પીએમઇન્ડિયા

પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈનાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને એમનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને પ્રાપ્ત થયેલા ભવ્ય વિજય પર અભિનંદન પાઠવ્યાં હતા. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેઓ ભારત અને ચીન વચ્ચેનાં સંબંધોનાં વિકાસને ઘણું મહત્ત્વ આપે છે અને બંને દેશો વચ્ચેના વિકાસલક્ષી સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે કાર્ય કરવા ઇચ્છે છે. રાષ્ટ્રપતિ શીએ છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત-ચીન સંબંધોનાં વિકાસને વેગ આપવા બંને દેશોનાં સંયુક્ત પ્રયાસો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
DK/NP/J.Khunt/RP