Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાપાનમાં હગિબિસ તોફાનને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં હગિબિસ તોફાનને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “બધા ભારતીયો વતી હું જાપાનમાં આવેલા ભયાનક તોફાન હગિબિસને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કરું છું. મને ખાતરી છે કે જાપાનના લોકોની સજ્જતા અને સ્થિતિસ્થાપકતા તથા મારા મિત્ર શિન્ઝો આબેનું નેતૃત્વ ખૂબ ઝડપી અને અસરકારક પણે રાહતકાર્ય કરશે. જાપાનની કુદરતી આપત્તિઓ સામેની સજ્જતા પ્રશંસાને પાત્ર છે. આ મુશ્કેલ સમયમાં ભારત જાપાન સાથે દૃઢ પણે ઉભું છે. જાપાનની પૂર્વ નિર્ધારિત યાત્રા પર ભારતીય નૌસેનાના કાર્મિકો મદદરૂપ બનવામાં આનંદ અનુભવશે.”

DK/J.Khunt/DS/RP