Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ટેક્સાસનાં ગવર્નર શ્રી ગ્રેગ એબૉટ પ્રધાનમંત્રીને મળ્યા


ટેક્સાસનાં ગવર્નર શ્રી ગ્રેગ એબૉટ અત્યારે વ્યાપાર મિશનનાં ઉપક્રમે ભારતની મુલાકતે છે. તેઓ બુધવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીમાં મજબૂત વૃદ્ધિની નોંધ લઈને પ્રધાનમંત્રી મોદીએ વેપાર અને વાણિજ્ય, ઊર્જા, ઉદ્યોગ, શિક્ષણ અને લોકો વચ્ચેનાં સંપર્કનાં ક્ષેત્રોમાં ટેક્સાસ સાથે વધતાં જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. બંને મહાનુભાવો આ સંબંધોને વધારે ગાઢ બનાવવા સંમત થયાં હતાં.

ગવર્નર એબૉટે ટેક્સાસ અને અમેરિકામાં વસતાં ભારતીય મૂળનાં લોકોના પ્રદાનની પ્રશંસા કરી હતી.

RP