પીએમઇન્ડિયા
વિશ્વભરમાંથી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
ઈતિહાસને ભુલાવી નાખવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, કેટ કેટલું ગુમાવવું પડે છે, શું શું ગુમાવવું પડે છે? જો આ વાતને સમજવી હોય તો હું સમજુ છું કે શ્રીમદ રાજચંદ્રજીના વ્યક્તિત્વથી, આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ તેમ છીએ કે તેમને ભુલાવીને આપણે કેટ કેટલું ગુમાવ્યું છે, શું શું ખોઈ નાખ્યું છે, અને આજે એ ખૂબ જ સુભગ સમન્વય છે કે શ્રીમદ રાજચંદ્રજી, પૂજ્ય બાપુ તેમને કવિ શ્રીના રૂપમાં પણ સંબોધન કરતા હતા. તેમના 150 વર્ષ અને જે તપોભૂમિથી સદીઓની ગુલામી પછી ભારતની અંતર ચેતનાને જગાડવાનું એક પવિત્ર કાર્ય થયું હતું, તે સાબરમતી આશ્રમનું આજે શતાબ્દી પર્વ છે.
2017નું વર્ષ અનેક રીતે મહત્વપૂર્ણ છે, આ જ વર્ષ હતું જયારે દેશમાં સત્યાગ્રહનું સર્વપ્રથમ બ્યૂગલ વાગ્યું હતું. ચંપારણની ધરતી પર અને તેનું પણ આ શતાબ્દી પર્વ છે. પૂજ્ય બાપુ 1915માં ભારત પાછા ફર્યા હતા આફ્રિકાથી અને 2015માં જયારે તેમનું શતાબ્દીનું વર્ષ હતું તો ભારત સરકારે પૂજ્ય બાપુના આગમનની તે શતાબ્દીને પણ આ જ ગુજરાતમાં, ગાંધીનગરમાં, મહાત્મા મંદિરમાં, દુનિયા બહારના પ્રવાસી ભારતીયોને બોલાવીને તે અવસરને ઉજવવાનો પ્રયાસ કર્યો છે.
આજના આ કાર્યક્રમથી દેશના ઘણા લોકો જેઓ ગાંધી સાથે જોડાયેલા છે, જેઓ ગાંધીના અભ્યાસુ છે, તેમના માટે શ્રીમદ રાજચંદ્રનું નામ પરિચિત છે. પરંતુ એક આખી પેઢી છે જેમના માટે રાજચંદ્રજીનું નામ નવું છે. ખામી આપણા લોકોની છે કે આપણે આ મહાપુરુષોને પેઢી દર પેઢી યાદ રાખતા રહેવું જોઈએ પરંતુ આપણે કોઈ ને કોઈ એવા ખોટા રસ્તા ઉપર ચાલી નીકળ્યા કે આપણે તેમને ભુલાવી દીધા. આ સરકારની કોશિશ છે કે આ મહાન રાષ્ટ્રના મહાન સપૂતોનું, મહાન પરંપરાઓનું, મહાન ઇતિહાસનું નિરંતર સ્મરણ બનેલું રહે. ઇતિહાસના મૂળ સાથે આપણે જોડાયેલા રહીએ અને નવા ઇતિહાસની રચના માટે પરાક્રમ માટે તૈયાર રહીએ, એજ ઉદ્દેશ સાથે આપણે આગળ વધવાનું છે.
સાબરમતી આશ્રમની શતાબ્દી ક્યારેક ક્યારેક મને લાગે છે કે વિશ્વને જે રૂપમાં ગાંધીથી પરિચિત કરાવવાની જરૂર છે, આગના સમુદ્ર ઉપરથી પસાર થઇ રહેલી માનવતાને ગાંધીથી દીશા મળી શકે તેમ છે, રાહ મળી શકે છે. પરંતુ આપણે તે ના કરી શક્યા. હજુ પણ સમય છે, નહિતર મને તો મન છે, મને નથી ખબર, બધી ઈચ્છાઓ પૂરી થાય છે, ક્યાં થાય છે? પરંતુ ઇચ્છાઓ કરવી એ પણ ખોટું થોડું છે. ક્યારેક ક્યારેક મન કરે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જેનું નિર્માણ શાંતિ માટે થયું છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધની કૂખમાંથી આ વિચાર ફળ્યો, જેણે સંસ્થાનું રૂપ લીધું. જો આપણે ગાંધીને વિશ્વ શાંતિ માટે એક મસીહાના રૂપમાં જન-મન સુધી સ્થિર કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોત તો સંયુક્ત રાષ્ટ્રસંઘના સામાન્ય સચિવ જે પણ બનત તે બન્યા પછી સૌથી પહેલા સાબરમતી આશ્રમમાં આવત, કેટલીક ક્ષણો હૃદય કુંજમાં વ્યતિત કરત અને વિશ્વ શાંતિ સંયુક્ત રાષ્ટ્રસંઘની તે ધરતી પરથી શું કામ કરી રહ્યા છે તેની પ્રેરણા સાબરમતીના તટ પરથી બાપુની તપોભૂમિ પરથી લઈને જાત. પરંતુ મારો આત્મા કહે છે કે આજે નહીં તો કાલે, ક્યારેક ને ક્યારેક તો આવું બનશે જ. આપણા દેશને આપણે તે રૂપમાં જોવો જોઈએ. તે સામર્થ્યનો અનુભવ કરવો જોઈએ અને વિશ્વને આ વિશાળતા સાથે જોડવાનો અવિરત પ્રયાસ કરતા રહેવો જોઈએ.
શ્રીમદ રાજચંદ્રજી, જેમ કે ગુરુદેવ રાકેશજી કહી રહ્યા હતા કે મહાત્મા ગાંધીને દુનિયાની મોટી મોટી હસ્તીઓ મળવા આવતી હતી. આઝાદી માટે દુનિયાના મોટા મોટા લોકો સાથે તેઓ વાતો કરતા હતા, લાંબા-ઊંચા, છ-સાડા છ ફૂટ ઊંચાઈઓવાળા ગોરી ચટ્ટી ચામડીવાળા, પરંતુ દુનિયાનું કોઈ પણ વ્યક્તિત્વ ગાંધીને પ્રભાવિત ના કરી શક્યું. અને એક શ્રીમદ રાજચંદ્રજી, દુબળા પાતળા, તે પણ એક વ્યાપારી, દુકાન પર બેસીને ખરીદ વેચાણ કરવાવાળા સામાન્ય જીવન અને સામાન્ય વ્યક્તિત્વ, અને ગાંધીમાં અને શ્રીમદ રાજચંદ્રજીની ઉંમરમાં વધારે ફર્ક નહોતો, માત્ર અઢી વર્ષનો તફાવત હતો. તેમ છતાં પણ શ્રીમદ રાજચંદ્રજીના વ્યક્તિત્વની તે કઈ વિશાળતા હશે, તે કયું ઊંડાણ હશે, તે કઈ તાકાત હશે, કે જેણે પુરેપુરા ગાંધીને પોતાનામાં સમાવી લીધા હતા.
મારું એ સૌભાગ્ય રહ્યું છે કે હું બવાનીયા ગયો હતો જ્યાં શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ થયો હતો, તેમના પૂર્વજોની જગ્યા છે અને હું તેમના પરિવારજનોનો આભારી છું કે જે પ્રકારે તેમણે તે જગ્યાને સંભાળી છે. ત્યાંથી ગયા પછી મેં શિક્ષકોને કહ્યું હતું કે જયારે પણ તમે સૌરાષ્ટ્રમાં ક્યાંય યાત્રા માટે જાવ છો તો થોડો સમય બવાનીયા જરૂરથી જાવ. આપણે મંદિરમાં જઈએ છીએ, એક અલગ જ રીતના તરંગો અનુભવાય છે, એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે. જે મેં અનુભવ કર્યો હતો, હું માનું છું કે તમને પણ એવો જ અનુભવ થશે. શ્રીમદ રાજચંદ્રજી માટે જે સ્થાન બવાનીયામાં બનેલું છે, મંદિર નથી, એક સ્થાન છે પરંતુ અંદર જતા જ તમને એક આધ્યાત્મિક ચેતનાના તરંગોની અનુભૂતિ થશે.
આપણા દેશમાં પીએચડી અનેક વિષયો ઉપર થતી હતી, અનેક મહાપુરુષોની કવિતાઓની ગદ્ય પદ્ય રચનાઓ ઉપર પીએચડી થાય છે. પરંતુ હું ઈચ્છીશ કે શ્રીમદ રાજચંદ્રજીના જયારે 150 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને ગુજરાતની યુનિવર્સિટી અને દેશની યુનિવર્સીટીઓ પણ શ્રીમદ રાજચંદ્રજીનું જે લખાણ છે, તેમનું જે કથન છે, શા માટે તેની ઉપર પીએચડી ના કરવામાં આવે? ગાંધીજીના જીવન પર તેમના તમામ કાર્યકલાપો ઉપર પ્રત્યેક પળે શ્રીમદ રાજચંદ્રજીના જે પત્રો છે તે પત્રોનો કેવો પ્રભાવ છે. અને જુઓ ગાંધીજીની વિશેષતા ઉંમરમાં ફર્ક નહોતો, જૈન પરંપરામાં ઉછરેલા હતા શ્રીમદ્ રાજચંદ્રજી, તેમ છતાં પણ ગાંધીજીની પણ સરળતા જુઓ, નહિતર ક્યારેક ક્યારેક મનુષ્યનો, એક તેઓ બેરિસ્ટર હતા. આફ્રિકામાં સફળ આંદોલન કરીને આવ્યા હતા. ભારતમાં મોટા મોટા નેતાઓ તેમને મળવા આવતા હતા. તેમણે પોતાનું સ્થાન બનાવી લીધું હતું, તેમ છતાં પણ ઉંમરમાં કોઈ તફાવત ના હોવા છતાં પણ તેઓ પોતાની બરાબરીની વ્યક્તિને તે સામાન્ય જીવન જીવનારી વ્યક્તિને પોતાના અંતર મનના બધા જ સવાલો લખીને તેમને પૂછ્યા કરતા હતા અને શ્રીમદ્ રાજચંદ્રજી પણ કોઈ પણ સંકોચ વિના આધ્યાત્મિક જીવન ચેતના અને અધિષ્ઠાન સહિત સંપૂર્ણ જ્ઞાનનો સંપુટ પૂજ્ય બાપુને પત્ર દ્વારા પહોંચાડી દેતા હતા. ગાંધીની મનઃસ્થિતિની જાણ થતી હતી અને આટલા મોટા આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરનારી વ્યક્તિ પણ પોતાના અંતર મનની ચિંતા કેટલી કરતા હતા તેને સંભાળવા માટે શું કરવું જોઈએ તે શ્રીમદ્ રાજચંદ્રજીને પૂછતા હતા.
આપણી નવી પેઢીને કંઈ જ ખબર નથી, અને એટલા માટે આ વર્ષે જયારે સાબરમતી આશ્રમમાં શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે, દેશભરમાંથી જે વિદ્યાર્થીઓ પ્રવાસીના રૂપમાં ગુજરાત આવે છે. હું તે શિક્ષકોને પણ કહીશ કે તમે બધું જ જુઓ પરંતુ કેટલીક ક્ષણો તે બાળકોને સાબરમતી આશ્રમમાં વિતાવવા માટે પ્રેરિત કરો. બવાનીયા જઈને જુઓ કે કેવા મહાપુરુષ આપણા દેશમાં, આ જ દિવસોમાં જન્મ્યા છે. આ કોઈ ઋષિ મુનીઓના યુગની વાત નથી. હું ગુરુદેવ રાકેશજીને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે, જેઓ જ્ઞાનમાર્ગી પણ છે અને કર્મમાર્ગી પણ છે. તેમના વિચારોનું પીંડ શ્રીમાન રાજચંદ્રજીની પ્રેરણાથી ભરેલું છે અને તેમનું જીવન તે આદર્શોની પૂર્તિ માટે કર્મ યોગની અંદર દૂર-સુદૂર જંગલોમાં રહેનારા લોકોની સેવામાં હોમાયેલું છે. અને મેં જોયું છે કે વિશ્વભરમાં એક ઘણો મોટો સમુદાય છે જે ટીવી પર તેમના જે વ્યાખ્યાનો સંભાળવા મળે છે, તેને સતત સાંભળનારો એક ઘણો મોટો વર્ગ છે.
હમણાં હું નેધરલેન્ડ્થી આવ્યો, પરમ દિવસે હું નેધરલેન્ડમાં હતો. બે વસ્તુઓ મારા માટે ઘણી નવી હતી, મારી જાણકારી માટે. ભારતમાં જેટલા માર્ગ મહાત્મા ગાંધીના નામ પર છે તેના પછી વિશ્વમાં સૌથી વધુ માર્ગના નામો ગાંધી પર કોઈ દેશમાં હશે તો તે નેધરલેન્ડના છે. મારા માટે આ નવો અનુભવ, નવી જાણકારી છે. બીજું ત્યાં સુરીનામના લોકો આવીને વસેલા છે, એક ઘણી મોટી માત્રામાં તેઓ ડચના નાગરિકો છે. ભારતનો પણ આઈટી વ્યવસાય સાથે જોડાયેલો એક ઘણો મોટો વર્ગ યુવા પેઢી ત્યાં ગઈ છે. પરંતુ ઓછામાં ઓછા ડઝન લોકો મને મળીને પકડીને ખેંચીને કહેતા હતા કે પરમ દિવસે તમે રાકેશજીને મળવાના છો ને! અને એક બીજી વાત પણ કરતા હતા તેઓ કહેતા હતા કે રાકેશજીવાળા તમારી સાથેના ફોટા જરા મોકલી આપજો ને. આ વાત સહજ નથી જી, આ વાતો પોતાનામાં જ એક ઘણું મોટું સામર્થ્ય ધરાવે છે. જયારે આપણે પૂજ્ય બાપુનું સ્મરણ કરીએ છીએ, સાબરમતી આશ્રમનું સ્મરણ કરીએ છીએ. 12 વર્ષ અહિંયા તપસ્યા કરી છે અને પૂજ્ય બાપુની સંકલ્પ શક્તિ જુઓ કે હું બેમોત મરીશ પણ આઝાદી વિના પાછો નહીં ફરું. કેટલી મોટી સંકલ્પ શક્તિ હશે જયારે તેઓ સાબરમતી આશ્રમને છોડીને નીકળ્યા હતા.12 વર્ષની તે તપસ્યા જે સાબરમતી આશ્રમમાં થઇ છે તે તપસ્યાનું સામર્થ્ય કેટલું હતું કે મહાત્મા ગાંધી સંકલ્પની સાથે નીકળ્યા, આત્મ વિશ્વાસ કેટલો હતો કે આ જ શરીરના રહેતા હું અંગ્રેજોને અહીંથી કાઢીને રહીશ, હિન્દુસ્તાનને આઝાદ કરીને રહીશ.
2019માં આપણે પૂજ્ય બાપુના 150 વર્ષ ઉજવીશું. આવી જ રીતે ઉજવીશું શું? જી ના. પૂજ્ય બાપુના 150 વર્ષ આમ જ ઉજવવાનો કોઈપણ હિન્દુસ્તાનીને હક નથી. પૂજ્ય બાપુના 150 વર્ષ ઉજવવા એટલે ગાંધીની જેમ કોઈ સંકલ્પ લઈને 150મી જયંતી સુધી તેને પુરા કરીને રહેવા અને આ પ્રત્યેક હિન્દુસ્તાની….! અપ્રતિમ સંકલ્પ શક્તિના ધણી હતા તેઓ. આપણી અંદર પણ તે સંકલ્પ શક્તિ હોય, જે સંકલ્પ શક્તિને લઈને આપણે પણ નીકળી પડીએ આજથી અને જયારે ગાંધીના 150 વર્ષ ઉજવીશું ત્યારે આપણે તેને પરિપૂર્ણ કરીને રહીશું એવું દરેક હિન્દુસ્તાનીના દિલમાં.. સાબરમતી આશ્રમ, આઝાદીના આંદોલનનું કલેવર જ્યાં તૈયાર થયું, પીંડ તૈયાર થયું ત્યાંથી આ કરીને આઝાદ હિન્દુસ્તાન પૂજ્ય બાપુના સપનાઓનું હિન્દુસ્તાન બનાવવા માટે આપણે પણ કંઈક જવાબદારી નિભાવી શકીએ તેમ છીએ.
સાબરમતી આશ્રમની તેની જેટલી પણ ઘટનાઓ છે તે ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાની ચર્ચા આખું વર્ષ, દરરોજ રહી છે. સ્વચ્છતામાં તેઓ કોઈ સમાધાન નહોતા કરતા. આ સ્વચ્છતાનું અભિયાન 2019 સુધીમાં દરેક હિન્દુસ્તાનીનો સ્વભાવ બની જવો જોઈએ. સ્વચ્છતા આપણી નસોમાં, આપણી અંદર, આપણા વિચારોમાં, આપણા આચરણમાં સ્વચ્છતાનું પરમ સ્થાન હોવું જોઈએ અને તેનાથી મોટી પૂજ્ય બાપુને કોઈ શ્રદ્ધાંજલિ હોઈ ના શકે. સ્વયં બાપુ કહેતા હતા કે આઝાદી અને સ્વચ્છતા બંનેમાં મારી પહેલી પસંદ સ્વચ્છતા રહેશે. આઝાદી કરતા પણ વધારે મહત્વ ગંદકીથી મુક્ત હિન્દુસ્તાન, આ બાપુનું સપનું હતું. આઝાદીના 70 વર્ષ થઇ ગયા છે, 2019માં 150મી જયંતી ઉજવી રહ્યા છીએ, આપણે શા માટે તેના માટે ના કરીએ.
પૂજ્ય બાપુને વૈષ્ણવ જન તો તેને રે કહીએ ખૂબ પ્રિય હતું, હમણાં પણ આપણે લોકોએ સાંભળ્યું. આ દેશના દરેક ખૂણામાં વૈષ્ણવ જન તો તેને રે કહીએ બધા જ વિદ્યાર્થીઓને ખબર છે, દરેક નાગરિકને જાણ છે, બધાને ખબર છે કે ગાંધીજીને પ્રિય છે. અને તેની તાકાત જુઓ, તેની સહજતા જુઓ, તમે 100 લોકોને પૂછો,100માંથી 90 લોકો કહેશે વૈષ્ણવ જન તો તેને રે કહીએ.100માંથી 90 લોકો કહેશે, હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાં જઈને જોઈ લો. પછી તેમને બીજો સવાલ કરો કે આ કઈ ભાષામાં છે. હું દાવા સાથે કહું છું કે 10 લોકો નહીં કહી શકે કે આ કઈ ભાષા છે? કારણકે તે એટલી ઊંચાઈએથી આપણી અંદર રમી ગયું છે કે ભાષાનો ભેદ ખતમ થઇ ગયો છે. વૈષ્ણવ જન આપણને પોતાનું લાગવા લાગ્યું. આ સિદ્ધિ હોય છે કે બાકી કોઈ ભેદ રેખા સામે નથી આવતી, લુપ્ત થઇ જાય છે.
હું રાજનીતિમાં ઘણો મોડેથી આવ્યો છું. હાલના દિવસોમાં રાકેશ ભાઈ જ્યાં કામ કરી રહ્યા છે તે ધરમ પુર વિસ્તારમાં ક્યારેક મને કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. યુવાનીનો લાંબો સમય આદિવાસીઓની વચ્ચે વિતાવવાનો મને અવસર મળ્યો, સામાજિક સેવા કરતા કરતા. રાજનીતિમાં ઘણો પાછળથી આવ્યો હતો અને આવ્યો હતો ત્યારે પણ આ પાટા પર ક્યારેય આવીશ એવું નહોતું વિચાર્યું. હું સંગઠન માટે સમર્પતિ હતો, સંગઠન માટે કામ કરતો હતો અને ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપતી વખતે એક વાત કહેતો હતો. હું કહેતો હતો. હું કહેતો હતો વૈષ્ણવ જન તો તેને રે કહીએ 400 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ લખ્યું છે. આજે જેટલા પણ રાજકીય નેતાઓ છે, જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એક કામ કરે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જેપીડ પરાઈ જાણે રે, અહિંયા આગળ વૈષ્ણવ જન શબ્દ કાઢીને લોક પ્રતિનિધિ તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તમે જુઓ, હિન્દુસ્તાનમાં લોક્પ્રતીનિધિ કેવો હોવો જોઈએ, જનસેવક, જન નાયક કેવો હોવો જોઈએ વૈષ્ણવ જનની દરેક પંક્તિમાં તમે પળ ભર માટે તમારી જાતને બેસાડીને જુઓ, તમે જોજો તમારે કોઈના માર્ગદર્શનની જરૂર નહીં પડે. ક્યાં જવું તેનો રસ્તો સ્પષ્ટ મળી જશે. કોઈ મૂંઝવણ નહીં રહે. એક એક શબ્દની સાથે જોડીને જોઈ લેજો, સમયના અભાવમાં હું તેનો વિસ્તાર નથી કરી રહ્યો, પરંતુ આ સામર્થ્ય છે તેનામાં.
ભાઈઓ બહેનો, જરૂર પડે ત્યારે બાપુનું નામ લેવું એ તો આપણે ઘણા વર્ષોથી જોયું છે અને ક્યારે બાપુને ભુલાવી નાખવા એ ચતુરાઈ પણ આપણે સારી રીતે જોઈ છે. આજે જયારે હું સાબરમતી આશ્રમમાં આવ્યો છું, શ્રીમદ્ રાજચંદ્રજીની તપસ્યા, તેમનું ધ્યાન, તેમના સમાનુભાવથી નીકળેલી એક એક વાત તેનું જયારે આપણે સ્મરણ કરી રહ્યા છીએ ત્યારે સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવી રહ્યા છીએ ત્યારે, હું દેશવાસીઓ સાથે એક વિષય ઉપર ગંભીરતાથી કેટલીક વાતો આજે કરવા માગું છું. આનાથી મોટું કોઈ પવિત્ર સ્થાન હોઈ ના શકે આ વાત જણાવવા માટે, શ્રીમદ્ રાજચંદ્રજીના 150 વર્ષ થાય, સાબરમતી આશ્રમની શતાબ્દી હોય, 2019માં ગાંધીના 150 વર્ષ ઉજવવાની તૈયારી હોય, આનાથી શ્રેષ્ઠ અવસર મારા મનની વાત કહેવા માટે કદાચ કોઈ ના હોઈ શકે. હું દેશના વર્તમાન માહોલની અને પોતાની પીડા અને નારાજગી વ્યક્ત કરવા માગું છું. જે દેશ કીડીને પણ ખવડાવવામાં વિશ્વાસ ધરાવે છે, જે દેશ મહોલ્લાઓમાં દોડતા, હરતા ફરતા કૂતરાઓને પણ કંઈ ને કંઈ ખવડાવવા માટે વિચારે છે, જે દેશ સવારે ઊઠીને નદી તળાવના તટ પર જઈને માછલીઓને ખવડાવવાની પરંપરા ધરાવે છે, જે દેશના આવા સંસ્કાર હોય, ચરિત્ર હોય, જે દેશમાં મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોએ અહિંસાના પાઠ ભણાવ્યા હોય, શું થઇ ગયું છે આપણને કે દવાખાનામાં કોઈ દર્દીને આપણે બચાવી ના શક્યા? ઓપરેશન નિષ્ફળ ગયું, દવા અસરકારક ના હોય અને દર્દીનું મૃત્યુ થઇ જાય અને અચાનક પરિવારના લોકો દવાખાનાને આગ લગાવી દે, ડોકટરોને મારી નાખે? શું આ મારો દેશ છે? શું આ પૂજ્ય બાપુનો દેશ છે? આપણે શું કરી રહ્યા છીએ અને આ જ વસ્તુઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. અકસ્માત અકસ્માત હોય છે. ક્યાંક બે વાહનો અથડાઈ જાય, દુર્ભાગ્યથી કોઈ એકનું મૃત્યુ થઇ જાય, કોઈ ઘાયલ થઇ જાય, ના તો કોઈ ઓળખાણ પીછાણ અને લોકો એકઠા થઇ જાય છે. ગાડીઓ સળગાવી દે છે, શું આ મારો દેશ છે?
ગાયની રક્ષા, ગૌની ભક્તિ મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેથી વધીને કોઈ ના હોઈ શકે. જો ગાયની ભક્તિ કરવી છે, ગાયની રક્ષા કરવી છે તો ગાંધીજી અને વિનોબા ભાવેજીએ આપણને ઉત્તમ રાહ બતાવી છે. તે જ રસ્તા ઉપર દેશને ચલાવવો જ પડશે. તેમાં જ દેશનું કલ્યાણ છે. વિનોબાજી જીવનભર ગૌ રક્ષા માટે પોતાની જાતને હોમતા રહ્યા. મારું સૌભાગ્ય હતું કે હું એકવાર વર્ધા ગયો હતો, વિનોબાજીના દર્શન માટે. હું તેમને મળ્યો, પ્રણામ કર્યા, બેઠો. વિનોબાજી શબ્દોની બહુ મોટી તાકાત ધરાવતા હતા. હું બેઠો, પરિચય થયો, હું બેસીને સામે જોઈ રહ્યો હતો. તેઓ મને કહી રહ્યા હતા કે મરી જાઓ, મરી જાઓ. હું આશ્ચર્યચકિત હતો કે વિનોબાજી કહી રહ્યા છે મરી જાઓ મરી જાઓ. હું ચુપચાપ બેસી રહ્યો. પછી ધીમેથી કહ્યું ગાય માટે, ગાય માતા માટે. તમે કલ્પના કરી શકો છો કે વિનોબાજી તે સમયની સરકાર વિરુદ્ધ જીવનના અંત સુધી તેઓ લડતા રહ્યા, અનેક વાર ઉપવાસ કર્યા ગૌરક્ષા માટે કર્યા, ગૌભક્તિ માટે કર્યા. ભારતનું બંધારણ પણ આપણને તેનું મહત્વ સમજાવે છે પરંતુ, શું કોઈ માણસને મારવાનો હક આપણને મળી જાય છે? શું આ ગૌભક્તિ છે? શું આ ગૌરક્ષા છે? પૂજ્ય બાપુનો આ રસ્તો ના હોઈ શકે. વિનોબા ભાવેજીનું જીવન આપણને આ સંદેશ નથી આપતું. અને એટલા માટે સાબરમતી આશ્રમના શતાબ્દી પર્વ પર અને પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રજીના 150મું જન્મવર્ષ ઉજવીએ ત્યારે, દરેક હિન્દુસ્તાનીના દિલોદિમાગમાં, આ આપણા મૂળભૂતસંસ્કાર છે, આપણી મૂળભૂત પરંપરા છે – અહિંસા. તે આપણા લોકોનો જીવન ધર્મ રહ્યો છે. આપણે કેમ શાન ગુમાવી રહ્યા છીએ. ડૉકટરોને મારી રહ્યા છીએ. અકસ્માત થઇ જાય તો ડ્રાઈવરોને મારી રહ્યા છીએ. ગાયના નામ પર માણસોને મારી રહ્યા છીએ.
મને બાળપણની એક ઘટના યાદ છે. મારા જીવનની સત્યઘટના છે. અને પહેલી વાર હું કદાચ આજે તે વાતને કહી રહ્યો છું. એક સમય હતો જયારે મને લખવાની આદત હતી, હું લખતો હતો, ત્યારે મારા મનમાં હતું કે હું તે વિષય પર લખીશ, પરંતુ હું ના લખી શક્યો. પણ આજે મારું મન કરે છે, એક એવી પવિત્ર જગ્યા છે, જે પવિત્ર જગ્યાએથી મનની અંદરની સચ્ચાઈ પ્રગટ થવી એ ઘણું સ્વાભાવિક છે.
હું બાળક હતો. મારા ગામમાં મારું ઘર એક એવી નાનકડી સાંકડી ગલીમાં છે. તો ત્યાં આગળ બિલકુલ જૂના જમાનાના જેવા ગામડાઓ રહેતા હતા, એવા ઘરો હતા. અમારા ઘરની નજીકમાં જ સામેની બાજુએ એક પરિવાર હતો, જે ઈમારતોમાં કડિયાનું કામ કરતો હતો. મેસનનું કામ કરતો હતો. એક રીતે મજૂરી જેવું કામ હતું. તે પરિવારમાં સંતાન નહોતું. તેમના લગ્નને અનેક વર્ષો થઇ ગયા પરંતુ તેમને સંતાન નહોતું. પરિવારમાં પણ એક તણાવ રહેતો હતો કે તેમના ઘરમાં સંતાન નથી. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિની વ્યક્તિ હતા. ઘણી મોટી ઉંમરમાં તેમને ત્યાં એક સંતાનનો જન્મ થયો. તે સંતાન મોટું થઇ રહ્યું હતું. હવે નાની સાંકડી ગલી હતી. સવાર સવારે ગાયને પણ એક શિસ્તની આદત હોય છે. ગાય ઘરોની પાસેથી પસાર થાય છે તો ઘરના લોકો રોટલી ખવડાવે છે. તો એક ગાય હતી જેઅમારા મહોલ્લામાંથી પસાર થતી અને દરેક પરિવારના લોકો બહાર નીકળીને તેને રોટલી ખવડાવતા હતા. જેમના ઘરમાં સંતાનનો જન્મ નહોતો થયો, તેઓ પણ રોટલી ખવડાવતા હતા. એકવાર અચાનક ભાગદોડ થઈ ગઈ, કેટલાક બાળકોએ કદાચ ફટાકડા ફોડી નાખ્યા હતા, શું થયું તે ઘટના મને હવે આખી યાદ નથી રહી. પરંતુ તે ગાય ગભરાઈ ગઈ અને દોડતા દોડતા સ્થિતિ એવી બની તે જે બાળક તેમનું માંડ માંડ 3, 4 કે 5 વર્ષનું હશે, તે પણ દોડવા લાગ્યું. તેને સમજાયું નહીં કે આ બાજુ દોડું કે પેલી બાજુ દોડું, અને જાણે અજાણે તે ગાયના પગ નીચે આવી ગયું. આટલા વર્ષોમાં પરિવારમાં એક બાળક જન્મ્યું હતું અને ગાયના પગ નીચે આવી જવાથી તેનું મૃત્યુ થઇ ગયું. તમે કલ્પના કરી શકો છો કે તે પરિવારનો માહોલ શું થયો હશે? ખૂબ દુઃખના દિવસો હતા પરંતુ બીજા દિવસે સવારથી.એ દ્રશ્ય હું ભૂલી નથી શકતો, બીજા દિવસ સવારથી જ તે ગાય તેમના ઘરની સામે આવીને ઊભી રહી ગઈ. કોઈપણ ઘરની સામે જઈને રોટલી ના ખાધી. તે પરિવાર પણ તેને રોટલી ખવડાવતો હતો, ના ખાધી. ગાયના આંસુ ક્યારેય ના રોકાયા. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ ગાય ના તો ખાવાનું ખાય છે, ગાય ના તો પાણી પી રહી છે. એક તરફ પરિવારના એકલા સંતાનના મૃત્યુનો શોક હતો. આખા મહોલ્લામાં દુઃખનું વાતાવરણ હતું. ગામમાં એક પરિવારનો માતમ હોય છે. પરંતુ ગાય પશ્ચાતાપમાં ડૂબેલી હતી. અનેક દિવસો સુધી તેણે કંઈ જ ખાધું નહીં, કંઈ જ પીધું નહીં. તેની આંખના આંસુ સુકાઈ ગયા. આખા મહોલ્લાના લોકો, તે પરિવારના લોકો પણ લાખ કોશિશ કરતા રહ્યા પરંતુ ગાયે પોતાનો સંકલ્પ ના તોડ્યો અને તે સંતાન, બાળકનું મૃત્યુ તેના પગ નીચે થઇ ગયું, તે પીડા માત્રથી તે ગાયે પોતાનું શરીર છોડી દીધું. એક બાળકના મૃત્યુના પશ્ચાતાપમાં ગાયને બલિદાન આપતા મેં બાળપણમાં જોઈ છે. તે દ્રશ્ય આજે પણ મારી નજર સામે જીવિત છે. આજે જયારે હું સાંભાળું છું કે ગાયના નામ પર કોઈની હત્યા કરવામાં આવે, તે નિર્દોષ છે કે ગુનેગાર તે કાયદાનું કામ કાયદો કરશે, માણસને કાયદો હાથમાં લેવાનો હક નથી.
સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવીએ છીએ, ગાંધીજી અને વિનોબાજી જેવા ગાય માટે સમર્પિત જીવન આપણી સામે દ્રષ્ટાંત હોય, હું દેશવાસીઓને આગ્રહ કરીશ કે હિંસા સમસ્યાઓનું સમાધાન નથી. તે ડૉક્ટરનો કોઈ દોષ નથી, જે તમારા પરિવારજનની સેવા કરી રહ્યો હતો, પરંતુ તમારા પરિવારજનને બચાવી ના શક્યો. અને તેમ છતાં પણ તમને ફરિયાદ હોય તો કાયદાકીય વ્યવસ્થા છે. અકસ્માત થઇ જાય છે, કોઈ નિર્દોષની જિંદગી જાય છે, તે અકસ્માત છે. અને એટલા માટે ગાંધીની આ ધરતીમાં દરેકની જવાબદારી છે એક સંતુલિત જીવન જીવવાની.દરેકની જવાબદારીઓને આપણી જવાબદારી સાથે જોડી લો અને ત્યાર પછી આપણે પૂજ્ય બાપુના સપનાઓનો દેશ બનાવી શકીશું. 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. જે મહાપુરુષોએ આઝાદી માટે બલિદાન આપ્યા, યુવાની જેલોમાં કાપી નાખી, કેટલાક કાળાપાણીમાં જીવન ગુજારતા રહ્યા, કેટલાક ફાંસીના માંચડે ચડી ગયા, કેટલાક જીવનભર લડતા રહ્યા, તે સૌનું સપનું હતું કે દેશને આઝાદ, દેશને સમૃદ્ધ, દેશના ગરીબમાં ગરીબના કલ્યાણની તરફ જોવું. 2022માં આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે, 5 વર્ષ આપણી પાસે છે, સવા સો કરોડ દેશવાસી જો સંકલ્પ કરી લે કે 2022માં અમે હિન્સ્દુસ્તાનને અહિંયા લઇ જઈશું, જે આપણા આઝાદીના દીવાનાઓના સપના હતા, તેને પુરા કરવા અંતે લઇ જવાના છે. જે સાબરમતી આશ્રમની ધરતીએથી આઝાદ હિન્દુસ્તાનના સપનાઓને સજાવવામાં આવ્યા હતા, રાષ્ટ્રને પરોવવામાં આવ્યું હતું, સપનાઓને પુરા કરવા માટે આહુતિ સ્વીકાર કરવામાં આવી હતી, ન્યાય માટે લડવા દરેક પ્રકારના અહિંસક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, સત્યાગ્રહનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. 2022 આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. સંકલ્પના, કર્મના, નવીન કરવાના, જીવનને લગાવી દેવાના, 5 વર્ષ જિંદગીનો બહુમુલ્ય સમય 2022 આપણે દરેક હિન્દુસ્તાની 125 કરોડ દેશવાસી એક પગલું જો આગળ ચાલીએ છીએ તો હિન્દુસ્તાન 125 કરોડ પગલા આગળ ચાલે છે. આવા સપનાઓને લઈને ચાલો.
શ્રીમદ્ રાજચંદ્રજી જેમણે આટલી મોટી આધ્યાત્મિક ચેતના, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, અંતઃ ચેતનાને જગાડવાનો રસ્તો બતાવ્યો, પૂજ્ય બાપુ જેમણે શ્રીમદ રાજચંદ્રજીની વાતને જીવીને પ્રયોગ સફળ કરીને બતાવ્યો છે, આવા બંને મહાપુરુષોને એક સાથે સ્મરણ કરવાના આ અવસર પર હું ફરી એકવાર…મને આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો, આટલી મોટી માત્રામાં દેશ અને દુનિયામાંથી આવેલા લોકોના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. રાકેશજીને મળવાનું સૌભાગ્ય મળ્યું. હું મારું અહોભાગ્ય સમજુ છું. ખૂબ ખૂબ આભાર.
AP/TR/GP
This year we mark the 100th year of the establishment of Sabarmati Ashram as well as the Champaran Satyagraha: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
As a society, it is always essential to remain connected with our history: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
The thoughts of Mahatma Gandhi have the power to mitigate the challenges the world is facing today: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
There should be further academic research on the life and thoughts of Shrimad Rajchandraji: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
I urge people from all over to come and visit the Sabarmati Ashram: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
Swachhata has to become a Swabhav. What can be a greater tribute to Mahatma Gandhi than this: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
Today I want to say a few words and express sadness on some of the things going on: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
We are a land of non violence. We are the land of Mahatma Gandhi. Why do we forget that: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
No one spoke about protecting cows more than Mahatma Gandhi and Acharya Vinoba Bhave. Yes. It should be done: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
Killing people in the name of Gau Bhakti is not acceptable. This is not something Mahatma Gandhi would approve: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
As a society, there is no place for violence: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
No person in this nation has the right to take the law in his or her own hands in this country: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
Violence never has and never will solve any problem: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2017
Let's all work together. Let's create the India of Mahatma Gandhi's dreams. Let's create an India our freedom fighters would be proud of: PM
— PMO India (@PMOIndia) June 29, 2017