Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાપાનના પ્રધાનમંત્રી શ્રી આબે શિન્ઝોએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા


જાપાનનાં પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેએ આજે 23 મે, 2019નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં એમનાં પક્ષનાં ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યાં હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આબેનો એમની શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ વાતચીત દરમિયાન છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી. તેમણે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનાં સંયુક્ત દૃષ્ટિકોણને આગળ વધારવા માટે ભારત-જાપાન વિશેષ વ્યૂહરચના અને વૈશ્વિક ભાગીદારીને વધારે મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

બંને પ્રધાનમંત્રીઓએ આગામી મહિને ઓસાકામાં આયોજિત જી-20 શિખર સંમેલન દરમિયાન પોતાની બેઠકમાં મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ વર્ષનાં અંતે આયોજિત થનાર આગામી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે શ્રી આબેને ભારતની યાત્રા કરવાનું નિમંત્રણ પણ પાઠવ્યું છે.

DK/NP/J.Khunt/RP