પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટી20 બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ટીમને મળ્યા હતા.
આ પ્રસંગે તેમણે તેમની સિધ્ધિઓ બદલ શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા વિનંતી કરી હતી. તેમણે તેમની એકાગ્રતા અને વિશેષ આવડતોની પ્રશંસા કરી તથા કહ્યું કે તેમની સિધ્ધિ દિવ્યાંગો સહિત લાખો લોકો માટે પ્રેરણાદાયક બનશે.
ટીમના સભ્યોએ પ્રધાનમંત્રીને હસ્તાક્ષરવાળું બેટ, બોલ અને પ્રધાનમંત્રીના નામવાળી ટીમની જર્સી આપી હતી.
પ્રધાનમંત્રીએ પણ ટીમ માટે બેટ અને બોલ પર હસ્તાક્ષર કર્યા હતા.