પીએમઇન્ડિયા
હર એક્સેલન્સી, ડો. એન્જેલા મર્કેલ
વિશ્વના બિઝનેસ સમુદાયના આગેવાનો,
ભાઈઓ અને બહેનો
આપ સૌને મળીને મને અત્યંત આનંદ થયો છે. વિદ્વાન અગ્રણી એન્જેલા મર્કેલની હાજરીમાં તમારી સાથે વાત કરીને એથી પણ વધુ આનંદ થયો છે. હકીકતમાં હું તેમને મળવાની એક પણ તક ગુમાવીશ નહીં. હું આ પ્રસંગે એપ્રિલ 2015ની મારી હેનોવર ફેર ખાતેની મુલાકાત દરમિયાન થયેલી વાતચીતને યાદ કરીશ. ભારત એ ફેરમાં ભાગીદાર દેશ હતો. એ પછી ચાન્સેલર મર્કેલે ઓકટોબર 2015માં ભારતની મુલાકાત લીધી. અમારી બંને વચ્ચે તથા જર્મન અને ભારતીય સીઈઓ વચ્ચે વાતચીતના કેટલાક રાઉન્ડ થયા. આજે મને ફરીથી આ સભા ખંડમાં ઘણો જ ઉત્સાહ અને ઊર્જા જોવા મળી રહ્યો છે.
મિત્રો !
જર્મનીનો સમાવેશ વૈશ્વિક અને દ્વિપક્ષી બંને પ્રકારના સંબંધો બાબતે ભારતના અત્યંત મહત્વના સહયોગીઓમાં થાય છે. ભારતની વિકાસ ગાથામાં જર્મન કંપનીઓની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થાય છે. ભારતની કંપનીઓની હાજરી જર્મનીમાં વર્તાઈ રહી છે તેનો મને એટલો જ આનંદ થાય છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ કરનારા દેશોમાં જર્મની 7મા નંબરે આવે છે. જર્મનીમાંથી જે મહત્વના ક્ષેત્રોમાંથી ભારતમાં મૂડીરોકાણોનો પ્રવાહ આવી રહ્યો છે. તેમાં એન્જીન્યરીંગ, કેમિકલ્સ અને સર્વિસીસનો સમાવેશ થાય છે. હાલમાં અંદાજે 600 જેટલા ઈન્ડો-જર્મન સંયુક્ત સાહસો કામ કરી રહ્યા છે. તેમના દ્વારા અંદાજે બે લાખ લોકોને રોજગારી મળે છે. આમ છતાં ભારત અને જર્મની વચ્ચે આર્થિક સહયોગ માટે ઘણી વધુ તકો છે. આપણી આર્થિક ભાગીદારી તેની ક્ષમતા કરતા ઘણી ઓછી છે. તેમાં વધારો કરવા માટે અમે ભારતમાં હાથ ફેલાવીને આપને આવકારવા બેઠા છીએ. જર્મન કંપનીઓને સહાયરૂપ થવાના હેતુથી અમે એક ફાસ્ટ ટ્રેક વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ વ્યવસ્થા દ્વારા ઘણા મુદ્દાઓ હલ થઈ ચૂક્યા છે. અમે આ બધી કામગીરી નિષ્ઠાથી કરીએ છીએ કારણ કે અમારા માટે જર્મનીના સહયોગનું ઘણું મહત્વ છે.
મિત્રો !
અમે ભારતને વિશ્વનું મેન્યુફેકચરીંગ હબ બનાવવાની દિશામાં આગળ વધી રહયા છીએ. મેન્યુફેકચરીંગ માટે ભારતમાં એક સારી તંત્ર વ્યવસ્થા ઉપલબ્ધ છે.
જ્ઞાન અને ઊર્જા ધરાવતો કુશળ માનવ સમુદાય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
વિશ્વ સ્તરના ઈજનેરી શિક્ષણ અને સંશોધન અને વિકાસ માટેની સુવિધાઓ છે
જીડીપીમાં તથા ખરીદશક્તિમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં વિકાસને વેગ મળ્યો છે.
ભારતમાં દુનિયાના દેશોમાં ઉદાર ગણાય તેવી નીતિઓમાં સમાવેશ પામતી સીધા વિદેશી મૂડીરોકાણની નીતિ છે.
સરકાર બિઝનેસ કરવામાં વધુ આસાની ઊભી થાય તેવું વાતાવરણ સ્થાપવા પ્રયત્ન કરી રહી છે.
અમારી આ બધી તાકાતોને કારણે, યુનિડો જણાવે છે તે મુજબ, ભારત દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું મેન્યુફેકચરીંગ હબ છે. તેને વધુ બહેતર બનાવવા માટે આપણે સાથે મળીને સ્થિતિ સાનુકૂળ બનાવવા સખત પરિશ્રમ કરીશું.
અમારી મેક ઈન ઈન્ડિયા પહેલ મારફતે અમે ભારતને ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં મહત્વના ખેલાડી તરીકે રૂપાંતરિત કરવા માટે પ્રયત્નશીલ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ રોજગાર નિર્માણનો અને સમાજના સમૃધ્ધ અને નીચલા વર્ગ વચ્ચેનું અંતર ઓછું કરવાનો છે. મેક ઈન ઈન્ડિયા દ્વારા એક મજબૂત અસર પેદા થઈ છે.
જર્મની મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવવા અને ખાસ કરીને અમારા ભાગીદાર દેશ તરીકે હેનઓવર ફેરમાં સહભાગી બનીને ઈન્ડો-જર્મન ભાગીદારીમાં મોટાપાયે સહયોગ આપી રહ્યું છે. હેનઓવર પ્રસંગે પરસ્પર સહયોગના વિવિધ ક્ષેત્રો ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરીંગ, કૌશલ્ય વિકાસ, રેલવેઝ, નદીઓની સફાઈ, રિન્યુએબલ એનર્જી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમે સપ્ટેમ્બર, 2015થી વ્યૂહાત્મક માર્કેટ એન્ટ્રી સપોર્ટ કાર્યક્રમ હાથ ધર્યો છે, જે એમઆઈઆઈએમ (મેક ઈન ઈન્ડિયા મિટસલેન્ડ) તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ મુખ્યત્વે જર્મન મિટ્સલેન્ડ કંપનીઓને ભારતના બજારમાં પ્રવેશ આપવા અંગેનો છે.
આ એમઆઈઆઈએમ પ્રોગ્રામ વિવિધ પ્રકારની બિઝનેસ સપોર્ટ સર્વિસીસ ઓફર કરે છે. આ પહેલને પરિણામે ભારતમાં જર્મન કંપનીઓની અભિરૂચિમાં વધારો થયો છે.
આનું પરિણામ એ આવ્યું છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં 83 કંપનીઓએ આ કાર્યક્રમમાં જોડાવા માટે રસ દાખવ્યો છે, 73 કંપનીઓએ અધિકૃત સભ્ય તરીકે નોંધણી કરાવી છે, 47 કંપનીઓ મૂડી રોકાણ અમલી બનાવવાના અતિ અગ્રિમ તબક્કામાં છે. ભારત અને જર્મની વચ્ચે હાલમાં કાર્યરત હોય તેવા બીજા અન્ય કાર્યક્રમમાં ઈન્ડો-જર્મન મેનેજર્સ ટ્રેઈનિંગ પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં બિઝનેસ કાર્યકારી અધિકારીઓ અને ખાસ કરીને ભારતના નાના અને મધ્યમ કદના એકમોના કાર્યકારી અધિકારીઓને તાલિમ આપવાનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામના પરિણામે મૂડી રોકાણોમાં વધારો થયો છે, નવા સંયુક્ત સાહસોની રચના થઈ છે અને બંને દેશો વચ્ચે બીટુબી સંપર્કોમાં વધારો થયો છે. 500 થી વધુ ભારતીય મેનેજરોએ અત્યાર સુધીમાં આ કાર્યક્રમનો લાભ લીધો છે.
આ ઉપરાંત અમારે ત્યાં સારૂં હવામાન પ્રવર્તે છેઃ જેમાં બોશ, સિમેન્સ, બીએએસએફ અને એસએપી જેવી કંપનીઓએ ખાસ ભારત માટે ખાસ સંશોધન અને વિકાસ કામગીરીઓ શરૂ કરી દીધી છે. મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ તેનું બીજુ ઉત્પાદન એકમ જુલાઈ-2015માં ચાકણ ખાતે શરૂ કર્યું છે, જેમાં વાર્ષિક 2000 યુનિટનો ઉમેરો કરીને પ્લાન્ટની ક્ષમતા બમણી કરવામાં આવશે.
અમે જે પ્રયાસો કરી રહ્યા છીએ તેને કારણે અમને વિશ્વમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. હું આ અંગે કેટલાંક ઉલ્લેખો કરવાનું પસંદ કરીશ.
દુનિયાભરમાં જ્યારે આર્થિક મંદીની પરિસ્થિતિ છે ત્યારે ભારત એક ઉજળા સ્પોટ તરીકે ચમકી રહ્યું છે.
ભારત છેલ્લા 3 વર્ષથી જીડીપીના 7 ટકાથી વૃધ્ધિ દર સાથે સૌથી ઝડપથી વિકસતા મહત્વના અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે.
અમે છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પીટિટીવ ઈન્ડેક્સમાં 32 સ્થાન ઉપર ગયા છીએ, જે કોઈપણ દેશ માટે સર્વોત્તમ બાબત છે.
વિશ્વ બેંકના લોજીસ્ટીક પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2016માં ભારત 19 સ્થાન ઉપર ગયું છે.
અમે વીપો (WIPO) ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ 16 સ્થાન ઉપર ગયા છીએ.
UNCTAD દ્વારા સીધા વિદેશી મૂડી રોકાણ માટેના ટોચના સ્થળોની જે યાદી તૈયાર કરાઈ છે તેમાં અમે ત્રીજા સ્થાને છીએ.
આ તો થોડાંક ઉદાહરણો છે. અમે સરકારની ભૂમિકા ઘટાડીને સુશાસન ઉપર ભાર મૂકી રહ્યા છીએ. હું તેના કેટલાંક ઉદાહરણો આપીશ.
અમે ડિજિટલ ઈકોનોમી બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
જીએસટીની ગણના અત્યાર સુધીના ભારતના અત્યંત ઐતિહાસિક સુધારાઓમાં થાય છે.
આ કાયદાનો અમલ આવતા મહિનાથી શરૂ થશે.
છેલ્લા બે વર્ષમાં અમે વ્યક્તિગત અને કોર્પોરેટ ક્ષેત્રે ઓછા કરવેરાના વ્યવસ્થા અપનાવી છે.
અમે કોર્પોરેટ ટેક્સ ખાસ કરીને નવા મૂડી રોકાણો અને નાના સાહસો માટે 30 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે.
બેંકરપ્સી અને ઈન્સોલવન્સી અંગે નવા કાયદાઓ અને સંસ્થાઓની સાથે આઈપીઆર તથા આર્બિટ્રેશન માટે પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મોરચે 7000થી વધુ સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે.
36 વ્હાઈટ ઉદ્યોગોને પર્યાવરણની મંજૂરી મેળવવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સમાન પ્રકારે સંરક્ષણની યાદીમાંથી 50થી વધુ ચીજો બાકાત કરવામાં આવી છે.
ઔદ્યોગિક લાયસન્સ માટેની માન્યતાનો ગાળો લંબાવીને 15 વર્ષ સુધીનો કરાયો છે.
19 પોર્ટસ અને 17 એર કાર્ગો સંકુલોમાં કસ્ટમ ક્લિયરન્સ સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
વીજળીનું જોડાણ માત્ર 15 દિવસના ગાળામાં આપવામાં આવે છે.
વિશ્વ બેંકના વીજળી મેળવવાના માપદંડોમાં ભારત હવે 111 સ્થાન ઊંચું ગયું છે.
ઉપર દર્શાવ્યા તે બધા ઉદાહરણો રાજ્યોએ હાથ ધરેલા હજારો સુધારાઓ ઉપરાંતના છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્યોએ પણ આવા સુધારાઓ અમલમાં મૂકવા માટે ઊંડો રસ દર્શાવ્યો છે. હું આ અંગે કેટલાંક ઉદાહરણો આપીશ.
હું અહીંયા કેટલાંક રાજ્યોનો ઉલ્લેખ કરીશ, પરંતુ સ્પર્ધાની ભાવનાને કારણે સુધારાઓનો પ્રવાહ તમામ રાજ્યોમાં ઝડપભેર વિસ્તરી રહ્યો છે.
આ સુધારાઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છેઃ
16 રાજ્યોમાં ચૂકવણીઓ અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમનું 100 ટકા અમલીકરણ.
13 રાજ્યોમાં ટેક્સના રિટર્ન્સના ઈ-ફાઈલિંગનું 100 ટકા અમલીકરણ.
13 રાજ્યોમાં ઓટોમેટેડ ઓનલાઈન બિલ્ડીંગ પ્લાનને મંજૂરી.
11 રાજ્યોમાં વાણિજ્યીક વિવાદોના ઉકેલ માટે ઈ-ફાઈલિંગ સિસ્ટમનું અમલીકરણ.
13 રાજ્યોમાં જિલ્લા સ્તરે ખાસ કોમર્શિયલ કોર્ટની સ્થાપના.
મિત્રો!
હવે ભારતની ગણના દુનિયાના સીધા વિદેશી મૂડી રોકાણ માટેના અત્યંત ઉદાર નીતિ ધરાવતા દેશ તરીકે થાય છે. 90 ટકાથી વધુ સીધા મૂડી રોકાણના પ્રવાહને ઓટોમેટિક રૂટ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ગયા સપ્તાહે અમે 1990માં સ્થપાયેલા ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ નાબૂદ કરવાનો ઔપચારિક નિર્ણય લીધો છે કે જેથી સીધા વિદેશી મૂડી રોકાણની દરખાસ્તોને ચકાસી શકાય. આ પગલું વિદેશી રોકાણકારોનું ભારતીય અર્થતંત્ર સાથેનું જોડાણ વિસ્તારવા માટે લેવામાં આવ્યું છે. આ અભિગમને કારણે અમારૂં સીધા વિદેશી મૂડી રોકાણનું આઉટલૂક વિવિધ ઈન્ટરનેશનલ એજન્સીઓ દ્વારા અત્યંત પોઝિટીવ ગણવામાં આવ્યું છે.
છેલ્લા 3 વર્ષમાં સીધા વિદેશી મૂડી રોકાણના પ્રવાહમાં ભારે વૃધ્ધિ જોવા મળી છે અને વર્ષ 2016-17માં તે 60 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું છે.
મિત્રો !
ભારત એક મોટો દેશ છે, આથી જ્યારે વિકાસની બાબત આવે ત્યારે તેની કોઈ સીમા હોતી નથી. અમે ઘણાં સપના સેવીએ છીએ. આ સપના ઘણાં મોટા છે, પરંતુ અમારી પાસે ઓછો સમય છે અને તમારા માટે તે એક તકની બાબત છે.
આ તકોમાં કરોડો મકાનો બાંધવાની તકથી માંડીને હજારો સ્માર્ટ સીટીનું નિર્માણ, રેલવેના નેટવર્કનું અને સ્ટેશનોના આધુનિકીકરણથી માંડીને હાઈસ્પીડ રેલ કોરિડોર્સ સ્થાપવા, રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનથી માંડીને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું નિર્માણ. આ બધાં ઉપરાંત નેશનલ હાઈવેઝ, પૂલો અને માસ અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની પણ તાતી જરૂર છે.
અમે અમારી ડિજિટલ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા જેવી ઝૂંબેશ મારફતે લોકોને શક્તિમાન કરવાની ક્ષમતા ઊભી કરી રહ્યા છીએ. અમે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા ઝૂંબેશ હાથ ધરી છે.
ચાન્સેલર મર્કેલ અને મિત્રો!
મેં જ્યારે વર્ષ 2015માં વાત કરી ત્યારે અમારી સુધારાઓની પ્રક્રિયા નવી નવી શરૂ થઈ હતી. હવે હું સલામતિપૂર્વક કહી શકું તેમ છું કે અમે તેનો મોટો હિસ્સો પૂર્ણ કર્યો છે. આમ છતાં, અમે વધુ ઝડપે અને વધુ સારી રીતે વધુને વધુ કામ કરવા માટે નિષ્ઠાબદ્ધ છીએ. હું દ્રઢતાપૂર્વક માનું છું કે આવા સુધારાઓ સમજવા માટે તથા તેના પ્રચાર માટે સંસ્થાકીય નેટવર્ક ઊભું કરવાની જરૂર છે. આપણા બંનેના દેશોમાં પડેલી આંતરિક આર્થિક શક્તિનો લાભ લેવા માટે આમ કરવું જરૂરી છે. અંતમાં હું કહીશ કે, હું વધુને વધુ જર્મન સાથીદારોને અને કંપનીઓને ભારતમાં આવકારૂ છું.
અમારી દિશા, ઈચ્છા અને સપના દ્વારા આગાઉ ઉપલબ્ધ ન હતી તેવી વેપારની અદભૂત તકો પેદા થઈ છે. ભારત વેપાર માટે અત્યંત તત્પર છે. અમે ટેક-ઓફના તબક્કામાં છીએ. વધુમાં અમારા લોકશાહી મૂલ્યો અને સતર્ક ન્યાય પધ્ધતિને કારણે તમારા મૂડીરોકાણની સફળતાની ખાતરી રહેશે.
હૂં આપને ખાતરી આપું છું કે આપણે હાથમાં હાથ મિલાવીને તમારા પ્રયાસોને સફળ બનાવવા માટે કામ કરીશું.
આપનો આભાર
*******
AP/J.Khunt/TR
A great pleasure to meet you all. It is an added pleasure to talk to you in the presence of an enlightened leader like Chancellor Merkel: PM
— PMO India (@PMOIndia) May 30, 2017
Germany is among India’s most important partners both bilaterally and in the global context: PM @narendramodi pic.twitter.com/Oi5TZSm9ZF
— PMO India (@PMOIndia) May 30, 2017
There is tremendous potential in India-Germany economic collaboration. Our economic partnership is still below its full potential: PM pic.twitter.com/gzPg8cNxmS
— PMO India (@PMOIndia) May 30, 2017
With a view to help the German companies, we have put in place a Fast Track Mechanism: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 30, 2017
A number of issues have already been resolved through this mechanism: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 30, 2017
Through our ‘Make in India’ initiative, we are committed to transform India as a major player in the global value chain: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 30, 2017
We are also implementing a strategic market entry support Programme, since September 2015. It is called MIIM (Make in India Mittelstand): PM
— PMO India (@PMOIndia) May 30, 2017
Another ongoing and very successful programme between India and Germany is the Indo-German Managers Training Programme: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 30, 2017
India has emerged as the fastest growing major economy the last three years with GDP growth rate of over 7%: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 30, 2017
Our emphasis has been on reducing Government and enhancing Governance: PM @narendramodi pic.twitter.com/GnjSXikDqe
— PMO India (@PMOIndia) May 30, 2017
The trend of reforms is spreading fast to all the states: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 30, 2017
Now, India has one of the most liberal FDI Policy regimes in the world: PM @narendramodi pic.twitter.com/J52t3g0s5v
— PMO India (@PMOIndia) May 30, 2017
When I spoke in April 2015, our process of reform had just started. Now, I can safely say that we have completed a sizeable part of it: PM
— PMO India (@PMOIndia) May 30, 2017