Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધનથી દુઃખ થયું. આપણે એક અતિ સન્માનિત જાહેર જીવનની હસ્તીને ગુમાવી છે. એમની લોક સેવાને હંમેશા માટે યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીએ મારી સંવેદના એમના પરિવારજનો તથા શુભચિંતકો સાથે છે.

શ્રી બલરામજી દાસ ટંડને પંજાબમાં શાંતિ અને પ્રગતિના કાર્ય માટે દસકાઓ સુધી કાર્ય કર્યું છે. તેઓ ઉદ્યોગ અને શ્રમ કલ્યાણ જેવા ક્ષેત્રો માટે ઉત્સાહી હતા, રાજ્યના વિકાસમાં તેમના વહીવટી અનુભવનો મુલ્યવાન ફાળો રહ્યો છે. કટોકટીનો વિરોધ કરવા માટેની એમની બહાદૂરીને હંમેશા યાદ કરવામાં આવશે.”

***

NP/J.Khunt/RP