ જીવન અને કાર્યનો વધારે સારો અનુભવ મળે છે. અત્યારે એક જાપાનીઝ વસાહતની જાહેરાત થઈ છે. ગુજરાતના ઉદ્યોગ અને સરકાર એ વાત યાદ કરે છે કે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં પ્રથમ પાર્ટનર કન્ટ્રી જાપાન હતો. આ પાર્ટનરશિપ જળવાઈ રહેવાની સાથે અમારો સંબંધ વધુ મજબૂત થયો છે. તેના પરિણામે ભારતીય અર્થતંત્ર સાથે જાપાનીઝ ઉદ્યોગનું જોડાણ વધ્યું છે. આ પ્રક્રિયામાં અમને મદદ કરવા બદલ હું કેઇન્ડનરેન, જેટ્રો અને અન્ય કંપનીઓનો આભાર માનું છું. જાપાનના વ્યવસ્થાતંત્રે પ્રક્રિયાને જાળવી રાખવામાં પણ મદદ કરી છે.
મિત્રો!
જાપાનની સરકાર અને લોકોએ મને અને મારા દેશને હંમેશા પ્રેમ આપ્યો છે. હકીકતમાં ભારતની 1.25 અબજ જનતાએ જાપાનીઝ લોકો માટે એટલો જ પ્રેમ અને આદર ધરાવે છે. હું પ્રધાનમંત્રી આબેનો વ્યક્તિગત સ્તરે પ્રોત્સાહન અને સાથસહકાર આપવા બદલ વિશેષ આભારી છું. પ્રધાનમંત્રી આબે અને હું મળવાની કોઈ તક ચુકતા નથી. આ ગાઢ મૈત્રી અને સમજણથી અમે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં અનેક ખામીઓ દૂર કરી શક્યા છીએ. જાપાન પાસેથી ગયા વર્ષે કોઈ પણ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ સત્તાવાર વિકાસ સહાય મળી છે. તે જ રીતે છેલ્લાં થોડા વર્ષોમાં ભારતમાં કામ કરતી જાપાનીઝ કંપનીઓની સંખ્યામાં ક્રમશઃ વધારો થયો છે. આજે લોન્ચ થયેલી પ્રવૃત્તિઓમાંથી તમે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને જોઈ શકો છો.
Ø પ્રથમ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ:
Ø અમે આ પ્રોજેક્ટ માટે જાપાનની સરકારના સાથસહકારના આભારી છીએ.
Ø મને આશા છે કે 500 કિમીની લંબાઈ ધરાવતી બુલટ ટ્રેનનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે અને વર્ષ 2022-23 સુધીમાં ટ્રેન દોડતી થઈ જશે.
Ø હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની સાથે તાલીમ સંસ્થા પણ આકાર લઈ રહી છે.
Ø તે નવા ભારતના નિર્માતા તૈયાર કરશે, જેઓ હાઈ સ્પીડ રેલવેના નિર્માણ, સંચાલન અને જાળવણીમાં કુશળ હશે.
Ø બીજું જાપાની ઔદ્યોગિક વસાહતનો વિકાસ છેઃ રાષ્ટ્રીય સ્તરે ચાર સ્થળો નક્કી થયા છે. ગુજરાત ઉપરાંત આ સ્થળો રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છે.
Ø ત્રણ, ઓટોમોબાઇલ્સમાં અમારો સાથસહકાર છે:
માંડલમાં સુઝુકી પ્લાન્ટ વિશ્વમાં કારની નિકાસ કરે છે અને અત્યાધુનિક હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો માટે લિથિયમ-આયન બેટરીઓનું નિર્માણ કરવા માટે પાયો નાંખવામાં આવ્યો છે.
Ø ચાર, જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્યુફેક્ચરિંગ મારફતે માનવ સંસાધન છે. તેમને જાપાનીઝ કંપનીઓ વિકસાવે છે. ગુજરાત ઉપરાંત તેમને કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુમાં વિકસાવવામાં આવશે.
Ø તમે જાણો છો કે પ્રાચીન અને પવિત્ર નગરી વારાણસી મારું બીજું ઘર છે.
વારાણસી કન્વેન્શન સેન્ટરનો પ્રોજેક્ટ જાપાનના ક્યોટો અને વારાણસી નગર વચ્ચે સાંસ્કૃતિક સહકારનું પ્રતીક છે. જ્યારે મેં અને પ્રધાનમંત્રી આબેએ વર્ષ 2015માં વારાણસીની મુલાકાત લીધી હતી, ત્યારે અમે તેનો વિચાર કર્યો હતો. મેં તેનું નામ રુદ્રાક્ષ રાખ્યું હતું – જે પ્રેમ અને ભગવાન શિવની માનવતાની પ્રસાદીનું પ્રતીક છે. આ રુદ્રાક્ષ વારાણસી માટે જાપાનના પ્રેમનું પ્રતીક બનશે. તે સારનાથમાં પણ આપણા સહિયારા બૌદ્ધ વારસા માટે પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ માટે જાપાનની નાણાકીય સહાય માટે હું પ્રધાનમંત્રી આબેનો આભાર માનું છું. તમે જાપાનીઝ કંપનીઓ દ્વારા રોકાણ માટે અન્ય કેટલીક જાહેરાતો પણ જોઈ છે. રાજકીય અને વ્યૂહાત્મક પક્ષે પણ પ્રધાનમંત્રી આબેની આ મુલાકાત અતિ ફળદાયક છે. અમે અતિ મહત્વપૂર્ણ બાબતો પર અનેક સમજૂતીઓ કરી છે. આ તમામ સમજૂતીઓ અમારી સમજણ દર્શાવે છે તથા અનુકૂળતા અને વિશ્વાસ સૂચવે છે, જે અમને એકબીજામાં છે.
મિત્રો!
છેલ્લાં ત્રણ વર્ષમાં અમે વેપારવાણિજ્ય સરળ બનાવવા ઘણી મહેનત કરી છે. દેશમાં વેપારવાણિજ્ય માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવા અમે શ્રેણીબદ્ધ વહીવટી સુધારા કર્યા છે. આ સુધારા અને પહેલોનો ઉદ્દેશ ભારતને 21મી સદી માટે તૈયાર કરવાનો છે. તેમનો ઉદ્દેશ દેશની કાયાપલટ કરવાનો અને ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરવાનો છે. આપણા યુવાનોની ઊર્જા સાથે અમે ભારતને વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બનાવી રહ્યા છીએ. આ ઉદ્દેશ પાર પાડવા ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે. અમે ભારતને માહિતી આધારિત, કૌશલ્યસમર્થિત અને ટેકનોલોજી સંચાલિત સમાજ તરીકે પણ વિકસાવી રહ્યા છીએ. ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા અમારા અભિયાનો મારફતે શુભારંભ થઈ ગયો છે. આ જ ઉદ્દેશ માટે અમે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. ભારતે ગ્લોબલ સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે અને છેલ્લાં એકથી બે વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો ઉદ્દેશ પણ નવીનતા માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે. માળખાગત પક્ષે પણ મારી સરકારે મહત્વાકાંક્ષી પહેલો લોન્ચ કરી છે. આ પ્રોજેક્ટ્સ રોકાણકારો માટે તકો ઊભી કરે છે. તેમાં 100 સ્માર્ટ સિટીઝ મિશન, 50 મિલિયન બેઘર લોકો માટે ઘર, માર્ગો, પુલો, બંદરો, રેલવે ટ્રેક તેમજ સ્ટેશનોનું નિર્માણ સામેલ છે.
મિત્રો!
જાપાન અમારી સંભવિતતાની સાઇઝ અને સ્કેલ તથા કુશળ માનવઊર્જા સાથે પ્રચૂર લાભ મેળવી શકે છે, જે ભારત ઓફર કરે છે! હકીકતમાં ભારતનો સંપૂર્ણ વિકાસ એજન્ડા જાપાનીઝ કંપનીઓ માટે પ્રસ્તુત છે. મૂડી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અમે અમારું અર્થતંત્ર ઉદાર બનાવવા ઘણી મહેનત કરી રહ્યા છીએ. દરરોજ અમે ભારતમાં રોકાણ અને વેપારવાણિજ્યને સરળ બનાવવા પ્રયાસરત છીએ. અમે અનેક જટિલ નિયમો અને નીતિને સરળ બનાવી છે, જેનાથી વ્યવસાયો અને કંપનીઓને મુશ્કેલી પડતી હતી. અમને આ પ્રયાસોના સારા પરિણામો મળ્યા છે. અમે તાજેતરમાં મેળવેલી સિદ્ધિઓ વિશે થોડી જાણકારી આપું: વિશ્વ બેંકના વેપારવાણિજ્ય સરળ કરવાના સૂચકાંકમાં ભારતનું સ્થાન વધ્યું છે; અમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં છેલ્લાં બે વર્ષમાં 32 સ્થાનની હરણફાળ ભરી છે – જે અન્ય કોઈ પણ દેશ કરતા વધારે સારી છે; અમે બે વર્ષમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુઆઇપીઓ)ના ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ પર પણ 21 સ્થાનની છલાંગ મારી છે. અમે વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ઓફ 2016 પર 19 સ્થાનની પ્રગતિ કરી છે અને અમે વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ અન્કટાડ દ્વારા લિસ્ટેડ ટોચના 10 એફડીઆઈ સ્થળોમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારતમાં પરોક્ષ કરવેરાના ક્ષેત્રમાં સૌથી મોટો અને ઐતિહાસિક સુધારો જીએસટીનો અમલ તાજેતરમાં શરૂ થયો છે. આ સાથે અમે આધુનિક કરવેરા ધરાવતા દેશ બનવા તરફ આગેકૂચ કરી છે, જે પારદર્શક, સ્થિર અને અપેક્ષિત છે. અત્યારે ભારત દુનિયામાં એફડીઆઈના સૌથી વધુ ઉદાર નિયમો ધરાવતા દેશમાં સામેલ છે. 90 ટકાથી વધારે એફડીઆઇ મંજૂરીને ઓટોમેટિક રુટ પર મૂકવામાં આવી છે. અમે વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડને નાબૂદ કર્યું છે. આ ઉદારીકરણને પગલે ગત નાણાકીય વર્ષમાં ભારતને 60 અબજ ડોલરની એફડીઆઈ મળી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જાપાનમાંથી એફડીઆઈમાં ત્રણ ગણો વધારો થયો છે. નવો ઇન્સોલ્વન્સી એન્ડ બેકરપ્સી કોડ રોકાણકારોને રોકાણમાંથી બહાર નીકળવાનું સરળ બનાવશે. અમે વાણિજ્યિક અદાલતો અને વાણિજ્યિક વિભાગો સ્થાપિત કર્યા છે, જેથી વાણિજ્યિક વિવાદોનો નિકાલ ઝડપથી થાય. લવાદી પ્રક્રિયાઓ હવે ઝડપી બનશે, કારણ કે લવાદ કાયદો સુધારવામાં આવ્યો છે. અમે નવી બૌદ્ધિક સંપદા અધિકાર નીતિની જાહેરાત પણ કરી છે. આ ફક્ત થોડા ઉદાહરણ છે, જે તરફ અમે અગ્રેસર છીએ. અમે વધુ કામગીરી કરીશું, શ્રેષ્ઠ કામગીરી કરીશું અને ઝડપથી કામ કરીશું.
મિત્રો!
ભારત અને જાપાન પ્રાચીન સંસ્કૃતિઓ છે તથા જીવંત લોકશાહી રાષ્ટ્રો છે. આપણે જાણીએ છીએ કે પ્રગતિ અને સમૃદ્ધિના મીઠા ફળ સામાન્ય નાગરિક સુધી કેવી રીતે પહોંચાડવા. ભારતને વાજબી સોલ્યુશન્સ અને પ્રક્રિયાઓની જરૂર છે, જે સરકારી સેવાઓને તેના નાગરિકો સુધી સરળતાપૂર્વક પહોંચાડી શકે. જાપાનને તકોની જરૂર છે, જ્યાં તે તેની જાણકારી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. હું કહું છું કે, 21મી સદી એશિયાની સદી છે. મેં એવું પણ જણાવ્યું છે કે, ભારત અને જાપાન એશિયાના ઉદયમાં મુખ્ય ભૂમિકા ભજવશે. વ્યૂહાત્મક અને આર્થિક મુદ્દાઓ પર ભારત અને જાપાન વચ્ચે વધતું જોડાણ વૈશ્વિક અર્થતંત્રને વેગ આપવાની ક્ષમતા ધરાવે છે. મને ખાતરી છે કે મજબૂત ભારત અને મજબૂત જાપાન એશિયા અને દુનિયામાં સ્થિરતા પણ લાવશે. આ પારસ્પરિક અને વૈશ્વિક લક્ષ્ય માટે હું પ્રધાનમંત્રી આબે અને જાપાનનો આદર્શ પાર્ટનર બનવા બદલ આભાર માનું છું. આપણી મૈત્રી અને પારસ્પરિક વિશ્વાસની તાકાત સાથે હું વધુને વધુ જાપાનીઝ લોકો અને કંપનીઓને ભારતમાં કામ કરવા, રહેવા આમંત્રણ આપું છું. હું તમારા પ્રયાસોમાં તમને સફળતા મળે એવી શુભેચ્છા પાઠવું છું. જરૂર પડશે ત્યારે તમારો સાથસહકાર મળશે એવી મને ખાતરી છે.
આભાર! આપનો ખૂબ ખૂબ આભાર.
TR
When I first visited Japan as CM of Gujarat, I had said that I want to see a mini Japan in Gujarat. Today that dream has come true: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
Gujarat’s Industry and Government still cherish the fact that Japan became the first partner country in Vibrant Gujarat event: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
4 locations have been finalized for development of Japanese Industrial Townships in Gujarat, Rajasthan, Andhra Pradesh & Tamil Nadu: PM
— PMO India (@PMOIndia) September 14, 2017
As another novel initiative, the foundation has been laid for production of Lithium batteries for electric mobility: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
A series of administrative reforms have significantly improved the business sentiment in the country: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
Japan can benefit tremendously with the size and scale of our potential & skilled hands that India offers: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
I have been saying that 21st Century is Asia’s Century. Today, Asia has emerged as the new centre of global growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
The growing convergence between Japan and India on strategic and economic issues has capacity to stimulate the global economy: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
With the strength of our friendship & trust, I invite more and more Japanese people and companies to come, live and work in India: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017