Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

છ નવી આઈઆઈટીની સ્થાપના અને તેને કાર્યાન્વિત કરવા તેમજ આ આઈઆઈટીની 1860ના સોસાયટીઓના રજીસ્ટ્રેશનના કાયદા હેઠળ રજીસ્ટર્ડ સોસાયટી તરીકે સ્થાપના કરવાને કેન્દ્રીય કેબિનેટની સૈદ્ધાંતિક મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, જમ્મુ, કેરળ અને કર્ણાટકમાં છ નવી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી સ્થાપવવા માટેની મંજૂરી આપી છે. કેબિનેટ વધુમાં આ સંસ્થાઓની સ્થાપના માટે 1961ના ધી ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એક્ટમાં સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી આ સંસ્થાઓને કાયદસરનો દરજ્જે બક્ષવા માટે, આ આઈઆઈટીને કાર્યાન્વિત કરવા આરંભમાં 1860ના સોસાયટીઝ રજીસ્ટ્રેશન કાયદા હઠેળ સોસાયટીની રચના કરવા માટેની મંજૂરી પણ આપી છે.

પ્રત્યેક નવી આઈઆઈટીમાં એનાં પ્રથમ વર્ષમાં કામચલાઉ ધોરણે 180 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે જે વધીને બીજા વર્ષે 450 અને એના સંચાલનના ત્રીજા વર્ષે વધીને 928 (840 અન્ડર ગ્રેજ્યુએટ, 80 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 8 પીએચડી) થશે.

આ આઈઆઈટીના સંચાલન માટેનો કુલ ખર્ચ રૂ 1,411.80 કરોડ છે અને એ 2015-16થી 2018-19માં દરમિયાન કરવામાં આવશે.

નવી આઈઆઈટીનું એની શરૂઆતનાં ત્રણ વર્ષના ગાળા દરમિયાન ચોથા વર્ષમાં એને એના કાયમી સંકૂલમાં ખસેડવામા ન આવે ત્યાં સુધી એના કામચલાઉ સંકૂલોમાંથી સંચાલન કરવામાં આવશે.

પાશ્વભૂમિ

છ નવી આઈઆઈટીની સ્થાપના માટેની હાલની મંજૂરી, એની ૧૮૬૦ના મંડળીઓના રજીસ્ટ્રેશનના કાયદા હેઠળ સોસાયટી તરીકે રજીસ્ટ્રેશન માટે આપવામાં આવી છે, કારણ કે નવી આઈઆઈટી તરીકે એની કાયદેસરની સંસ્થા તરીકે રચના કરવામાટે છ નવી આઈઆઈટી તરીકે એની વિધિવત સ્થાપના કરવા આઈટી એકટ,૧૯૬૧માં સુધારો કરતું વિધેયક સંસદમાં પસાર થવામાં થોડો સમય લાગશે.

૧૯૬૧ના આઈટી એકટમાં, નવી આઈઆઈટીની સ્થાપના કરવા માટેની કોઈ જોગવાઈ નથી.આ કાયદો ઘડાયા પછી સ્થાપવવામાં આવેલી પ્રત્યેક નવી આઈઆઈટી માટે આ કાયદામાં સુધારો કરવાનું જરૂરી બન્યુ હતું. આ બાબતને ધ્યાનમાં લેતાં, નવી આઈઆઈટીની, સોસાયટી રચીને સ્થાપના કરવાનું યોગ્ય છે, કારણ કે આ નવી આઈઆઈટીમાં ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અગાઉ, નવી આઈઆઈટી સ્થાપના માટેની જોગવાઈ કરવા ૧૯૬૧ના આઈટી કાયદામાં સુધારા કરવાનું શકય નથી.

AP/J.Khunt/DK