Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચાબહાર સંપર્ક સમારોહ (23 મે, 2016)માં પ્રધાનમંત્રીનું સંબોધન

ચાબહાર સંપર્ક  સમારોહ (23 મે, 2016)માં પ્રધાનમંત્રીનું સંબોધન


ઈરાન ઈસ્લામી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. હસન રોહાની, અફઘાનિસ્તાન ઈસ્લામી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. અશરફ ગની, આદરણીય મંત્રી ગણ, દેવીઓ અને સજ્જનો, પ્રસિદ્ધ પારસી કવિ હાફેઝે એક વાર કહ્યું હતું :

રોજે-હિબ્રો-શબે-ફુર્કતે-યાર આખર શુદ

જમદ ઈન ફાલો-ગુજશ્ત અખ્તરો કાર આખર શુદ્

(અર્થ : જુદાઈના દિવસો ખત્મ થઈ ગયા, ઈંતજારની રાત ખત્મ થઈ રહી છે, આપણી દોસ્તી હંમેશા કાયમ રહેશે)

આજે આપણે સૌ ઈતિહાસ બનતા જોઈ રહ્યા છીએ. ન માત્ર પોતાના ત્રણ દિશોના લોકો માટે, પરંતુ આખા ક્ષેત્ર માટે. માનવની મૂળ ઈચ્છા સંપર્ક બનાવવાની હોય છે. આજે આપણે આને પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ. આપણે આ અનોખા આયોજન માટે મહામહિમ રોહાની પ્રત્યે આભારી છીએ. રાષ્ટ્રપતિ અશરફ ગની, તમારી ઉપસ્થિતિ માટે તમારો આભાર. આ એક ખાસ મહત્વનો અવસર છે. અહીં ઉપસ્થિત થવું સન્માન છે. મહામહિમ રોહાની, રાષ્ટ્રપતિ ગની અને મે અનેક વિષયો પર હમણાં વિસ્તારથી ચર્ચા કરી. આર્થિક સહયોગ માટે એજન્ડા અમારી પ્રાથમિકતા હતી. અમે પોતાના ઉદ્દેશ્યમાં એક છીએ. પરંતુ પરસ્પરમાં અમારા સંપર્ક પણ અમારી પ્રાથમિકતા છે. વાસ્તવમાં આ ક્ષેત્ર માટે આ નવી સવાર છે. મહામહિમ, ઈરાન – અફઘાનિસ્તાન અને ભારત પોતાની સમૃદ્ધિ અને પ્રાચીન સંપર્કોની વાસ્તવિકતાને સારી રીતે જાણે છે. સદીઓથી કળા અને સંસ્કૃતિ, વિચાર અને જ્ઞાન, ભાષા અને પરંપરાઓના આધાર પર આપણે એક બીજા સાથે જોડાયેલા છીએ. આજે અમે અમારા સહયોગના નવા અધ્યાય ખોલવા માટે મળી રહ્યા છીએ. મહામહિમ, ત્રિપક્ષીય પરિવહન તથા ટ્રાન્જિટ કોરિડોરની સ્થાપના પર થોડા વખત પહેલા થયેલા હસ્તાક્ષર આ ક્ષેત્રના ઈતિહાસની દિશા બદલી શકે છે. અહીં અમારા ત્રણ દેશોના મેળાપનો નવો આધાર છે.

કોરિડોરથી આ આખા ક્ષેત્રમાં વાણિજ્યનો ખામી રહિત પ્રવાહ ગતિશીલ થઈ જશે. રોકાણ તેમજ પ્રૌદ્યોગિકીના પ્રવાહથી ચાબહારમાં નવા ઔદ્યોગિક બુનિયાદી માળખાનો માર્ગ મોકળો થઈ શકે છે. આમાં ગેસ આધારિત ખાતર સંયંત્ર, પેટ્રોરસાયણ, ફાર્માસ્યૂટિકલ્સ અને આઈટીનો સમાવેશ હશે. કોરિડોરના મુખ્ય માર્ગ ઈરાનના ચાબહાર બંદરગાહથી થઈને નીકળશે. આ ઓમાનના અખાતના મુખમાં આવેલું છે, તેની વિશેષ રણનીતિક મહત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાનને બાકી દુનિયાની સાથે વ્યાપાર માટે એક વિશ્વાસુ, અસરકારક તેમજ વધુ અનુકૂળ માર્ગ ઉપલબ્ધ થઈ જશે. આ સમજૂતીથી હાંસલ થનારા આર્થિક લાભોમાં આપણા ત્રણ રાષ્ટ્રો ઉપરાંત પણ કેટલાક અન્ય ક્ષેત્રો હશે. તેની પહોંચ મધ્ય એશિયાઈ દેશો સુધી પણ થઈ શકે છે. આ વિસ્તાર જ્યારે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર સાથે જોડાઈ જશે, તો આ એક કિનારા પર દક્ષિણ એશિયા અને બીજા કિનારા પર યુરોપ સુધી પહોંચશે. અધ્યયનોથી માલુમ પડ્યું છે કે પરંપરાગત સમુદ્રી માર્ગોની તુલનામાં આ કોરિડોર યૂરોપ સાથે થનારા કાર્ગો વ્યાપારના ખર્ચ તેમજ સમયાવધિમાં લગભગ 50 ટકાનો કાપ કરી શકે છે. ભવિષ્યમાં આપણે તેને મજબૂત સમુદ્રી તેમજ ભૂમિ આધારિત એ માર્ગો સાથે પણ જોડી શકીએ છીએ, જેને ભારતે હિંદ મહાસાગર ક્ષેત્ર તેમજ દક્ષિણ પૂર્વી એશિયાની સાથે મળીને વિકસિત કર્યું છે.

માન્યવર,

21મી શતાબ્દીની દુનિયામાં વિશિષ્ટ અવસર ઉપલબ્ધ છે, પરંતુ આની સાથે જ અનેક પડકારો પણ છે. આજે વૈશ્વિક ભાગીદારનું જે સ્વરૂપ છે, એમાં એક એવો દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરીયાત છે, જે પાછલી સદીના અભિગમને બદલે આ શતાબ્દીના દ્રષ્ટિકોણથી વધુ ઉપયુક્ત હોય. આજે આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલ દેખરેખવાળા શબ્દ સંશયની જગ્યાએ વિશ્વાસ, પ્રભુત્વની જગ્યાએ સહયોગ અને અલગ રાખવાની જગ્યાએ સમાવેશ પર આધારિત છે. આ માર્ગદર્શક અવધારણા અને ચાબહાર સમજૂતીની મુખ્ય ભાવના પણ છે. આ આપણા લોકો માટે શાંતિ તેમજ સમૃદ્ધિનો એક કોરિડોર હશે. આર્થિક વિકાસ અને સશક્તિકરણના ઉદ્દેશ્યોથી આને નવી ગતિ મળશે. તે અન્ય માટે સંશય ઉત્પન્ન કર્યા વગર આપણી સુરક્ષાને સુદૃઢ કરશે. આ આપણા દેશોની વચ્ચે બાધાઓને નાબૂદ કરશે અને જનસંપર્કોના નવા માનકોને પ્રોત્સાહિત કરશે. આનાથી આપણા છેવટના એક મૈત્રીપૂર્ણ અને સ્વસ્થ પડોશનું નિર્માણ કરવામાં મદદ મળશે. જેની ઈચ્છા આપણે સૌ રાખીએ છીએ અને જેના આપણે લાયક છીએ.

આપણી આસપાસ દુનિયા મૌલિક પદ્ધતિઓથી બદલાઈ રહી છે અને માત્ર વ્યાપક સંપર્કની અછત જ પડકાર નથી, જે આપણા રાષ્ટ્રિય વિકાસને સીમિત કરે છે. પશ્ચિમ એશિયામાં રાજનીતિક અશાંતિ અને આર્થિક દબાણ સતત ફેલાઈ રહ્યા છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં વધતી રાજનીતિક પ્રતિસ્પર્ધા અને આર્થિક અવસરનું મિશ્રણ હાલના એશિયાઈ વાતાવરણ પર દબાણ કરી રહ્યું છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાને અનિશ્ચિતતા અને નબળાઈથી હજુ પૂર્ણ રીતે બહાર આવવાનું બાકી છે. આપણી વર્તમાન પ્રગતિ અને ભવિષ્યની સમૃદ્ધિને કટ્ટરપંથી વિચારધારાઓ અને વસ્તુગત આતંકના પ્રસારથી જોખમ છે. આ પરિદ્રશ્યમાં આપણા ત્રણેય દેશ સૌથી વધારે શક્તિશાળી સંસાધન – આપણી યુવા શક્તિથી પરિપૂર્ણ છે. આપણા ત્રણે દેશોમાં જનસંખ્યાનો 60 ટકા ભાગ 30 વર્ષથી ઓછી ઉંમરનો છે. જે આપણા રાષ્ટ્રીય અને ક્ષેત્રીય વિકાસની એક પરિસંપત્તિ છે. અમે તેમને જ્ઞાન અને કૌશલ્ય ઉદ્યોગ તથા ઉદ્યમના માર્ગ પર ચલાવવા ઈચ્છીએ છીએ, જેથી તેઓ બંદૂકો અને હિંસાના માર્ગનો ભોગ ન બને. મને વિશ્વાસ છે કે ચાબહાર અનુબંધના આર્થિક ફળ વ્યાપારને વધારવા, મૂડીરોકાણ આકર્ષવા, બુનિયાદી માળાખાનું નિર્માણ કરવા, ઉદ્યોગોનો વિકાસ કરવા અને આપણા યુવાઓ માટે રોજગારનું સર્જન કરવામાં મદદ કરશે. આ સમજૂતી આ તાકાતોની સામે પરસ્પર સહાયતા માટે ઉભા રહેવામાં આપણી ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરશે જેનો એક જ ઉદ્દેશ્ય નિર્દોષ લોકોને મારવાનો છે. આની સફળતા આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે એક સકારાત્મક વોટ હશે.

મહાનુભાવો,

આ મારો દ્રઢ વિશ્વાસ છે કે વ્યાપાર અને પારગમન માર્ગોને આપણા વધારેમાં વધારે સંપર્ક કરવાની યાત્રાનું એક પ્રારંભ બિંદુ હોવું જોઈએ. મારી દ્રષ્ટિમાં ઈરાન, અફઘાનિસ્તાન અને ભારતના વચ્ચે સંપર્ક એજન્ડાના પરિદ્રશ્યના પૂર્ણ વિસ્તારમાં એનો સમાવેશ કરાવવો જોઈએ-

સંસ્કૃતિથી વાણિજ્ય;

પરંપરાઓથી પ્રૌદ્યોગિકી;

રોકાણથી આઈટી;

સેવાઓથી રણનીતિ;

જનતાથી રાજનીતિ.

એક પ્રકારે , આ સંકલ્પ લઈએ :

• યોગ્ય કનેક્ટિવિટીની અનિવાર્યતાનો અનુભવ;

• શાંતિની સ્થાપના અને સ્થિરતાનું નિર્માણ;

• આર્થિક સમૃદ્ધિનું નિર્માણ અને નવા વ્યાપાર સંબંધોની સ્થાપના;

• કટ્ટરપંથ પર અંકુશ લગાવવા અને આતંકના પડછાયાને દૂર કરવો;

• લોકોની વચ્ચે અડચણોને દૂર કરવી અને એમાં પોતાની મિઠાશની ભાવનાને વધારવી. ઈતિહાસ આ પ્રયાસોને જ્યારે પાછળ વળીને જોશે તો પોતાની સ્વીકૃતિ આપશે અને આની પ્રશંસા કરશે. હું મહામહિમ રૂહાની અને ગનીને આ પ્રયાસમાં માર્ગદર્શન માટે તેમના નેતૃત્વને શુભેચ્છા પાઠવું છું. સૌને ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.

J.Khunt/GP