Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચોલ તામ્રપત્રોની વાપસી

ચોલ તામ્રપત્રોની વાપસી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ જેટેનની ઉપસ્થિતિમાં, લેઇડન યુનિવર્સિટી લાઇબ્રેરીએ આજે 11 મી સદીના ચોલ તામ્રપત્રો ભારત સરકારને પરત સોંપ્યા છે.

ચોલ તામ્રપત્રો, જે 21 મોટા પત્રો અને 3 નાના પત્રોનો સમૂહ છે, તે 11 મી સદી દરમિયાન ચોલ રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા શાહી શાસનપત્રો (રાજશાહી દસ્તાવેજો) છે. શાસનપત્રો તમિલનાડુના નાગાપટ્ટનમમાં ચુલામણિવર્માવિહાર નામના બુદ્ધ વિહારને અનાઈમંગલમ ગામ દાનમાં આપવાની પ્રક્રિયાને સત્તાવાર બનાવે છે. તામ્રપત્રોમાં તમિલ અને સંસ્કૃતમાં લખાયેલા લખાણો સામેલ છે.

ચોલ તામ્રપત્રોનું પ્રત્યાર્પણ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે માત્ર ભૂતકાળની કલાકૃતિઓ નથી, પરંતુ ભારતની વિરાસત અને સભ્યતાની એક અમૂલ્ય વાર્તા છે. તામ્રપત્રોનું સ્વદેશ પરત ફરવું ભારતના લોકો માટે ઊંડી ભાવનાત્મક અપીલ ધરાવે છે.

 

IJ/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com