Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તુમકુરમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીના શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનના મૂળ પાઠ

તુમકુરમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીના શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનના મૂળ પાઠ

તુમકુરમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીના શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનના મૂળ પાઠ

તુમકુરમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીના શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનના મૂળ પાઠ

તુમકુરમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીના શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનના મૂળ પાઠ


મંચ પર બિરાજેલા તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા સ્નેહી ભાઇઓ અને બહેનો,

પ્રધાનમંત્રી બન્યા બાદ આજે મારી તુમકુર જિલ્લામાં આ બીજી મુલાકાત છે. આજે તમને લાગતું હશે કે એક શિલાન્યાસ થયો છે, લોકોને લાગે છે કે અહીં કોઇ ફેક્ટરી બનવાની છે, પરંતુ આ ફક્ત સામાન્ય ફેક્ટરી નહીં લાગે. આ ધરતી પર એ કામ થવાનું છે જે હિન્દુસ્તાનની રક્ષા કરવા માટે કામમાં આવશે. જોત જોતામાં નાનું આ ગામ, તુમકુર જિલ્લો વિશ્વના નક્શામાં પોતાની ઓળખ બનાવશે. સામાન્ય કોઇ ફેક્ટરી બની હોત તો દેશનું ધ્યાન ન જતું કે, દુનિયાનું ધ્યાન પણ ન જતું પરંતુ અહીં તો એ કામ થવાનું છે જેની તરફ દુનિયાની નજર જાય તે સ્વભાવિક છે.

આજે એક બીજો પણ સારો અવસર છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એચએએલના નામથી તે ઓળખાય છે, તે પોતાની યાત્રાની 75મી વર્ષગાઠ મનાવી રહ્યું છે. એચએએલની 75 વર્ષની યાત્રા અનેક વિવિધતાઓથી ભરેલી છે. આજે તેના ઘણા પૂર્વ ચેરમેન પણ આ પ્રસંગની શોભા વધારવા માટે આવ્યા છે. છેલ્લા 75 વર્ષમાં એચએએલ માટે જે – જે લોકોએ કામ કર્યું છે, નાની – મોટી જવાબદારી સંભાળી છે, ભલે તે કારીગર હોય કે ચેરમેન હોય, હું આજે આ 75 વર્ષની યાત્રાના સમયે, એ યાત્રાના તે તમામ સાથીઓનું સ્મરણ કરું છું, તેમનું અભિનંદન કરું છું.

એક સમય હતો, આપણા દેશમાં ખાવા માટે આપણે અનાજ બહારથી લાવવું પડતું હતું. વિદેશોથી અનાજ મંગાવીને આપણે દેશવાસીઓનું પેટ ભરવું પડતું હતું પરંતુ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી જી એ ‘જય જવાન જય કિસાન’ નો મંત્ર આપ્યો, દેશના ખેડૂતોને દેશનું પેટ ભરવા માટે પ્રેરણા આપી હતી, હિન્દુસ્તાનના ખેડૂતો છેલ્લા 50 વર્ષમાં જે મહેનત કરી, નવી નવી શોધો કરી, કૃષિ ક્ષેત્રમાં નવી – નવી યોજનાઓ લાવ્યા, તેનું પરિણામ એ થયું કે આજે દેશ અન્નના વિષયમાં સ્વાવલંબી બનતો જાય છે. આપણા ખેડૂતોએ ‘જય જવાન, જય કિસાન’ મંત્રને ચરિતાર્થ કરીને દેખાડ્યો છે. સાકાર કરીને દેખાડ્યો અને અન્નના ક્ષેત્રમાં દેશને સ્વાવલંબી બનાવી દીધો છે જોકે બીજું કામ ‘જય જવાન’, જેમાં આપણા દેશ રક્ષાના વિષયમાં આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને, ભારતને પોતાની રક્ષા માટે દુનિયામાં કોઇના પર પણ આશ્રિત ન બનવું પડે, એ કામ હજી દેશમાં થવાનું બાકી છે.

આજે પણ આપણા દેશની સીમાઓની રક્ષા માટે, આપણા દેશના નાગરિકોની રક્ષા માટે આપણા જવાનો જીવની બાજી લગાવી દેવા તૈયાર છે, બલિદાન આપવા માટે તૈયાર છે, જોકે આપણા જવાનોને લડવા માટે જે શસ્ત્ર જોઇએ, જે સાધન જોઇએ, મુશ્કેલમાં મુશ્કેલ સ્થાન પર જવા માટે વ્યવસ્થાઓ જોઇએ, એમાં હજી આપણે મોટી યાત્રા પૂરી કરવાની બાકી છે. ભારતની સેના દુનિયાની કોઇ પણ સેનાથી કમજોર ન હોવી જોઇએ. ભારતની સેનાની પાસે દુનિયાના કોઇ પણ દેશથી ઓછા તાકાતવાન શસ્ત્રો ન હોવા જોઇએ.

આજે દેશની સેના માટે જે શસ્ત્રોની જરૂર પડે છે, આપણે તે વિદેશોથી લાવવા પડે છે. અબજો – ખર્વો રૂપિયા વિદેશોમાં જતા રહે છે. બહારથી જે શસ્ત્રો આપણને મળે છે તે લેટેસ્ટથી થોડા ઓછા તાકાતવાન મળે છે. એક તરફ રૂપિયા જાય છે, પરંતુ અહીં પર જે ચીજ 2005માં ચાલતી હશે, 2010માં ચાલતી હશે તે આપણને 2015માં આપે છે, 2015ની બરાબરીના જોઇએ તો કહે છે કે 2020માં મળશે અને એટલા માટે જો વિશ્વની અંદર ભારતે પોતાની સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું છે તો ભારતે પોતાની આવશ્યકતા અનુસાર, પોતાની સુરક્ષા માટે પોતાના શસ્ત્રો ખુદ બનાવવા પડશે. અને એટલા માટે અમારી સરકારે ડિફેન્સ ઉત્પાદકતા, શસ્ત્રો ભારતમાં જ બને, ભારતના જ એન્જિનીયરો દ્વારા, ભારતના જ વૈજ્ઞાનિકો દ્વારા, આધુનિકત્તમ શસ્ત્રો, તે બનાવવા તરફ બળ આપવાનો પ્રારંભ કર્યો છે.

પહેલા આપણે દુનિયાના દેશો પાસેથી શસ્ત્રો લેતા હતા, આજે પણ લેવા પડે છે જ્યાં સુધી આપણું પોતાનું ઉત્પાદન શરૂ ન થઇ જાય. જોકે આપણે આજકાલ દુનિયાના દેશો સાથે જ્યારે શસ્ત્રો ખરીદવા માટે કરાર કરીએ છીએ તો અમે કહીએ છીએ કે એટલા તો અમે જે તમે બનાવી રહ્યા છો એ લઇ લઇશું પરંતુ બાકીનો જે ઓર્ડર છે તે તમારે ભારતમાં જ બનાવવો પડશે, તે ‘મેક ઇન ઇન્ડિયા’ થવો જોઇએ ત્યારે અમે લઇશું. અને એટલા માટે મારા ભાઇઓ અને બહેનો, તમારા નાના ગામના કિનારા પર, તુમકુર જેવા જિલ્લામાં આ જે હેલીકોપ્ટર બનાવવાનો પ્રોજેક્ટ લાગી રહ્યો છે. આ હેલીકોપ્ટર મુખ્ય રૂપથી સેનાના કામમાં આવવાનું છે, દુર્ગમ ક્ષેત્રોમાં જ્યાં આપણી સેના તહેનાત હશે, જો કોઇ પણ આપણો જવાન બીમાર થઇ ગયો અને તે મુશ્કેલ સ્થાને દવા પહોંચાડવાની છે તો અહીં જે હેલીકોપ્ટર બનશે તે દવા પહોંચાડવાનું કામ કરશે.

એક પ્રકારથી રક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આજે 2016ના જાન્યુઆરના પ્રથમ અઠવાડિયામાં એક નવતર પ્રયાસનો આજે પ્રારંભ થયો છે. એક હિસાબે 2016ના વર્ષને એક નવી રીતે મનાવવાનો આ અવસર બની ગયો છે. ભારતને વિશેષ કરીને કર્ણાટકને અને તેમાં પણ વિશેષ કરીને તુમકુર જિલ્લાને આ 2016માં ભારત સરકારની અનમોલ ભેટ છે. કામ પણ એટલી ઝડપથી કરવાનું છે કે 2018માં અહીંથી પહેલું હેલીકોપ્ટર ઉડવું જોઇએ. સંપૂર્ણ રીતે ભારતીય રીતે બનેલું હેલિકોપ્ટર આ ધરતીથી 2018માં ઉડે તેવી અપેક્ષા અમે કરીએ છીએ.

અને એક સપનું છે કે પહેલું હેલીકોપ્ટર બને, તેના 15 વર્ષની અંદરો અંદર 600 હેલીકોપ્ટર અહીં બનાવીને સેનાની પાસે પહોંચવા જોઇએ અને સરકારના ઉપયોગમાં આવવા જોઇએ, દેશના કામમાં આવવા જોઇએ, એટલી મોટી માત્રામાં કામ ઉભું કરવાનું છે. અને મને વિશ્વાસ છે કે એચએએલની 75 વર્ષની યાત્રા, તેની પાસે ખૂબ જ ઉત્તમ પ્રકારનું સક્ષમ માનવબળ અને દેશના સપનાની સાથે કદમથી કદમ મેળવીને ચાલવાની તેમની ઇચ્છા, આ જે સપનું છે કે 15 વર્ષમાં 600 હેલિકોપ્ટર એવા બનાવી દેવા, મને વિશ્વાસ છે કે તે પૂરા કરીને આપશે. આ પ્રોજેક્ટના કારણે લગભગ 5000 કરોડ રૂપિયાની પૂંજીનું રોકાણ આ ધરતી પર થવાનું છે. તુમકુર જિલ્લાની આ સૌથી મોટી પૂંજીવાળી ફેક્ટરી બનવાની છે. આ પ્રોજેક્ટના કારણે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ 4000 પરિવારોમાંથી કોઇને કોઇ અહીંથી રોજગાર મેળવશે.

આજે જો કોઇ ખેડૂતના પરિવારમાં 3 સંતાન હોય અને જઇને ખેડૂતને કહીએ કે દિકરાઓ માટે શું યોજનાઓ છે ? તે ખેડૂત કેટલી મોટી જમીનનો માલિક કેમ ન હોય, તેની પાસે સિંચાઇની સારીમાં સારી સુવિધા કેમ ન હોય, જમીન પણ સારામાં સારો પાક આપનારી કેમ ન હોય, પરંતુ જ્યારે ખેડૂતને પૂછીએ છીએ કે તમે દિકરાઓ માટે શું વિચાર્યું છે તો સારામાં સારો ખેડૂત, સારામાં સારી જમીનવાળો ખેડૂત, સારામાં સારી પાણીની સુવિધા ધરાવતો ખેડૂત તરત જ જવાબ આપશે કે એક દિકરાને તો ખેતી કામમાં લગાવીશ પરંતુ બે દિકરાઓને શહેરમાં કોઇ કારખાનામાં રોજી – રોટી કમાવવા માટે મોકલી દઇશ. અને એટલા માટે દરેક ખેડૂત પોતાના પરિવારનો બે તૃતિયાંશ ભાગ તો ખેતીમાંથી બહાર નીકળીને કોઇ બીજા કામ ધંધો કે રોજગારમાં જવા માગે છે. જો ખેડૂતની પણ મદદ કરવી છે તો ખેડૂતની ભાવિ પેઢીની મદદ કરવી છે તો ઉદ્યોગ લગાવ્યા વગર ખેડૂતના દિકરાને રોજગાર મળવાની સંભાવના નથી.

આપણા સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકર એ વાતનો સતત આગ્રહ કરતા હતા કે ભારતમાં જલદીમાં જલદી ઔદ્યોગિકીકરણ થવું જોઇએ, ઔદ્યોગિકીકરણ થવું જોઇએ અને તે એમ કહેતા હતા કે દલિતની પાસે જમીન નથી, દલિત શું કરશે ? જો ઉદ્યોગ લાગશે તો ત્યારે જ દલિતોના દિકરાને કંઇક કામ મળશે. અને એટલા માટે બાબા સાહેબ આંબેડકર ભારતના આર્થિક વિકાસ માટે અને ભારતીય સમાજને તાકાત આપવા માટે ઔદ્યોગિકીકરણના પક્ષમાં હતા. એક પ્રકારથી આ હેલિકોપ્ટર નિર્માણનું કાર્ય રાષ્ટ્રની રક્ષાનું કામ પણ છે પરંતુ ખેડૂત પરિવારોને રોજગાર આપવાનું કામ પણ છે. આ પ્રોજેક્ટ ભારતને શસક્ત બનાવવા માટે પણ છે અને આ પ્રોજેક્ટ બાબા સાહેબ આંબેડકરના સપના પૂરા કરવા માટે પણ છે. હું કર્ણાટક સરકારનો આગળ પણ સહયોગ મળતો રહેશે, ભારત સરકારનો સંપૂર્ણ સહયોગ રહેશે અને એચએએલના મિત્રોએ જે બીડું ઝડપ્યું છે કે 2018માં પહેલું હેલિકોપ્ટર અહીંથી ઉડાવીશું, મારા તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.

જ્યારે મારો કર્ણાટક પ્રવાસ નક્કી થઇ રહ્યો હતો તો અમુક દિવસો પહેલા તુમકુર જિલ્લામાં હું આવી ગયો હતો તો અમારા વ્યવસ્થાપકોએ એ વિચાર રાખ્યો હતો કે અહીં આવીશું, 15 મિનિટ શિલાન્યાસ વગેરે કરીશું અને બે – પાંચ મિનિટ કંઇક કહીને પછી નીકળી જઇશું પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ તડકામાં પણ લાખ્ખો લોકોને મારી સામે જોઇ રહ્યો છું. જ્યાં મારી નજર પહોંચે છે લોકો જ લોકો નજરે આવી રહ્યા છે. હું આ પ્રેમ માટે તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. ફરીથી એક વખત તમને સહુને નમસ્કાર.

AP/J.Khunt/GP