Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ટોયોટાના પ્રેસિડન્ટ શ્રી અકિયો ટોયોડા અને સુઝુકીના ચેરમેન શ્રી ઓ સુઝુકી પ્રધાનમંત્રીને મળ્યા


ટોયોટાના પ્રેસિડન્ટ શ્રી અકિયો ટોયોડા અને સુઝુકીના ચેરમેન શ્રી ઓ સુઝુકી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

તેમની બેઠકમાં ટોયોટા-સુઝુકીની વ્યવસાયિક ભાગીદારી અને ભવિષ્યના ટેકનોલોજીકલ વિકાસના મુદ્દે ચર્ચા થઈ હતી. આ ભાગીદારીમાં ટોયોટાની ટેકનોલોજી અને ઉત્પાદનમાં વૈશ્વિક કુશળતા અને સુઝુકીની નાની કારનું ઉત્પાદન કરવાની ક્ષમતાનો સમન્વય થશે, ખાસ કરીને ભારતમાં. તે નવી વિકસાવેલી ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભારતને સક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે. ઉપરાંત ઊંચું વોલ્યુમ આ ટેકનોલોજી માટે જરૂરી ભાગોના સ્થાનિક ઉત્પાદનને સક્ષમ બનાવશે.

એટલે બંને કંપનીઓ વચ્ચેની ભાગીદારી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે અને રોજગારીના સર્જનમાં પ્રદાન કરશે. તે ભારતમાંથી નવી ટેકનોલોજી કારની નિકાસ માટેની શક્યતા પણ ખોલશે.

TR