પીએમઇન્ડિયા
મંચ પર બિરાજેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ શ્રી ઓલાંદ, ફ્રાંસથી પધારેલા વરિષ્ઠ મંત્રીઓ, હરિયાણાના રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, શ્રી પિયુષ ગોયલજી, ફ્રાંસના પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં આવેલા વ્હાલા ભાઈઓ અને બહેનો!
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં એ વાતની ચર્ચા થઈ હતી કે જળવાયું પરિવર્તનનો પડકાર ઝીલવા માટે દુનિયા કયાં પગલાં ઉઠાવે, કઈ બાબતોનો સંકલ્પ કરે ? અને એ પૂરો કરવા માટે કયા માર્ગ અપનાવે ? પેરિસમાં યોજનારી COP 21 બાબતે સમગ્ર વિશ્વમાં એક ઉત્સુકતા હતી, સંબંધિત બધા લોકો પોત-પોતાની રીતે એના પર પ્રભાવ પાડવાના પ્રયાસો કરી રહ્યા હતા, અને લગભગ બે અઠવાડિયાં સુધી દુનિયાના બધા દેશોએ મળીને, આ વિષયોના જે જાણકાર લોકો છે, વિશ્વના એવા બધા લોકો ત્યાં ભેગા મળ્યા અને ચર્ચાઓ કરી હતી અને આ મહાકાય સંકટ સામે માનવ જાતિનું રક્ષણ કેવી રીતે કરવું એ માટે વચનબદ્ધ બનીને આગળ વધવા માટે સહુ એકત્ર થયા.
COP 21ના નિર્ણયો અંગેની વાતો વિશ્વભરમાં સારી રીતે પ્રસરી છે, પરંતુ પેરિસની ધરતી પર એક તરફ જ્યારે COP 21ની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે બે મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા હતા. આ બંને મહત્ત્વપૂર્ણ પહેલોમાં ભારત અને ફ્રાંસે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એક પગલું એ હતું કે, એક તરફ તો જળવાયું પરિવર્તનની ચિંતા છે, માનવજાતિને પર્યાવરણનાં જોખમોથી રક્ષણ આપવાનું છે અને બીજી તરફ, માનવજાતિની જરૂરિયાતો પણ પૂરી કરવાની છે. જે Developing દેશો (વિકાસશીલ દેશો) છે, તેમને હજુ વિકાસની નવી ઊંચાઈ સર કરાવવાની બાકી છે અને ઉર્જા વિના વિકાસ સંભવ નથી થતો. એક રીતે, ઉર્જા વિકાસ યાત્રાનું મહત્ત્વનું અંગ બની ગઈ છે. પરંતુ જો fossil fuel (અશ્મિ બળતણ)થી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તો જળવાયું પરિવર્તનની ચિંતા સતાવે છે અને જો ઉર્જા ઉત્પન્ન કરવામાં ન આવે તો માત્ર અંધકાર નથી છવાતો, સમગ્ર જીવન અંધકારમાં ડૂબી જાય છે. અને આવી અસમંજસમાંથી દુનિયાને બચાવવાનો માર્ગ શું હોઈ શકે છે ? એક ને ત્યારે અમેરિકા, ફ્રાંસ અને ભારત – ત્રણેયે મળીને એક પગલું લીધું છે અને એ પગલું છે, ઇનોવેશનનું. નવી શોધ થાય, નવાં સંસાધનનું નિર્માણ થાય, આપણા વૈજ્ઞાનિક, આપણા ટેક્નેશિયન, આપણા ઈજનેરો એવી નવી વસ્તુઓ લઈને આવે, જે પર્યાવરણ પર પ્રતિકૂળ અસર ન કરતી હોય. જળવાયું પરિવર્તનથી વિશ્વને બચાવવાનો માર્ગ દર્શાવતી હોય અને એવા સાધનો વિકસાવે જે પરવડી શકે તેવું હોય, ટકાઉ હોય, ગરીબમાં ગરીબ વ્યક્તિની પહોંચમાં આવી શકે. તો ઇનોવેશન માટે ઘણું મોટું અભિયાન શરૂ કરવાની દિશામાં અમેરિકા, ફ્રાંસ અને ભારતે, વિશ્વના એવા તમામ દેશોને સાથે લઈને આગળ વધવાનો ખૂબ મોટો, મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો અને તેને લોન્ચ કરવામાં આવ્યો. પ્રમુખ શ્રી ઓબામા, પ્રમુખ શ્રી ઓલાંદે અને હું તેમજ સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી અને શ્રી બિલ ગેટ્સ, અમે લોકો એ સમારંભમાં ઉપસ્થિત હતા અને એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. બીજો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય થયો, જેનો આવનારા દાયકાઓમાં માનવ જીવન પર ઘણો મોટો પ્રભાવ રહેવાનો છે.
વિશ્વમાં અનેક પ્રકારનાં સંગઠનો ચાલી રહ્યાં છે. OPEC દેશોનું સંગઠન છે, G-20 છે, G-4 છે, SAARC છે, યુરોપિયન યુનિયન છે, આસિયાન દેશો છે, ઘણાં પ્રકારનાં સંગઠનો વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ભારતે એક વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે કે જો પેટ્રોલિયમ ઉત્પાદન કરનારા દેશો એકઠા મળી શકે છે, આફ્રિકન દેશો એકઠા થઈ શકે છે, યુરોપિયન દેશો એક બની શકે છે, તો દુનિયામાં એવા દેશોનું સંગઠન શા માટે ન કરવું જોઈએ, જે દેશોમાં વર્ષમાં 300 દિવસોથી વધુ દિવસો સૂર્યનો પ્રકાશ ઉપલબ્ધ હોય છે.
આ સૂર્ય, જીવનને ચલાવવામાં એ શક્તિનો ઘણો મોટો સ્ત્રોત છે, સૃષ્ટિને ટકાવી રાખવામાં સૂર્યની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આપણે તેને એક શક્તિના રૂપે સ્વીકાર કરીને વિશ્વના કલ્યાણનો માર્ગ શા માટે ન શોધીએ. વર્ષમાં 300થી વધુ દિવસ સૂર્ય પ્રકાશનો લાભ મળતો હોય, તેવા વિશ્વમાં લગભગ 122 દેશો છે. અને એટલે એવો વિચાર આવ્યો કે આપણે 122 દેશોનું, જે સૂર્ય શક્તિથી સંપન્ન છે, એમનું એક સંગઠન શા માટે ન રચીએ. ભારતે ઈચ્છા વ્યક્ત કરી, ફ્રાંસના રાષ્ટ્રપતિ શ્રીએ મારી બધી મદદ કરી, અમે ખભે ખભા મિલાવીને ચાલ્યા, દુનિયાના દેશોનો સંપર્ક કર્યો અને નવેમ્બર મહિનામાં પેરિસમાં જ્યારે કોન્ફરન્સ ચાલી રહી હતી, 30 નવેમ્બરના રોજ દુનિયાના તમામ રાષ્ટ્રોના વડા એ સમારંભમાં ઉપસ્થિત હતા અને એક આંતર રાષ્ટ્રીય સોલાર અલાયન્સ નામની સંસ્થાનો જન્મ થયો.
એ સમારંભમાં એ વાતનો પણ નિર્ણય લેવાયો કે આ સંગઠનનું વૈશ્વિક સચિવાલય હિન્દુસ્તાનમાં રહેશે. આ International Solar Alliance – ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, એનું વડું મથક ગુડગાંવમાં બની રહ્યું છે. આ હરિયાણા કુરુક્ષેત્રની ભૂમિ છે, ગીતાનો સંદેશ જ્યાંથી અપાયો, એ ધરતી પરથી વિશ્વ કલ્યાણનો એક નવો સંદેશ આ સોલર એલાયન્સના રૂપમાં આપણે પહોંચાડી રહ્યા છીએ.
ઘણા ઓછા લોકોને અંદાજ હશે કે આજે આ જે ઘટના આકાર પામી રહી છે, તેનો માનવજાતિ પર કેટલો મોટો પ્રભાવ પડવાનો છે, આ વાત એ લોકો જ સમજી શકે છે, જે નાના-નાના ટાપુઓ પર વસી રહ્યા છે, નાના-નાના ટાપુ દેશો છે અને જેમના પર સતત એવો ભય તોળાય છે કે જો સમુદ્રના પાણીની ઊંચાઈ વધે તો ખબર નથી ક્યારે તેમના દેશ ડૂબી જશે, ખબર નથી ક્યારે પોતે આ સૃષ્ટિમાંથી સમાપ્ત થઈ જશે, દિવસ-રાત આ નાના-નાના દેશોને ચિંતા સતાવી રહી છે. જે દેશો સમુદ્રના કિનારે વસેલા છે, તે દેશોને ચિંતા થઈ રહી છે કે જો જળવાયું પરિવર્તનને કારણે સમુદ્રની સપાટી વધી રહી છે તો ખબર નથી આપણા મુંબઈનું શું થશે, ચેન્નાઈનું શું થશે ? અને વિશ્વના એવા ઘણા દેશો હશે, જેમના આવાં મોટાં મોટાં સ્થળો, જે સમુદ્રના કિનારા પર છે, એમના નસીબનું શું થશે ? સમગ્ર વિશ્વ ચિંતાગ્રસ્ત છે. અને હું ગયા વર્ષે, આ જે ટાપુ દેશો છે, જે નાના-નાના ટાપુ દેશો છે, તેમના ઘણા નેતાઓને મળ્યો છું, એમનું દુઃખ હું સારી રીતે સમજ્યો છું. શું ભારત આ કર્તવ્ય ન નિભાવી શકે ?
આપણા દેશમાં જીવનદાન એક ઘણું મોટું પુણ્ય માનવામાં આવે છે. આજે હું કહી શકું છું કે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, આ જીવનદાનનું પુણ્ય કાર્ય કરવાનું છે, જે આવનારા દાયકાઓ પછી દુનિયા પર તેનો પ્રભાવ ઊભો કરશે. સમગ્ર વિશ્વ કહે છે કે તાપમાન ઓછું થવું જોઈએ, પરંતુ તાપમાન ઓછું કરવાનો રસ્તો પણ સૂર્યનું તાપમાન જ છે. એક ઉર્જાથી બીજી ઉર્જાનું સંકટ ટાળી શકાય છે. અને એટલે જ વિશ્વની ઉર્જાની જરૂરિયાત પણ પૂરી કરી શકાય છે, ઇનોવેશનનું કામ પણ થાય છે. સૌર ઉર્જા દ્વારા જીવનનાં વિવિધ ક્ષેત્રો કેવી રીતે પ્રભાવિત થાય એ દિશામાં કામ કરવા માટે આ સંગઠન બન્યું છે.
એ વાત સાચી છે કે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનું વડું મથક હિન્દુસ્તાનમાં આકાર પામી રહ્યું છે, ગુડગાંવમાં બની રહ્યું છે, પરંતુ આ સંસ્થા હિન્દુસ્તાનની નથી, વૈશ્વિક સંસ્થા છે, આ સ્વતંત્ર સંસ્થા છે. જે રીતે અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રો છે, પરંતુ એ સમગ્ર વિશ્વના છે, જે રીતે WHO – વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા છે, જે સમગ્ર વિશ્વની છે. એ જ રીતે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનું વડુંમથક, સમગ્ર વિશ્વની ધરોહર છે અને તે સ્વતંત્ર રીતે કાર્યરત બનશે. અલગ અલગ દેશના લોકો એનું નેતૃત્વ કરશે, અલગ-અલગ દેશના લોકો તેની જવાબદારી સંભાળશે, એની એક પદ્ધતિ વિકસાવવામાં આવસે, પરંતુ આજે એનું સચિવાલય બની રહ્યું છે, એ સચિવાલયના માધ્યમથી આ વાતને આપણે આગળ વધારવા ઈચ્છીએ છીએ.
ભારતે ઉર્જાના ક્ષેત્રમાં પરંપરાગત પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવાનું બીડું ઝડપ્યું છે. ભારતે જ્યારે એમ કહ્યું કે અમે 175 ગિગા વૉટ, રીન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હાંસલ કરવા ઈચ્છીએ છીએ, ત્યારે દુનિયા માટે મોટું આશ્ચર્ય હતું. ભારતમાં ગિગા વૉટ શબ્દ પણ નવો છે, જ્યારે આપણે મેગા વોટથી આગળ વિચારી પણ શકતા ન હતા. આપણે આજે ગિગા વૉટ વિશે વિચારીએ છીએ અને 175 ગિગા વૉટ સૌર ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, બાયોમાસથી ઉત્પન્ન થનાર ઉર્જા આ બધાં સ્ત્રોતો હાઇડ્રો એનર્જી અમે ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ અને મને આનંદ છે કે આજે ભારત 5000 મેગા વૉટથી વધુ સોલર એનર્જી ઈન્સ્ટોલ કરી ચૂક્યું છે. આ કામ એટલા ઓછા સમયમાં થયું છે કે, જે એવી પ્રતિબદ્ધતાનું પરિણામ છે. માનવ જાતિના કલ્યાણ માટે માનવ જાતિના રક્ષણ માટે, પ્રકૃતિના રક્ષણ માટે, આ જે સમગ્ર સૃષ્ટિ છે, એ સૃષ્ટિના રક્ષણ માટે શું ભારત પોતાનું કંઈ યોગદાન આપી શકે છે ? આ યોગદાન આપવા માટે આ બીડું ઝડપ્યું છે.
હું ફ્રાંસના રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે આ ચિંતાજનક સમયમાં જળવાયું પરિવર્તન પર્યાવરણના મુદ્દા તેના ઉકેલના જે માર્ગો છે, એમના વિચારો ભારતના વિચારો સાથે ઘણા મળતા આવે છે, કારણ કે ફ્રાંસનાં મૂલ્યો અને ભારતનાં મૂલ્યો ઘણા સમાન છે અને એટલે જ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં અમે બંને મળ્યા હતા ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમે COP 21 વેળાએ એક પુસ્તક પ્રકાશિત કરીશું અને વિશ્વમાં પરંપરાગત રૂપે આ મુદ્દાઓને કેવી રીતે જોવામાં આવ્યા છે તેના પર રિસર્ચ કરીશું. અને અમે બંનેએ મળીને એ પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને વિશ્વ સમક્ષ વિશ્વના જ મૂળભૂત ચિંતન શું હતા, તે રજૂ કર્યા.
આ બધું આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે માનવ જાતિને આ સંકટમાંથી ઉગરવાના જે માર્ગો શોધવામાં આવી રહ્યા છે, તે એક સામુહિક રૂપે પ્રયત્ન થાય, નવીન રૂપે પ્રયત્ન થાય અને પરિણામ એવા નીકળે જે માનવ જાતિની જરૂરિયાતો પૂરી કરે, પરંતુ પ્રકૃતિને કોઈ નુકસાન ન પહોંચે. આપણે એવા લોકો છીએ, જેમના પૂર્વજોએ આ પૃથ્વી પર આપણને પ્રેમ કરતા શીખવ્યું છે. આપણને ક્યારેય પ્રકૃતિનું શોષણ કરવાનું નથી શીખવ્યું, આપણને છોડમાં પણ પરમાત્મા હોય છે એ બાળપણથી શીખવાડ્યું છે. આ આપણી પરંપરા છે. જો આ પરંપરા છે તો આપણે વિશ્વને એનો લાભ પહોંચે એ દિશામાં આપણે કંઈ કરી બતાડવું જોઈએ. એના જ ભાગરૂપે આજે આપણે લોકો આંતરરાષ્ટ્રીય સોલાર અલાયન્સના એક સચિવાલયની શરૂઆત કરી રહ્યા છીએ. અને ભવિષ્યમાં ભવ્ય ભવન તરીકે તેનું નિર્માણ થાય, એક સ્વતંત્ર ઈમારતની રચના થાય એ માટે શિલાન્યાસ પણ કરી રહ્યા છીએ અને આ કાર્ય માટે તમે સહુ અહીં ઉપસ્થિત રહ્યા એ માટે હું ખૂબ ખુબ આભારી છું.
મારા માટે ખુશીની વાત છે કે સોલાર અલાયન્સનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અમારે દિલ્હીથી અહીં આવવાનું હતું. અમે માર્ગ દ્વારા પણ આવી શકતા હતા અને હેલિકોપ્ટરથી પણ આવી શકતા હતા. પરંતુ અમે બંનેએ મળીને નક્કી કર્યું કે આપણે મેટ્રો દ્વારા જઈએ અને આજે અમને અહીં તમારી વચ્ચે મેટ્રો મારફતે આવવાનો અવસર મળ્યો.
હું રાષ્ટ્રપતિ શ્રીનો આભારી છું કે તેમણે આજે મેટ્રોમાં આવવા માટે સંમતિ દર્શાવી અને અમે મેટ્રોમાં મુસાફરી કરતા કરતા તમારી વચ્ચે પહોંચ્યા કારણ કે એ પણ એક સંદેશ છે કેમ કે જળવાયું પરિવર્તન સામે લડાઈ લડવાની જે રીતો છે તેમાં આ પણ એક રીત છે. મને વિશ્વાસ છે કે આ પ્રયત્ન ઘણો સુખદ રહેશે. આવતી કાલે ભારત પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે, આ પ્રજાસત્તાક પર્વની આગલી સંધ્યાએ હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હક્ક અને ફરજ આ બંનેને સંતુલિત કરતા કરતા આપણે દેશને આગળ વધારીએ એ જ મારી શુભકામના છે.
ખૂબ ખૂબ આભાર.
AP/J.Khunt
On board the Metro, headed to Gurgaon. pic.twitter.com/jwYm7Q2gnn
— PMO India (@PMOIndia) January 25, 2016
President @fhollande and PM @narendramodi on board the Delhi Metro. @Elysee pic.twitter.com/MdXCLQZcSn
— PMO India (@PMOIndia) January 25, 2016
For the last 1 year the world has been discussing global warming & how to mitigate it: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 25, 2016
For two weeks there were discussions on global warming in Paris. Leaders, experts came together & thought about the matter: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2016
2 landmark initiatives emerged in #COP21. India & France played key roles in those: PM @narendramodi at inauguration of ISA Secretariat
— PMO India (@PMOIndia) January 25, 2016
USA, France & India...these three nations took the initiative of innovation. Lets innovate & protect the environment: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2016
The other initiative, which will impact generations, is the solar alliance: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2016
India expressed keenness on solar alliance. President @fhollande was very helpful, did everything possible to bring all nations together: PM
— PMO India (@PMOIndia) January 25, 2016
This alliance ensures the world gets more energy and there is also a focus on innovation: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 25, 2016