Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જયપુર ખાતે યોજાયેલા ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીસ (FIPIC) સંમેલનના અંતે વડાપ્રધાનનું સમાપન સંબોધન

જયપુર ખાતે યોજાયેલા ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીસ (FIPIC) સંમેલનના અંતે વડાપ્રધાનનું સમાપન સંબોધન

જયપુર ખાતે યોજાયેલા ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીસ (FIPIC) સંમેલનના અંતે વડાપ્રધાનનું સમાપન સંબોધન

જયપુર ખાતે યોજાયેલા ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીસ (FIPIC) સંમેલનના અંતે વડાપ્રધાનનું સમાપન સંબોધન

જયપુર ખાતે યોજાયેલા ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીસ (FIPIC) સંમેલનના અંતે વડાપ્રધાનનું સમાપન સંબોધન


મહાનુભાવો,

વૈશ્વિક પડકારો અને આપણા દ્વિપક્ષીય સહયોગ અંગે તમારા વિચારો અને ભલામણો મૂકવા બદલ તમારો ખૂબ આભાર. તમારા વિચારો અમારા માટે ખૂબ જ મહત્વના છે.

હું તમને ખાતરી આપુ છું કે આપણે તમારી ચિંતાઓ માટે આંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં સંવેદનશીલ રહીશું. આપણે તમારી જરૂરીયાતો અને પ્રાથમિકતા અનુસાર દ્વીપક્ષીય સહયોગને એક નવો આકાર આપીશું.

હું વૈશ્વિક મુદ્દાઓ તથા આગામી પહેલમાં તમારા સહકાર અંગે મારા વિચારો રજૂ કરવા માગું છું.
આબોહવામાં ફેરફાર એ તમામ માટે ચિંતાનો વિષય છે. તેની સામે લડત એ ભારતની પ્રાથમિકતા છે. આપણે તેને વિરાસત અને સંસ્કૃતિ માટેની સ્વાભાવિક વૃત્તિનો વિકલ્પ બનાવીએ છીએ પણ આપણે આપણા પ્રબુદ્ધ સ્વાર્થ અને આપણા ગ્રહના ભાવિ માટે પ્રતિબદ્ધતા સાથે આમ કરીએ છીએ.

એટલા માટે જ આપણે 2022 સુધીમાં વધારાની 175 GWની ઉર્જાના નવીનીકરણનો લક્ષ્યાંક મૂક્યો છે. રાષ્ટ્રીય પગલા ત્યારે જ સિદ્ધ થઇ શકશે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત હશે. આપણે ધ્યેય અને ઉત્સર્જનમાં ઘટાડા અંગે વાતો કરીએ છીએ પરંતુ આપણે એટલું જ ધ્યાન ટેક્નોલોજીના ઉપયોગ અને પર્યાપ્ત નાણા અંગે રાખવું જોઇએ જેનું સંક્રમણ ઉર્જાને કુદરતી અને સરળ બનાવશે નહીં તો, અનુભવ દર્શાવી રહ્યું છે કે લક્ષ્યાંક એક મુશ્કેલ સપના જેવો રહેશે. આપણે આપણા જીવન અને અર્થતંત્ર પર વધતા આંબોહવાના પરિવર્તનથી થતી અસર સામે એટલો જ વૈશ્વિક સહયોગ ઇચ્છીએ છીએ.

પેરિસ ખાતે COP 21માં વ્યાપક, સમતુલિત અને ઉચિત પરિણામ આપવા ભારત તમારી તથા અન્યોની સાથે કામ કરશે.

તમારી રૂચિ અમારા અવાજની તાકાત બનશે.

મહાનુભાવો,

જે પ્રમાણે મેં મારા શરૂઆતના સંબોધનમાં જણાવ્યું હતું, યુએનની સુરક્ષા સમિતિના સુધારા વૈશ્વિક હિત અને વ્યાપક અને ન્યાયપૂર્ણ વિશ્વ માટે મહત્વના છે.

મેં અગાઉ જણાવ્યું હતું, આપણે સામાન્ય મહાસભાના 70માં સત્ર દરમિયાન સામાન્ય મહાસભાના પ્રમુખે કરેલી નિષ્કર્ષ વાર્તાના મુસદ્દાને તાત્કાલિત અપનાવવો જોઇએ.

મહાનુભાવો

મારા જણાવ્યા પ્રમાણે, તમારી પાસે સમૃદ્ધ દરિયો છે. અમે અમારા દરિયાની મહત્તમ ક્ષમતાનો અહેસાસ કરવા માટે તમારી સાથે સ્થાયી રીતે કામ કરવા આતુર છીએ.

અમે દરિયા કિનારાના વિવિધ રાષ્ટ્રો સાથે દરિયા અને મહાસાગર સંશોધન તથા દરિયાઇ જીવસંસ્કૃતિ અને સંશોધન અંગેની સંસ્થા સ્થાપતા આનંદ અનુભવીશું. આપણે ભારતમાં સહયોગ અને ક્ષમતાની સંસ્થા સ્થાપીને તાત્કાલિક અસરથી સંશોધન શરૂ કરી શકીએ છીએ.

આપણે 2016માં નવી દિલ્હી ખાતે ‘દરિયાઇ અર્થતંત્ર અને પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ’ અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવાનો પ્રસ્તાવ રાખીએ છીએ. અમને તમામ 14 પેસિફિક આઇલેન્ડ દેશોના અધિકારીઓ અને સ્વતંત્ર નિષ્ણાતના યજમાન બનવાનો આનંદ થશે.

ભારતીય ઉપમહાદ્વિપમાં ભારતીય નૌકાદળે આઇલેન્ડના દેશોમાં ક્ષમતા નિર્માણ કરવા તથા ખાસ કરીને તટની દેખરેખ અને જળ સર્વેક્ષણ માટે સીધો સાથ આપ્યો છે. જે તેમને તેમના સમુદ્રી ક્ષેત્ર અને તેમના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની સુરક્ષાના મુદ્દાને સમજવામાં મદદરૂપ સાબિત થયું છે. અમે અમારા પેસિફિક આઇલેન્ડના સાથીદારોની સહાય વિસ્તારવા માટે તૈયાર રહીશું.

અમે પેસિફિક આઇલેન્ડમાં ભારતીય નૌકાદળની મુલાકાત અંગે આતુર છીએ. આઇલેન્ડ્સ પર તબીબી કેમ્પ યોજીને જહાજો દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં સહયોગ વધારી શકાય છે.

આપણું ભવિષ્ય અંતરિક્ષ અને મહાસાગરના ક્ષેત્ર દ્વારા માત્ર નિકટતાથી જોડાયેલું નથી, આ બંને પણ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલાં છે.

અંતરિક્ષ સંપત્તિ અને ટેક્નોલોજી, ભૂમિ અને જળસ્ત્રોતોની યાદી તૈયાર કરવી, ફિશ ઝોનિંગ, વનસંપત્તિનું વ્યવસ્થાપન, તટીય અને સમુદ્ર અભ્યાસ, હવામાન અને જળવાયુ પરિવર્તન તથા ડિઝાઝસ્ટર મેનેજમેન્ટમાં આપણી મદદ કરી શકે છે.

અમે સંપૂર્ણ પ્રાંત માટે પેસિફિક આઇલેન્ડમાંથી કોઈ એક દેશમાં એક ‘સ્પેસ ટેક્નોલોજી એપ્લિકેશન્સ સેન્ટર’ સ્થાપિત કરવા મદદ કરી શકીએ છીએ અને વૈવિધ્યપૂર્ણ અભ્યાસક્રમ દ્વારા સ્પેસ એપ્લિકેશન્સમાં તાલીમ માટે અમારો સહયોગ વધારી શકીએ છીએ.

અમારા મંગળ અભિયાનમાં ફિઝીનો અમૂલ્ય સહયોગ હતો. ભવિષ્યમાં અમારાં અભિયાનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને અમારાં અભિયાનોના કમાન્ડ માટે પેસિફિક પ્રાંતમાંથી સહયોગ મળતો રહે તેવી અમે આશા રાખીએ છીએ.

આપણે કુદરતી આફતોથી સરળતાથી અસરગ્રસ્ત થઈ જઈએ છીએ અને આ સ્થિતિ વધતી જઈ રહી છે, પરંતુ આપણે માનવ પર તેની અસરને ઓછી કરી શકીએ છીએ.

ભારતને અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ઘટના સામે ઝઝૂમવા માટે સ્પેસ ટેક્નોલોજી અને માનવ સંસાધન વિકાસના માધ્યમથી ટાપુ દેશોમાં ક્ષમતા નિર્માણ કરતા ખુશી થશે.

માનવ સંસાધન વિકાસ સહકારનું એક ચાવીરૂપ ક્ષેત્ર રહ્યું છે. તે દેશના ભવિષ્યના નિર્માણમાં અન્ય કોઈ પણ પ્રકારના સહયોગથી વધુ અસરકારક છે.

ઇન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમી ટ્રેનિંગ પ્રોગ્રામ માટે ફિઝી 110 સ્લોટ્સ મેળવશે તથા અન્ય 13 દેશો માટે સ્લોટ્સની સંખ્યાને બમણી કરી 119થી 238 કરવામાં આવશે.

આ સાથે, અમે 13 દેશોમાંથી એ તમામ દેશોને ભારતમાં કોલેજ અભ્યાસ માટે બે શિષ્યવૃત્તિ આપીશું, જેઓ હજી સુધી તે મેળવી શક્યા નથી, જ્યારે તેની સાથે ફિજીને હાલ આપવામાં આવતી 33 શિષ્યવૃત્તિઓ પણ યથાવત્ રાખીશું.

અમે પેસિફિક આઇલેન્ડ રાજદ્વારીઓ માટે અમારા તાલીમ અભ્યાસક્રમોનો વિસ્તાર કરીશું અને સાથે સાથે બેંગલુરુની વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) ખાતે બે અઠવાડિયાનો બિઝનેસ મેજમેન્ટ કોર્સ પણ શીખવાડીશું.

છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન, ભારતે આઠ ટાપુ દેશોની 43 ગ્રામીણ મહિલાઓને સોલાર એન્જિનિયર તરીકે તાલીમ આપી છે. હવે અમે વધુ 70 મહિલા સોલાર એન્જિનિયરને તાલીમ આપવા તથા 2800 ઘર, તમામ પેસિફિક ટાપુ દેશનાં 200 ઘરને સૌર વીજકરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

તેનાથી લગભગ 10 લાખ અમેરિકન ડોલર જેટલું કેરોસીન બચશે અને મહિલાઓને આજીવિકા પૂરી પાડી શકાશે.

મને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે, અમે પેસિફિક પ્રાંતના તમામ ટાપુ દેશોમાં ઓછામાં ઓછી એક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લેબોરેટરી સ્થાપીશું.

તેનાથી માત્ર સ્થાનિક આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ સુધારો થશે તેવું નથી, પણ તે ટેલી-મેડિસિન અને ટેલી-એજ્યુકેશન પૂરી પાડવાની આપણી પ્રતિબદ્ધતાને પૂરી કરવામાં સહાયક થશે.

અમે અમારા વ્યાપારને વધુ મજબૂત કરવા માટે તૈયાર છીએ. નવી દિલ્હીમાં એફઆઈપીઆઈસી ટ્રેડ ઓફિસ ઉપરાંત અમે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસનું સમર્થન કરી શકીએ છીએ તથા કોકોનેટ પ્રોસેસિંગ, ચોખા અને શેરડીની ઉપજ વધારવાની મશીનરી ખરીદવા માટે સહયોગ વધારીશું.

અમે નાના દ્વીપોના વિકાસશીલ દેશોના બજાર પ્રવેશમાં સહકાર આપીશું. અમે તમારા દેશોમાં આરોગ્ય સુવિધાઓ માટેની ક્ષમતા વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

હાલ ભારતમાંથી જેનેરિક દવાઓનો પુરવઠો ત્રીજા દેશોના માધ્યમથી પૂરો પડાય છે અને તેથી તે વધુ મોંઘી પણ હોય છે. અમે પેસિફિક આઈલેન્ડ રિજનમાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સ્થાપવા તૈયાર છીએ તથા આ પ્રોજેક્ટ માટે લોન સુવિધાનો પ્રસ્તાવ આપતા ખુશી થઈ રહી છે.

માનવીય સંબંધો દેશો વચ્ચેના સંબંધોને સ્થાયી કરવાનો મજબૂત પાયો છે.

ગયા વર્ષે, અમે પેસિફિક આઇલેન્ડ દેશો માટે ઇલેક્ટ્રોનિક વિઝાની જાહેરાત કરી હતી. મને એ જણાવતાં આનંદ થાય છે કે, અમે પેસિફિક આઇલેન્ડ દેશોના નાગરિકોને નિઃશુલ્ક વિઝા પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે.

ભારતનું રાષ્ટ્રીય પ્રસારક પ્રસાર ભારતી તમારા દેશોમાં અંગ્રેજી અને હિંદીમાં સંસ્કૃતિ, મનોરંજન, સમાચાર, શિક્ષણ પર ટીવી અને રેડિયો પ્રોગ્રામ શરૂ કરશે. પ્રસાર ભારતીએ પેસિફિક આઇલેન્ડ દેશોના બ્રોડકાસ્ટર્સ માટે આગામી કેટલાક મહિનામાં એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આપના દેશોની યુનિવર્સિટીઝના પુસ્તકાલયોમાં પુસ્તકો પૂરાં પાડી તથા ઇ-લાઇબ્રેરીઝના માધ્યમથી ભારત કેન્દ્રોનાં નિર્માણ માટે સહકાર આપશે.

મહાનુભાવો,

ઓછા સમયમાં એકસાથે મળીને અમે નક્કર પ્રગતિ કરી છે. અમે એકસાથે મળીને સદભાવના, સન્માન અને એકબીજા પ્રત્યે ચિંતા પર આધારિત સંબંધોનાં મહત્વને ઉજ્જવળ કરી રહ્યા છીએ. આ ભાગીદારી દર્શાવે છે કે કેન્દ્રગામી હિતો અને સંયુક્ત પડકારોનો સાથે મળી સામનો કરવાની ફળદાયી હિસ્સેદારીમાં ભૌગોલિક માપદંડ અવરોધ ઊભો કરી શકતા નથી. આ ભાગીદારી 21મી સદીમાં આપણા સૌ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ ભાગીદારીમાં તમારો સહકાર ભારત માટે અત્યંત મહત્વ દર્શાવે છે. આપણે આ ભાગીદારીને સમાનતા પર આધારિત અને એક સમાન આકાંક્ષાઓથી પ્રેરિત ભાગીદારી તરીકે જોઈએ છીએ, જેમાં આપણે સૌ એકસાથે રહીને વધુમાં વધુ સફળ થઈ શકીએ છીએ.

આ વિચાર વસુધૈવ કુટુંબકમ- વિશ્વ એક છે-માં અમારા વિશ્વાસ અને એ આસ્થાની ઉપજ છે, જેનાથી આપણે એવું માનીએ છીએ કે જે આપણી પાસે છે, તેનું આદાનપ્રદાન કરવાથી આપણે વધુ સમુદ્ધ થઈશું અને આ દુનિયાને વધુ એક સારું સ્થળ બનાવી શકીશું.

તમારું અહીં આવવું અમારા માટે ખૂબ સન્માન સમાન છે. હું આશા રાખું છું કે, તમારો ભારત પ્રવાસ સુખદ રહ્યો હશે. હું આશા રાખું છું કે, તમારો પ્રવાસ ભવિષ્યમાં વારંવાર તમને અહીં આવવા પ્રેરિત કરશે.

આભાર…

UM/AP/J.Khunt/GP