Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચીનનાં શિયામેનમાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ સાથે સંવાદમાં પ્રધાનમંત્રીનું સંબોધન (04 સપ્ટેમ્બર, 2017)

ચીનનાં શિયામેનમાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ સાથે સંવાદમાં પ્રધાનમંત્રીનું સંબોધન (04 સપ્ટેમ્બર, 2017)


મહાનુભાવો,

ન્યૂ ડેવલપમેન્ટ બેંકનાં પ્રેસિડન્ટ,

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલનાં સભ્યો

મને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ સાથે આ બેઠકમાં સહભાગી થવાની ખુશી છે. બિઝનેસ કાઉન્સિલમાં તમારી કામગીરી બ્રિક્સની ભાગીદારીનાં વિઝનને ઓપ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારી ભાગીદારી અને નેટવર્ક બ્રિક્સનાં દરેક સભ્ય દેશમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ગોવામાં ગયા વર્ષે આયોજિત શિખર સંમેલનમાં એનડીબી અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત કરવા અંગે સૂચન થયું હતું. મને ખુશી છે કે તમે એનડીબી સાથે એમઓયુ (સમજૂતીકરાર) કર્યા છે.

મહાનુભાવો અને મિત્રો,

અત્યારે ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઉદાર અર્થતંત્રોમાંનાં એક અર્થતંત્ર તરીકે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ ઓલ-ટાઇમ હાઈ છે, જેમાં 40 ટકાનો વધારો થયો છે. વર્લ્ડ બેંક ઇન્ડેક્સ ઓફ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ભારતનો ક્રમ સુધર્યો છે. એ જ રીતે છેલ્લાં બે વર્ષમાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન વધીને 32મું થયું છે. ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સનો જુલાઈમાં અમલ થયો હતો, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક સુધારો છે. એક સુધારા સાથે 1.3 અબજ લોકો માટે એકીકૃત બજાર ઊભું થયું છે. ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમોથી દેશની આર્થિક સ્થિતિમાં ફેરફાર થયો છે. આ કાર્યક્રમો ભારતને માહિતી આધારિત, કૌશલ્યનું સમર્થન ધરાવતાં અને ટેકનોલોજી સંચાલિત સમાજમાં પરિવર્તન કરવામાં મદદ કરે છે.

મહાનુભાવો અને મિત્રો,

મને એ કહેતા ખુશી થાય છે કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ વેપાર અને રોકાણની સુવિધા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન, માળખાગત વિકાસ, એસએમઇ વિકાસ, ઇ-કોમર્સ અને ડિજિટલ અર્થતંત્રની પ્રાથમિકતાને પૂર્ણ કરે છે. તમારી સાથે ચર્ચાવિચારણામાં ઘણાં ઉપયોગી સૂચનો મળ્યાં છે. બ્રિક્સ રેટિંગ એજન્સીની રચના કરવા, ઊર્જા ક્ષેત્રે સહકાર સ્થાપિત કરવા, ગ્રીન ફાઇનાન્સ અને ડિજિટલ અર્થતંત્ર માટેની તમારી કામગીરી વિશેષપણે ઉલ્લેખનીય છે. અંતે મારે કહેવું છે કે સરકારો તરીકે અમે તમારાં પ્રયાસોને સંપૂર્ણ સાથસહકાર આપીશું. અમે વ્યવસાય અને રોકાણનાં સહકારનાં આપણાં સહિયારાં ઉદ્દેશોને પૂર્ણ કરવા બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ પર મદાર રાખીએ છીએ.

તમારો આભાર.

NP/J.Khunt/TR/GP