પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તિરૂપતિ, આંધ્રપ્રદેશમાં નવા ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈઆઈએસઈઆર)નું કામકાજ 2015-16ના શૈક્ષણિક વર્ષથી પ્રારંભિક ત્રણ વર્ષ (2015-18) માટે રૂ. 137.30 કરોડના અંદાજીત ખર્ચથી ટ્રાંઝીટ/અસ્થાઈ પરિસરથી ચલાવવા માટે તેની મંજૂરી આપી દીધી છે.
પૃષ્ઠભૂમિ
આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, 2014ની એક કડી સ્વરૂપે તત્કાલીન રાજ્ય આંધ્રપ્રદેશનું તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વિભાજન થવાને કારણે ભારત સરકારે અન્ય બાબતોની સાથે રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન, ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈઆઈએસઈઆર)ને આંધ્રપ્રદેશમાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે આઈઆઈએસઈઆર તિરૂપતિને કાયમી પરિસરના નિર્માંણ માટે યેરપેડૂ મંડળના શ્રીનિવાસપુરમ,પાંગૂર અને ચિંદેપેલી ગામોમાં 244 એકર જમીન ચિન્હીત કરી છે. આ દરમિયાન સંસ્થાનના કાયમી પરિસરનું નિર્માણ કાર્ય પડતર હોવાથી સ્થળ પસંદગી સમિતિની ભલામણથી આ સંસ્થાનનું કામકાજ 2015-16 શૈક્ષણિક વર્ષથી શ્રીરામ એન્જિનિયરીંગ કોલેજ તિરૂપતિના ટ્રાંઝીટ / અસ્થાઈ પરિસરથી પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
J.Khunt