પીએમઇન્ડિયા
તમારી સાથે ફરી એક વખત જોડાવાનો ખરેખર આનંદ છે. અફઘાનિસ્તાન ભારતનું અતિ નજીકનું પડોશી રાષ્ટ્ર છે. આપણા હૃદય અને મનમાં ભારતીયો અને અફઘાનો હંમેશા ગાઢ મિત્રો રહ્યા છે.
આજે આપણે આપણી મૈત્રીની વધુ એક સિદ્ધિની ઉજવણી કરવા ફરી ભેગા થયા છીએ અને આપણા સહકારની ફળદાયક સફરમાં વધુ એક પગલું ઉઠાવ્યું છે.
મહામહિન ગની,
સંયુક્ત પહેલો અને કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયાની ઉજવણી કરવા કેટલીક બાબતો વધારે ખુશી આપે છે. તમે અને હું છેલ્લાં થોડા મહિનાઓમાં મહત્ત્વપૂર્ણ પ્રસંગો પર એકસાથે હતા એ આપણા બંનેનું સદનસીબ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં અફઘાન સંસદના ઉદ્ઘાટન કરવા તમે અને અફઘાનની જનતા મારી સાથે હતા.
ઉદ્ઘાટન આધુનિક અફઘાનિસ્તાનના પાયાને મજબૂત કરવા આપણા સહિયારા પ્રયાસો અને પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. આપણે ચાલુ વર્ષે મેમાં ભારત-અફઘાનિસ્તાન-ઇરાન ટ્રાન્ઝિટ કોરિડોર સમજૂતી કરી છે, જે આપણી ભાગીદારીનું અન્ય એક સીમાચિહ્ન છે.
તે અફઘાનિસ્તાનની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ માટે નવા માર્ગનું નિર્માણ કરવા આપણા સ્પષ્ટ અને દ્રઢ સંકલ્પનો પુરાવો છે તથા ચાલુ વર્ષે જૂન મહિનાના અંતે આપણે અફઘાનિસ્તાન-ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમનું ઉદ્ઘાટન કરવા હાથ મિલાવ્યા હતા.
સલમા ડેમ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતના અર્થતંત્ર અને કૃષિને નવજીવન આપવાની સાથે અફઘાનિસ્તાનની સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ માટે આધારભૂત સ્તંભ બનશે.
મહામહિમ,
આજે સ્ટોર પેલેસનું વીડિયો ઉદ્ગાટન સંપૂર્ણપણે અલગ છે, છતાં ઘણી રીતે વધુ મૂળભૂત, આપણા ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જાય છે. હું આવું કહું છું કારણ કે તે અફઘાનિસ્તાનના જીવનમાં સીમાચિહ્નરૂપ સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરે છે.
સ્ટોર પેલેસ ઘણી યાદગાર ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. જે લોકો અફઘાનિસ્તાનમાં હિંસાના પડછાયા સિવાય બીજું કશું જોઈ શકતા નથી, તેમને જીર્ણોદ્ધાર પામેલ સ્ટોર પેલેસ અફઘાનિસ્તાનની સમૃદ્ધ પરંપરાઓની યાદ અપાવે છે.
આપણા અફઘાન ભાઈઓ અને બહેનો માટે તે અફઘાન સમાજની સુંદરતા, સમૃદ્ધિ અને ભવ્યતાની વિસરાયેલી વિરાસતને નવજીવન આપે છે.
આપણા સંબંધોના પાયાને ખરા અર્થમાં ચરિતાર્થ કરીને તે આપણને વર્તમાન મૈત્રીપૂર્ણ સંબંધોથી લઈને આપણા ઐતિહાસિક જોડાણ વચ્ચે સેતરૂપ બને છે. મારે આ ભવ્ય મહેલને નવજીવન આપવા રાતદિવસ એક કરનાર તમામ કલાકારો, નિષ્ણાતો અને કન્સલ્ટન્ટ્સની પ્રશંસા કરવી જોઈએ.
મિત્રો,
અફઘાનિસ્તાન મિત્ર રાષ્ટ્ર છે. આપણા બંને રાષ્ટ્રના સમાજ અને લોકો સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે.
તમારા મહાન રાષ્ટ્રને બાહ્ય પરિબળો દ્વારા પ્રાયોજિત તથા આતંક અને હિંસાનો આશરો લેતા તત્ત્વોના પડકારનો સતત સામનો કરવો પડે છે અને એ જોઈને મને ખરેખર દુઃખ થાય છે.
મને ખાતરી છે કે અફઘાનિસ્તાનના લોકો:
• સમૃદ્ધ અફઘાનિસ્તાનનું નિર્માણ કરશે; અને
• તમારા સમાજમાં શાંતિ, સ્થિરતા અને સલામતી આવશે;
1.25 અબજ ભારતીયો હંમેશા તમારી સાથે છે અને રહેશે.
અફઘાનિસ્તાન સાથે અમારી ભાગીદારી અને મૈત્રીપૂર્ણ સંબંધો અતૂટ છે.
આજનો પ્રસંગ આપણા સાથસહકારયુક્ત પ્રયાસોનો પુરાવો છે.
અમે ઇચ્છીએ છીએ કે દરેક અફઘાન પ્રગતિ કરે, સમૃદ્ધ થાય અને તમારા સમાજને આર્થિક વિકાસના મીઠાં ફળ ચાખવા મળે.
કોઈ પણ સ્થિતિ સંજોગોમાં, ગમે તેવા પડકારોમાં તમામ અફઘાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત તમારી સાથે, તમને સાથસહકાર આપીને કામ કરશે.
મહામહિમ,
છેલ્લે ભારતીય રાજદૂત અને કોન્સ્યુલેટ્સનું સંરક્ષણ કરવા તથા અફઘાનિસ્તાનમાં કામ કરતા ભારતીય નિષ્ણાતોની સલામતી અને સુરક્ષા કરવા બદલ હું તમારો અને તમારી સરકારનો આભાર માનવા ઇચ્છું છું.
આપણા અફઘાન ભાઈઓનું બલિદાન હંમેશા યાદ રહેશે.
હું એક વખત ફરી આજે તમારી ઉપસ્થિત બદલ તમારો આભાર માનવા ઇચ્છું છું.
હું તમને ટૂંક સમયમાં રૂબરૂ મળવા આતુર છું.
મને જીર્ણોદ્ધાર પામેલ સ્ટોર પેલેસની મુલાકાત લેવાની તક એક દિવસ મળશે તેવી આશા છે.
ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.
AP/J.Khunt/TR/GP
Today's video inauguration of Stor palace is an entirely different, yet in many ways more fundamental, dimension of our engagement: PM
— PMO India (@PMOIndia) August 22, 2016
I say this because it brings back to life a valuable landmark of Afghanistan's cultural heritage: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2016
Afghanistan is a close friend. Our societies and people have had age old ties and links: PM @narendramodi https://t.co/6wY2MFrge1
— PMO India (@PMOIndia) August 22, 2016
The pledge of our partnership and strength of our friendship with Afghanistan is unwavering: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2016