પીએમઇન્ડિયા
જાપાનના સંરક્ષણ મંત્રી મેજર જનરલ નકાતાનીએ આજે (14 જુલાઈ, 2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ આ મહિને ઢાકામાં થયેલા આતંકવાદી હુમલામાં જાપાની નાગરિકોના માર્યા જવા પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ આતંકવાદની સામે વધુમાં વધુ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ કરવાનું આહ્વાન કર્યું.
શ્રી નકાતાનીએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પહેલની બાબતમાં જાણકારી આપી. પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી, 2016માં વિશાખાપટ્ટનમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ અને જૂન, 2016માં જાપાનના અપતટીય ક્ષેત્રમાં આયોજિત માલાબાર અભ્યાસમાં જાપાની ભાગીદારીનું સ્વાગત કર્યું.
શ્રી નકાતાની એ પ્રધાનમંત્રીને પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ક્ષેત્રીય ઘટનાક્રમોની બાબતમાં પણ જાણકારી અપાઈ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આ વર્ષે વાર્ષિક શિખર સંમેલન માટે જાપાની પોતાની યાત્રા માટે ખૂબ ઉત્સુક છે.
AP/TR/GP
Mr. Gen Nakatani, Defence Minister of Japan calls on PM @narendramodi. https://t.co/aY0s8JzhQN
— PMO India (@PMOIndia) July 14, 2016
via NMApp