પીએમઇન્ડિયા
મારા પ્રિય ભાઇઓ અને બહેનો, એક સમય હતો કે જ્યારે હું ચંદિગઢમાં ત્યાં સામે તમારી લોકોની સાથે બેસીને મોટા મોટા નેતાઓના ભાષણો સાંભળતો હતો, કાર્યક્રમમાં આવતો હતો અને તમને સહુને શાંતિથી મળી શકતો હતો. પરંતુ સમયની સાથે થોડી મુશ્કેલીઓ પણ આવે છે. એક પ્રકારથી સુરક્ષા સંભાળનારા લોકો જ નિર્ણય લે છે કે અમે ડાબે જઇએ કે જમણે. હવે એના કારણે મારી સામે બેસેલા લોકો, ઘણા ચહેરા મને પરિચિત દેખાઇ રહ્યા છે જેમની વચ્ચે હું જીવતો હતો. આજે હું તેમને મળી શકતો નથી. આ બધી ચીજો ક્યારેક ક્યારેક ખૂબ જ પીડા આપે છે. જોકે શું કરીએ વ્યવસ્થાના કારણે પાબંધી આવી ગઇ છે પરંતુ તમારા મને દૂરથી દર્શન થઇ રહ્યા છે. પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ સાર્વજનિક તરીકે તમને મળવાની મને તક મળી રહી છે અને બાદલ સાહેબે ખૂબ જ સારી વાત કરી હતી કે ઉપરના લોકોનું તો મળવાનું થાય જ છે, પછી તે હરિયાણા હોય, પંજાબ હોય કે ચંદિગઢ હોય. પરંતુ જનતા-જનાર્દનનું મળવાનું ખૂબ જ ઓછું હોય છે. આજે એ પ્રસંગ દેખાઇ રહ્યો છે અને અેટલા માટે હું માનું છું કે આજના કાર્યક્રમની સૌથી મોટી સફળતા એ છે કે હરિયાણા, પંજાબ અને ચંદિગઢ, ત્રણેય અકે સાથે બેસીને વિકાસ માટે ચર્ચા કરી રહ્યા છે, વિકાસ માટે યોજના ઘડી રહ્યા છે.
આજે સવારે હું અહીં પહોંચ્યો અને સૌથી પહેલા એરપોર્ટ માટે નવા ટર્મિનલના લોકાર્પણનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું ચદિગઢ ખૂબ આવું છું, ખૂબ આવ્યો છું પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ચંદિગઢમાં એટલું શાનદાર એરપોર્ટ પણ બની શકે છે મેં તેની તમામ વ્યવસ્થાઓને આજે નિહાળી, હું ખૂબ જ પ્રભાવિત થયો છું. મેં વિભાગના મંત્રીને, વિભાગના તમામ ઓફિસરોને હ્દયથી અભિનંદન આપું છું કે ચંદિગઢની શોભા વધારનારું આ એરપોર્ટ બન્યું છે, ટર્મિનલ બન્યું છે અને એટલું જ નહીં એક પ્રકારથી પંજાબ હોય, હરિયાણા હોય, હિમાચલ હોય, ચંદિગઢ હોય અથવા જમ્મુ કાશ્મીર હોય. આ તમામ વિસ્તારો માટે આ એરપોર્ટની સુવિધા આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નીભાવશે. મેં વિભાગના લોકોને કહ્યું છે કે આ ફક્ત પેસેન્જરોને લાવવા અને જવા માટે જ એરપોર્ટ નથી, આપણા ખેડૂત જે ઉત્પાદન કરે છે તેમના માટે પણ એરપોર્ટ કેવી રીતે કામમાં આવે જેથી તેમનું ઉત્પાદન કરેલી વસ્તુઓ એરપોર્ટથી હિન્દુસ્તાનના ખૂણે-ખૂણામાં પહોંચે અને આપણા અહીંના ખેડૂતોને યોગ્ય વળતર મળે, તેમને ઉંચી આવક થાય, આ મહત્વપૂર્ણ કામ કરવાની દિશામાં આ એ પણ સુવિધા કામમાં આવશે, એના માટે મેં અાજે તેમને કહ્યું છે. તેઓ આ અંગે વિચારણા કરશે અને વાતને આગળ વધારશે.
ભાઇઓ અને બહેનો આજે ચંદિગઢમાં મને પીજીઆઇમાં જવાની તક મળી અને અહીં ચંદિગઢમાં ડિઝીટલ સેવાઓ, ઓનલાઇન સેવાઓ તેના માટે અનેક એપ્લિકેશનનું લોકાર્પણ થયું. આપણું ડિઝિટલ ઇન્ડિયાનું સપનુ છે. આ ડિઝિટલ ઇન્ડિયાનું સપનું પૂરું કરવા માટે દરેક શહેરે આગળ આવવું જોઇએ. દરેક ડિપાર્ટમેન્ટે આગળ આવવું પડશે, તમામ સરકારોએ આગળ આવવું પડશે અને તમે જોશો કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ શાસન વ્યવસ્થા માટે જે અનેક પડકારો ઉત્પન્ન કર્યા છે અને આ શાસન વ્યવસ્થાની જવાબદારી છે કે આ ટેક્નોલોજીને અનુકૂળ શાસન વ્યવસ્થામાં સુધારો કેવી રીતે આવે, સામાન્ય માનવી સુધી ટેક્નોલોજીના માધ્યમથી તેને તેના હકની ચીજવસ્તુઓ કેવી રીતે અપાવી શકાય, તેની ફરિયાદો ટેક્નોલોજીના માધ્યમથી સીધી યોગ્ય જગ્યાએ કેવી રીતે પહોંચે, સમય-સીમામાં તેમનું સમાધાન કેવી રીતે થાય, આ જવાબદારીઓ શાસન વ્યવસ્થાની હોય છે.
એક એપ બનાવવાના કારણે હું જાણું છું કે આ ફક્ત ટેક્નોલોજી નથી. એક પ્રકારથી સામાન્ય નાગરિકનું સશક્તીકરણ છે. તેમના મોબાઇલ ફોનથી તે સરકારનો હિસાબ માગી શકે છે, સરકાર પાસેથી કામ માગી શકે છે અને સરકારના કામમાં મોડું થઇ રહ્યું છે તેમ જણાય તો હિસાબ માગી શકે છે, અેટલી તાકાત એક ડિઝિટલ એપ દ્વારા આજે અહીંના નાગરિકોને મળી રહી છે. હું અહીંના વહિવટકર્તાઓને એ વાત માટે અભિનંદન આપું છું કે તેમણે એક સારી પહેલ કરી છે. આજે અહીં હાઉસિંગ યોજનાનું લોકાર્પણ થયું. હજારોની સંખ્યામાં પરિવારોને રહેવા માટે પોતાનું ઘર મળશે. દરેક વ્યક્તિનું પોતાના જીવનમાં એક સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય, દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. ગરીબથી ગરીબ, ફૂટપાથ પર બેસીને જૂતા રીપેર કરતો હશે તો પણ એના મનમાં એક ઇચ્છા હોય છે કે તેનું પોતાનું ઘર હોય. આઝાદીના અેટલા વર્ષો પૂરા થઇ ગયા, શું આપણે દેશને, ગરીબને રહેવા માટે ઘર મળવું જોઇએ કે ન મળવું જોઇએ. ગરીબ પરિવારને એક મકાન આપવું જોઇએ કે ન આપવું જોઇએ.
ભાઇઓ અને બહેનો તમે દિલ્હીમાં જે સરકારને બેસાડી છે, તે સરકારે તમારા સપનાને પોતાનું બનાવ્યું છે. જે તમારા દિલની ઇચ્છા છે, તેને આજે પરિપૂર્ણ કરવા માટે અમે બીડું ઝડપ્યું છે. હું જાણું છું કે કામ મુશ્કેલ છે. જેટલું કામ 60 વર્ષોમાં થયું હશે, એનાથી પણ વધારે કામ સાત વર્ષમાં કરવાની જરૂર છે. એ વિચારીને અમે બીડું ઝડપ્યું છે.
2022માં, આજથી સાત વર્ષ બાદ ભારતની આઝાદીના 75 વર્ષ થશે. જે મહાપુરુષોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ. અરે તમે આંદમાન નિકોબાર જશો ત્યાં આંદમાનમાં કાળા પાણીની સજા ભોગવનારા લોકોની યાદી જોશો તો તમને ઘણા બધા પંજાબના જવાનોની મા ભારતીની આઝાદી માટે પોતાનું જીવન આપી દેનારાઓની યાદી ત્યાં મળશે. કેટલા લોકોએ બલિદાન આપ્યું, કેટલા લોકોએ જવાની જેલોમાં વિતાવી હતી, કેટલા લોકોએ પોલીસના જુર્મ સહન કર્યા હતા. કેટલા લોકોએ બ્રિટિશ શાસનના અત્યાચાર ભોગવ્યા હતા ત્યારે જઇને આપણને આઝાદી મળી હતી. શું આઝાદીના 75 વર્ષ જ્યારે થાય, ત્યારે આ આઝાદીના જવાનોને, એ વિર શહીદોને, એ આઝાદીના આંદોલનકારીઓને આપણે કેવું હિન્દુસ્તાન આપવા માગીએ છીએ? શું આજથી જ દરેક હિન્દુસ્તાનીના મનમાં એક સપનું રોપવાનો સંકલ્પ ન હોવા જોઇએ કે હું પોતાના જીવનમાં આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે, આ પાંચ ચીજો, છ ચીજો, સાત ચીજો, બે ચીજોનું હું મારા જીવનમાં પાલન કરીશ જેનાથી સમાજનું ભલું થશે. દેશનું ભલું થશે, ગામ ગરીબનું ભલું થશે, શું આપણે આઝાદીના દિવાનાઓ માટે એક સંકલ્પ કરીને તેમને શ્રદ્ધાંજલિ ન અાપી શકીએ? સમયની માગ છે કે દરેક ભારતવાસીએ આજથી જ આઝાદીનું 75મું વર્ષ કેવું હશે, એની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ અને વિકાસ દ્વારા, સમસ્યાઓનું સમાધાન દ્વારા કરવું છે અને તેમાં એક મારું સપનું છે. એ સપનું છે, 2022માં જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ થાય, ત્યારે હિન્દુસ્તાનના ગરીબથી ગરીબ વ્યક્તિને પણ રહેવા માટે પોતાનું ઘર મળે, આ કામ મેં મારા માથે લીધું છે. મને તમારો સાથ જોઇએ છે, તમારો સહયોગ જોઇએ અને તેના જ અંતર્ગત મને આજે હજારો ચંદિગઢવાસીઓને હાઉસિંગ યોજના અંતર્ગત મકાન આપવાનું સૌભાગ્ય મળ્યું છે.
આવનારા દિવસોમાં કરોડો-કરોડ મકાન બનાવવાની જરૂર પડશે અને જ્યારે કરોડો મકાન બનશે એનો મતલબ એક પ્રકારથી એટલી મોટી સંખ્યામાં મકાન બનાવવા પડશે કે જના કારણે એક પ્રકારથી યુરોપના એક નવા દેશ જેટલી જનસંખ્યા છે, એટલું આપણે અહીં બચાવવું પડશે, એટલા મકાન બનાવવા પડશે, ગરીબો માટે બનાવવા પડશે અને મેં પહેલા દિવસથી જ કહ્યું છે કે જ્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ દળોના નેતા તરીકે મને પસંદ કરવામાં આવ્યો અને તેના તરીકે પસંદ થઇને મેં જે સંબોધન કર્યું હતું, એ જ દિવસથી મેં જણાવ્યું હતું કે આ મારી સરકાર ગરીબોને સમર્પિત છે. ગરીબોના કલ્યાણ માટે છે. અમારી તમામ યોજનાઓ ગરીબોની ભલાઇ માટે હશે અને એમાં જ એક કામ મહત્વપૂર્ણ છે ગરીબોનું ઘર બનાવવું, ગરીબથી ગરીબ વ્યક્તિને ઘર અપાવવું, એની પર અમે કામ કરી રહ્યા છીએ.
ભાઇઓ અને બહેનો આ વિસ્તાર, એક પ્રકારથી અહીંયાનો દરેક પરિવાર મા ભારતીનું રક્ષા કવચ છે. અહીંના દરેક પરિવારે તે હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, હરિયાણા હોય, પંજાબ હોય, આ તમામ ભૂ-ભાગ એવા છે કે જ્યાં દેશની રક્ષા કરવા માટે જિંદગી સેનામાં ગુજારનારા લોકો લગભગ-લગભગ તમામ પરિવારોમાંથી મળી જશે. કોઇ આજની પેઢીના મળશે, કોઇ જૂની પેઢીના મળશે, જોકે માં ભારતીની રક્ષા કરવા માટે જીવન ન્યોછાવર કરવારા સેનાનિયોની આ ધરતી છે. એક પ્રકારથી મા ભારતીનું રક્ષા કવચ, એવા રક્ષાનવી પરિવાર અહીં બિરાજમાન છે. આજ ચંદિગઢમાં મેં કહ્યું હતું કે અમે વન રેન્ક, વન પેન્શન માટે ગંભીરતાથી પગલા લઇશું.
ભાઇઓ અને બહેનો અમે આવતા જ કામ શરૂ કરી દીધું હતું. સેનાના લોકો સાથે વાતચીત કરતાં રહ્યાં, વિચાર વિમર્શ કરતા રહ્યા અને જેમ જેમ સમજતા ગયા સમસ્યા વધારે ગાઢ થતી ગઇ અને મને દુ:ખ તો એ વાતનું છે કે અા જૂની સરકારે વન રેન્ક, વન પેન્શન, આ શું છે, એના કારણે શું જવાબદારી આવવાની છે, એના કરાણે ક્યા ક્યા પગલા લેવા પડશે, સરકારે ક્યારેય આ દિશામાં વિચાર્યું નહોતું. જો વિચાર્યું હોત તો જૂની સરકાર 500 કરોડ રૂપિયાનું OROP લઇને ન આવતી અને જ્યારે અમે સાંભળ્યું કે જૂની સરકારે 500 કરોડ રૂપિયાનુ OROP જાહેર કર્યું છે તો અમને લાગ્યું કે થોડું વધારે થશે કારણ કે 500 કરોડ રૂપિયામાં તો થશે નહીં પરંતુ અમે જ્યારે હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મામલો 10 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે, 10 હજાર કરોડ.
ભારત જેવા દેશ માટે આ નાની રકમ નથી. જોકે દેશની રક્ષા માટે જીવન અર્પી દેનારાઓની જિંદગી એનાથી પણ વધુ મૂલ્યવાન હોય છે અને એટલા માટે જ હિન્દુસ્તાનના ગરીબથી ગરીબ વ્યક્તિએ પણ સેનાના જવાનો માટે આટલું મોટું પગલું ભર્યું છે. એના માટે એક સરકારને ક્રેડિટ ન આપો. આ OROP માટે નરેન્દ્ર મોગીને ક્રેડિટ ન આપો. હું દેશના જવાનોને કહું છું કે આટલા બધા 10 હજાર કરોડનો ખર્ચ યોગ્ય કામ માટે થવાનો છે તો ધન્યવાદ કરવાનો છે મારા દેશના એ ગરીબોને કરો કે જે ગરીબોએ પોતાની ચીજવસ્તુઓ છોડીને તમારા સન્માન માટે કંઇ આપવાનો નિર્ણય કર્યો છે અને એટલા માટે વન રેન્ક વન પેન્શનની ક્રેડિટ જો કોઇને જાય છે તો એ મારા દેશના ગરીબોને જાય છે, મારા દેશના સામાન્ય લોકોને જાય છે જે પોતાનો હક છોડીને આજે આપણી સેનાના લોકોને અાપી રહ્યા છે. એનાથી મોટું ગૌરવ બીજું કોઇ ન હોઇ શકે અને એટલા માટે તો અમે વચન પાળ્યું છે.
આવનારા દિવસોમાં… અત્યારથી જ હું જોઇ રહ્યો છું અમુક લોકોની આંદોલન કરવાની બિમારી જતી નથી. હજી પણ તેમની અંદર સળવળાટ થાય છે. તેમને લાગતું હતું કે મામલો એટલો ગંભીર છે કે પાંચ સાત વર્ષની તેમની ગાડી ચાલી જશે. તેમને લાગતું નહોતું કે મોદી એને કરી દેશે, હવે કરી દીધું તો તેઓ વિચારી રહ્યા છે કે મારી ગાડી કેવી રીતે ચલાવીએ. હું ભાઇઓ અને બહેનો તમને વિશ્વાસ અપાવવા જઇ રહ્યો છું, દેશ હિતમાં કોઇ પણ નિર્ણય કરવો હશે, જે સરકારની વ્યવસ્થા હશે, અમારો પૂરો પ્રયત્ન કરેશે તેને પ્રાથમિકતા આપવાનો. એ અમારો પ્રયત્ન રહેશે કારણ કે અમે, આ દેશને આગળ વધારવા માટે સરકાર ચલાવી રહ્યા છીએ, વિકાસની નવી ઉંચાઇઓ પર જવા માટે સરકાર ચલાવી રહ્યા છીએ.
તમે અમને આટલો ભારે બહુમત અપાવ્યો, 30 વર્ષ બાદ દિલ્હીમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની. જોકે મારા ભાઇઓ અને બહેનો તાજેતરમાં તમે લોકસભાનો જે હાલ જોયો છે, દેશના રાજકિય દળોને તેમના આ આચરણ માટે દેશની જનતા ક્યારેય માફ કરશે નહીં. તમને પસંદ કરીને મોકલ્યા છે, સભામાં જાઓ, બેસો, ચર્ચા કરો અેક દિવસ નહીં, બે દિવસ કરો, પાંચ દિવસ કરો, સાત દિવસ કરો પરંતુ અર્થતંત્રની મર્યાદાઓનો સ્વીકાર ન કરો, લોકતંત્રના નિયમોનો સ્વીકાર ન કરો અને 400 લોકસભાના સભ્યોની પરવાહ નહીં કરવાની પરંતુ 40 લોકો દેશના ભવિષ્ય સામે મુશ્કેલી ઉભી કરવાનું ષડયંત્ર રચે, એ ભારતના લોકતંત્ર સાથે રમત છે, ભારતના લોકતંત્રનું અપમાન છે મારા ભાઇઅો અને બહેનો. અને એનાથી આજે દેશમાં લોકતંત્ર માટે જાગૃતતાની આવશક્યતા પેદા થઇ છે. દરેક સાંસદની ઉપર એ દબાણ લાવવાની જરૂર ઉભી થઇ છે કે તમે સંસદને ચલાવવામાં મદદ કરો, તમે સંસદમાં ચર્ચા કરો, અમારા વિસ્તારોના સવાલો માટે ચર્ચા કરો, તમે સરકારને પાસે હિસાબ માગો, મોદીનો હિસાબ માંગો પરંતુ સંસદમાં જઇને કામ કરો. આ બાબત અંગે જનતા-જનાર્દને સાંસદો પર દબાણ વધારવાનો સમય આવી ગયો છે. અમુક લોકો પોતાના અહંકારના કારણે દેશની સસંદમાં ભાગલા પાડી રહ્યા હતા, દેશની સંસદને ચાલવા ન દઇઅે, ભાઇઅો અને બહેનો, એનાથી મોટું દુર્ભાગ્ય ન હોઇ શકે. અને એટલા માટે મેં નિર્ણય લીધો છે કે જો લોકસભામાં અમને વાત કરવાથી રોકવામાં આવ્યા, લોકસભામાં અમારા અવાજને રોકી દેવામાં આવે છે, તો લોકસભાથી આગળ પણ જનસભા હોય છે અને જનસભા કોઇનાથી ઓછી નથી હોતી અને એટલા માટે આજે મારી લોકસભાનો કેસ હું જનસભામાં તમારી સામે પ્રસ્તુત કરું છું.
ભાઇઓ અને બહેનો વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવા માટે સરકારે મહત્વના પગલા લીધા છે. પછી એ ભ્રષ્ટાચાર માટે લડાઇ હોય, વિદેશોમાંથી આપણે કાળું નાણું પરત લાવવાનું હોય, મોંઘવારી કંટ્રોલમાં લાવવોનો પ્રયાસ હોય, ગરીબથી ગરીબ વ્યક્તિને વિકાસની યાત્રામાં આગળ લઇ જવાનો અવસર હોય, જન-ધન અકાઉન્ટની યોજના હોય, વિમાની યોજના હોય, અટલ પેન્શન યોજના હોય, તમામ ગરીબોની ભલાઇ માટે લાવ્યા છીએ. આપણા દેશના ખેડૂતો , ક્યારેક તેમને પ્રાકૃતિક અાપદાનો સામનો કરવો પડતો હતો પરંતુ ખેડૂતને તેનું વળતર આપવામાં આવતું નહોતું. અમે તમારા માટે નિર્ણય કર્યો છે. અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. પહેલા તો 50 ટકા નુકસાન થયા બાદ હિસાબ થયો હતો, અમે 35 ટકા કરી દીધું છે. અમે તેની અવધિ વધારી દીધી છે. અમે વળતર વધારી દીધું છે. જ્યારે વરસાદ પડે તો આપણા ખેડૂતોને સર્વાધિક પૈસા આપવાનું કામ દિલ્હીમાં બેસેલી સરકારે કર્યું છે. અમે વિમો લાવવાનો નિર્ણય કર્યો છે. હું કાલે કેટલાક વૈજ્ઞાનિકો સાથે બેઠો હતો. મેં મકાઇમાંથી ઇથોનલ બનાવીને તેની પ્રોસેસની પ્રક્રિયા કેવી રીતે આગળ વધારી શકાય, ઓછા ખર્ચમાં કેવી રીતે કરી શકાય જેથી પંજાબનો મારો ખેડૂત જ્યારે મકાઇની ખેતી કરવા લાગ્યા છે કોઇ ઇથોનલ નિકાળશે તો તેને પૈસા વધારે મળશે અને દેશમાં પર્યાવરણની પણ રક્ષા થશે. આ વિષય પર કામ કરવા માટે મેં વૈજ્ઞાનિકોને કહ્યું છે કે તમે એવી સરળ ટેક્નોલોજી ડેવલોપ કરો જેથી નાનામાં નાનો ખેડૂતને પણ વધારેમાં વધારે ફાયદો મળે.
અમે એક પછી એક નિર્ણય કરતાં જઇએ છીએ કારણ કે હિન્દુસ્તાનનું ગામ સક્ષમ નહીં થાય, સામર્થ્યવાન નહીં થાય, આ દેશ સામર્થ્યવાન નહીં થઇ શકે. ગામની તાકાત વધવી જોઇએ અને એ દિશામાં અમે એક પછી એક યોજના કરી રહ્યા છીએ. અમે સ્માર્ટ સિટીની યોજના લાવ્યા. હું ચંદિગઢવાસીઓને વિશેષ આગ્રહ કરું છું કે ચંદિગઢની અંદર સ્માર્ટ સિટી એક જન આંદલન બનવી જોઇએ. દરેક પરિવારે સ્માર્ટ સિટી બનાવવામાં પોતાની જવાબદારી લેવી જોઇએ. અહીંના યુવકોમાં સ્માર્ટ સિટી પર સ્પર્ધા હોવી જોઇએ. ઓનલાઇન નિબંધ સ્પર્ધા હોવી જોઇએ. આપણે કેવું સ્માર્ટ સિટી ઇચ્છીએ છીએ અને તેમાં આપણું શું યોગદાન હશે, એક નાગરિકના નાતે આપણે શું કર્તવ્ય નિભાવીશું, પહેલી વખત દેશમાં ચેલેન્જ તરીકે સ્માર્ટ સિટી નક્કી કરવાના છે. જે શહેરો આગળ આવશે, જે નગર મહત્વપૂર્ણ નિર્ણય કરશે, જે નગર પોતાના પગ પર ઉભા થવાની તાકાત રાખશે, તે સ્માર્ટ સિટીની સ્પર્ધામાં આગળ આવશે અને ત્યારે જઇને ભારત સરકાર તેઓ આજે જ્યાં છે ત્યાંથી 21માં સદીનુ શહેર બનાવવા તરફ આગળ લઇ જશે. અને એટલા માટે હું ચંદિગઢને આમંત્રણ આપું છું કે તમને જે અવસર મળ્યો છે, પહેલા નામોમાં ચંદિગઢને પ્રવેશ મળી ગયો છે પરંતુ આગળની સ્પર્ધા મુશ્કેલ છે તો આગળની સ્પર્ધા માટે ચંદિગઢને તમારે તૈયાર કરવું પડશે. ફક્ત લાલ દોરી કરીને બેસવાથી વાત નહીં વધે. અને અેટલા માટે હું ચંદિગઢના લોકોને આગ્રહ કરીશ અને અહીંના વહિવટકર્તાઓને આગ્રહ કરીશ કે સ્માર્ટ સિટી માટે જનતાને પ્રશિક્ષિત કરે. એક જનઆંદોલન બનાવે અને જનતા જાતે સ્માર્ટ સિટી બનાવવા માટે સરકારની મદદ પણ તેમને સ્માર્ટ સિટી બનાવવામાં વાર નહીં લાગવા દે. આવનારા દિવસોમાં વિકાસના મુદ્દાને લઇને અમે કામ કરી રહ્યા છીએ, વિકાસને જ આગળ લઇ જવાના મુદ્દા સાથે અમે કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે વિકાસના આ મંત્રની અંદર પછી પંજાબ હોય, હરિયાણા હોય, હિમાચલ હોય, જમ્મુ કાશ્મીર હોય, આ સમગ્ર ક્ષેત્ર વિકાસની નવ ઉંચાઇઓ પાર કરે જેથી આપણા યુવાનોને રોજગાર મળે. જેટલી મોટી સંખ્યામાં આપણે યુવાનોને રોજગાર આપીશું એટલી જ દેશની આર્થિક સ્થિતિમાં તાકાત વધશે. એ વાતોને લઇને આપણે સંકલ્પ કરીએ. હું ફરીથી એક વખત આ સમારંભ માટે આદરણીય મુખ્યમંત્રીજીનું, આપણા ગવર્નર સાહેબનું, અહીંના તમામ સાંસદોનો, હ્દયપૂર્વકથી આભાર માનું છું, ખૂબ-ખૂબ ધન્યવાદ.
AP/J.Khunt
PM @narendramodi inaugurates new housing scheme in Chandigarh. https://t.co/hYKjwQFf6a
— PMO India (@PMOIndia) September 11, 2015
Haryana, Punjab and Chandigarh are here together, discussing opportunities for development. This is indeed wonderful: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2015
The inauguration of the airport is very helpful for the surrounding areas as well: PM @narendramodi https://t.co/hYKjwQFf6a
— PMO India (@PMOIndia) September 11, 2015
Everyone must come together to fulfil the dream for a digital India: PM @narendramodi https://t.co/hYKjwQFf6a
— PMO India (@PMOIndia) September 11, 2015
Technology enables the empowerment of the common man. The power of technology is immense: PM @narendramodi https://t.co/hYKjwQFf6a
— PMO India (@PMOIndia) September 11, 2015
The poorest of the poor must have their own homes to stay. I need your support for this effort that we are undertaking: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2015
I had said that we will work on OROP and work began right from the time we assumed office. We spoke to stakeholders: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2015
Previous government allocated Rs. 500 crore for OROP but when we looked into the matter further we realised amount is Rs. 10,000 crore: PM
— PMO India (@PMOIndia) September 11, 2015
The credit for implementation of OROP goes to the poor of the nation: PM @narendramodi https://t.co/hYKjwQFf6a
— PMO India (@PMOIndia) September 11, 2015
People of India will not forgive some of the parties for their conduct in the Parliament. Ideals of democracy were not respect: PM
— PMO India (@PMOIndia) September 11, 2015
What 40 people are doing in the Parliament is not in the spirit of democracy. Parliament has to function: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2015
Why are some people doing this, just for their arrogance. There can be nothing more unfortunate than this: PM on Parliament disruptions
— PMO India (@PMOIndia) September 11, 2015
Beyond the Lok Sabha is the Jan Sabha and that is why I am expressing my views here, in front of you: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2015
A wonderful day…interacted with people form Punjab, Haryana, Chandigarh, UP & Uttarakhand. Here are some pictures. pic.twitter.com/GpmOAvc9jL
— NarendraModi(@narendramodi) September 11, 2015
The new civil air terminal will benefit people of Chandigarh & nearby areas. It will enhance connectivity. pic.twitter.com/gYlrBmTRcJ
— NarendraModi(@narendramodi) September 11, 2015
One of the key priorities of our Government is to ensure that the poor have their own homes. http://t.co/M6VbmM3Z7F
— NarendraModi(@narendramodi) September 11, 2015
At PGIMER convocation, was happy that children from government schools joined us. Am sure they'll remember this day. http://t.co/gxaQZwOytQ
— NarendraModi(@narendramodi) September 11, 2015
I spoke about OROP & why the credit for the implementation of OROP must go to the poor of India. http://t.co/axJwKLyfu0
— NarendraModi(@narendramodi) September 11, 2015