Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગાંધી શાંતિ પુરસ્કાર અર્પણ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા

ગાંધી શાંતિ પુરસ્કાર અર્પણ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા

ગાંધી શાંતિ પુરસ્કાર અર્પણ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા

ગાંધી શાંતિ પુરસ્કાર અર્પણ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા


 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કાર અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ ગૌરવશાળી ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું કે, આ પુરસ્કારો એવા સમયે એનાયત થઈ રહ્યા છે, જ્યારે ભારત મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આ પ્રસંગે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજન કે, જે બાપુને સૌથી વધુ પ્રિય હતું તે સમગ્ર વિશ્વના અંદાજે 150 દેશોનાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વસ્તુ દર્શાવે છે કે આજના સમયમાં પણ વિશ્વ, ગાંધીના મૂલ્યો અને આદર્શોને સ્વીકારે છે.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહ વિષે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ એ બાબતનો ઉલ્લેખ કર્યો કે સ્વતંત્રતા ચળવળ એ મહાત્મા ગાંધીના દૂરંદેશી પ્રયત્નોના લીધે જ એક જન આંદોલન બની શકી હતી. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ જન ભાગીદારી અને જન આંદોલન, આ બંને પ્રવાહોને એકત્ર કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ પ્રત્યેક વ્યક્તિની અંદર એવી ચેતના ભરી દીધી હતી કે તેઓ ભારતની આઝાદીમાં યોગદાન આપી રહ્યા હોય.

 

NP/J.Khunt/RP