Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડો. બી.આર. આંબેડકર સ્મારકના બાંધકામ માટે નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશનને સુપરત કરાયેલી ઈન્દુ-6 મિલની જમીન મહારાષ્ટ્ર સરકારને ફાળવવાના નિયમો અને શરતોને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટે ઈંદુ-6 મિલની 12 એકર જમીન કેટલીક શરતો અને નિયમોને આધિન નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન લિમિટેડ (એનટીસીએલ)ને આપવાની શરતો અને નિયમોને બહાલી આપી છે. મહારાષ્ટ્ર સરકાર આ સ્થળે ડો. બી.આર. આંબેડકરના સ્મારકનું બાંધકામ કરશે.

પશ્ચાદ્દ ભૂમિકા

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની ચૈત્ય ભૂમિ મુંબઈમાં નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન લિમિટેડ (એનટીસીએલ)ની નજીકમાં આવેલી છે, જે લાખો ભારતીય યાત્રિકો માટેનું યાત્રાધામ છે.

કેન્દ્ર સરકારની કેબિનેટે મહારાષ્ટ્ર સરકારને ઈન્દુ-6 મિલની 12 એકર જમીન નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન લિમિટેડ (એનટીસીએલ)ને બાબા સાહેબ આંબેડકરને છાજે તેવું બાંધકામ કરવા માટે તબદીલ કરી દીધેલ છે. કાપડની માંદી મિલો (નેશનલાઈઝેશન) એમેન્ડમેન્ટ એક્ટ-1995ની કલમ-11-એ હેઠળ જમીન માટેનું વળતર ચૂકવાશે અને આ અંગે ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતીનો કરાર કરાશે.

TR