પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના વિપક્ષોના નેતાઓના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળમાં જમ્મુ અને કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના શ્રી ઓમાર અબ્દુલ્લાહ; ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇએનસી)ના નેતા શ્રી ગુલામ નબી આઝાદ; પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટના શ્રી હકીમ મોહમ્મદ; સીપીએમના શ્રી એમ વાય તારિગામી; ડેમોક્રેટિક પાર્ટી નેશનાલિસ્ટના શ્રી ગુલામ હસન મિર અને અન્યો સામેલ હતા. તેમણે પ્રધાનમંત્રી સાથે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યની સ્થિતિ વિશે નિખાલસતાપૂર્વક ચર્ચા થઈ હતી.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે ઊંડા દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોએ હાલની ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં જીવો ગુમાવ્યા છે તેઓ આપણા દેશના જ નાગરિકો છે. આપણા યુવાનો, સુરક્ષા દળના જવાનો કે પોલીસ ગમે તે જીવ ગુમાવે, પણ આપણને દુઃખ થાય છે. તેમણે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીરની જનતા સાથે છે. તેમણે સૂચવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ લોકો સુધી પહોંચવું જોઈએ અને અમારો સંદેશ તેમના સુધી પહોંચાડવો જોઈએ. તેમણે રાજ્ય અને તેની જનતાના વિકાસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા સ્થિતિને પુનઃ સામાન્ય કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ બેઠકમાં સૂચવવામાં આવેલા રચનાત્મક સૂચનોની પ્રશંસા કરી હતી અને તેમની સરકારની રાજ્યના નાગરિકોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંવાદ થવો જોઈએ તથા આપણે બંધારણના માળખાની અંદર રહીને સમસ્યાનું કાયમી સમાધાન શોધવાની જરૂર છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પ્રવર્તમાન સમસ્યાનું સમાધાન શોધવા તમામ રાજકીય પક્ષોએ એક થઈને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
AP/J.Khunt/TR/GP
Had detailed discussions on the situation in J&K with a delegation of Opposition parties from the state. https://t.co/uVKC6YelTI
— Narendra Modi (@narendramodi) August 22, 2016
I appreciate the constructive suggestions given during today’s meting. All parties must work together to find a solution to J&K’s problems.
— Narendra Modi (@narendramodi) August 22, 2016