Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના લોકોને પ્રધાનમંત્રીનો સંદેશ


ગુજરાતના વ્હાલા ભાઈઓ અને બહેનો,

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી પર ગઈકાલ સાંજથી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી છે, જે પ્રકારની હિંસાનો આશ્રય લેવાઈ રહ્યો છે… આપણે જાણીએ છીએ કે હિંસાથી કોઈનું પણ ભલું થતું નથી.

જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીએ, અને રાજ્યના વિકાસ દ્વારા જ દરેક સ્તરના લોકોનું કલ્યાણ કરવાનો પ્રયાસ, અમે હંમેશાથી કરતા આવ્યા છીએ. મારી બધા ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે આ સમયે આપણો એક જ મંત્ર હોવો જોઈએ – “શાંતિ”.

દરેક સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા લાવી શકાય છે. લોકશાહીની મર્યાદાનું પાલન આપણે સૌએ કરવું જોઈએ. હું ફરી એક વખત ગુજરાતના બધા ભાઈઓ અને બહેનોને શાંતિ રાખવાનો આગ્રહ કરું છું. હિંસાના માર્ગ પર ચાલીને ક્યારેય કશું પ્રાપ્ત થતું નથી. આપણે સૌ સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન કરીએ અને સાથે મળીને ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જવાનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, તેમાં સહયોગી બનીએ અને પોતાનું યોગદાન આપીએ – આ મારી દરેક ગુજરાતના ભાઈઓ અને બહેનોને આગ્રહ ભરી વિનંતી છે.