પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીની જાપાન મુલાકાત પહેલા તેમનાં નિવેદનનો મૂળપાઠ નીચે મુજબ છે.
હું વાર્ષિક શિખર સંમેલન માટે 28-29 ઓક્ટોબર, 2018નાં રોજ જાપાનનાં પ્રવાસે જઈશ. સપ્ટેમ્બર, 2014માં જાપાનની મારી પ્રથમ મુલાકાત પછીથી પ્રધાનમંત્રી તરીકે હું પ્રધાનમંત્રી શિન્ઝો આબેને 12મી વાર મળીશ. વર્ષ 2014 પછી વાર્ષિક શિખર સંમેલન માટે મેં વર્ષ 2016માં જાપાનની મુલાકાત લીધી હતી.
ગયા વર્ષે મને મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને શ્રીમતી અકી આબેનાં યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. જાપાન હંમેશા ભારતનું અમૂલ્ય ભાગીદાર રહ્યું છે. બંને દેશો વચ્ચે વિશષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનાં સંબંધો છે. જાપાનની સાથે આપણાં આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો છે, જેમાં તાજેતરનાં વર્ષોમાં પાયાનું પરિવર્તન આવ્યું છે. અત્યારે આ ભાગીદારી અતિ નક્કર અને ઉદ્દેશપૂર્ણ બની ગઈ છે. આ ભારતની ‘એક્ટ-ઈસ્ટ’ નીતિનાં મજબૂત આધાર, મુક્ત, ખુલ્લા અને સમાવેશક ભારત-પ્રશાંતનાં આપણાં સહિયારા દ્રષ્ટિકોણ અને કટિબદ્ધતા પર આધારિત છે.
લોકશાહી દેશ હોવાને નાતે બંને દેશોનાં મૂલ્યો લગભગ એકસમાન છે. આપણે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છીએ છીએ.
ભારત અને જાપાન એકબીજાનાં પૂરક છે અને એમાં બંને દેશોને લાભ થયો છે. જાપાન અત્યારે ભારતનાં આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસ અને આધુનિકીકરણમાં સૌથી વિશ્વસનીય સાથીદાર છે તથા ભારત માટે સૌથી મોટો રોકાણકાર દેશ છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી યોજનાઓથી આપણાં આર્થિક સંબંધોનું ઊંડાણ પ્રકટ થાય છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ જેવી ઘણી રાષ્ટ્રીય પહેલોમાં જાપાન અગ્રણી ભૂમિકા અદા કરે છે.
જાપાની રોકાણકારોએ ભારતનાં આર્થિક ભવિષ્ય પર બહુ ભરોસો છે, જેમાં અસંખ્યા તકો ઉપલબ્ધ છે.
આપણે નવીનતા, ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ વ્યવહારોમાં જાપાનનાં વૈશ્વિક નેતૃત્વને બહુ માન આપીએ છીએ. આ પ્રવાસ દરમિયાન મને રોબોટિક્સમાં જાપાનની ઉચ્ચ ટેકનોલોજી ક્ષમતાઓને જોવાની તક મળશે.
હું પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરીશ તથા બંને દેશોનાં વેપાર અને ઉદ્યોગનાં દિગ્ગજો સાથે વાતચીત કરીશ. હું ભારતીય સમુદાયને સંબોધન પણ કરીશ.
આ વાતચીતથી આપણાં વેપારી અને રોકાણ સંબંધિત સંબંધોને વધુ ગાઢ બનાવવામાં પ્રદાન કરવામાં મદદ મળશે તેમજ સ્વાસ્થ્ય સુવિધા, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ખાદ્ય પ્રસંસ્કરણ, આપત્તિ જોખમમાં ઘટાડો અને આપત્તિઓનો સામનો કરવા યોગ્ય માળખાગત સુવિધાઓ જેવા નવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પ્રોત્સાહન મળશે.
હું મારા સાંસદો, પોતાનાં રાજ્યો અને જાપાનનાં પ્રાંતો વચ્ચે ગાઢ થઈ રહેલાં સંબંધોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મને એ વાતનું ખુશી છે કે, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંસ્કૃતિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સક્રિય આદાન-પ્રદાન મારફતે બંને દેશોનાં લોકો વચ્ચે સંબંધો ગાઢ થઈ રહ્યાં છે.
મારી મુલાકાતથી આપણાં પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન મળશે, જેનાં મૂળિયાં ઇતિહાસમાં બહુ ઊંડા છે તથા શ્રેષ્ઠ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે આપણી ભાગીદારી મજબૂત બનશે.”
RP
On 28th and 29th October, I would be attending the India-Japan Annual Summit. I look forward to productive talks with PM @AbeShinzo, which will enhance India-Japan ties. Japan is a valued partner, with whom we have a Special Strategic & Global Partnership. https://t.co/J8zFvFNi10
— Narendra Modi (@narendramodi) October 26, 2018
I would interact with business leaders from India as well as Japan. I am eagerly awaiting the interaction with the Indian Community settled there. Stronger business and cultural relations between India and Japan augur well for our people and the world.
— Narendra Modi (@narendramodi) October 26, 2018