Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડબ્લ્યુટીઓના મહાનિદેશકે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


ડબ્લ્યુટીઓના મહાનિદેશક (ડીજી) રૉબર્ટો એજેવેડો જેઓ વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના મંત્રીઓની અનૌપચારિક બેઠકમાં હાજરી આપવા નવી દિલ્હી આવ્યા હતા તેમણે આજે (19-03-2018) પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.

મહાનિદેશકે બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી માટેની વાતચીત શરૂ કરવાની પહેલ માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી માટે પૂર્ણ સહકાર છે, વિશ્વ વેપાર સંગઠનની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપવી તે ખૂબ જરૂરી છે, જેથી તે વિકાસશીલ દેશોની મુશ્કેલીઓને દૂર કરી શકે. પ્રધાનમંત્રીએ મુક્ત વ્યાપાર અને વૈશ્વીકરણના લાભો વિકાસસીલ દેશોને વધુ મળે તે માટે ડબ્લ્યુટીઓના ડાયરેક્ટર જનરલને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વ વેપાર સંગઠનના મંત્રીઓની અનૌપચારિક બેઠકની સફળતા માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.

***

NP/GP/RP