Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયેલી એક દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય  આપવાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ ‘X’ (ટ્વિટર) પર પોસ્ટ કર્યું;

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત પીડાદાયક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]