પીએમઇન્ડિયા
મહામહિમ,
આતંકવાદ પ્રમુખ વૈશ્વિક પડકાર છે. સંઘર્ષ કરી રહેલા ક્ષેત્રોથી લઈને દૂરદૂરના માર્ગો સુધી આતંકવાદ ભયાવહ કિંમત ચૂકાવડાવે છે.
આતંકવાદનો જૂનો ઢાંચો બચેલો છે. કેટલાક દેશો છે જે હજુ પણ રાજનીતિના સાધનોના રૂપમાં આનો ઉપયોગ કરી રહ્યા છે.
પરંતુ, આપણે આતંકવાદના બદલાયેલા સ્વરૂપને જોવાનો છેઃ વૈશ્વિક સંપર્ક, મતાધિકાર સંબંધ, ઘરમાં ઉછરી રહેલા આતંકવાદ અને ભરતી તથા પ્રચાર માટે સાઈબર સ્પેસનો ઉપયોગ.
બહુલવાદી અને મુક્ત સમાજોને નવા સ્તરનું જોખમ છે. ભર્તીના ભૂમ-ભાગ અને આક્રમણનું લક્ષ્ય સમાન સમાજ છે.
આપણી સુરક્ષાના વૈશ્વિક ઢાંચો બીજા યુગ અને અન્ય સુરક્ષા પડકારો માટે પરિભાષિત છે. અને આપણે આપણા સાધનોનો ઉપયોગમાં પસંદગી ઈચ્છીએ છીએ.
મહામહિમ, આપણે જેનો સામનો કરી રહ્યા છીએ એનાથી કંઈક વધુ મહત્વપૂર્ણ એ છે કે આપણે કેવા જોખમોનો જવાબ આપીએ છીએ.
આખા વિશ્વનો સ્વર એક હોવો જોઈએ અને કોઈપણ રાજનીતિક વિચાર વગર કે આતંકવાદની વિરુદ્ધ આપણે એકજૂટ કાર્યવાહી કરવી જોઈએ.
આતંકવાદ સમૂહો અને રાજ્યોની વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ. આપણે એને અલગ કરવા પડશે જેઓ આતંકવાદને સમર્થન કરે છે, આતંકવાદને પ્રાયોજિત કરે છે. અને આપણે એની સાથે ઉભા રહેવું પડશે જેઓ માનવતાના આપણા મૂલ્યોને સાચવે છે.
આતંકવાદના અલગ પડકારોનો સામનો કરવા માટે આપણે આંતરરાષ્ટ્રીય કાનૂનના માળખાને નવું રૂપ આપવું પડશે.
આપણે વિલંબ કર્યા વગર આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સમજૂતી અપનાવવી જોઈએ.
ગુપ્તચર અને આતંકવાદના વિરોધમાં આંતરરાષ્ટ્રીય સહયોગમાં વૃદ્ધી કરવી જોઈએ. આતંકવાદિઓને હથિયારોંનો પૂરવઠો, તેમની ગતિવિધિઓને રોકવા તથા આતંકવાદીઓના નાણાકીય પોષણ પર અંકુશ લગાવા અને તેને અપરાધ નક્કી કરવા માટે આપણે પ્રયાસોમાં મજબૂતી લાવવી જોઈએ.
આપણે સાઈબર સ્પેસની સુરક્ષામાં એકબીજાની મદદ કરવી પડશે અને આતંકવાદ ગતિવિધિઓ માટે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના ઉપયોગને ઓછો કરવો જોઈએ.
આપણે ચરમપંથના વિરુદ્ધ સામાજિક આંદોલન માટે ધાર્મિક નેતાઓ, ચિંતકો અને મંતવ્ય આપનારા લોકોનો સમાવેશ કરવાની આવશ્યકતા છે, ખાસ કરીને યુવાઓને સંબોધિત કરવાની આવશ્યકતા છે. આ એ દેશોમાં અત્યધિક આવશ્યક છે જ્યાં આતંકવાદ વિકટ રૂપમાં છે.
આપણે આતંક અને ધર્મને એકબીજાથી અલગ કરવા તથા ઉગ્રવાદથી લડવામાં એક સાથે આવવાની આવશ્યકતા છે.
પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં સીમા પર શાંતિ અને સ્થાયિત્વને પ્રોત્સાહિત કરવા સમાન રૂપથી મહત્વપૂર્ણ છે.
આ વર્તમાન શરણાર્થી સંકટ સાથે નિપટવા માટે આવશ્યક છે.
મહામહિમ,
આજે આખા વિશ્વમાં લગભગ 60 મીલિયન લોકોને સુરક્ષાની આવશ્યકતા છે. પશ્ચિમ એશિયા સંકટે ગંભીર માનવીય પડકારો પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આનો વ્યાપક પ્રભાવ સંકટનો સામનો કરી રહેલા દેશો પર પણ છે.
આપણે સીમાઓને ખોલનારા તથા શરણ આપનારા દેશોને અભિનંદન આપીએ છીએ. આખા વિશ્વમાં આપણી સૌથી મોટા માનવીય પડકારો સાથે નિપટવામાં આપણે સંયુક્ત રાષ્ટ્રના દ્રષ્ટિકોણને દીર્ઘકાલિન બનાવવા અને તેની ભૂમિકાને મજબૂત બનાવવાની આવશ્યકતા છે.
J.Khunt/GP