Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જમ્મુ-કાશ્મીરના યુવાનો પ્રધાનમંત્રીને મળ્યા

જમ્મુ-કાશ્મીરના યુવાનો પ્રધાનમંત્રીને મળ્યા

જમ્મુ-કાશ્મીરના યુવાનો પ્રધાનમંત્રીને મળ્યા

જમ્મુ-કાશ્મીરના યુવાનો પ્રધાનમંત્રીને મળ્યા

જમ્મુ-કાશ્મીરના યુવાનો પ્રધાનમંત્રીને મળ્યા


જમ્મુ તથા કાશ્મીરના 240થી વધુ યુવાનોએ આજે (6-1-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ યુવાનો ‘વતન કો જાનો’ કાર્યક્રમના ભાગના રૂપમાં દિલ્હીની યાત્રા પર હતા. આ યાત્રાનું આયોજન ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના સહયોગથી કર્યું છે. યુવાનોના દળમાં 15 થી 24 વર્ષના યુવાનો હતા અને એમાંથી મોટા ભાગે આતંકવાદ પ્રભાવિત પરિવારો, અનાથાશ્રમો અને સમાજના નબળા વર્ગોમાંથી હતા. યુવાઓને 7 રેસકોર્સના પંચવટી લૉનમાં પ્રધાનમંત્રી સાથે અડધો કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી. યુવાનોના પ્રશ્નોના જવાબમાં પ્રધાનમંત્રીએ ભારતના વિકાસમાં પોતાના વિઝનની વિસ્તારથી જાણકારી આપી, ખાસ કરીને જમ્મુ તથા કાશ્મીર રાજ્યની બાબતમાં તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પર્યટનની અપાર ક્ષમતા છે જે લોકો માટે સમૃદ્ધિ લાવશે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આખા રાજ્યમાં ભૌતિક અને ડિજિટલ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહી છે.

પ્રધાનમંત્રીએ દેશના સમગ્ર વિકાસ માટે પોતાના વિઝનની બાબતમાં વિસ્તારથી જણાવ્યું. આમાં 2022 સુધી બધા માટે મકાનનું વિઝન પણ સામેલ છે.

યુવાનોએ પ્રધાનમંત્રીના વક્યવ્ય અને પ્રશ્નોનો ઉત્સાહથી ઉત્તર આપ્યો. યુવાનોએ દિલ્લીની જેમ આધુનિક અવસંરચનાની સાથે જમ્મુ-કાશ્મીરમાં પ્રગતિની ઈચ્છા વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ યુવાનોને હાઈ ટી માટે આમંત્રિત કર્યા.

UM/AP/J.KHUNT/GP