Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જર્મનીનાં ચાન્સેલરની ભારત મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદન


 

  1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલે ઈન્ટર ગવર્મેન્ટલ કન્સલ્ટેશન (IGC)ના પાંચમા રાઉન્ડ માટે તા. 31 ઓકટોબરથી 1 નવેમ્બર, 2019 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. ચાન્સેલર મર્કેલની સાથે વિદેશી બાબતોના મંત્રાલય, વિજ્ઞાન અને શિક્ષણ, આહાર અને ખેતી વિભાગના મંત્રીઓ તથા એક અધિકૃત પ્રતિનિધિ મંડળ તેમની સાથે આવ્યું હતું.આ બિઝનેસ ડેલિગેશનમાં જર્મન કંપનીઓના પ્રતિનિધિઓ પણ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મર્કેલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી મોદીની હતી.
  2. પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મર્કેલે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈન્ડો-જર્મન વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહીના સિદ્ધાંતો અને સમાન મૂલ્યો, મુક્ત અને વાજબી વ્યાપાર અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સાથે સાથે પરસ્પરના વિશ્વાસ અને સન્માન ઉપર આધારિત છે. ચર્ચામાં જે મહત્વના મુદ્દા ચર્ચાયા હતા. તેમાં ઈનોવેશન અને મોખરાની ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ પરિવર્તનને તથા ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, જળવાયુ પરિવર્તન ક્ષેત્રે સહયોગ આપીને આર્થિક વૃદ્ધિને લાંબાગાળાનું સાતત્ય આપવું, કુશળ કામદારોની હેરફેર મારફતે લોકોથી લોકો વચ્ચેના સંપર્કો માટેનો વ્યાપ વધારવો બહુપક્ષીય સંસ્થાઓને મજબૂત કરીને તથા અપડેટ કરતા રહીને એક ભરોંસાપાત્ર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઉભી કરવાની પ્રક્રિયાને વેગ આપવાનો સમાવશ થતો હતો.

 

  1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્શફોર્મેશન ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવવો

 

  1. લોકો જે રીતે જીવે છે અને કામ કરે છે તે બાબત આગામી વર્ષોમાં મૂળભૂત રીતે અસર કરશે તે હકિકત પિછાણીને બંને પક્ષોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ક્ષેત્રે સાથે મળીને સહયોગ આપી સંવર્ધન, પ્રોત્સાહન અને સહયોગ વિકસાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે અને તે રીતે ઈનોવેશન અને લાંબાગાળાના વિકાસને પ્રોત્સાહન આપશે.
  2. બંને પક્ષોએ સહયોગ સાધીને નિયમિત પરામર્શ અને સંકલન મારફતે તેને વેગ આપીને નવા યુગની ટેકનોલોજીસ ક્ષેત્રે ડિજિટલ પાર્ટનરશિપનુ નિર્માણ કરવાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારત અને જર્મની બંને પક્ષે જે બાબતે લાભદાયી સ્થિતિ પ્રવર્તે છે તેનો લાભ લઈને હાર્ડવેર અને સોફટવેર અંગે સંકલન કરીને ઈન્ટરનેટ ઑફ થીંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રેનું મહત્વ પારખીને તેનો સામાજિક લાભ માટે ઉપયોગ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
  3. બંને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સક્ષેત્રે તથા સંશોધન અને વિકાસ માટે તેમજ તેની સાથે સાથે સામાન્ય રીતે સમાજ માટે પણ આ ક્ષેત્રોનું મહત્વ પારખીને પોતાના દેશની વ્યૂહરચનાની રૂપરેખા જણાવી છે. આરોગ્ય પરિવહન, પર્યાવરણ અને ખેતી જેવાં લક્ષિત ક્ષેત્રોમાં સક્ષમ એકરૂપતાની સાથે સાથે સહયોગ વધારવાની તથા બંને દેશ માટે તુલનનાત્મક લાભને આધારે સહયોગ વધારવાની અપાર તકોનું નિર્માણ થતું હોવાનુ જણાયુ છે. જર્મની અને ભારત બંને દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે નિપુણતા અને ઉત્તમ પ્રણાલીઓના આદાન- પ્રદાન વડે ખાસ કરીને વધુ વિવિધ વિદ્યાશાખાઓમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિ આગળ ધપાવવામાં સહયોગ મારફતે આગળ ધપવા માગે છે.જર્મન ફેડરલ મંત્રાલયના શિક્ષણ અને સંશોધન વિભાગ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્ડો-જર્મન સાયન્સ અને ટેકનોલોજી સેન્ટર મારફતે પરસ્પર હિતના ક્ષેત્રો નક્કી કરવા માટે બર્લિનમાં વર્ષ 2020માં એક દ્વિપક્ષીય કાર્યશાળાનું આયોજન કરવા માટે સહમત થયા છે.
  4. અતિ આધુનિક સંશોધન પ્રોજેકટસમાં મહત્વના પાસાં તરીકે આંતરરાષ્ટ્રીય સહયોગનુ મહત્વ સમજીને ભારત અને જર્મની બંને દેશો ઘનિષ્ઠ રીતે કામ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સંયુક્તપણે દ્વિપક્ષીય અને બહુપક્ષિય સંશોધન અને વિકાસ પ્રવૃત્તિને વેગ આપવા માટેના પ્રયાસો હાથ ધરવા માટે સહમત થયા છે. આ પ્રવૃત્તિમાં સમાન ગ્લોબલ વેલ્યુ ચેઈનની સભ્ય એવા ભારત અને જર્મનીની કંપનીઓનો પણ સમાવેશ થશે. બંને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારત અને જર્મનીનો સહયોગ વધારવાની અનોખી તક પર ભાર મૂકે છે. તેમણે સપ્ટેમ્બર 2019માં બર્લિન ખાતે યોજાયેલી સહયોગીઓની પ્રથમ બેઠકને આવકાર આપ્યો છે અને ભારતમાં આવી બીજી બેઠક યોજવાની સાનુકૂળતા ઉભી કરવા માટે સહમત થયા છે.
  5. બંને આગેવાનોએ પ્રિસિશન ફાર્મીંગના ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહયોગને આવકાર્યો છે. આ સહયોગનો ઉદ્દેશ કાર્યક્ષમતામાં વધારો કરવાનો, સાધનોની બચત કરવાનો તથા અનાજમાં ઘટ અને બગાડ ઘટાડવાની સાથે સાથે સાધનોની બચત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બંને દેશોનાં કૃષિ મંત્રાલયોનો ઉદ્દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગીતાથી ઓપન ટ્રેઈનિંગ ડેટા સેટ સ્થાપવાનો છે કે, જેના કારણે કાનૂની મુદ્દાઓ હલ થઈ શકે. બંને પક્ષોએ તા. 30 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતની ખેતીમાં ઉપયોગીતા અંગેની તકો તપાસવા માટે તથા ડિજિટલ ટેકનોલોજીનું સ્તર ઊંચુ લઈ જવા માટે નીતિ આયોગ અને જર્મન કંપનીઓ વચ્ચે યોજાયેલી ગોળમેજી પરિષદને આવકાર આપ્યો છે અને તેમાં ખાનગી ક્ષેત્રના સહયોગની ખાતરી આપી છે. ભારત અને જર્મની સંયુક્ત વર્કશોપ મારફતે કામકાજના સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવાથી ઉભી થતી જટિલતા તથા તેની અર્થતંત્ર અને સમાજ પર થનારી અસરો અંગે સંશોધનનાં પરિણામોના આદાન-પ્રદાન માટે સહમત થયા છે.
  6. ભારત અને જર્મની ડિજિટલ ક્ષેત્રમાં વ્યાપાર સહયોગનું સંવર્ધન કરવાની ઈચ્છા ધરાવે છે. આથી જર્મની અને ભારતની ડિજિટલ કંપનીઓ સંયુક્તપણે કામ કરીને એક બીજાના દેશમાં બજાર પ્રાપ્ત કરવાની તકો તથા દ્વિપક્ષી મૂડીરોકાણ ઉપરાંત ધમધમતા ટેકનોલોજી ક્ષેત્રે બહેતર જોડાણ ઉભું કરવાની તકો વધારવા માટે પ્રયાસ હાથ ધરશે.
  7. જર્મની અને ભારતે ડિજિટાઈઝેશન સશક્તીકરણ અને આર્થિક અસર બાબતે તા. 30 મે, 2017ના રોજ બર્લીનમાં હસ્તાક્ષર કરાયેલી સંયુક્ત ઘોષણાને યાદ કરીને ડિજિટલ ડાયલોગ વધારવા બાબતે સહમતી દર્શાવી છે. બંને પક્ષોએ પરસ્પર સહયોગનાં ક્ષેત્રો નક્કી કરવા અને ભવિષ્યમાં નીતિ ઘડવા અંગે પ્રતિભાવ આપવાની બાબત ધ્યાન પર લેવા માટે સંશોધન સંસ્થાઓ અને ખાનગી એકમોનું પ્રતિનિધિત્વ ધરાવતા ભારતીય અને જર્મન બિઝનેસનું ‘ડિજિટલ એક્સપ્રેસ ગ્રુપ’ સ્થાપવાની પહેલનું સ્વાગત કર્યુ છે.
  8. બંને પક્ષો સ્ટાન્ડર્ડાઈઝેશન, નેટવર્કડ સિસ્ટમમાં આઈટી સલામતિ, ટેસ્ટબેડઝ એન્ડ યુઝડ કેસ, બિઝનેસ મોડેલ અને B2B પ્લેટફોર્મસ અને ઈન્ડસ્ટ્રી 4.0 માટે ભવિષ્યની ડિજિટલ તંત્ર વ્યવસ્થાને આકાર આપવાના વિષયો સહિતની માહિતીના આદાન- પ્રદાન માટે સહયોગ માટે જર્મન પ્લેટફોર્મ ઈન્ડસ્ટ્રીઝ 4.0 અને આગામી સીઆઈઆઈ સ્માર્ટ મેન્યુફેકચરીંગ પ્લેટફોર્મનું જોડાણ કરવાની બાબતને આવકારી છે અને જર્મની અને ભારત બંને દેશોમાં સ્ટાર્ટ-અપના ઝડપી રૂપાંતરણના મહત્વ ઉપર ભાર મૂકે છે. ઉદ્યોગસાહસિકો વિચારોનું આદાન- પ્રદાન કરી શકે અને પ્રોજેકટ અંગેની માહિતી એકબીજાને જણાવી શકે તેવી પહેલને આવકારી છે. બંને નેતાઓએ સ્ટાર્ટ-અપ્સ વચ્ચે સહયોગમાં વૃદ્ધિ કરવાના મહત્વને પારખીને ડિજિટલ ક્ષેત્રોમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાના અને ઉદ્યોગસાહસિકતાનું સંવર્ધન કરવા માટે સ્ટાર્ટ-અપ્સ માટે બૂટ્સ કેમ્પનું સંચાલન કરવાની દરખાસ્તને આવકારી છે.
  9. બંને પક્ષોએ જવાબદાર અને માનવલક્ષી વિકાસ તથા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મંચ રચવાના મહત્વ અંગે પુનરોચ્ચાર કર્યો છે. જો કે ભારતે જર્મનીને ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (GPAI)માં સામેલ થવાની તકને આવકારી છે.
  10. જર્મની અને ભારતે સાયબર સુરક્ષા માટેના શક્ય તેટલા ઉત્તમ અભિગમો બાબતે એકબીજા સાથે પરામર્શ કરવા માટે સહમતી દાખવી છે અને આ બાબતે પરસ્પરના સહયોગ માટેની પદ્ધતિઓ પણ નક્કી કરવા બાબતે પણ સહમતી દાખવી છે.

 

  1. ઈનોવેશન અને જ્ઞાન મારફતે વેપાર અને મૂડી રોકાણની સીમાઓ વિસ્તારવી

 

  1. બંને નેતાઓએ દ્વિપક્ષી વ્યાપાર અને મૂડીરોકાણમાં વૃદ્ધિ કરવા માટે દ્રઢ નિશ્ચ્ય વ્યક્ત કર્યો છે. બંને દેશ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વ્યાપાર કરારના મહત્વ અંગે સહમતી દાખવી છે. ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે દ્વિપક્ષી વ્યાપાર અને મૂડીરોકાણ કરારને વિસ્તારવાના પ્રયાસો બાબતે સહમતી દાખવી છે.
  2. બંને દેશોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ને કેન્દ્રમાં રાખીને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યવસ્થાને મજબૂત સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. આ બાબતની પશ્ચાદ્દભૂમિકામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની વિવાદ નિવારણ વ્યવસ્થા અને સુધારાઓ સંપૂર્ણપણે કામ કરતા થાય તે માટે તથા સ્પેશ્યલ અને ડિફ્રન્શીયલ ટ્રીટમેન્ટ જેવા મૂળભૂત સિદ્ધાંતોનુ મહત્વ ઓછુ આંક્યા વગર સર્વાનુમતિ આધારિત નિર્ણય પ્રક્રિયા અને વિકાસના ઉદ્દેશો માટે પ્રયાસો હાથ ધરવાની વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તે માટે પ્રયાસો કરવો જોઈએ તેવો પુનરોચ્ચાર કર્યો છે. આ ધ્યેય હાંસલ કરવા માટે નુરસુલ્તાન, કઝાકિસ્તાન ખાતે યોજાનારી હવે પછીની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મિનીસ્ટ્રિયલ કોન્ફરન્સને સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવા માટે બંને પક્ષો પ્રયાસ કરશે.
  3. બંને પક્ષોએ દ્વિપક્ષી મૂડીરોકાણમાં સતત થઈ રહેલા વધારાની સરાહના કરી છે, જેને આધારે મીટ્ટલસ્ટેન્ડ અને પરિવારની માલિકીની 135 જર્મન કંપનીઓએ 1.2 અબજ યુરોથી વધુ મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે તે ‘મેક ઈન ઇન્ડિયા મીટ્ટલસ્ટેન્ડ’ (MIIM) કાર્યક્રમને મળેલી સફળતાને તેમણે આવકારી છે. તેમણે યુરોપિયન સંઘ અને યુરોપિયન સંઘના સભ્ય દેશો તથા ભારત વચ્ચે મૂડીરોકાણ સુરક્ષાના કરારને વધુ વ્યાપક બનાવવાના પ્રયાસો માટે સહમતી દાખવી છે. ભારતે જર્મન કંપનીઓ મારફતે ભારતમાં થનારા મૂડીરોકાણ માટે ઈન્વેસ્ટમેન્ટ ગેરંટીની વ્યવસ્થા પુનર્સ્થાપિત કરવાના નિર્ણયને આવકાર્યો છે.
  4. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ વ્યવસ્થાના વિનિમય અને પ્રોત્સાહન માટેના જર્મન ઈન્ડિયન સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ (GINSEP) ની નોંધ લીધી છે. તેમણે મહત્વના આ પ્રયાસને ચાલુ રાખવા અને મહત્વની વ્યવસ્થાને મજબૂત કરવા નવા GINSEP પ્રોગ્રામની સાથે-સાથે નવા જર્મન એસિલરેટર (GA) પ્રોગ્રામ “નેક્સ્ટ સ્ટેપ ઇન્ડિયા” ને મજબૂત કરવાની બાબતને આવકારી છે, જે ભારતમાં જર્મન સ્ટાર્ટઅપ્સના ફૂલ GA પ્રોગ્રામને મજબૂત કરશે.
  5. રોજગારીના સાતત્યનું સર્જન કરવા તથા યુવાનો માટે તકો ઉભી કરવા બંને નેતાઓએ કુશળ માનવ સ્રોતોના કાર્યક્ષમ સમૂહનું નિર્માણ કરવાની બાબતને સ્વીકારી છે. બંને પક્ષોએ માંગ અને કુશળ માનવબળની તંગી વચ્ચેનું અંતર પૂરૂ કરવાના પ્રયાસોને સઘન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બાબતે બંનેએ હાલમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને ક્લસ્ટર આધારિત માળખા, અભ્યાસક્રમનો વિકાસ, ટ્રેઈનર્સને તાલિમ અને સંયુક્ત તાલિમ સંસ્થાઓ વિકસાવવા માટે સહયોગ આપવાની સંયુક્ત ઘોષણા કરી છે. બંને પક્ષોએ રિન્યુએબલ એનર્જી, ઈ-મોબીલિટી અને ઊર્જા કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં નવા ઈનોવેટીવ અને લાંબાગાળાની ટેકનોલોજીને સહયોગ આપવાની તત્પરતા વ્યક્ત કરી છે. બંને દેશોના ખાનગી ક્ષેત્રોને આ પ્રયાસ માટે હાથ મિલાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
  6. બંને આગેવાનોએ ‘ફીટ ફોર પાર્ટનરશીપ વીથ જર્મની’ના મેનેજર ટ્રેનિંગ પ્રોગ્રામના એક દાયકા કરતાં વધુ જૂના સફળ સહયોગની સરાહના કરી છે. અત્યાર સુધીમાં આ કાર્યક્રમમાં 800થી વધુ ભારતીય મેનેજરો ભાગ લઈ ચૂક્યા છે. તેમણે આ કાર્યક્રમ હેઠળ સહયોગ ચાલુ રાખાની બાબતને આવકારી છે.
  7. બંને નેતાઓએ ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં વધુ વિનિમયના રાષ્ટ્રીય પ્રયાસના નવા સ્વરૂપોને આવકાર્યા છે. આ ઉપરાંત બાળ મજૂરીની નાબૂદી કરવાની કામગીરી આગળ ધપાવવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં વેઠિયા મજૂરો સહિતની પ્રથાના નિવારણની કામગીરી આગળ ધપાવવા માટે સહમતી દાખવી છે અને બાળમજૂરી નાબૂદ કરવાની તથા આધુનિક ગુલામોની હેરફેરની પ્રથા નાબૂદ કરવા માટે આર્જેન્ટીનિયન જી-20 પ્રેસિડેન્સી હેઠળની જી-20 દેશોની વ્યૂહરચનાને અનુસરવા માટે સહમતી દાખવી છે.
  8. બંને આગેવાનોએ બિઝનેસના એકમોમાં માનવ અધિકારોની સુરક્ષા જાળવવાની તેમની કટિબદ્ધતા ઉપર ભાર મૂક્યો છે અને યુએન ગાઈડીંગ પ્રિન્સિપલ્સ ઓન બિઝનેસ એન્ડ હ્યુમન રાઈટ્સ તથા સાતત્યપૂર્ણ સપ્લાય ચેઈન ઉભી કરવાની જી-20ની કટિબદ્ધતાઓ માટે નિષ્ઠા વ્યક્ત કરી છે. બંને પક્ષોએ સ્વિકાર્યું છે કે ખાનગી ક્ષેત્ર સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેય (SDG) હાંસલ કરવા માટે નોંધપાત્ર યોગદાન આપી શકે તેમ છે અને આ હેતુથી એકમો જવાબદાર અને સાતત્યપૂર્ણ બિઝનેસ પ્રણાલિનું અનુસરણ કરે તે માટેના સહયોગને સમર્થન આપ્યું છે. ખાસ કરીને ભારત અને જર્મનીના નેશનલ એક્શન પ્લાન્સના અમલીકરણ માટે નિષ્ણાંતોના વિનિમય માટે સહમતી દાખવી છે.
  9. બંને આગેવાનોએ વ્યવસાયલક્ષી રોગો, પુનર્વસન અને ખોડખાંપણ ધરાવતા, વીમો મેળવેલી વ્યક્તિઓને વ્યવસાયલક્ષી તાલિમ માટેની જર્મન સોશ્યલ એક્સીડેન્ટ ઈન્સ્યોરન્સ (DGUV), ધ એમ્પલોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના ડિરેક્ટર જનરલ (એમ્પલોયમેન્ટ) સાથે મળીને ક્ષમતા નિર્માણ પેદા થાય અને વીમો લીધેલી દિવ્યાંગ વ્યક્તિઓનું પુનર્વસન થાય તથા તે ઉપરાંત વ્યવસાયલક્ષી રોગોનું નિદાન, અટકાવવાની કામગીરી અને સારવારના પ્રયાસો થાય તે માટે સમજૂતિના કરાર પર હસ્તાક્ષરને આવકાર્યો છે.
  10. બંને આગેવાનોએ કરવેરાના ક્ષેત્રમાં ડિજિટાઈઝેશનને કારણે ઉભા થયેલા પડકારોને હલ કરવા માટેના તાજેતરમાં હાથ ધરાયેલા પ્રયાસોને આવકાર્યા છે અને જી-20 હેઠળ હાથ ધરાયેલા મહત્વાકાંક્ષી વર્ક પ્રોગ્રામની નોંધ લીધી છે, જેમાં ઓઈસીડી ખાતે ઈન્કલુઝીવ ફ્રેમ વર્ક ઓન બેઝ ઈરોઝન એન્ડ પ્રોફીટ શિફ્ટીંગ (BEPS)ના વિકાસ અંગેનો સમાવેશ થશે અને આ અહેવાલને વર્ષ 2020 સુધીમાં આખરી ઓપ આપવામાં આવશે. જર્મની અને ભારતે બંને સ્થંભો 1 અને 2 ઉપર સર્વાનુમતિ આધારિત ઉપાયો હાથ ધરવા અને સમયસર તમામ બિઝનેસ માટે લેવલ પ્લેયીંગ સ્પીડ સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે.
  11. બંને નેતાઓએ ઈન્ડો-જર્મન ફાયનાન્સ મિનિસ્ટ્રીઝ સિનિયર ઓફિશ્યલની બેઠક ફરીથી પુનઃસ્થાપિત કરવાની બાબતને આવકારી છે, જે પરસ્પરના આર્થિક હિત માટે માહિતીના વિનિમય અને ચર્ચા માટેનું મંચ પૂરૂ પાડશે. આ વર્ષના વિનિમયમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત આર્થિક અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રના તેમજ ડિજિટાઈઝેશનને કારણે ઉભા થયેલા કરવેરાના પડકારો બાબતે માહિતીનો વિનિમય કરવામાં આવ્યો હતો.
  12. બંને આગેવાનોએ પરિવહન ક્ષેત્રે અને ખાસ કરીને સિવિલ એવિએશન ક્ષેત્રે સહયોગના ઈરાદા બાબતે સંયુક્ત ઘોષણા ઉપર હસ્તાક્ષર કરવાના પ્રસ્તાવની નોંધ લીધી છે. જેના પરિણામે ટેકનિકલ અને નૉન-ટેકનિકલ તાલિમ તથા ઉત્તમ પ્રણાલિઓ અંગે માહિતીના આદાન-પ્રદાનના સહયોગ પ્રાપ્ત થશે. તેમણે ભારતમાં કોમર્શિયલ એવિએશનના કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન માટેની વ્યવસ્થા માટેના બિઝનેસ એકમોને પ્રોત્સાહન માટે કરાર કરવા તથા ટેકનિકલ જાણકારી અને ટેકનોલોજીની તબદિલી માટેના કરારની વ્યવસ્થાને યોગ્ય ગણી છે.
  13. ભારત અને જર્મની રેલવે ક્ષેત્રે સહયોગનો લાંબાગાળાનો ઈતિહાસ ધરાવે છે. વિતેલા વર્ષોમાં આ ક્ષેત્રે જે સફળતા હાંસલ થઈ છે તેની બંને આગેવાનોએ સરાહના કરી છે અને રેલવે પ્રોફેશનલ્સની તાલિમ અને રેલવે સલામતિ, હાઈ સ્પીડ અને સેમી હાઈ સ્પીડ, ક્ષેત્રે ટેકનિકલ માહિતીના આદાન-પ્રદાનને ચાલુ રાખવા અને ભવિષ્યમાં વિસ્તારવા માટેની નેમ વ્યક્ત કરી છે. આ આગેવાનોએ બંને પક્ષો દ્વારા ભારતમાં હાઈસ્પીડ અને સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટસ હાથ ધરવા બાબતે ભવિષ્યની કાર્યવાહિ અંગે સામાન્ય સમજ દાખવવા પ્રયાસ કર્યો છે.
  14. બંને પક્ષોએ આઈજીસી-2013 ખાતે હસ્તાક્ષર કરેલી સંયુક્ત ઘોષણા આધારિત ઈન્ડો- જર્મન વર્કિંગ ગ્રુપ ઓન ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘનિષ્ઠ સહયોગની સરાહના કરી છે. બંને સરકારોએ દ્વિપક્ષી ટેકનિકલ અને આર્થિક સહયોગના માળખામાં રહીને પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને BMWi આ વર્કિંગ ગ્રુપને ગ્લોબલ પ્રોજેક્ટ ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (GPQI) મારફતે ટેકનિકલ અને આર્થિક સહયોગ આપવાનો દ્વિપક્ષીય ઈરાદો વ્યક્ત કર્યો છે.
  15. બંને આગેવાનોએ અવકાશ સંશોધન ક્ષેત્રે હાલના સહયોગ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને અર્થ ઓબ્ઝર્વેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા અન્ય ક્ષેત્રોમાં તેને મજબૂત કરવાની બાબતને આવકારી છે. તેમણે ઈમ્પલીમેન્ટીંગ એરેન્જમેન્ટ ફોર એક્સચેન્જ ઑફ પર્સોનલ બિટ્વીન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ((ISRO) અને જર્મન એરોસ્પેસ સેન્ટર (DLR) વચ્ચે સહયોગના અમલ માટે હસ્તાક્ષરને આવકાર્યા છે.
  16. રાષ્ટ્રીય સરકારોની વૈશ્વિક પાર્ટનરશીપ, ક્રીએશન ઑફ ડિઝાસ્ટર રેસિલન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર (CDRI), રાષ્ટ્રીય સરકારો, યુએન એજન્સીઓ અને કાર્યક્રમો, મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક્સ, અને તેની ધિરાણ વ્યવસ્થા, ખાનગી ક્ષેત્ર, શૈક્ષણિક અને જ્ઞાન સંસ્થાઓ કે જેમનો ઉદ્દેશ વ્યવસ્થા તંત્ર અને માળખાગત સુવિધાઓને સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેય (SDG) હાંસલ કરવા માટે સક્ષમ બનાવવાના પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ અને ક્રેડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રીસ્ક રિડક્શનના રાષ્ટ્રીય સહયોગને આવકાર્યો છે. જર્મનીએ સીડીઆરઆઈને સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરીને સીડીઆરઆઈમાં ઔપચારિક રીતે જોડાવાનો ઈરાદો વ્યક્ત કરવાની સાથે સાથે જલવાયુ પરિવર્તન અને આફતો સામે ટકી શકે તેવા લાંબાગાળાના માળખાગત મૂડી રોકાણો માટે કામ કરવાનો ઈરાદો જાહેર કર્યો છે.

 

  1. જલવાયુ પરિવર્તન અને સાતત્યપૂર્ણ વિકાસ માટે પગલાં લેવા

 

  1. બંને આગેવાનોએ પૃથ્વીની સુરક્ષા અને જલવાયુ પરિવર્તનને કારણે ઉભી થતી આફતોને રિન્યુએબલ એનર્જી અને ઊર્જા કાર્યક્ષમતામાં વધારાની સાથે સાથે કાર્બનનો વ્યાપ વધતો અટકાવવા માટેનાં પગલાંને પ્રોત્સાહિત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ માટે બંને દેશો સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેય અને પેરિસ કરારને માર્ગદર્શક માળખું ગણીને સહયોગ આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તેમણે ભારત અને જર્મની બંને દેશોમાં ઊર્જા અને પરિવહન ક્ષેત્રે સફળતાપૂર્વક બદલાવ ઉપર ભાર મૂક્યો છે અને ઘનિષ્ટ સહયોગની જરૂરિયાત દર્શાવી છે કે જેથી હવામાનની સુરક્ષાની આર્થિક ક્ષમતાનો લાભ લઈ શકાય.
  2. બંને આગેવાનોએ હાલમાં ક્લાયમેટ એક્શન અંગે અપૂરતા વૈશ્વિક પ્રયાસો અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને તમામ દેશોને તેમના પ્રયાસોમાં વેગ આપવા માટે અનુરોધ કર્યો છે. જર્મની અને ભારત સમાનતા અને સામાન્ય છતાં ભિન્ન જવાબદારીઓ અને જે તે ક્ષેત્રની ક્ષમતાને આધારે અલગ અલગ રાષ્ટ્રીય સંજોગોમાં પેરિસમાં થયેલી સમજૂતિ મુજબ તેમના જે તે એનસીડીને વિકસાવવા માટે સહમતી સાધી છે. આ પ્રકારની ભાવના દાખવવાનું ચાલુ રાખીને જર્મનીએ યુરોપિયન યુનિયનના હિસ્સા તરીકે અને ભારતે લાંબા ગાળે ઓછો ગ્રીન હાઉસ ગેસ છૂટો પડે તે માટે પેરિસ કરારની કલમ-2 મુજબ વિકાસ વ્યૂહરચના અપનાવવા ઉપર ભાર મૂક્યો છે અને સમાનતા તથા સામાન્ય, પરંતુ અલગ અલગ જવાબદારીઓને આધારે રાષ્ટ્રીય સંજોગો અનુસાર અને સાતત્યપૂર્ણ વિકાસને ધ્યાનમાં લઈને ગરીબી નિવારણના પ્રયાસો તરીકે આઈપીસીસીના તાજેતરના તારણોને અનુસરવાનો અનુરોધ કરે છે.
  3. પેરિસ કરારની જોગવાઈઓ મુજબ અને યુએનએફસીસીસી મુજબ ભારત અને જર્મની ગ્રીન ક્લાયમેટ ફંડને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવાના મહત્વ ઉપર ભાર મૂકીને વિકસીત તથા અન્ય દેશોને પોતાના યોગદાનમાં વધારો કરવા અને સૌ પ્રથમ વખત ગ્રીન ક્લાયમેટ ફંડને નિર્ધારિત ગાળામાં પરિપૂર્ણ કરવાનો અનુરોધ કર્યો છે. તમામ સહયોગીઓ સાથે રચનાત્મક રીતે કામ કરીને સફળ COP25 સહિત પર્યાવરણલક્ષી ઘનિષ્ટતા જળવાય તેવી બજાર વ્યવસ્થા માટેના સ્પષ્ટ નિયમો અપનાવવા માટે રચનાત્મક યોગદાન ઉપર ભાર મૂક્યો છે અને ડબલ કાઉન્ટીંગ તથા સાતત્યપૂર્ણ વિકાસની સલામતિને હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.
  4. ભારત અને જર્મની સફળ વિકાસ સહયોગનો લાંબાગાળાનો 60 વર્ષનો ઈતિહાસ ધરાવે છે. બંને આગેવાનોએ બંને દેશોના પરસ્પરના લાભ માટે સમય જતાં ઊર્જા અને સાતત્યપૂર્ણ વિકાસ તેમજ પર્યાવરણલક્ષી શહેરી વિકાસ અને પરિવહન, કુદરતી સ્રોતોની પર્યાવરણ અને સાતત્યપૂર્ણ વ્યવસ્થા તથા બાયો ડાયવર્સિટીની જાળવણી માટે સાથે કામ કરવાની બાબતને ધ્યાન પર લીધી છે.
  5. બંને પક્ષો સહમત થયા છે કે કાર્બનનું પ્રમાણ ઓછું રહે અને લાંબો સમય ટકી શકે તેવા પરિવહનના ઉપાયો હાથ ધરવાનો પડકાર ઉભરતા ઔદ્યોગિક અર્થતંત્રના તમામ નાગરિકો માટે જરૂરિયાત બની રહ્યો છે. જર્મની અને ભારત બંને દેશોએ સંખ્યાબંધ રાષ્ટ્રીય નીતિઓ અને કાર્યક્રમોને અનુસરીને યુઝર ફ્રેન્ડલી અને પર્યાવરણલક્ષી પરિવહનની લાંબાગાળાની યોજનાઓ હાથ ધરવા માટે મહત્વના કદમ ઉઠાવ્યા છે. બંને પક્ષોએ લૉ-કાર્બન મોબિલીટી સોલ્યુશન્સ ક્ષેત્રે સંવર્ધન માટે સહમતી દાખવી છે અને ગ્રીન અર્બન મોબિલીટી માટેની ઈન્ડો-જર્મન પાર્ટનરશીપની સંયુક્ત ઘોષણા ઉપર હસ્તાક્ષરને આવકાર્યા છે. જેમાં જર્મનીના પક્ષે ગ્રીન અર્બન મોબિલીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીસમાં સુધારાને સહયોગ આપવા માટે તથા ભારતના શહેરોમાં રાષ્ટ્રીય રાજ્યકક્ષાની અને સ્થાનિક સંસ્થાઓને લાંબાગાળાના સમાવેશી અને સ્માર્ટ મોબિલીટી સોલ્યુશન્સ માટે 1 અબજ યુરોનું રાહત દરે ધિરાણ પૂરૂ પાડવાની તૈયારી દર્શાવી છે.આઉપરાંત બંને આગેવાનોએ ઈ-મોબિલીટીને સહયોગનું મહત્વનું ક્ષેત્ર ગણીને સારી રીતે સુસ્થાપિત થઈ ચૂકેલા જોઈન્ટ વર્કિંગ ગ્રુપ ઓન ઓટોમોટિવની કામગીરીને આવકારી છે.
  6. પેરિસ કરારના લાંબાગાળાના લક્ષ્યાંકોની સાથે-સાથે લાંબાગાળાના સાતત્પૂર્ણ વિકાસના ધ્યેય (SDG) વર્ષ 2030 સુધીમાં હાંસલ કરી શકાય તે બાબતનું અપવાદરૂપ મહત્વ સમજીને બંને દેશો ઊર્જાના વૈશ્વિક સંક્રમણ બાબતે રિન્યુએબલ એનર્જી અને ઊર્જા કાર્યક્ષમતા ક્ષેત્રે સહયોગ બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે. એમાં ઈન્ડો-જર્મન એનર્જી ફોરમ (IGEnvF) અને ઈન્ડો જર્મન એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશનની સાથે સાથે ઈન્ટરનેશનલ ક્લાયમેટ ઈનિશિયેટીવના નેજા હેઠળ થયેલા મહત્વની અને સફળ કામગીરીનો સમાવેશ થાય છે.
  7. બંને દેશો જમીનમાંથી નિકળતા કોલસા સહિતના બળતણના લાંબાગાળાના વિકલ્પને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી માળખુ ઉભુ કરવા માટે કટિબદ્ધ છે. ઊર્જા ક્ષેત્રે લાંબાગાળાના ફેરફારો પર ધ્યાન આપવા માટે અટકી અટકીને પ્રાપ્ત થતી રિન્યુએબલ ઊર્જાના સ્રોતોનું મોટા પાયે ગ્રીડની માળખાગત સુવિધાઓ સાથે જોડાણ, ગ્રીડની માળખાગત સુવિધાઓમાં વધારો, ઊર્જા કાર્યક્ષમતા અને માંગ બાબતે મેનેજમેન્ટ, ફ્લેકસીબલ વીજ ઉત્પાદન અને તેની સાથે સાથે સંગ્રહના લાંબાગાળાના ઉપાયો હાથ ધરીને કરવા માટે હિમાયત કરી છે. આ ઉપરાંત તેમણે એ બાબત સમજી છે કે ખાસ કરીને સૌર ટેકનોલોજી અનેક પ્રકારે ગ્રામ વિસ્તારના લોકો અને વિશેષ કરીને મહિલાઓના જીવનમાં મોટો તફાવત સર્જી શકે તેમ છે. આથી બંને આગેવાનો આ ક્ષેત્રમાં અને ખાસ કરીને સ્ટોરેજ સેલ અપનાવવા અને વીજળીના માઈક્રો ગ્રીડ સોલ્યુશન્સની સંભાવનાઓ ચકાસવા સહમત થયા છે.
  8. તેમણે વર્ષ 2015માં શરૂ કરાયેલી ઈન્ડો જર્મન સોલાર પાર્ટનરશીપ સહયોગની તથા વર્ષ 2013માં સ્થપાયેલ ગ્રીન એનર્જી કોરિડોર્સની સફળતાની નોંધ લીધી છે. હકારાત્મક ગતિવિધિને જાળવી રાખવા માટે તથા ભારત સરકાર વર્ષ 2022 સુધીમાં 175 GW અને તે પછીનાં વર્ષોમાં 450 GW નો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ કરી શકે તે માટે અને જર્મન સરકાર વર્ષ 2050 સુધીમાં કુલ વીજળીમાંથી 80 ટકા સૌર ઊર્જા મારફતે પૂરી પાડે તે માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો માટે સહમત થયા છે. બંને આગેવાનો ભારતીય અને જર્મનીના ઊર્જા બજારમાં લાંબાગાળાની ક્લાયમેટ ફ્રેન્ડલી ગતિવિધીને પ્રોત્સાહિત કરવા માટે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા કાર્યક્ષમ ઉપાયો હાથ ધરી શકાય તે માટે સહમત થયા છે.
  9. આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબાગાળાના ક્લાયમેટ ફ્રેન્ડલી અને ઊર્જા કાર્યક્ષમ ઉપાયો હાથ ધરવામાં આવે તે માટે ભારતે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સીસ (ISA)માં જોડાવાની જર્મનીની તત્પરતાને આવકારી છે.
  10. પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મર્કેલે દિલ્હીમાં ફેબ્રુઆરી 2019માં યોજાયેલી ઈન્ડો -જર્મન એનર્જી ફોરમ (IGEnvF)ના મહત્વ અંગે પુનરોચ્ચાર કર્યો છે. બંને દેશોના સમવાયી માળખાને ધ્યાનમાં લઈને તેમણે રાજ્યો તથા મ્યુનિસિપલ તંત્રોની સામેલગિરીને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત સ્વીકારી છે.
  11. આ ઉપરાંત બંને આગેવાનોએ વોટર મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ/સર્ક્યુલર ઈકોનોમી, જળવાયુ પરિવર્તન અને બાયો ડાયવર્સિટી ક્ષેત્રે સહયોગ માટે સંયુક્ત વર્કીંગ ગ્રુપ સ્થાપવા અંગેની બેઠકને આવકારી છે. બંને આગેવાનોએ “Closing the Loop of Marine Litter in Ecosystem”ની પહેલ હાથ ધરવાની બાબતને આવકારી છે. તેમણે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેનાથી SDG 12 હાંસલ કરવાના, હાલમાં ચાલી રહેલા સાધન કાર્યક્ષમ અને સર્ક્યુલર ઈકોનોમી તથા સહયોગીઓ સાથેની ભાગીદારીમાં ટેકનોલોજીકલ સોલ્યુશન્સના ઉપયોગના પ્રયાસોને ટેકો મળશે. બંને દેશોએ મરાઈન લીટર (દરિયાઈ કચરો) ક્ષેત્રે સંયુક્ત ઈરાદાની ઘોષણાને પણ આવકારી છે.
  12. બંને પક્ષો સહમત થાય છે કે ઈન્ટરનેશનલ ક્લાયમેટ ઈનિશ્યેટીવ માટેના 35 મિલિયન યુરો ફંડનો એક હિસ્સો ગ્રીડના વિસ્તરણ અને રિન્યુએબલ ઊર્જાની સ્ટોરેજ સિસ્ટમ માટે સમર્પિત કરવો અને એક હિસ્સાનો વન વિસ્તારની પુનઃ સ્થાપના માટે ઉપયોગ કરવો. વન વિસ્તારનું પુનઃ સ્થાપન કરવા માટેનાં નવાં મોડેલ વડે ભારતના બોન ચેલેન્જ ગોલ (વર્ષ 2020 સુધીમાં 150 મિલિયન હેકટર વિસ્તારમાં જંગલને પુનઃસ્થાપિત કરવાની યોજના) તથા ભારતમાં 33 ટકા વન આવરણના ધ્યેયને હાંસલ કરવા માટે વાપરવો. બંને પક્ષોએ એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે વન વિસ્તારો જળવાયુની સુરક્ષા માટે, બાયો ડાયવર્સિટીની જાળવણી માટે અને સાતત્યપૂર્ણ વિકાસનો ધ્યેય હાંસલ કરવા માટે અનિવવાર્ય છે.
  13. બંને દેશોએ વર્ષ 2020 પછીના ગ્લોબલ બાયો ડાયવર્સિટી ફ્રેમવર્ક સહિત કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી (CBD) વાટાઘાટોના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે બાયો ડાયવર્સિટી ક્ષેત્રે સહયોગમાં રૂચિ ધરાવવાનું ચાલુ રાખશે અને આ ક્ષેત્રે કામગીરી વધુ મજબૂત બનાવશે. બંને પક્ષોએ સાગર કાંઠે તથા મરાઈન બાયો ડાયવર્સિટી સંરક્ષણના પ્રોજેકટસ તથા પોલિનેટર પ્રોગ્રામની સુરક્ષા, આક્રમણકારી વિદેશી જીવજંતુઓના હુમલા, ઈકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર્સ તથા તબીબી ઉપયોગમાં આવતા છોડ તેમજ અન્ય ભિન્ન પ્રકારે ઉપયોગમાં લેવાતા તથા કેટલાક પ્રદેશમાં હંમેશાં મળી આવતા છોડ તથા વૃક્ષોને ઓળખીને તેની જાળવણી માટે પ્રયાસ કરશે.
  14. બંને આગેવાનોએ મે 2017માં જેની ઉપર હસ્તાક્ષર કરાયા હતા તે સાતત્યપૂર્ણ શહેરી વિકાસના ઈરાદાની સંયુક્ત ઘોષણા બાબતે જે પ્રગતિ થઈ છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને આ સફળ સહયોગને વધુ આગળ ધપાવવાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ઈન્ટરનેશનલ સ્માર્ટ સિટી નેટવર્કમાં સામેલ થવા માટેના ભારતે કરેલા ઈરાદા અંગે ઔપચારિક હસ્તાક્ષરને આવકાર્યા છે. ભારતે પરવડે તેવા આવાસો બનાવવાના કાર્યક્રમમાં સામેલ થવા તથા ભારતમાં 2019-2020માં નવી અને અસરકારક કન્સ્ટ્રકશન ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવા જર્મન કંપનીઓને આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો આ મુદ્દે જર્મનીમાં વર્ષ 2020માં યોજાનાર શહેરી વિકાસ અંગેના વર્કીંગ ગ્રુપની હવે પછીની બેઠક અંગે આશાવાદી છે.
  15. વર્ષ 2016માં યોજાયેલી ન્યુ અર્બન એજન્ડા હેબિટાટ-III માં નક્કી થયેલા ધ્યેય હાંસલ કરવા અંગે બંને પક્ષોએ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને આગેવાનોએ કોચી, કોઈમ્બતુર અને ભૂવનેશ્વરમાં અમલમાં મૂકવામાં આવનાર દ્વિપક્ષી સહયોગની સરાહના કરી છે અને આ સહયોગને ભારતનાં વધુ શહેરોમાં આગળ ધપાવવા માટે સહમતી દાખવી છે.
  16. જર્મનીએ ભારતના રાજ્ય છત્તીસગઢ દ્વારાઅમલમાં મૂકાનાર પાર્ટનરશીપ ડેકલેરેશન ઓન કોલાબરેટીવ ક્લાયમેટ એકશનને આવકાર આપ્યો છે અને ભારતનાં વધુ શહેરો રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકાર એમાં જોડાય તે માટે પ્રોત્સાહન આપશે.
  17. બંને પક્ષોએ જેની છેલ્લી બેઠક માર્ચ 2019માં દિલ્હીમાં યોજાઈ હતી તે ખેતી, આહાર, ઉદ્યોગ, અને ગ્રાહક સુરક્ષા અંગેના સંયુક્ત જૂથની રચનાત્મક ભૂમિકા પર ભાર મૂક્યો છે.તેમણે આહાર સલામતિ, કૃષિ તાલિમ અને કૌશલ્ય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને ખેતીલક્ષી લોજીસ્ટીક્સ જેવાં ક્ષેત્રોના હાલના સમજૂતિના કરારને કારણે જે નક્કર પ્રોજેકટસ હાથ ધરાયા તે અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.
  18. બંને પક્ષોએ ભારતમાં જર્મન કંપનીઓ માટે ખેતી અને પશુપાલનની સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ ક્ષેત્રે તકો ઉપર ભાર મૂક્યો છે. તેમણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, અને એગ્રીકલ્ચરલ લોજીસ્ટીક્સ અંગે વર્ષ 2019ના અંત ભાગમાં યોજાનાર વર્કશોપની સંભાવનાઓને આવકારી છે.
  19. બંને આગેવાનોએ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ મળી રહે તે હેતુથી જૂન 2019માં કરાયેલ સંયુક્ત ઈરાદાની ઘોષણા આધારિત બિયારણ વિકાસમાં ફળદાયી સહયોગ ચાલુ રાખવાની સરાહના કરી છે. બંને દેશોએ ખેતીના ક્ષેત્રે સહયોગ સઘન બનાવવા બાબતે કટિબદ્ધતા વ્યક્ત કરી છે અને નવા દ્વિપક્ષી સહયોગના પ્રોજેકટ માટે સંયુક્ત ઘોષણાના ઈરાદા ઉપર હસ્તાક્ષર કરવાની બાબતને આવકારી છે. તેની રચના ભારતમાં કૃષિ બજારોના વિકાસને મજબૂત કરવાના સુધારાના પ્રયાસોને ટેકો આપે છે.
  20. બંને આગેવાનોએ કુદરતી સ્રોતોના વ્યવસ્થાપન અને ખાસ કરીને જમીન અને પાણી માટેના વ્યવસ્થાપનના સાતત્યપૂર્ણ સતત સહયોગને આવકાર્યો છે.

 

  1. લોકોને સાથે લાવવા

 

  1. બંને આગેવાનોએ સાંસ્કૃતિક ક્ષેત્રે મજબૂત સહયોગની સંતોષ સાથે નોંધ લીધી છે અને જર્મની અને ભારતનાં મ્યુઝિયમ્સ સહિત અન્ય મ્યુઝિયમ્સ, Stiftung Preußischer Kulturbesitz(પ્રૂસિયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન) અને હમ્બોલ્ડટ – ફોરમ વચ્ચે કરાયેલી મ્યુઝિયમ સહયોગ, સાસ્કૃતિક વારસાની જાળવણી અને મ્યુઝિયમ્સની પુનઃસ્થાપના અંગેની સંયુક્ત ઘોષણાને બંને પક્ષોએ આવકારી છે.
  2. બંને પક્ષોએ ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (AIFF) અને Deutscher Fußball-Bund (જર્મન ફૂટબોલ એસોસિએશન (DFB)વચ્ચેના ભાગીદારી કરારને આવકાર્યો છે. આ કરારમાં કોચને શિક્ષણ, પ્રતિભા શોધ અને ઈનોવેશન ટેકનોલોજી સહિતની બાબતોનો સમાવેશ થશે.
  3. બંને પક્ષોએ 2, નયા માર્ગ, નવી દિલ્હી ખાતે જર્મન એમ્બસી સ્કૂલના મકાનની સગવડ માટે તથા સાથે સાથે એમ્બસીના વ્યાપારી, આર્થિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિભાગો માટે સરકારની સહાય મેળવતી ઓફિસોના કામમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે વિકાસ પામતી જતી ઈન્ડો-જર્મન ટેકનોલોજીની ભાગીદારી દર્શાવે તેવા અદ્યતન બાંધકામ પ્રોજેકટ સ્થાપવા માટે પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
  4. બંને પક્ષોએ બે દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે વધતા જતા વિનિમય અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને એકંદર કાર્યક્રમ ”ન્યૂ પેસેજ ટુ ઇન્ડિયા (ANPtI)ના ભાગ તરીકે ”ઈન્ડો-જર્મન પાર્ટનરશીપ ઓન હાયર એજ્યુકેશન” (આઈજીપી)ને આવકારી છે. જર્મનીમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યા માટે વધુ પગલાં લેવા સહમતી દર્શાવી છે. આ સંખ્યા હાલમાં 20,800 વિદ્યાર્થીઓની છે અને ભારતમાં જર્મન વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી જાય છે. સમાંતરપણે બંને પક્ષોએ વર્ષ 2015માં હસ્તાક્ષર કરવામાં આવેલા ઈરાદાના સંયુક્ત ઘોષણા પત્ર મુજબ જર્મન શૈક્ષણિક સંસ્થાઓમાં આધુનિક ભારતીય ભાષાઓના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે.
  5. બંને આગેવાનોએ ઇન્ડો-જર્મન સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર, આઈજી-એસટીસીમાં લાંબા સમયથી ચાલતી સંશોધન પ્રવૃત્તિની સરાહના કરી છે. આ પ્રવૃત્તિની 10મી વર્ષગાંઠ 2020માં ઉજવવામાં આવશે. બંને પક્ષોએ TU9 અને IIT ક્ષેત્રે યુનિવર્સિટી સહયોગની અને સાથે સાથે ઈન્ડો-જર્મન સેન્ટર ઑફ સસ્ટેનેબિલીટીની સરાહના કરી છે.
  6. પરંપરાગત યંત્ર સામગ્રીના ક્ષેત્રે સંશોધન માટે સહયોગ આગળ ધપાવીને Frank furter Innovation szentrum Biotechnologie GmbH (FIZ) અને ભારત સરકારના આયુષ મંત્રાલયના નેજા હેઠળ કામ કરતી ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ આયુર્વેદ (AIIA) નામની સ્વાયત્ત સંસ્થા સાથે આયુર્વેદિક સિદ્ધાંતોનો આધુનિક ઔષધિ સાથે સંશોધન અને વિકાસની માર્ગરેખાઓને પ્રોત્સાહિત કરવા માટેના સહયોગને આવકાર્યો છે.
  7. પરંપરાગત ઔષધિઓની ભૂમિકાને સ્વિકારીને આયુર્વેદ અને યોગા લોકોને આરોગ્ય અને સ્વાસ્થ્ય પૂરૂ પાડી રહ્યા હોવાથી અને ભારતની મુખ્ય આરોગ્યલક્ષી દવાઓમાં પરંપરાગત દવાઓની ભૂમિકાને ધ્યાનમાં લઈને બંને દેશો પરંપરાગત ઔષધિઓ અને ખાસ કરીને લોકોના લાભ માટે યોગ અને આયુર્વેદની અસરોનું મૂલ્યાંકન કરવા માટે સહમતી દાખવી છે. શિક્ષણ, સંશોધન અને પરંપરાગત ઔષધ પ્રણાલિઓના ક્ષેત્રે સહયોગની સાથે સાથે ગુણવત્તાનું ધોરણ જાળવવા અને પરંપરાગત ઔષધિઓના ક્ષેત્રે મૂડી રોકાણને પ્રોત્સાહિત કરવા માટેની માળખાગત સુવિધાઓની ખૂબ જ સરાહના કરી છે.
  8. બંને આગેવાનોએ તમામ રાજદ્વારી બાબતોમાં એક નિયમિત કોન્સ્યુલર ડાયલોગ મિકેનિઝમ સ્થાપવાની સરાહના કરી છે. બંને પક્ષોએ વહેલી તકે પ્રથમ ઇન્ડિયા જર્મની કોન્સ્યુલર ડાયલોગ યોજવા બાબતે સહમતી દાખવી છે.
  9. બંને આગેવાનોએ ગૂનાખોરી બાબતે પરસ્પર કાનૂની સહાય સંધિ (MLAT) ને આખરી ઓપ આપવા અંગે થયેલી સંતોષકારક પ્રગતિની નોંધ લીધી છે. આ આગેવાનોએ સહમતી દાખવી છે કે બંને પક્ષો, બંને સરકારો સ્ટેટમેન્ટ ઑફ ઈન્ટેન્ટ ઓન કી એલિમેન્ટસ ઑફ ઇન્ડિયા જર્મન માઈગ્રેશન એન્ડ મોબિલીટી પાર્ટનરશીપ અનુસાર માઈગ્રેશન અને મોબિલીટી પાર્ટનરશીપ એગ્રીમેન્ટને વહેલામાં વહેલી તકે આખરી સ્વરૂપ આપશે.
  10. ભારતના પક્ષે ઓગષ્ટ 2020થી જર્મન ફેડરલ ફોરેન ઓફિસ દ્વારા જર્મન કોન્સ્યુલેટ જનરલની મુંબઈ ઓફિસ ખાતે સેંગેઈન-વિઝા-સેન્ટર સ્થાપવાના ઈરાદાને આવકાર્યો છે, જેના થકી વિઝા ઈસ્યુ કરવામાં સુગમતા થશે.

 

  1. વૈશ્વિક જવાબદારીની વહેંચણી

 

  1. પોતાની વ્યૂહાત્મક ભાગીદારી કે જે વર્ષ 2020માં 20મા વર્ષમાં પ્રવેશી રહી છે તેના વધુ વિકાસ અને મજબૂતી માટે બંને પક્ષોએ ભારતના ફોરેન સેક્રેટરી અને જર્મન ફેડરલ ફોરેન ઓફિસના સ્ટેટ સેક્રેટરી વચ્ચે દરેક કેલેન્ડર વર્ષમાં ફોરેન ઓફિસ કન્સલ્ટેશનની તંત્ર વ્યવસ્થાને સંસ્થાકિય સ્વરૂપ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે એક ટ્રેક 1.5 સ્ટ્રેટેજીક ડાયલોગ સુસ્થાપિત કર્યો છે, જેનાથી વાર્ષિક ધોરણે મહત્વના સહયોગીઓનો સંપર્ક થશે અને મંતવ્યોનું ખૂલ્લુ આદાન-પ્રદાન થશે અને રાષ્ટ્રીય, પ્રાદેશિક તથા વ્યૂહાત્મક હિત ધરાવતા પરસ્પરની સમજ અંગેના મુદ્દાઓ અંગે કાર્યવાહિ હાથ ધરવા બાબતે ભલામણો અને વ્યક્તિગત નીતિ વિષયક ક્ષેત્રોમાં કાર્યવાહિ હાથ ધરવાની કામગીરી થશે.ભારત અન જર્મની બંને દેશો વચ્ચે મિડીયા પ્રોફેશનલ્સની મુલાકાતો માટે સાનુકૂળતા ઉભી કરીને માહિતીના પ્રવાહમાં સુધારો કરશે. બંને પક્ષો લોકશાહી સમાજ માટે ફ્રી પ્રેસના મહત્વને સમજે છે. આથી બંને આગેવાનોએ, બંને દેશોના સાંસદો અને વિદ્વાનો વચ્ચે અવાર નવાર ઘનિષ્ટ સંપર્કોને પ્રોત્સાહિત કરશે. તેમણે જર્મન પોલિટીકલ ફાઉન્ડેશનના આ પ્રકારના સંપર્કો શૈક્ષણિક અને સંવાદ સ્વરૂપે સ્થાપવા માટેની ભૂમિકાની સરાહના કરી છે.
  2. ઓછી આવક ધરાવતા દેશોના વિકાસ માટે સ્વાયત્ત ભંડોળની બાબતને આવકારીને નાણાંની પૂરતી સહાય માટે અનુરોધ કર્યો છે. બંને આગેવાનોએ ધિરાણ લેનાર અને આપનાર વચ્ચે જવાબદાર, પારદર્શક મજબૂત અને લાંબાગાળાની ધિરાણ પ્રણાલિઓ માટે અધિકૃત અને ખાનગી ઉપલબ્ધિની સરાહના કરી છે. આ પશ્ચાદ્દભૂમિકા વચ્ચે ભારત જર્મની ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ, ધ વર્લ્ડ બેંક ગ્રુપ અને ઓછી આવક ધરાવતા દેશોના દેવા અંગેની ધ પેરિસ ક્લબ (પીસી) તથા પીસીના ઉભરતા ક્રેડિટર્સ અંગે વ્યાપક સમાવેશીતાના સતત પ્રયાસોને સહયોગ આપશે. બંને પક્ષોએ અધિકૃત દ્વિપક્ષી દેવાના પુનઃગઠન માટેના મુખ્ય મંચ તરીકે પીસીની ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો છે અને સ્વાયત્ત દેવાના મુદ્દાઓ ઉપર સહયોગ દર્શાવ્યો છે.
  3. વૈશ્વિક અને પ્રાદેશિક સલામતિના પડકારોને સંયુક્તપણે હલ કરવા માટે ભારત અને જર્મની તેમના દ્વિપક્ષી સંરક્ષણ સહયોગને દ્રઢ બનાવવાની બાબતને મહત્વ આપે છે. સંરક્ષણ ઉપકરણોની સાથે સાથે જર્મની ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે પણ, સંબંધિત આંતરરાષ્ટ્રીય, યુરોપિયન અને રાષ્ટ્રીય નિયમો અનુસાર સુગમતા ઉભી કરશે. બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચેના ગાઢ સહયોગથી ભારત સરકારની મેક ઈન ઇન્ડિયા પહેલનો લાભ લઈને તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં ડિફેન્સ કોરિડોર સ્થાપવાનો લાભ લેવામાં આવશે. ભારત અને જર્મનીના નૌકા ઉદ્યોગો (સબમરીન વગરે) વચ્ચે મેરિટાઈમ પ્રોજેક્ટને ભારતીય સમુદ્ર ક્ષેત્રમાં સ્થિરતાના સમાન ઉદ્દેશથી પ્રોત્સાહિત કરવામાં આવશે. બંને પક્ષોએ સંરક્ષણ ઈન્ડસ્ટ્રી ટેસ્ટીંગ અને સર્ટિફિકેશન તથા ખાસ કરીને વિવિધ સિસ્ટમ્સ અને સબ સિસ્ટમ્સ તથા ક્વોલિટી એસ્યોરન્સ અંગે ડિઝાઈન સર્ટિફિકેશન માટે મજબૂત સહયોગ વિકસાવવા સહમતી દાખવી છે. બંને પક્ષો એ બાબતે પણ સહમત થયા છે કે બંને દેશોના મોખરાના ઉદ્યોગોએ અન્ય દેશના SME/MSMEs અને તેમની સપ્લાય ચેઈનના સંકલન માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ.
  4. બંને આગેવાનોએ બંને દેશોના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે નિયમિત સંવાદ યોજવાના નિર્ણયને આવકાર્યો છે. આવા સંવાદો એકાંતરે ભારત અને જર્મનીમાં ઓછામાં ઓછા બે વર્ષમાં એક વખત યોજાશે. બંને આગેવાનોએ આ વર્ષે આ અગાઉ થયેલા ”દ્વિપક્ષી સંરક્ષણ સહયોગના અમલીકરણને આવકારીને એવી આશા વ્યક્ત કરી છે કે તેનાથી વર્તમાન સમયની અને ભવિષ્યના સંરક્ષણ અને સલામતિ સંવાદોના સ્વરૂપને વેગ મળશે.” આ ઉપરાંત વૈશ્વિક, પ્રાદેશિક, મેરીટાઈમ અને સાયબર સિક્યોરિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને યુએન – પિસ કીપીંગ તાલિમનું પરસ્પર માટે લાભદાયી વિષયો ઉપર ઉચ્ચ સ્તરનું અને નિષ્ણાંતોનું માર્ગદર્શન ધરાવતા સહયોગને વિસ્તારવામાં આવશે અને ગાઢ બનાવવામાં આવશે.
  5. બંને આગેવાનોએ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પ્રસંગે તેમના ભવ્ય વારસા અને તેમની અહિંસા અને સંવાદિતાની વિચારધારાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે બંને દેશોમાં લોકશાહી શાસન, કાયદાના શાસન, માનવ અધિકારોનું સન્માન અને સ્વતંત્રતા અને દ્વિપક્ષી સહયોગ આધારિત સમાનતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એકતાની હિમાયત કરી છે. બંને આગેવાનોએ માનવ અધિકારોની સુરક્ષા માટે તથા આઝાદીની મૂળભૂત બાબતો અંગે કટિબદ્ધતા વ્યક્ત કરી છે, તથા તેની સુરક્ષા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત બનાવવાની હિમાયત કરી છે. ભારત અને જર્મની જી-20, યુનાઈટેડ નેશન્સ અને અન્ય બહુપક્ષિય મંચમાં દ્વિપક્ષી ધોરણે તથા તેમના ભાગીદારો સાથે ઘનિષ્ટ સહયોગ માટે કટિબદ્ધ છે તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, વૈશ્વિક આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ માટે ઉભરતા હાલના પડકારોને હલ કરવા સહમતી દાખવે છે. આ સંબંધે ભારત અને જર્મની ખાસ કરીને ભારતીય જી-20 પ્રેસિડેન્સી અને વર્ષ 2022માં જર્મન જી-7 પ્રેસિડેન્સી દરમિયાન ઘનિષ્ટ સહયોગ માટે આશાવાદી છે.
  6. બંને પક્ષોએ વિના વિરોધે વ્યાપાર પ્રવૃત્તિ અને આંતરરાષ્ટ્રીય કાયદા અને ખાસ કરીને યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઑફ ધ સી (UNCLOS) 1982 અનુસાર જહાજો ચલાવવામાં મુક્તિ પર ભાર મૂક્યો છે.
  7. બંને આગેવાનોએ સ્થિર, સંગઠીત, સમૃદ્ધ, અનેક જાતિઓ વચ્ચે સમન્વય અને શાંત અફઘાનિસ્તાન માટેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતે ઈન્ટ્રા- અફઘાન સંવાદ સંયુક્તપણે યોજવાના જર્મનીના પ્રયાસોને આવકાર્યા છે. આ પ્રયાસોમાં સરકાર તથા અફઘાન આગેવાની હેઠળના તથા અફઘાનિસ્તાનની માલિકીના શાંતિ અને સુમેળના પ્રયાસોની સરાહના કરી છે. તેમણે હિંસા અટકાવવા માટે અનુરોધ કર્યો છે તથા આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટેનાં જોડાણો તોડવા તથા પ્રવાસીઓ માટે સલામત સ્વર્ગ જેવી વ્યવસ્થા ઉભી કરવા અને ભયમુક્ત વિસ્તારો ઉભા કરવા તથા બંધારણીય વ્યવસ્થા સ્થાપવા અને તમામ અફઘાન નાગરિકોના સાર્વત્રિક માનવ અધિકારોને સન્માન આપતા બંધારણ માટે અનુરોધ કર્યો છે. જર્મનીએ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ અને સહયોગ વિકસાવવા માટે ભારતે આપેલા યોગદાનની સરાહના કરી છે. બંને આગેવાનોએ હાર્ટ ઑફ એશિયા- ઈસ્તંબુલ પ્રક્રિયાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કોન્ટેક્ટ ગ્રુપમાં અફઘાનિસ્તાન મહત્વનું પ્રાદેશિક સ્વરૂપ ધરાવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આત્મવિશ્વાસનું નિર્માણ થાય અને રાજકીય સહયોગ વધે તેવી સ્થિતિ ઉપર ભાર મૂક્યો છે.
  8. આતંકવાદ એ વૈશ્વિક આપત્તિ છે તે અંગે ભારપૂર્વક જણાવતાં બંને આગેવાનોએ આતંકવાદનાં વૈશ્વિક પડકારો અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્તપણે તેની સામે લડત આપવા નિર્ધાર કર્યો છે. તેમણે તમામ દેશોને આતંકવાદીઓ માટે સલામત ગણાતા સ્થળોને તથા માળખાગત સુવિધાઓને ઉખાડી નાંખવા માટે, આતંકવાદીઓનું નેટવર્ક તોડી નાંખવા માટે તથા તેમને નાણાંકિય સહાય પૂરી પાડતી ચેનલો તોડી નાંખવા અને સરહદો ઉપર આતંકવાદીઓની હલચલ અટકાવવા માટે સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો છે. તેમણે આતંકવાદના સામના માટે મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને આતંકવાદી હિંસા રોકવા માહિતી અને ઇન્ટેલિજન્સના આદાન-પ્રદાન તથા કાયદાના શાસન તથા આંતરરાષ્ટ્રીય કાયદાને અનુસરવા તેમજ માનવ અધિકારના કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓના અમલ માટે અનુરોધ કર્યો છે.
  9. આ બંને આગેવાનોએ તમામ દેશોને તેમના વિસ્તારોનો કોઈપણ પ્રકારે આતંકવાદી હુમલાઓ માટે ઉપયોગ થાય નહીં તે બાબત ઉપર ભાર મૂક્યો છે. બંને નેતોઓએ તમામ દેશો માટે વૈશ્વિક આતંકવાદ સામે લડત આપવાના સંયુક્ત પ્રયાસોને મહત્વ આપીને એવો સંદેશો આપવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય આતંકવાદને તમામ સ્વરૂપે અને કોઈપણ રીતે સ્વિકારશે નહીં. આ વૈશ્વિક દૂષણ સામે સંયુક્તપણે લડત આપવા માટે એક સંયુક્ત ફોરમ મંચની રચના કરવા બંને આગેવાનોએ માર્ચ 2020 સુધીમાં કોમ્પ્રિહેન્સીવ કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટેરરિઝમ (CCIT)ને આખરી ઓપ આપવા માટે અનુરોધ કર્યો છે.
  10. બંને આગેવાનો એ બાબતે સહમત થયા છે કે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ ઓન કાઉન્ટર- ટેરરિઝમના માળખામાં રહીને સહયોગ ચાલુ રાખવો, જેમાં આતંકના નેટવર્કસ અંગે માહિતી અને ઇન્ટેલિજન્સના આદાન-પ્રદાન તથા ઉદ્દામવાદના વધતા જતા પરિબળને હલ કરવાના અનુભવો એક બીજાને જણાવવા માટે સહમતી દાખવી છે. તેમણે બંને પક્ષોના અધિકારીઓને વહેલામાં વહેલી તકે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ ઓન કાઉન્ટર-ટેરરિઝમની હવે પછીની બેઠક યોજવાનો કાર્યક્રમ ઘડી કાઢવા માટે જણાવ્યું છે.
  11. ભારત અને જર્મનીએ ઈરાન અને E3+3 દેશો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા સંયુક્ત, ઘનિષ્ટ પ્લાન ઑફ એક્શન (JCPOA) ના સંપૂર્ણ અમલ માટે સહયોગ આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. આ મુદ્દે જે કોઈ સવાલો ઉભા થયા છે તેનો રાજકિય સંવાદ વડે શાંતિપૂર્વક ઉકેલ લાવવાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારત અને જર્મની ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ તથા યુએન સિક્યોરિટી કાઉન્સીલના ઠરાવ નં.2231 સાથે જોઈન્ટ કોમ્પ્રિહેન્સીવ પ્લાન ઑફ એક્શન (JCPOA) ના સંપૂર્ણ અમલ માટે સહમત થયા છે અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ માટે વર્તમાન મુદ્દાઓ સંવાદ દ્વારા શાંતિપૂર્વક હલ થાય તે માટે હાલમાં ચાલી રહેલા તણાવને દૂર કરવાનો અનુરોધ કર્યો છે.
  12. બંને આગેવાનોએ હાલમાં આ અંગે થઈ રહેલા વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતને મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ વ્યવસ્થા અને વાસેનાર એરેન્જમેન્ટ પ્રાપ્ત થાય તે માટે સહયોગ આપવા બદલ જર્મનીનો આભાર માન્યો છે. ભારતને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપ (એનએસજી) માં વહેલી તકે પ્રવેશ મળે તે માટે સતત સહયોગની સરાહના કરી છે અને આ સંદર્ભમાં ન્યૂક્લિયર ક્ષેત્રે તથા નિઃશસ્ત્રીકરણ અને શસ્ત્ર નિયંત્રણ બાબતે ભારતના રચનાત્મક અભિગમ માટેઅનુરોધ કર્યો છે.
  13. બંને આગેવાનોએ જી-4 અને યુએન જનરલ એસેમ્બલીની 74મી બેઠક દરમિયાન અન્ય પ્રગતિશીલ દેશો તથા જૂથો મારફતે સિક્યોરિટી કાઉન્સીલ સુધારાની ટેક્ષ્સ આધારિત વાટાઘાટો માટે અનુરોધ કર્યો છે. બંને દેશોએ સુધારેલી તથા વિસ્તૃત કરાયેલી યુએન સિક્યોરિટી કાઉન્સીલમાં પરસ્પર દેશને સંપૂર્ણ સહયોગનો પુનરોચ્ચાર કર્યો છે. સિક્યોરિટી કાઉન્સીલમાં સુધારા એ નિયમો આધારિત બહુપક્ષિય વ્યવસ્થાની સુરક્ષા અને મજબૂત કરવાની વ્યવસ્થાનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ માટેના પ્રયાસો માટે સિક્યોરિટી કાઉન્સીલમાં પ્રતિનિધિત્વનો અભાવ, નિર્ણયોની કાયદેસરતાને કેન્દ્ર સ્થાને રાખે છે. આપણે જે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણને મજબૂત ન્યાયસંગત અને અસરકાર સંયુક્ત રાષ્ટ્રની જરૂર છે.
  14. શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મજબૂત અને અસરકારક બહુપક્ષીય સહયોગ મહત્વનો બની રહે છે. આપણાં સમયના મહત્વના પડકારો, તેમનું સ્વરૂપ અને વૈશ્વિક વ્યાપને અલગ અલગ દેશો મારફતે હલ કરી શકાશે નહીં, પરંતુ તેનો સંયુક્તપણે સામનો કરવાનો રહેશે.
  15. બંને આગેવાનોએ 5મી આઈજીસી બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તથા પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ હલ કરવામાં એકરૂપતા દાખવવાનું ચાલુ રાખવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે. જર્મની ફેડરલ ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો તેમની હુંફાળી આગતા સ્વાગતા બદલ તથા આઈજીસીની બેઠક યોજવા બદલ આભાર માન્યો હતો.