Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડો. બી. આર. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકના ખાતમુહુર્ત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા ડો. આંબેડકર મેમોરિયલ લેક્ચરનો મૂળપાઠ

ડો. બી. આર. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકના ખાતમુહુર્ત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા ડો. આંબેડકર મેમોરિયલ લેક્ચરનો મૂળપાઠ


આજે મને આંબેડકર મેમોરિયલમાં લેક્ચર આપવાની તક મળી છે. અહીં છઠ્ઠુ લેક્ચર છે. પરંતુ આ મારું સૌભાગ્ય કહો કે દેશને વિચારવાનું કારણ કહો, હું પહેલો પ્રધાનમંત્રી છું જે અહીં બોલવા માટે આવ્યો છે. હું મારા માટે તેને સૌભાગ્ય માનું છું. અને તેની સાથે સાથે ભારત સરકારની એક યોજનાને સાકાર કરવાની તક પણ મળી છે કે 26 – અલીપુર જ્યાં બાબા સાહેબનું પરિનિર્વાણ સ્થળ છે ત્યાં એક ભવ્ય પ્રેરણા સ્થળી બનશે. કોઇના પણ મનમાં સવાલ આવી શકે છે કે જે મહાપુરુષે 1956માં આપણી વચ્ચેથી વિદાય લીધી હતી, આજે 60 વર્ષ બાદ ત્યાં કોઇ સ્મારકની શરૂઆત થઇ રહી છે. 60 વર્ષ વિતી ગયા, 60 વર્ષ વિતી ગયા.

હું નથી જાણતો કે ઇતિહાસની ઘટનાને કોણ કેવા રૂપમાં જવાબ આપશે. પરંતુ આપણે 60 વર્ષની રાહ જપવી પડી. બની શકે છે કે આ મારા જ ભાગ્યમાં લખ્યું હશે. કદાચ બાબા સાહેબના મારી પર આશિર્વાદ રહ્યા હશે કે મને આ સૌભાગ્ય મળ્યું છે.

હું સૌથી પહેલા ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનું હ્દયથી અભિનંદન કરું છું. કારણ કે વાજપેયીજીની સરકારે એ નિર્ણય ન કર્યો હોત, કારણ કે આ સંપત્તિ તો પ્રાઇવેટ થઇ ગઇ હતી. અને જે સદનમાં બાબા સાહેબ રહેતા હતા, તે તો સમગ્ર રીતે ધ્વંસ્ત કરીને નવી ઇમારત ત્યાં બનાવી દેવામાં આવી હતી. પરંતુ તેમ છતા પણ વાજપેયીજી જ્યારે સરકારમાં હતા, પ્રધાનમંત્રી હતા, તેમણે તેને લઇ લીધી, પરંતુ ત્યાર બાદ તેમની સરકાર ન રહી. બાકી જે આવ્યા તેમના દિલમાં આંબેડકર ન રહ્યા. અને તેના કારણે મકાન લીધા બાદ પણ કોઇ કામ ન થઇ શક્યું. અમારો સંકલ્પ છે કે 2018 સુધી આ કામને પૂરું કરી દેવામાં આવે અને અત્યારથી હું વિભાગોને જણાવી દઉં છું, મંત્રી શ્રીને પણ જણાવી દઉં છું 2018, 14 એપ્રિલના રોજ હું તેનું ઉદ્ધાટન કરવા આવીશ. તારીખ નક્કી કરીને કામ કરવાનું છે, ત્યારે જ કામ પૂરું થશે. ભવ્ય થશે, આ મારો વિશ્વાસ છે.

તેની જે ડીઝાઇન તમે જોઇ છે, તેનાથી તમે પણ વિશ્વાસ કરશો કે દિલ્હીની અંદર જે પ્રખ્યાત ઇમારતો છે, તેમાં હવે આ સ્થાનનું નામ થઇ જશે. દુનિયા માટે તે પ્રખ્યાત ઇમારત થઇ જશે. આપણા માટે પ્રેરણા સ્થળ છે, તે આપણને અવિરત પ્રેરણા આપનારું સ્થળ છે અને એટલા માટે આગામી પેઢીઓ જેને જેને માનવતાની દ્રષ્ટિથી માનવતા માટે કાર્ય કરવાની પ્રેરણા મેળવવી હશે તેના માટે આનાથી વધુ યોગ્ય પ્રેરણા સ્થળ બીજું શું હોઇ શકે.

ક્યારેક ક્યારેક મારી એક ફરિયાદ રહે છે અને એ ફરિયાદમાં ઘણી વખત હું બોલી ચૂક્યો છું પરંતુ દરેક વખતે મને તે ફરીથી કહેવાનું મન થાય છે. ક્યારેક આપણે લોકો બાબા સાહેબને ખૂબ જ અન્યાય કરીએ છીએ. તેમને દલિતોનો મસીહા બનાવીને તો ઘોર અન્યાય કરીએ જ છીએ. બાબા સાહેબને એવા સિમિત ન રાખો. તે અમાનવીય, દરેક ઘટનાની સામે અવાજ ઉઠાવનારા મહાપુરુષ હતા. દરેક પેઢી, શોષિત, કચડાયેલા, દબાયેલા, તેમના તેઓ એક પ્રખર અવાજ હતા. તેમને ભારતની સીમાઓને બાંધવી પણ ઠીક છે. તેમને ‘વિશ્વ માનવ’ ના રૂપમાં આપણે જોવા જોઇએ. દુનિયા જે રૂપે માર્ટિન લૂથર કિંગને જુએ છે, આપણે બાબા આંબેડકર સાહેબને તેનાથી જરાય પણ નીચા ન જોઇ શકાય. જો વિશ્વના દબાયેલા – કચડાયેલા લોકોનો અવાજ માર્ટિન લૂથન કિંગ બની શકે છે, તો આજે વિશ્વના દબાયેલા – કચડાયેલા લોકોની અવાજ બાબા સાહેબ આંબેડકર બની શકે છે અને એટલા માટે માનવતામાં જેનો – જેનો વિશ્વાસ છે તે તમામ માટે એ ખૂબ જ જરૂરી છે કે બાબા સાહેબના માનવીય મૂલ્યોના રક્ષક હતા.

અને આપણને સંવિધાનમાં જે કંઇ મળ્યું છે, તે જાતિ વિશેષના કારણે મળ્યું નથી. અન્યાયની પરંપરાઓને નષ્ટ કરવાના એક ઉત્તમ પ્રયાસના રૂપમાં થયું છે. ક્યારેક ઇતિહાસમાં ઝાંખીને હું જોવું તો હું બે મહાપુરુષોને વિશેષ રૂપથી જોવા માગીશ, એક સરદાર વલ્લભભાઇ પટેલ અને બીજા બાબા સાહેબ આંબેડકર.

દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અનેક રાજા રજવાડાઓમાં આ દેશ વિખરાયેલો પડ્યો હતો. રાજકિય દ્રષ્ટિથી વિખરાયેલો હતો, વ્યવસ્થાઓમાં વિખરાયેલો હતો, શાસન – તંત્ર વિખરાયેલા હતા અને અંગ્રેજોનો ઇરાદો હતો કે આ દેશ વિખરાઇ જાય. દરેક રાજા – રજવાડાઓ પોતાનું માથું ઉંચું કરીને, આ દેશને જે હાલતમાં છોડ્યા, પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલ હતા, જેમણે રાષ્ટ્રની એકતા માટે તમામ રાજા – રાજવાડાઓને પોતાની કૂટનિતી દ્વારા, પોતાના કૌશલ્ય દ્વારા, પોતાના રાજકિય મનોબળ દ્વારા અને ખૂબ જ ઓછા સમયમાં આ કામને કરીને દર્શાવ્યું. અને આજે હિમાચલ, કશ્મીરથી કન્યા કુમારી એક ભવ્ય ભારત માતાનું નિર્માણ સરદાર વલ્લભભાઇ પટેલના માધ્યથી આપણે જોઇ શકીએ છીએ. તો એક તરફ રાજકિય વ્યવસ્થા વિખરાયેલી હતી, તો બીજી તરફ સામાજિક વિખરાવ હતો, આપણે અહીં ઊંચ – નીચનો ભાવ, જાતિવાદનું ઝહેર, દલિત, પીડિત, શોષિત, વંચિત, આદિવાસી આ તમામ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ અને સદિઓથી આ બિમારી આપણી વચ્ચે ઘર કરી ગઇ હતી. ઘણા મહાપુરુષ આવ્યા તેમણે સુધારા માટે પ્રયાસ કર્યો. મહાત્મા ગાંધીએ કર્યો, ઘણા, એટલે કે કોઇ શતાબ્દી એવી નહીં હોય કે હિન્દુ સમાજની ખરાબીને નષ્ટ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ન હોય.

પરંતુ બાબા સાહેબ આંબેડકરે રાજકિય – બંધારણીય વ્યવસ્થાના માધ્યમથી સામાજિક એકીકરણનું બીડું ઝડપ્યું, જે કામ રાજકિય એકીકરણનું સરદાર પટેલે કર્યું હતું, તે કામ સામાજિક એકીકરણનું બાબા સાહેબ આંબેડકરજી દ્વારા થયું હતું.

અને એટલા માટે આ જે સપનું બાબા સાહેબ આંબેડકરજીએ જોયું છે, તે સપનાની પૂર્તિના પ્રયાસમાં કોઇ ઢીલાશ વર્તાવી ન જોઇએ. ક્યારેક ક્યારેક બાબા સાહેબના વિષે આપણે વિચારીએ છીએ. આપણામાંથી ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે બાબા સાહેબને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા સુધીની નોબત કેમ આવી ગઇ હતી. આપણા દેશના ઇતિહાસને દબાવી દેવામાં આવે છે અથવા તો આપણા દેશમાં ઇતિહાસને ડિલિટ કરી દેવામાં આવે છે અથવા તો તેની દિશા બદલી દેવામાં આવે છે. પોત પોતાની રીતે થાય છે. હિન્દુ કોડ બિલ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં કામ ચાલી રહ્યું હતું. અને તે સમયે શાસનના તમામ મુખ્ય લોકો બધા જ આ બાબતમાં સાથ આપી રહ્યા હતા પરંતુ જ્યારે હિન્દુ કોડ બિલ પાર્લામેન્ટમાં આવવાનો સમય આવ્યો. અને તેમાં પણ મહિલાઓને અધિકાર આપવાનો જે વિષય હતો. સંપત્તિમાં અધિકાર, પરિવારમાં અધિકાર, મહિલાઓને સમાન હક આપવાની વ્યવસ્થા હતી. તેમાં બાબા સાહેબ આંબેડકર કોઇને પણ વંચિત, પીડિત, શોષિત દેખી શકતા નહોતા, અને આ ફક્ત દલિતો માટે જ નહોતું, ટાટા, બિરલા, પરિવારની મહિલાઓ માટે પણ હતું, અને દલિત દિકરી માટે પણ હતું. આ બાબા સાહેબ આંબેડકરનું વિઝન જુઓ તમે. પરંતુ, પરંતુ, તે સમયની સરકારે આ વિકાસ કરનારી વાતો સામે જ્યારે અવાજ ઉઠ્યો ત્યારે ટકી શકી નહોતી, સરકાર દબાઇ ગઇ કે ભારતમાં એવું કેવી રીતે થઇ શકે કે મહિલાઓને સંપત્તિનો અધિકાર આપીશું તો તે વહું બનીને ક્યાંક જતી રહેશે તો ખબર નહીં પછી શું થશે ? સમાજમાં કેવી રીતે વિખરાવ, આ તમામ ડર પેદા થયા, પચાસ પ્રકારથી લોકોએ પોતાનો ડર વ્યક્ત કર્યો. એવા સમયમાં બાબા સાહેબને લાગ્યું, જો ભારતની નારીને હક નથી મળતો, તો પછી, તે સરકારનો બાબા સાહેબ ભાગ પણ બની શકતા નથી અને તેમણે સરકાર છોડી દીધી હતી, અને જે બાબતો બાબા સાહેબે વિચારી હતી, તે બાદમાં સમય બદલાતો ગયો, લોકોના વિચારમાં પણ થોડો સુધારો આવતો ગયો, ધીરે – ધીરે કરીને ક્યારે એક ચીજ સરકારે માની લીધી, ક્યારેક બે માની લીધી, ક્યારેક એક આવી, ક્યારેક બે આવી, ધીરે – ધીરે – ધીરે કરીને બાબા સાહેબે જેટલું વિચાર્યું હતું, તે તમામ બાદમાં સરકારે સ્વીકારવું પડ્યું હતું. પરંતુ ખૂબ જ વર્ષો વિતી ગયા, ખૂબ જ સરકારો આવીને જતી પણ રહી. જનસંખ્યા માતાઓ, બહેનોને બાબા સાહેબે જેટલો મોટો હક આપ્યો, તેમનું શું થયું ? અને એટલા માટે એ જરૂરી છે કે બાબા સાહેબને તેમની પૂર્ણતાના રૂપમાં સમજીએ, સ્વીકારીએ.

મજૂર ધારો, આપણા દેશમાં મહિલાઓને કોલસાના ખાદાનમાં કામ કરવા જવું પડતું હતું પરંતુ કાયદો રોકતો નહોતો, અને આ કામ એટલું મુશ્કેલ હતું કે મહિલાઓ સાથે ન કરાવી શકાય. આ બાબા સાહેબ આંબેડકરે હિંમત દર્શાવી અને મહિલાઓને કોલસાની ખાદાનમાં કામ કરવાથી મુક્ત કરાવવામાં ખૂબ જ મોટો નિર્ણય તેમણે લીધો હતો.

આપણા દેશમાં મજૂરી, ફક્ત દલિત જ મજૂર હતા એવું નથી, જે પણ મજૂર હતા, બાબા સાહેબ તેમના મસીહા હતા, અને એટલા માટે 12 કલાક, 14 કલાક મજૂર કામ કરતો રહેતો હતો, માલિક કામ લેતો રહેતો હતો અને મજૂરને પણ ક્યારેક નહોતું લાગતું કે મારું પણ કોઇ જીવન હોઇ શકે છે, મારા પણ કોઇ માનવીય હક હોઇ શકે છે, તેને બિચારાને ખબર પણ નહોતી, અને કોઇ બાબા સાહેબ આંબેડકરને મેમોરેન્ડમ આપવા આવ્યું નહોતું કે આટલું કામ કરાવવામાં આવે છે, અમારું કંઇક કરો. આ બાબા સાહેબની આત્માનો અવાજ હતો કે તેમણે 12 કલાક, 14 કલાક કામ થઇ રહ્યું હતું તેને 8 કલાક સુધી સિમિત કર્યું. આજે પણ હિન્દુસ્તાનમાં જે મજૂરના કાયદા છે, તેના જો કોઇ મુખ્ય શોધકર્તા છે તો તે શોધના રચયિતા બાબા સાહેબ આંબેડકર હતા.

તમે હિન્દુસ્તાનના 50 પ્રમુખ નેતાઓને લઇ લો, જેમને દેશના નિર્ણય કરવાની પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળી છે. તે કેવા નિર્ણય છે, જે નિર્ણયોએ હિન્દુસ્તાનને એક શતાબ્દી સુધી પ્રભાવિત કર્યું. પૂરી વીસમી શતાબ્દીમાં જે વિચાર, જે નિર્ણય, દેશ પર પ્રભાવી રહ્યા, જે આજે 21મી સદીના પ્રારંભમાં એટલી જ તાકાતથી કામ કરી રહ્યા છે. જો તમે કોઇ કોઇના કેટલા નિર્ણય, તેનું જો લિસ્ટ બનાવશો, તો હું માનું છું કે બાબા સાહેબ આંબેડકર નંબર એક પર હશે, કે જેમના દ્વારા વિચારવામાં આવેલી વાતો, જેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયો આજે પણ જોડાયેલા છે.

તમે જોઇ લો વિજળી, ઇલેટ્રીસિટી, આજે આપણે જોઇ રહ્યા છીએ કે હિન્દુસ્તાનમાં ઉર્જાની દિશામાં જે કામ થયું છે તેની કોઇ યોગ્ય માળખાગત વ્યવસ્થા બની તો એ બાબા સાહેબ આંબેડકર દ્વારા બની હતી. અને તેનું જ પરિણામ હતું કે વિજળી તંત્ર વગેરે, ઇલેટ્રીસિટી જનરેશન માટે અલગ વ્યવસ્થાઓ ઉભી થઇ જે આગળ ચાલીને દેશમાં વિસ્તાર થતો ગયો, અને ભારતમાં ઉર્જાની દિશામાં સ્વનિર્ભર બનવા માટે ભારતમાં ઘરે – ઘરે ઉર્જા પહોંચાડવાની દિશામાં તે વિચારનું પરિણામ હતું, કે તેમણે એક યોગ્ય મા‌ળખાની વ્યવસ્થા દેશને આપી હતી.

તમે જોયું હશે, અત્યારે સંસદમાં એક બિલ અમે લોકો લાવ્યા હતા, જ્યારે અમે તે બિલ લાવ્યા તો લોકોને લાગ્યું હશે કે વાહ ! મોદી સરકારે શું કમાલ કરી દીધી, બિલ શું લાવ્યા છે, અમે ભારતની પાણીની શક્તિને સમજીને, તેની પર મહત્વ આપીને, પાણી દ્વારા વાહન વ્યવહાર વધારવો, આપણા માલ સામાનની હેરફેર વધારવી, તે દિશામાં એક મોટો નિર્ણય અત્યારે અમે સંસદમાં કર્યો છે. પરંતુ કોઇ કૃપા કરીને ન વિચારો કે મોદીનો વિચાર છે, અહીં અમને જરૂર છે, સૌભાગ્ય મળ્યું છે, પરંતુ આ મૂળ વિચાર બાબા સાહેબ આંબેડકરનો હતો, બાબા સાહેબ આંબેડકર હતા જેમણે તે સમયે, તે સમયે ભારતની દરિયાઇ શક્તિ અને ભારતની પાણીની તાકાતને સમજી હતી એ તેની યોગ્ય માળખાકિય સુવિધા કરી હતી. અને તેને ત્યાંથી આગળ વધારવા માગતા હતા. જો લાંબા સમય સુધી તેમને સરકારમાં સેવા કરવાની તક મળી હોત તો જે નિર્ણય મેં અત્યારે પાર્લામેન્ટમાં કર્યો, તે આજથી 60 વર્ષ પહેલા થઇ ગયો હોત. એટલે કે બાબા સાહેબના ન હોવાથી આ દેશને કેટલું નુકસાન ગયું છે, એ આપણને ખબર પડે છે અને બાબા સાહેબનો કોઇ ભક્ત સરકારમાં આવે છે તો 60 વર્ષ બાદ પણ કામ કેવી રીતે થાય છે તે નજરમાં આવે છે.

બાબા સાહેબ આપણને શું સંદેશ આપીને ગયા, અને હું માનું છું કે જે બિમારીનો યોગ્ય ઉપચાર જો કોઇએ શોધી લીધો છે, તો બાબા સાહેબે શોધ્યો છે. બિમારીઓની ઘણાને ખબર હોય છે, બિમારીમાંથી મુક્તિ અપાવવા માટે નાના – મોટા પ્રયાસો કરનારા પણ અમુક લોકો હોય છે પરંતુ એક સ્થાઇ સમાધાન, જો કોઇએ આપ્યું છે તો એ બાબા સાહેબે આપ્યું છે, તે શું છે ? તેમણે સમાજને એક જ વાત કહી હતી કે ભાઇ શિક્ષિત બનો, શિક્ષિત બનો, આ તમામ સમાસ્યાઓનું સમાધાન શિક્ષામાં જ છે. અને એક વખત જો તમે શિક્ષિત હશો, તો દુનિયાની સામે તમે આંખથી આંખ મેળવીને વાતો કરી શકશો, કોઇ તમને નીચું પાડી શકશે નહીં. કોઇ તમને અછૂત કહી શકશે નહીં. આ, આ જે અંદર શક્તિ આપવાનો પ્રયાસ, આ અંદરની શક્તિ હતી, તેમણે બહારની તાકાત આપી નહોતી, તમારી અંદરની ઉર્જાને જગાડવા માટે તેમણે રસ્તો દર્શાવ્યો હતો, બીજો મંત્ર આપ્યો, સંગઠિત બનો અને ત્રીજી વાત જણાવી હતી માનવતાના પક્ષમાં સંઘર્ષ કરો, અમાનવીય ચીજોની સામે અવાજ ઉઠાવો. આ ત્રણ મંત્ર આજે પણ આપણને પ્રેરણા આપી રહ્યા છે, આપણને શક્તિ આપી રહ્યા છે, અને એટલા માટે આપણે જ્યારે બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ છીએ ત્યારે આપણી જવાબદારી પણ બને છે બાબા સાહેબના રસ્તા પર ચાલીએ. અને તેની શરૂઆત છેલ્લા મંત્રથી થતી નથી, પહેલા મંત્રથી થાય છે, નહીં તો અમુક લોકોને છેલ્લાવાળો વધારે પસંદ આવે છે, સંઘર્ષ કરો. પહેલાવાળો મંત્ર છે, શિક્ષિત બનો, બીજો મંત્ર છે સંગઠિત બનો.

છેલ્લે જરૂર જ પડશે નહીં, તે સમય જ આવશે નહીં. કારણ કે તે પોતાનામાં જ એક મોટી તાકાત હશે કે દુનિયાને સ્વીકારવી પડશે. અને બાબા સાહેબે જે કહ્યું, તે જીવીને દર્શાવ્યું હતું. નહીં તો તે પણ શિક્ષા છોડી શકતા હતા, તકલીફો તેમને પણ આવી હતી, મુસીબતો તેમને પણ આવી હતી, અપમાન તેમણે પણ સહન કરવું પડ્યું હતું. અને મને એ વાતનો આનંદ થયો કે આપણા બિહારના રાજ્યપાલ એક સમૂહ લઇને બરોડા ગયા હતા, અને બરોડા જઇને સહજરાવ પરિવારને તેમણે સન્માનિત કર્યા હતા, એ વાત માટે સન્માનિત કર્યા હતા કે આ સહજરાવ ગાયકવાડ હતા, જેમને સૌથી પહેલા આ હીરોની ઓળખ થઇ હતી. અને આ હીરાને મુકુટમણિમાં જડવાનું કામ જો કોઇએ કર્યું હોય તો એ સહજરાવ ગાયકવાડે કર્યું હતું અને ત્યારે તો ભારતને સહજરાવ ગાયકવાડની એક ભેટ છે કે આપણને બાબા સાહેબ આંબેડકર મળ્યા છે. અને એટલા માટે ધન્યવાદ પ્રસ્તાવ કરવા માટે સહજરાવ ગાયકવાડના પરિવારની પાસે જઇને ઘણા સમાજના લોકો ગયા હતા, તેમનું સન્માન કર્યુ, પરિવારનું. તે સમયે એક પ્યુન પણ બાબા સાહેબને હાથથી પાણી આપવા માટે તૈયાર નહોતો. તે નીચે રાખતો હતો, પછી બાબા સાહેબ ઉઠાતા હતા, એવા માહોલમાં ગાયકવાડજીએ બાબા આંબેડકર સાહેબને ગળે લગાવ્યા હતા, આ આપણા દેશની વિશેષતા છે. આ વિશેષતાઓને પણ આપણે ઓળખવી પડશે. અને આ વિશેષતાઓના આધારે આપણે આગળના આપણા જીવનની વિકાસ યાત્રાને આગળ વધારવી પડશે.

ક્યારેક ક્યારેક આપણા દેશમાં બાબા સાહેબ આંબેડકરે જે ભાવના સાથે જે કામો કર્યા, તે પૂર્ણતા પવિત્ર રાષ્ટ્ર નિષ્ઠા હતી, સમાજ નિષ્ઠા હતી, રાજ નિષ્ઠાની પ્રેરણાથી બાબા સાહેબ આંબેડકરે કોઇ કામ કર્યું નથી. રાષ્ટ્ર નિષ્ઠા અને સમાજ નિષ્ઠા સાથે કર્યું અને એટલા માટે આપણે પણ આપણા દરેક વિચાર, આપણા દરેક નિર્ણયને એ ત્રાજવામાં તોલવાનો બાબા સાહેબે આપણને રસ્તો દર્શાવ્યો છે કે રાષ્ટ્ર નિષ્ઠાના ત્રાજવાથી તોલવામાં આવે, સમાજ નિષ્ઠાના ત્રાજવાથી તોલવામાં આવે અને ત્યારે જઇને તે આપણો નિર્ણય, આપણી દિશા, સાચી સિદ્ધ થશે.

અમુક લોકો એ એક વાત, અમુક લોકોને અમારી સાથે, અમે એ લોકો છીએ જેમને અમુક લોકો પસંદ કરતા નથી, અમને જોવા પણ માગતા નથી. તેમને તાવ આવે છે અને તે તાવમાં માણસ કંઇ પણ બોલે છે. તાવમાં તે મનનું સમતુલન ગુમાવી દે છે. અને એટલા માટે અસત્ય, જુઠ્ઠું, અનાપ – શનાપ એવી વાતોને પ્રચારિત કરવામાં આવે છે. હું આજે જ્યારે, જે લોકોએ 60 વર્ષ સુધી કોઇ કામ કર્યું નથી, તે 26 – અલીપુરના ગૌરવ માટે આજે અહીં ઉભો છું ત્યારે, મને બોલવાનો હક પણ મ‌ળે છે.

મને બરાબર યાદ છે, જ્યારે વાજપેઇજીની સરકાર બની તો ચારેય તરફ હો – હલ્લા થઇ રહ્યો હતો હવે ભાજપવાળા આવ્યા, હવે તમારું આરક્ષણ જશે, જે લોકો મોટી ઉંમરના છે તેમને યાદ હશે, વાજપેઇજીની સરકારના સમયે એવું તોફાન ચલાવ્યું, ગામે – ગામ, ઘર – ઘર, એવો માહોલ બનાવી દેવામાં આવ્યો હતો જેમ કે તે જતું જ રહેશે. વાજપેઇજીની સરકાર રહી, બે ટર્મ સુધી રહી પરંતુ એક ખરોચ પણ આવવા દીધી નહોતી છતાં પણ તે લોકોએ જુઠાણું ચલાવ્યું હતું.

મધ્ય પ્રદેશમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, પંજાબમાં, હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં, અનેક રાજ્યોમાં, અમે જે વિચારની સાથે નીકળ્યા છીએ, તે વિચારવાળા લોકોને સરકાર ચલાવવાનો અવસર મળ્યો છે, બે – તૃતીયાંશ બહુમતથી અવસર મળ્યો છે. પરંતુ ક્યારેય પણ દલિત, પીડિત, શોષિત, આદિવાસી, તેમના આરક્ષણને એક ખરોચ પણ આવવા દીધી નથી છતાં પણ જુઠાણું ચલાવવામાં આવી રહ્યું છે, કેમ ? બાબા સાહેબ આંબેડકરે જે રાષ્ટ્ર નિષ્ઠા અને સમાજ નિષ્ઠાના આધાર પર દેશને ચલાવવાની પ્રેરણા આપી હતી, તેનાથી હટીને ફક્ત રાજકારણ કરનારા લોકો છે, તેઓ એમાંથી બહાર નીકળી શકતા નથી. એટલા માટે આ વાતોને જુઠાણામાં ફેરવીને લોકોને ભ્રમિત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે અને એટલા માટે હું, હું જ્યારે ઇન્દુ મીલ્સના કાર્યક્રમ માટે ગયો હતો, ચૈત્ય ભૂમિના પુન ર્નિર્માણના શિલાન્યાસ માટે ગયો હતો, તે સમયે મેં જણાવ્યું હતું કે ખુદ બાબા સાહેબ આંબેડકર પણ આવીને તમારો આ હક છીનવી શકશે નહીં. બાબા સાહેબની સામે આપણે તો શું ચીજ છીએ, કંઇ જ નથી. તે મહાપુરુષોની સામે તો આપણે કંઇ જ નથી. અને એટલા માટે આ જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે, તેમની રાજકિય પ્રગતિ થશે પરંતુ સમાજમાં તેના કારણે દરાર પેદા થાય છે, તણાવ પેદા થાય છે, અને સમાજને દુર્બળ બનાવીને, આપણે રાષ્ટ્રને ક્યારેય પણ સબળ બનાવી શકતા નથી. એ વાતને આપણે જવાબદારી સાથે સમજવી પડશે.

બાબા સાહેબ આંબેડકરનું આર્થિક ચિંતન અને એમ તો તે અર્થવેત્તા હતા, તેમનું આખું ભણતર આર્થિક વિષયો પર થયું હતું અને તેમની પીએચડી પણ, જે લોકો આજે ભારતની મહાન પરંપરાઓને ગાળ આપવામાં ગૌરવ અનુભવે છે તેમને કદાચ ખબર નહીં હોય કે બાબા સાહેબ આંબેડકરે મહાનિબંધ પણ ભારતના ઉત્તમ વૈભવશાળી વેપારના વિષયને લઇને તેમણે પીએચડી કર્યું હતું, જે ભારતના પ્રાચીન ગૌરવને અભિવ્યક્ત કરતું હતું. પરંતુ બાબા સાહેબને સમજવા નથી, બાબા સાહેબની વિશેષતાને માનવી નથી, અને તેને સમજવા માટે ફક્ત પુસ્તકો કામમાં આવતા નથી, બાબા સાહેબને સમજવા માટે સમાજ પ્રત્યે સંવેદના હોવી જોઇએ અને તે મહાપુરુષ પ્રત્યે ભક્તિ હોવી જોઇએ, ત્યારે જઇને આ સંભવ થશે, ત્યારે જઇને તે સંભવ થશે. અને એટલા માટે બાબા સાહેબ આંબેડકરે પોતાના આર્થિક ચિંતનમાં એક મોટી વાત સ્પષ્ટપણે કહી તે એ વાતને સતત કહી રહ્યા હતા કે ભારતનું ઔદ્યોગિકરણ ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિકીકરણ, તે સમયે તે વિચારતા હતા, એક તરફ મજૂર સુધારા કરતા હતા, મજૂરના હકની લડાઇ લડતા હતા, પરંતુ રાષ્ટ્ર માટે ઔદ્યોગિકીકરણની વકાલત કરતા હતા, જુઓ કેટલું શ્રેષ્ઠ સંકલન છે, પરંતુ આજે શું હાલ છે, જે મજૂર વિષે વિચારે છે તે ઉદ્યોગ માટે વિચારવા તૈયાર નથી, જે ઉદ્યોગ અંગે વિચારે છે તે મજૂર અંગે વિચારવા તૈયાર નથી. અને તે જ બાબા સાહેબ આંબેડકર હતા જે બંને તરફનું વિચારતા હતા, કારણ કે રાષ્ટ્ર નિષ્ઠાના ત્રાજવાથી બોલતા હતા, અને એટલા માટે તે બંને તરફનું વિચારતા હતા, અને તેનું જ પરિણામ છે કે બાબા સાહેબ ઔદ્યોગિકીકરણના પક્ષકાર હતા અને તેમનો મોટો મહત્વપૂર્ણ તર્ક હતો, તે સ્પષ્ટ કહેતા હતા, કે મારા દેશના જે દલિત, પીડીત, શોષિત છે, તેમની પાસે જમીન નથી અને અમે નથી ઇચ્છતા કે તે ખેતરમાં મજૂરની જેમ પોતાની આખી જિંદગી પૂરી કરે, અમે ઇચ્છીએ છીએ કે મુસીબતોમાંથી બહાર નીકળે, ઔદ્યોગિકીકરણની જરૂર એટલા માટે છે કે મારા દલિત , પીડિત, શોષિત, વંચિત લોકોને રોજગારની નવી તકો ઉપલબ્ધ થાય, એટલા માટે ઔદ્યોગિકીકરણ જોઇએ, દલિત, પીડીત, શોષિતોની પાસે જમીન નથી. ખેતી તેમના નસીબમાં નથી, ખેત મજૂરના નાતે જિંદગી, શું આવી જ રીતે ગુજારો કરશે ? અને એટલા માટે બાબા સાહેબ આંબેડકરે આ બાબતો પર જોર આપ્યું હતું, ઔદ્યોગિકીકરણ પર જોર આપ્યું હતું.

આ જ વિજ્ઞાન ભવનમાં મારા માટે એક મોટા ગૌરવને દિવસ હતો, જ્યારે મેં દલિત ચેમ્બરના લોકો સાથે મુલાકાત કરી હતી. મિલિંદ અહીં બેઠા છે, અને દેશ ભરમાંથી દલિત આંત્રપ્રિન્યોર આવ્યા હતા. અને હું તો હેરાન, આનંદ મને ત્યારે થયો કે દલિતોમાં મહિલા આંત્રપ્રિન્યોર પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા. અને તેમનો સંકલ્પ શું હતો, હું માનું છું બાબા સાહેબ આંબેડકરને ઉત્તમથી ઉત્તમ શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ જો કોઇ કરે છે તો એ દલિત ચેમ્બરના મિત્રો કરી રહ્યા છે. તેમને કહ્યું હતું કે, અમે નથી ઇચ્છતા કે દલિત રોજગાર મેળવવા માટે તડપતો રહે, તે રોજગારી માટે યાચક બને, અમે તે સ્થિતિ પેદા કરવા માગીએ છીએ કે દલિત રોજગાર આપનારો બને, અને તેમણે અમારી સામે અમુક માંગ રાખી હતી, અને આજે હું ગર્વ સાથે કહી શકું છું કે, તે મિટિંગને ચાર મહિના પણ હજી પૂરા થયા નથી. આ બજેટમાં તેમની તમામ માંગો માની લેવામાં આવી છે, તમામ બાબતો લાગૂ કરી દેવામાં આવી છે. એ તમે અખબારમાં નહીં વાંચ્યું હોય, સારી બાબતો ખૂબ જ ઓછી આવે છે.

દલિત, આંત્રપ્રિન્યોરશિપ, તેના માટે અનેક પ્રોત્સાહન, વેન્ચર, મિલકત, ફંડ સહિત ઘણી બાબતો, આ ક્ષેત્રના લોકોએ જેમણે નક્કી કરી, જેમણે નક્કી કર્યું છે કે આપણા દલિત યુવાનો માટે કંઇક કરવું છે, તે બાબતો એટલી તાકાતવાર હતી કે સરકારે માંગો માન્યા વિના, કોઇ બીજો ઉપાય નહોતો. કોઇ આંદોલન કર્યું નહોતું, કોઇ સંઘર્ષ કર્યો નહોતો પરંતુ વાતમાં દમ હતો. અને આ સરકાર એટલી સંવેદનશીલ હતી કે જે વાતથી દેશ આગળ વધે છે તે તેમની પ્રાથમિકતા હોય છે. અને અમે પણ તેની પર ચાલીએ છીએ.

મારા કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઇઓ, આપણે સમાજની એકતાને બળ આપવાનું છે. અને બાબા સાહેબ પાસેથી એ તો શીખવું પડશે. તમે કલ્પના કરી શકો છો કે એક મહાપુરુષ જેમણે આટલો જુલ્મ સહેવો પડ્યો, જેમનું બાળપણ અન્યાય, ઉપેક્ષા અને ઉત્પીડન સાથે વીત્યું હોય, જેમણે પોતાની માતાને અપમાનિત થતા જોઇ હોય, મને કહો એવી વ્યક્તિને તક મળી જાય તો હિસાબ ચૂકતે કરે કે ન કરે ? તું, તું મને પાણી ભરવા દેતો નથી, તું મને મંદિરમાં જવા દેતો નહોતો, તું મારા બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવાની મનાઇ કરતો હતો, મનુષ્યનું જે સ્તર છે ત્યાં આ બહું સ્વભાવિક છે, પરંતુ જે માનવથી કંઇક ઉપર છે તે બાબા સાહેબ આંબેડકર હતા, કે જ્યારે તેમના હાથમાં કલમ હતી, કોઇ પણ નિર્ણય લેવાની તાકાત હતી, પરંતુ તમે આખું સંવિધાન જોઇ લો, સમગ્ર સંવિધાન સભાની ચર્ચા જોઇ લો, બાબા સાહેબ આંબેડકરની વાતમાં, વાણીમાં, શબ્દોમાં, ક્યાંય કટુતા નજરે આવતી નથી, ક્યાંય પણ બદલાનો ભાવ નજરે આવતો નથી. તેમનો ભાવ આ જ રહ્યો છે એ તે ભાવ શું હતો, હું તમને શબ્દોમા કહી શકું છું, કે ક્યારેક ક્યારેક ખાવાનું ખાતા સમયે દાંતની વચ્ચે આપણી જીભ કપાઇ જાય છે, પરંતુ આપણે દાંત તોડતા નથી, કેમ ? કારણ કે આપણને ખબર છે કે દાંત પણ મારા છે, જીભ પણ મારી છે, બાબા સાહેબ આંબેડકર માટે સવર્ણ પણ તેમના હતા, અને આપણા દલિત, પીડિત, શોષિત પણ, બંને તેમના માટે બરાબર હતા. અને એટલા માટે બદલાનું નામો નિશાન નહોતું. કટુતાનું નામો નિશાન નહોતું. બદલાના ભાવને જન્મ ન આપવાનું અને સમાજને સાથે લઇને ચાલવાની પ્રેરણા આપનારો પ્રયાસ બાબા સાહેબ આંબેડકરની દરેક વાતમાં ઝળકે છે અને આ દેશ, સવા સૌ કરોડનો દેશ બાબા સાહેબ આંબેડકરનો હંમેશાં હંમેશા ઋણી રહેશે, જેણે દેશની એકતા માટે પોતાના જુલમોને દબાવી દીધા, દાટી દીધા, ભવિષ્યના ભારતને જોયું અને તેને બદલવાની ભાવના વિના સમાજને એક કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે.

શું આપણે સહું, આપણા રાજકિય કારણ કંઇ પણ હશે, પરાજય સહન કરવો મુશ્કેલ હોય છે, પરંતુ તેમ છતાં પણ જય અને પરાજયથી પણ સમાજનો જય ખૂબ જ મોટો હોય છે. રાષ્ટ્રનો જય ખૂબ જ મોટો હોય છે. અને એટલા માટે તેના માટે સમર્પિત થવાનું આપણા સહુંની જવાબદારી છે. તે જવાબદારીને લઇને બાબા સાહેબ આંબેડકરે જે ઉત્તમ ભૂમિકા નીભાવી છે. રાજકિય કારણોથી આ મહાપુરુષના યોગદાનને જો કોઇ યોગ્ય રીતે તેમના જીવનકાળથી લઇને અત્યાર સુધી જો આપણે પ્રસ્તુત કર્યું હોત તો આજે પણ સમાજમાં ક્યાંક – ક્યાંક તનાવ નજરે આવે છે, ક્યારેક – ક્યારેક ટકરાવ નજરે આવે છે, ક્યાંક – ક્યાંક ખરોચ આવે છે. હું દાવા સાથે કહું છું, જો બાબા સાહેબ આંબેડકરને આપણે ભૂલાવી ન દીધા હોત, તો આ હાલ ન થયો હોત, જો બાબા સાહેબ આંબેડકરને ફરીથી એક વાર આપણે તે જ ભાવની સાથે, શ્રદ્ધાની સાથે જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું તો, તેમાં જે કમીઓ છે તે કમીઓ પણ દૂર થઇ જશે, તો તાકાત તે નામમાં છે, તે કામમાં છે, તે સમર્પણમાં છે, તે ત્યાગમાં છે, તે તપસ્યામાં છે, તે મહાન ચીજો આપણને આપીને ગયા છે તેની અંદર પડી છે અને તેની પૂર્તિ માટે આપણા લોકોનો પ્રયાસ થવો ખૂબ જ જરૂરી છે.

અને એટલા માટે બાબા સાહેબ માનવતાના પક્ષકાર હતા, અમાનવતાની દરેક ચીજો તે નકારતા હતા. તેમના પરિમાર્જનનો પ્રયાસ કરતા હતા અને દરેક ચીજો સંવૈધાનિક રીતે કરતા હતા, લોકતાંત્રિક મર્યાદાઓની સાથે કરતા હતા, બાબા સાહેબની સાથે શું – શું અન્યાય કર્યો, કોણે – કોણે અન્યાય કર્યો, એ આપણે સારી રીતે ઓળખીએ છીએ. આપણો સંકલ્પ એ જ રહ્યો છે કે દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, જે ગણ વંચિત હોય, ગરીબ હોય, આદિવાસી હોય, ગામમાં રહેનારો હોય, ઝુંપડીમાં રહેનારો હોય, શિક્ષાના અભાવમાં તરસનારો હોય, તે તમામ માટે જ કંઇ કામ કરવું છે તો બાબા સાહેબ આંબેડકર આપણા માટે સદા સર્વદા એક પ્રેરણા છે અને તે જ પ્રેરણા આપણને કામ કરવાની તાકાત આપે છે.

તમે જુઓ, હું હાલમાં એક દિવસ બેઠો હતો, હું અમારા સરકારના લોકો પાસેથી હિસાબ માગી રહ્યો હતો. મેં કહ્યું કે ભાઇ કેટલા ગામ છે જ્યાં અત્યાર સુધી વિજળીનો થાંભલો પણ પહોંચ્યો નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ હિન્દુસ્તાનમાં 18 હજાર ગામ એવા મેળવ્યા કે જ્યાં વિજળીનો થાંભલો પણ પહોંચ્યો નથી. જે બાબા સાહેબ આંબેડકરે પાવર જનરેશન માટે આખું માળખું બનાવ્યું હતું, 60 વર્ષ બાદ પણ 18 હજાર ગામમાં વિજળી પહોંચશે નહીં તો બાબા સાહેબ આંબેડકરને શું શ્રદ્ધાંજલિ આપણે આપીશું ? અમે બીડું ઝડપ્યું છે, મેં લાલકિલ્લાથી બોલી દીધું. જેમ કે આજે મેં કહ્યું. 14 એપ્રિલે હું ઉદ્ધાટન કરીશ, 2018, લાલકિલ્લાથી મેં કહી દીધું હતું કે 1000 દિવસમાં મારે, 18000 ગામમાં વિજળી પહોંચાડવી છે અને તમે, તમે પોતાના મોબાઇલ ફોન પર જોઇ શકો છો કે આજે ક્યાં ગામમાં વિજળી પહોંચી છે. આઝાદીના 60 વર્ષ બાદ પણ અત્યાર સુધી લગભગ લગભગ 6000થી પણ વધારે ગામમાં વિજળી પહોંચી ચૂકી છે. 18000 ગામ મારે 1000 દિવસમાં પૂરા કરવા છે. હું જોઇ રહ્યો છું કદાચ 18000, એક હજાર દિવસથી પણ ઓછા સમયમાં પૂરા કરી દઇશ. આજે કલ્પના કરી શકો છો, તમે, તમે એક સાઇકલ પોતાની પાસે રાખો અને વિચારી રહ્યા છો કે ભાઇ 2018માં સ્કૂટર લાવવાનું છે, તો તમે વિચારતા હશો કે ક્યાં કલરનું સ્કૂટર લાવીશ, કઇ કંપનીનું સ્કૂટર લાવીશ, અનેક વખતે દુકાનમાં જઇને જોતા હશો, માહિતી મેળવતા હશો, સ્કૂટર લાવવું છે. સાઇકલથી સ્કૂટર જાય તો પણ એક અને જે દિવસે સ્કૂટર આવે તે દિવસે 10 રૂપિયાની માળા લાવીને પહેરાવશો, નારિયેળ ફોડશો, મીઠાઇ વહેંચશો, કેમ સાઇકલથી સ્કૂટર પર આવ્યા તો આટલો આનંદ થાય છે. 60 વર્ષ બાદ જે ગામમાં વિજળી આવી હશે, કેટલો આનંદ થયો હશે, તમે કલ્પના કરી શકો છો, હું તે 18000 ગામોને કહું છું કે 60 વર્ષની અંદર તમારા ઘરમાં પણ વિજળી આવે છે તો મોદીનો આભાર પ્રગટ ન કરતા, બાબા સાહેબ આંબડકરનો કરજો, કારણ કે આ માળખું તે બનાવીને ગયા હતા, પરંતુ વચ્ચેવાળાઓએ કામ પૂરું નથી કર્યું. બાબા સાહેબ આંબેડકરની ઇચ્છાને હું પૂરી કરવાને સૌભાગ્ય માનું છું.

અત્યારે 14 એપ્રિલે હું મઉ તો જઇ રહ્યો છું. આ પંચતીર્થનું નિર્માણ પણ આપણા સૌભાગ્યનું કારણ બન્યું છે. જ્યાં જ્યાં ભાજપની સરકારો છે તેમના જ સમયે થયું છે, આ બધું. તેમ છતાં પણ બદનામી અમને જ આપવામાં આવે છે શું કારણ હતું કે ઇન્દુ મિલ્સ પર ચૈત્ય ભૂમિનું કાર્ય પહેલાની સરકારોએ નથી કર્યું. શું કારણ 26 – અલીપુરનો નિર્ણય આજે કરવાની નોબત આવી ? શું કારણ છે કે લંડનનું મકાન આજે અમે લઇને આવ્યા, અને રાષ્ટ્ર માટે પ્રેરણા આપી ? કોઇ પણ મારો દલિત હવે લંડન જશે તે મકાનને જોવા જરૂર જશે. ભણવા માટે જશો કે ફરવા માટે જશે, જરૂર જોવા જશે તેવો મને વિશ્વાસ છે. આ પંચતીર્થની યાત્રા, એક પ્રેરક યાત્રા બની છે કે સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે અને દરેક કામ દિલ્હીની અંદર બે સ્મારક, 26 – અલીપુર અને આપણું જે મેં 15 – જનપથ જેનું મેં, કદાચ એક વર્ષ થઇ ગયું અને તેનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, તેનું લોકાર્પણ તો ખૂબ જ જલદીથી કરવાની નોબત આવી છે.

તો આ તમામ કામ ભારતીય જનતા પાર્ટીના લોકોને સરકાર બનાવવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે થયું છે. અને એટલા માટે કારણ કે અમારી આ શ્રદ્ધા છે. અત્યારે 14મી એપ્રિલે હું મઉં તો જઇ રહ્યો છું પરંતુ એ દિવસે અમે એક મોટો કાર્યક્રમ કરી રહ્યા છીએ, મુંબઇમાં. ક્યો કાર્યક્રમ ? બાબા સાહેબ આંબેડકરે જે સપનું જોયું હતું ભારતની જળ શક્તિની સમુદ્રી શક્તિનું. અમે એક ગ્લોબલ કોન્ફરન્સ 14 એપ્રિલે પાણીના સંદર્ભમાં મુંબઇમાં કરવા માટે જઇ રહ્યા છીએ, તે પણ બાબા સાહેબ આંબડકરની જન્મ જયંતિ પર નક્કી કર્યું છે.

હું મઉંમાં કાર્યક્રમ લોન્ચ કરવાનો છું. આપણા દેશના ખેડૂતોને, કારણ કે બાબા સાહેબ આંબેડકરનું આર્થિક ચિંતન ખૂબ જ તાકાતવાર ચિંતન છે જે આજે પણ જોડાયેલું છે. બાબા સાહેબ આંબેડકરે ખેડૂતોની ચિંતા કરી છે. પોતાના ચિંતનમાં. ખેડૂતો જે ઉત્પન્ન કરે છે. તેની માર્કેટને લઇને ખૂબ જ મુશ્કેલીઓ છે. અને બિચારો ઘરમાંથી નીકળે છે તો મંડીમાં જાય છે ત્યારે ત્યાં મંડીમાં કોઇ ખરીદનાર હોતું નથી. આખરે તે પોતાની શાકભાજી ત્યાં જ પશુઓને ખાવા માટે છોડીને ઘરે પરત આવી જાય છે. એ અમે જોયું છે. 14 એપ્રિલે અમે એક ઇ – માર્કેટ, ઇ – પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ, જે આપણો ખેડૂત પોતાના મોબાઇલ ફોન પર નક્કી કરી શકશે કે કઇ મંડીમાં કેટલો ભાવ છે, અને ક્યાં માલ વેચવાથી વધારે પૈસા મળી શકે છે. તે મારો ખેડૂત નક્કી કરી શકે છે, એ પણ, એ પણ 14 એપ્રિલ, બાબા સાહેબની જન્મ જયંતિના દિવસે અમે લોકો તેનો પ્રારંભ કરવાના છીએ.

કહેવાનું મારું તાત્પર્ય એ છે કે તે દિશામાં દેશને ચલાવવો છે. એવા મહાપુરુષોના ચિંતન આપણી પ્રેરણા છે. તે આપણને તાકાત આપે છે. અને આપણે તેનાથી શીખીએ છીએ અને મજાની વાત એ છે કે તે વાતો આજે પણ જોડાયેલી છે. એ બાબતોને લઇને ચાલી રહ્યા છીએ અને રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે આ જ સાચી રાહ છે. એવા પંથ, એ જ એક માર્ગ છે. તે માર્ગને લઇને આપણે આગળ વધી રહ્યા છીએ. હું ફરીથી એક વખત તમારી સહુંની વચ્ચે મને આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને તે 60 વર્ષથી જે નિર્ણય થતો નહોતો, વાજપેઇજીએ જે સપનું જોયું હતું, તેને પુરું કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે 14 એપ્રિલ, 2018, તમે સહું ઉપસ્થિત રહો, ફરીથી એક વખત તે ભવ્ય સ્મારક બનાવીશું. ખૂબ

– ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt