પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવાના રાજ્ય સ્થાપના દિવસના અવસર પર ગોવાના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગોવા તેની ગતિશીલ સંસ્કૃતિ, સમૃદ્ધ વિરાસત, કુદરતી સુંદરતા અને ઉદાર હૃદયના લોકો માટે વ્યાપકપણે જાણીતું છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ અવસર ગોવાની પ્રગતિ અને ઓળખ માટે અથાક પરિશ્રમ કરનારા તમામ લોકોને કૃતજ્ઞતા સાથે યાદ કરવાની એક તક છે.
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ગોવા સતત સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શ્રી મોદીએ દરેક ગોવાવાસીના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ગોવાના રાજ્ય સ્થાપના દિવસના વિશેષ અવસર પર ગોવાના લોકોને શુભેચ્છાઓ. ગોવાની ગતિશીલ સંસ્કૃતિ, સમૃદ્ધ વિરાસત, કુદરતી સુંદરતા અને ઉદાર હૃદયના લોકો વ્યાપકપણે જાણીતા છે. આ દિવસ ગોવાની પ્રગતિ અને ઓળખ માટે અથાક પરિશ્રમ કરનારા તમામ લોકોને કૃતજ્ઞતા સાથે યાદ કરવાની પણ એક તક છે. ગોવા સતત સમૃદ્ધ થતું રહે અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. દરેક ગોવાવાસીના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.”
Greetings to the people of Goa on the special occasion of Goa Statehood Day. Goa’s vibrant culture, rich heritage, natural beauty and warm-hearted people are widely known. This day is also an opportunity to remember with gratitude all those who worked tirelessly for its progress…
— Narendra Modi (@narendramodi) May 30, 2026
गोंय घटक राज्य दिसा निमतानच्या खासा सुवाळ्यानिमतान जनतेक परबीं. गोंयची समृध्द संस्कृताय, गिरेस्त दायज, सैमीक सोबीतकाय आनी मोगाळ जनता हे सर्वश्रुत आसात. गोंयच्या उदरगती खातीर तशेच अस्मितायेखातीर अथक परिश्रम घेवपी व्यक्तींचोय उपकार मानून याद करपाची संद दिवपी हो दीस. विकसित भारताची…
— Narendra Modi (@narendramodi) May 30, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com