પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જી-20 સંમેલનના કાર્યક્રમ ઉપરાંત તુર્કીના રાષ્ટ્રપતિ શ્રી રિસપ તાઇયિપ ઇરડોગન સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓએ મેક ઇન ઇન્ડિયા અને સ્માર્ટ સિટી વગેરે સહિતના મુદ્દે આર્થિક સહયોગ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ચાર નિર્યાત નિયંત્રણ શાસનોની સદસ્યતા અંગે પણ તુર્કીનો સહયોગ માગ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુધાર, નાગરિક પરમાણુ સહયોગ અને અંતરિક્ષ તથા કૃષિ અનુસંધાનમાં સહયોગ અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ સ્પેનના પ્રધાનમંત્રી શ્રી મારિયાનો રાજોય સાથે પણ મુલાકાત કરી હતી. આતંકવાદથી લડવાના સહયોગ કરવા અંગે આ મુલાકાતમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. રેલ આધુનિકીકરણ, રક્ષા નિર્માણ નવીકરણીય ઉર્જા અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ અંગે પણ બન્ને નેતાઓએ વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ સાઉદી અરબના શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે પણ મુલાકાત યોજી હતી.
J.Khunt/PIB Ahmedabad
Turkish connect...a bilateral meeting with the host of @G20Turkey2015, President @RT_Erdogan. pic.twitter.com/smfvO6oyQd
— PMO India (@PMOIndia) November 16, 2015
Prime Minister Mariano Rajoyof Spain and PM @narendramodi hold talks on the sidelinesof @G20Turkey2015. pic.twitter.com/EUg50OwWs5
— PMO India (@PMOIndia) November 16, 2015