Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડબલીનમાં ભારતીય સમુદાય સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ડબલીનમાં ભારતીય સમુદાય  સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ડબલીનમાં ભારતીય સમુદાય  સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ડબલીનમાં ભારતીય સમુદાય  સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ડબલીનમાં ભારતીય સમુદાય  સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ડબલીનમાં ભારતીય સમુદાય  સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ


આયર્લેન્ડમાં વસેલા બધા ભારતીયોને નમસ્કાર,

મારે સૌથી પહેલા તો આપ સૌની ક્ષમા માંગવી છે, ક્ષમા એટલે માંગવી છે કે મારે આપને વધુ સમય આપવો જોઈતો હતો. ઘણાં લોકોની ફરિયાદ છે કે અમને આવવા માટે એડમિશન ન મળ્યું, પ્રવેશ ન મળ્યો. સારું થતું જો હું વધુ સમય લઈને આવ્યો હોત, તો અહીં વસેલા ભારતીયોને મોટી સંખ્યામાં મળી શક્યો હોત. પરંતું હું એટલું કહું છું કે આ શુભ શરૂઆત છે. તમારામાંથી ઘણાં લોકો એવા હશે, કદાચ ખૂબ ઓછા લોકો એવા હશે, જેમને એ યાદ હશે કે ક્યારેક ભારતના પ્રધાનમંત્રી અહીં આવ્યા હતા. કેમકે, મને જણાવાયું છે કે લગભગ 60 વર્ષ બાદ ભારતના કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા છે. જો કે દિલ્હીથી ન્યૂયોર્ક તો ઘણી વખત જવું પડે છે અને આકાશમાં તો અહીંથી જ પસાર થઈએ છીએ. તો આપ લોકોના પ્રેમે મને ખેંચી લીધો, તો ઉપરથી હું નીચે આવી ગયો..

આજે મારી અહીંના પ્રધાનમંત્રી સાથે ખૂબ વિસ્તારથી વાત થઈ છે. સમય ઘણો ઓછો હતો. પરંતુ બેઠક ખૂબ સારી રહી. ઘણાં વિષયો પર ચર્ચા થઈ છે. ઘણી વાતો પર સહમતિનો માહોલ છે. હું સમજું છું કે આયર્લેન્ડ સાથે ભારતનો સંબંધ વધારે ગાઢ હોવો જોઈએ. અનેક વિષયો સાથે જોડાયેલા હોવું જોઈએ અને 2016માં આયર્લેન્ડ પોતાની આઝાદીની શતાબ્દિ મનાવી રહ્યું છે, આઝાદીના સંઘર્ષની શતાબ્દિ મનાવી રહ્યું છે. ભારત પણ એ સમયે આઝાદીનો સંઘર્ષ કરી રહ્યું હતું અને એક પ્રકારે ભારત પણ આઝાદીની લડાઈ લડી રહ્યું હતું, આયર્લેન્ડ પણ આઝાદીની લડાઈ લડી રહ્યું હતું અને સાચેજ આ આપણી સંયુક્ત વિરાસત છે. અમે વિચારી રહ્યા છીએ કે, આ 2016નો આયર્લેન્ડનો આઝાદીનો જે સંગ્રામ છે. આ શતાબ્દિમાં ભારત પણ ભાગીદાર બને, ભારત પણ આયર્લેન્ડ બને.

આયર્લેન્ડ અને ભારતની જે વિશેષતાઓ છે, કેટલાક મૂલ્યો કોઈકને કોઈ કારણથી એકબીજા સાથે જોડાયેલા છે. જેમકે ભારત માટે સત્ય માટે જીવવું-મરવું એ સદીઓથી આપણે સાંભળતા આવ્યા છીએ. એક આદર્શ માટે વિચાર માટે બલિ ચઢી જવું. પોતાને કષ્ટ આપીને જીવન સમાપ્ત કરી દેવું. આ આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ કહેવાય છે કે 1920માં આયર્લેન્ડમાં ભૂખ હડતાલ થઈ અને અહીંના નાગરિકે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એટલે કે આપણા મૂલ્યો કેટલા મળતાં આવે છે. તેનો અંદાજો તમે લગાવી શકો છો. માનવતા સાથે જોડાયેલી આ વાતોમાં પોતાની એક તાકાત છે અને અમારો પ્રયત્ન છે કે એ જ વસ્તુઓને અમે બળ આપીએ.

હવે આઈરીશ બાળકો સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્વાગત ગીત ગાઈ રહ્યા છે અને તેઓ ગોખેલા શબ્દો બોલતા હોય તેવું મને ન લાગ્યું. કયા શબ્દોમાં તેમનો શું ભાવ હતો તે પણ અભિવ્યક્ત થઈ રહ્યો હતો. મતલબ, તેમણે આ વાતને આત્મસાત કરી દીધી છે. તેમના જે પણ શિક્ષક આ કાર્ય કરતાં હશે તેમને હું શુભેચ્છા પાઠવું છું. પરંતુ ખુશીની વાત એ છે કે આયર્લેન્ડમાં તો આપણે આ કરી શકીએ છીએ. પરંતુ હિન્દુસ્તાનમાં કંઈક આવું કરતાં તો ખબર નહીં, સેક્યુલારીઝમ પર સવાલો ઉભાં થઈ જતાં.

પરંતુ આ દિવસોમાં બદલાવ આવી રહ્યો છે. આપ જુઓ યોગ, દુનિયા તેને યોગા કહે છે, આખી દુનિયા નાક પકડવા લાગી છે. વિશ્વના બધા દેશોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો. ભારતનું આ હજારો વર્ષ જૂનું વિજ્ઞાન આજે હોલીસ્ટિક હેલ્થ કેર માટે પ્રિવેન્ટીવ હેલ્થ કેર માટે એક ખૂબ મોટું સ્વીકાર્ય, સ્વીકૃત પદ્ધતિના રૂપમાં આખા વિશ્વમાં ફેલાઈ ચૂક્યું છે અને પહેલા આપણે ત્યાં કલ્પના શું હતી, જો બિમારી નથી તો આપ સ્વસ્થ છો. આ વિચાર ભારતીય ચિંતનના નથી. બિમારી નથી મતલબ સ્વસ્થ, આ આપણા વિચાર નથી. આપણે તેનાથી બે ડગલા આગળ વેલનેસની ચર્ચા કરીએ છીએ. આપણી કલ્પના વેલનેસ હતી અને આ યોગા જ તે વેલનેસ સાથે જોડાયેલા છે. માત્ર રોગથી મુક્ત છીએ એટલે તમે સ્વસ્થ છો એવું નથી. ભારતની મૂળ વાતો વિશ્વ સ્વીકાર કરવા લાગ્યું છે. પરંતુ દુનિયા ત્યારે સ્વીકારે છે જ્યારે ભારતમાં દમ હોય. જો ભારતમાં દમ નહિં હોય તો દુનિયા શું કામ પૂછશે ભાઈ.

આજે પૂરા વિશ્વમાં ભારતના વિકાસની ચર્ચા થઈ રહી છે. 21મી સદી ‘એશિયાની સદી’ એ આખી દુનિયાએ માની લીધું છે. પરંતુ 21મી સદી એશિયાની સદી, પછી ધીરે ધીરે જોઈએ છીએ, તો તેમને લાગે છે કે યાર બની શકે છે કે હિન્દુસ્તાનની બની જાય. આ દુનિયા માનવા લાગી છે.

એક બ્રિક્સ કોન્સેપ્ટ આવ્યો. 1980માં બ્રાઝિલ, રશિયા, ભારત, સાઉથ આફ્રિકા, ચાઈના, બ્રિક્સ શબ્દ પ્રખ્યાત બનશે. પરંતુ કેટલાક વર્ષ પહેલા બી, આર, સી, એસ આમની ગાડી તો પાટા પર છે આઈ ( I ) જે છે તે પાછળ રહી ગયો છે, એવી ચર્ચા હતી અને લોકો તો એ પણ કહેતા કે કદાચ આઈ – ઈન્ડિયાની જગ્યા ઈન્ડોનેશિયા લઈ લેશે. આ ચર્ચા હતી. આજે વર્લ્ડ બેંક હોય, આઈએમએફ, ક્રેડીટ રેટીંગ અજેન્સી હોય બધા કહી રહ્યા છે કે બ્રિક્સમાં જો કોઈ શક્તિશાળી છે તો આઈ છે. આખી દુનિયાની રેટીંગ અજેન્સી કહી રહી છે કે, ભારત દુનિયાના મોટા દેશોની સૌથી ઝડપી ગતિએ આગળ વધનારી અર્થ વ્યવસ્થા છે, સૌથી ઝડપી, આખી દુનિયામાં.

જો આ સિલસિલો આગળ વધ્યો અને વધારે નહીં 30 વર્ષ, 30 વર્ષ આપણે જો આ ઉંચાઈ પર ચાલતા રહ્યા તો હિન્દુસ્તાનમાં ગરીબીનું નામોનિશાન નહીં રહે. નવયુવાનોને રોજગારી મળશે, પરંતુ 30 વર્ષ સુધી આ ગતિને જાળવી રાખવી ખૂબ મોટો પડકાર છે. પરંતુ આ પડકારને આપણે પાર કરી શકીશું. કેમકે આપણે એક એવી તાકાતના કાલખંડમાં છીએ જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી અને તે છે 65 ટકા જન સંખ્યા હિન્દુસ્તાનની, 35 વર્ષથી ઓછી ઉંમરની છે. ભારત નવયુવાન છે, ભારત નવયુવાનોનું છે અને ભારત નવયુવાનોની તાકાત પર બનનારું છે. આ જે સામર્થ્ય મળ્યું છે, તે આવતા 30 વર્ષનું સ્વપ્ન પૂરી કરી શકે તેમ છે.

દેશ વિકાસની નવી ઉંચાઈઓને પાર કરી રહ્યો છે. બધા ક્ષેત્રોમાં દેશને આગળ વધારવા માટે સફળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અને વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય લોકો પણ આજે છાતી ખેંચીને આંખમાં આંખ મિલાવીને દુનિયા સાથે ભારતની વાત કરવા લાગ્યા છે. આનાથી મોટું ગર્વ શું હોઈ શકે. હવે કોઈ ભારતીયને માથું ઝુકાવવાના દિવસો નથી. છાતી કાઢીને ઉભા રહેવાના દિવસો છે. અને આજ મોટી તાકાત હોય છે, આજ મોટી તાકાત હોય છે.

હું આપ સૌને મને મળવાનો અવસર મળ્યો, હું આપનો ખૂબ જ અને આ સમયમાં પણ કેમ કે મારો કાર્યક્રમ ખૂબ ઓછા સમયમાં બન્યો. આટલી મોટી સંખ્યામાં આપ લોકો આવ્યા અને મને તમારા રાજદૂત કહી રહ્યા હતા કે એટલી મારામારી ચાલી રહી છે કે અમે કોને રોકીએ, કોને લાવીએ, વધારે સમય મળ્યો હોત તો સારું થતું, પરંતુ તો પણ મેં પહેલાં કહ્યું એમ આ શુભ શરૂઆત છે. આ સંબંધ અને નાતો જોડાતો રહેશે અને ભારતના પ્રધાનમંત્રીને અહીં આવવામાં હવે 60 વર્ષ નહીં લાગે એ હું આપને વિશ્વાસ આપાવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt/GP