Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડિસેમ્બર 18, 2018ના રોજ પ્રધાનમંત્રી મહારાષ્ટ્રની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિસેમ્બર 18, 2018ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે.

તેઓ મુંબઈમાં રિપબ્લિક ટીવી દ્વારા આયોજિત ‘રિપબ્લિક’ સમિટને સંબોધન કરશે.

રાજભવન ખાતે એક કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રી સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત “ટાઈમલેસ લક્ષ્મણ” શીર્ષક ધરાવતા એક પુસ્તકનું વિમોચન કરશે.

પ્રધાનમંત્રીની રાજ્ય મુલાકાત દરમિયાન તેઓ આવાસ અને શહેરી વાહનવ્યવહારને લગતી મહત્વની પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.

કલ્યાણમાં એક જાહેર સભા દરમિયાન પ્રધાનમંત્રી બે મહત્વના મેટ્રો કોરીડોરનો શિલાન્યાસ કરશે. તે થાણે-ભીવંડી-કલ્યાણ મેટ્રો; અને દહિંસર-મીરા-ભાયંદર મેટ્રો છે. આ બંને કોરીડોરનુ એક વાર નિર્માણ થઈ ગયા પછી તેઓ આ ક્ષેત્રની અંદર જાહેર વાહનવ્યવહાર માટે ઘણા સુવિધાજનક નીવડશે.

તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 90000 એકમો ધરાવતા ઈડબ્લ્યુએસ અને એલઆઈજી આવાસ યોજનાનો પણ શુભારંભ કરાવશે. શ્રી નરેન્દ્ર મોદી જાહેર જનમેદનીને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રી ત્યારબાદ પુણે જવા રવાના થશે. ત્યાં તેઓ પુણે મેટ્રો ફેઝ ૩નો શિલાન્યાસ કરશે. તેઓ જનમેદનીને પણ સંબોધન કરશે.

RP