પીએમઇન્ડિયા
મંત્રી પરિષદના મારા સાથી…અને તમામ મહાનુભવો
આપ બધાએ મને ઊભા થઈને સન્માનિત કર્યો. પરંતુ હું માનું છું કે આ સન્માનની જો કોઈ એક વ્યક્તિ અધિકારી છે તો એ માત્ર અને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને તેથી આપે જે સન્માન આપ્યું છે તે સન્માનના જે હકદાર છે એ બાબા સાહેબના શ્રી ચરણોમાં હું સમર્પિત કરું છું.
હજુ થોડા દિવસ પહેલા જ મેં મનની વાતમાં એક વિષયનો ઉલ્લેખ કર્યો હતો. મેં કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું. પરંતુ આઝાદીના 60 વર્ષમાં આપણે મોટે ભાગે અધિકારોની ચર્ચા કરતા રહીએ છીએ. દેશમાં જ્યાં પણ જુઓ અધિકારોની ચર્ચા થાય છે. કેમ ન આ 26 જાન્યુઆરીએ આપણે કર્તવ્યની ચર્ચા કરીએ, એવી એક વાત મેં મન કી બાતમાં રાખી હતી. પરંતુ આજે મારે સ્વિકાર કરવો જોઈએ, માથું ઝૂકાવીને સ્વિકારવું જોઈએ કે આ સભાગૃહ અને અહીં ઉપસ્થિત લોકો એ છે જેઓએ માત્ર કર્તવ્યની ચર્ચા નહીં, કર્તવ્ય કરીને બતાવ્યું છે. અધિકારની ચર્ચા કરતા હતા, પરંતુ તેનાથી ઉપર ઊઠીને તેઓએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો છે અને આજે આત્મસન્માન સાથે આત્મનિર્ભર થઈને અહીં આજ ઉપસ્થિત થયા છે. આ અવસરનો સૌથી વધુ આનંદ જેને થયો હશે તો બાબા સાહેબ આંબેડકરની આત્માને.
આ સભાગૃહ રાજકારણીઓથી ખચોખચ ભરેલું હોત, બધા અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતીથી જો ભરેલું હોત, મારા જેવો પછાત પણ તેમાં હોત, તો પણ કદાચ બાબા સાહેબ એટલા પ્રસન્ન ન થાત જેટલા આજે પ્રસન્ન થયા હશે. કેમકે બાબા સાહેબે આપણને શું શિખવ્યું છે? બાબા સાહેબે જે શિખવ્યું એ જ રસ્તો આપે પસંદ કર્યો છે. આ સભાગૃહમાં એ લોકો છે, જે દરેક વર્ષે સરકારી તિજોરીમાં સેંકડો, કરોડો રુપિયાનો ટેક્સ આપે છે. આ એ લોકો છે જે સરકારી તિજોરી ભરે છે અને આ એ લોકો છે જે લાખો-લાખો યુવાનોને રોજગારી આપે છે. આ એ લોકો છે જે સરકારની તિજોરી પણ ભરે છે અને ગરીબોનું પેટ પણ ભરે છે.
માનું છું કે મને આપની વચમાં આવીને આપના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે, હું મિલિન્દનો અને તેના તમામ સાથીઓનું હ્દયથી અભિનંદન કરું છું. મને જણાવાયું છે કે જે ડેલિગેટ્સ (પ્રતિનિધિઓ) આવ્યા છે તેઓ પોતાના ખિસ્સામાંથી 1500 રુપિયા ડેલિગેશન ફી આપીને આવ્યા છે. અને આ ડેલિગેટ્સ પોતાના ખર્ચે અહીં હોટલોમાં રોકાયા છે. આપણે જાણીએ છીએ કે દેશનો જમાનો કેવો છે, આવવા માટે એ પૂછે છે કે શું આપશો? અને એ જ તો વસ્તુ છે કે જેને લીધે જૂના વિચારને બદલવા માટે આપણે મજબૂર થવું પડશે કેમકે આપે કંઈક એવું કરી બતાવ્યું છે , જે નવેસરથી વિચારવા માટેનું કારણ બનવાનું છે.
આ યાત્રાના 10 વર્ષ થયા છે અને એ સુખદ સંયોગ છે કે બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતી આપણે મનાવી રહ્યા છીએ. બાબા સાહેબને બંધારણના નિર્માતાના રુપે આપણે બધા જાણીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રીના રુપે એટલો વધુ પરિચય નથી થયો. બાબા સાહેબની અંદર જોઈએ તો ભારતની આર્થિક સમસ્યાઓના સમાધાનના તમામ રસ્તા ત્યાંથી મળી રહે છે.
ક્યારેક -ક્યારેક હું વિચારું છું કે જે રિઝર્વ બેંકની કલ્પના બાબા સાહેબે કરી છે અને જેના કારણે રિઝર્વ બેંકની રચના થઈ છે, પરંતુ દુખ ત્યારે થાય છે કે બેંકમાં કોઈ દલિતને લોન જોઈએ તો લોઢાના ચણા ચાવવા પડે છે. આ સ્થિતિ બદલવી છે. આ દેશનો આટલો મોટો વર્ગ અને આ કસોટીઓથી નિખરેલો વર્ગ છે. સમાજનો એક વર્ગ છે જે ઠંડી શું હોય છે, ગરમી કેવી હોય છે, ખુલ્લા પગે ચાલવાથી કાંકરો કેવી રીતે દબાય છે એ જાણતો પણ નથી. એ તો જે તૈયાર છે એવી અવસ્થામાં ચાલી પડ્યો છે. પરંતુ આ એ લોકો છે જેણે જીવનના દરેક કષ્ટ વેઠ્યા છે, દરેક અપમાન સહન કર્યા છે,મુસિબતોનો સામનો કર્યો છે અને એક પ્રકારની કસોટીમાંથી પસાર થતા થતા પોતાની જીંદગી બનાવતા-બનાવતા ઊભરીને સામે આવ્યો છે, તેની તાકાત કેટલી હશે એનો અંદાજ મને બરોબર છે. લોખંડનું મુલ્ય હોય છે પરંતુ સ્ટીલનું વધુ હોય છે કેમકે તે પ્રક્રિયામાંથી નિકળેલું હોય છે.
આપ લોકો આત્મનિર્ભર છો અને આત્માભિમાની પણ છો. ત્રણ હજારથી વધુ દલિત ઉદ્યોગસાહસિકો તેના સભ્યો છે. પરંતુ હું મિલિન્દને જણાવી રહ્યો હતો, હું મિલિન્દને કહું છું તો ખોટું ન લગાડતા, હું તેને વિદ્યાર્થીકાળથી જાણું છું. તો સમાજમાં ત્રણ હજારથી પણ વધુ થઈ ગયા છે. આપણે તેમના સુધી કઈ રીતે પહોંચ્યા. તેમને આ પ્રવાહમાં કઈ રીતે જોડીએ.
બહેન કલ્પનાના નેતૃત્વમાં 300 મહિલા ઉદ્યોગસાહસિકોનું એક યુનિટ બન્યું છે. મહિલા ઉદ્યોગસાહસિકો પણ, આપ જુઓ મેં કર્ણાટકની બેટીને પણ સન્માનિત કરી છે. જે લોકો પર્યાવરણની ચર્ચા કરે છે, પેરિસમાં બહુ મોટા-મોટા સમારોહ યોજાય છે, રસ્તો કર્ણાટકમાં કોઈ એક દલિત કન્યા શોધીને આપે છે. આ આપણે જ્યાં સુધી ઉજાગર ન કરીએ, આપણે લોકોને પરિચિત નથી કરતા, હું મારા રતિભાઈથી તો પરિચિત છું, મારા ભાવનગરના છે તો કઈ રીતે તેઓએ જીવનને આગળ વધાર્યું હું બહુ સારી રીતે જાણું છું. સમાજમાં આ શક્તિ પડી છે.
કેટલાક લોકોને લાગતું હશે કે આ માત્ર એક આર્થિક અને વ્યવસાયિક જગતની ચર્ચાનો વિષય છે હું જરા તેનાથી હટીને વાત કરવા માગું છું. એનો એક સામાજિક સ્તંભ છે સમગ્ર ઘટનાનો. અને હું ઈચ્છીશ કે દેશનું આ તરફ ધ્યાન જશે. મને જણાવાયું હતું કે સભાગૃહ નાનું પડી ગયું તો બીજા સભાગૃહમાં બધા લોકો બેઠા છે. આશરે પોણા ચારસો નવયુવાનો અહીં બેઠા છે, હું તેમને પણ સલામ કરું છું.
ક્યારેક-ક્યારેક જ્યારે આપણે સાંભળીએ છીએ, કે જીવનમાં ઘટના થઈ જાય, નિરાશા આવી જાય, માણસ વિચારે છે જીવન બેકાર છે. હવે તો શું કરવું કોઈ મારી સાથે નથી. આત્મહત્યાના રસ્તે ચાલી પડે છે. સારા ઘરના નવયુવકો પણ ક્યારેક-ક્યારેક એ રસ્તા પર નીકળી પડે છે. હું આજે સભાગૃહમાં, જેમના મનમાં પણ ક્યારેક આત્મહત્યાનો વિચાર આવે છે, તેમને આગ્રહ કરું છું કે આત્મહત્યા કરવાના વિચાર આવતા પહેલા એક વાર કલ્પના સરોજને ફોન કરી દો. એક વખત કલ્પનાને ફોન કરી દો. બહુ ઓછા લોકોને ખબર હશે કે કલ્પના પોતાની જીંદગી ક્યાંથી ક્યાં સુધી લઈ ગઈ છે. કેટલા સંકટોમાંથી તે પસાર થઈ છે. જીવન અને મૃત્યુમાંથી નક્કી કરવાનું હતું, તેણે જીવનને જીવવાનું નક્કી કરી લીધું અને આજે આપણી સામે બેઠી છે. એટલે કે નિરાશાના માહોલમાં પણ જીવવાની આશા જગાવવાની શક્તિ જો કોઈ આપી શકે છે તો તે સમગ્ર સમાજ આપી શકે છે. અને આ શક્તિને ઓળખવી, એ શક્તિને ઓળખીને રાષ્ટ્રને આગળની દિશામાં વધારવાનો પ્રયાસ કરવો, આર્થિક બાબતોથી પણ વધુ ક્યારેક-ક્યારેક સામાજિક બાબતો ઘણી શક્તિશાળી હોય છે. જે સામાજિક બાબતો, સદીઓ સુધી આપણને બરબાદીના રસ્તે લઈ ગઈ એ જ વસ્તુ આજે તકમાં પરિવર્તિત થઈને સમાજના સદીઓ જૂના સંકટોમાંથી બહાર લાવવાની તાકાત પણ બની શકે છે. અને તેથી આવી શક્તિઓ પર આપણી નજર જવી જોઈએ.
હાલમાં સરકારે એક પહેલી વખત જે પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક માટે મૂડી ફંડની રચના કરી છે. આ મૂળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતીના લોકો માટે છે. કેમકે તેને તો વારસામાં ઉદ્યોગસાહસિકતા ક્યાં મળશે બિચ્ચારાને. તેને તો ક્યારેક વારસામાં, તેના પિતા, તેના માતાએ તો મજૂરી કરીને જીવન વિતાવ્યું છે. બસ પેઢીગત ઉદ્યોગપતિઓમાં બેંકોને પણ કહું છું કે આપ બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટને (મોટા ઉદ્યોગોને) તો લોન આપવા માટે ખૂબજ ઉત્સુક રહો છો, મારે ગ્રીન ફિલ્ડને (નાના ઉદ્યોગોને) પણ આપવું છે. નવી તાકાત તેનાથી ઊભરે છે, નવા લોકો તેનાથી આવે છે.
હાલમાં સરકારની જે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે – પીએમ માઈ. આ યોજનાના અંતર્ગત સમાજના આ પ્રકારના, તબક્કાના લોકોએ છેલ્લા સાત – આઠ મહિનામાં આ યોજનાને આગળ વધારી છે. આશરે-આશરે 80 લાખ લોકોને એક પણ રુપિયાની ગેરંટી વગર બેંકોમાંથી લોન અપાઈ હતી. આશરે 50 હજાર કરોડથી વધુ રુપિયા અપાયા હતા અને આ લેનારા કોણ છે. મોટાભાગના તેમાં દલિત છે, ઓબીસી છે, એસટી છે અને કેટલીક મહિલાઓ છે અને તેઓ નાના-નાના કામ કરે છે. પરંતુ તેમને લાગે છે કે હું કંઈક હજુ વધુ વધારું. વ્યાજ લઈને શરાબના પૈસા આપું છું એમાંથી બહાર નિકળું અને હું મારું કામ શરૂ કરું. અને આ એ લોકો છે, કોઈ એક રોજગાર આપે છે, કોઈ બેને રોજી આપે છે, કોઈ ત્રણને રોજગાર આપે છે.
આ દેશમાં આવા લોકો આશરે 14 કરોડ લોકોને રોજગાર આપે છે, 14 કરોડ લોકોને. પરંતુ તે બેંકના દાયરામાં હતા જ નહીં, બેંકના હિસાબ-કિતાબમાં જ નહતા. જે 300 લોકોને રોજગાર આપે છે પરંતુ મોટી હાઈ ફાય ફેક્ટરી બનાવે છે તો બેંક વાળા તેના ઘરે જવા તૈયાર છે. પરંતુ એક ગામના દસ લોકો નાનું -નાનું કામ કરીને 50 લોકોને રોજગાર આપે છે તેની તરફ નજર નથી જતી. અમારો પુરો પ્રયાસ આ માટે છે.
સમાવિષ્ટતા, આર્થિક સમાવિષ્ટતા ક્યારેક-ક્યારેક આપણા દેશમાં ચર્ચા રહે છે કે આર્થિક સમાવિષ્ટતાનો જે મોહ છે તે દેશના અર્થતંત્ર પર બોજ બનતો જાય છે. મારા વિચાર જુદા છે હું માનું છું કે જે પિરામિડના જે તળિયા છે એ જેટલા મજબૂત હશે એટલો જ પિરામિડ મજબૂત હશે અને તેથી પિરામિડના તળિયા પર જે લોકો છે તમામ આપણી રચના છે એમાં તળિયા પર જે લોકો છે, જે કોટિ-કોટિ જન છે. તેમની જો તાકાત વધે છે, ભારતની અર્થવ્યવસ્થાનો તેઓ હિસ્સો બને છે અને જેમ મિલિન્દે કહ્યું કે આપણે જોબ સિકર (રોજગાર માંગનાર) બનવા નથી માગતા, જોબ ક્રિએટર (રોજગાર ઊભો કરનાર) બનવા માગીએ છીએ. આપણે ભારતના જીડીપીમાં ભાગીદારી કરવા માગીએ છીએ. આપણે ભારતની વિકાસ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને આગળ વધવા માગીએ છીએ. આ જે તાકાત છે, આ તાકાત દેશને આગળ લઈ જાય છે.
સરકારે સ્કિલ ડેવલપમેન્ટ (પ્રતિભા વિકાસ) પર જોર આપ્યું છે. ભારત પાસે 65 ટકા જનસંખ્યા 35થી ઓછી વયની છે. તેમને આપણે કઈ રીતે તેમના પગ પર ઊભા થવાની તાકાત આપીએ. તેમનો એ જુસ્સો બુલંદ કરીએ કે તેઓ પોતે તો આગળ વધે, બે અન્ય લોકોને પણ આગળ વધારે અને જ્યારે આ સ્થિતિ ઊભી થાય તો દેશ પછી આગળ પોતાની મેળે વધે છે. તેને આગળ વધારવા માટે કોઈ નવા પ્રયાસોની જરુર નથી પડતી, તે પોતાની રીતે જ આગળ વધે છે. અને તેથી હું આ દસ વર્ષની યાત્રાથી આપણે જે મેળવ્યું છે, શું આપણે સંકલ્પ કરી શકીએ કે આવનારા બે વર્ષમાં આપણે આ દસ વર્ષથી પણ આગળ નિકળીને તેનાથી ડબલ કરી દઈએ અને એ શક્ય છે. શક્ય એટલે છે કે આજે દિલ્હીમાં એક એવી સરકાર છે જે આપની જ સરકાર છે. જેના દીલ અને જાન આ વસ્તુઓથી જ ભરેલા છે.
મારે કોઈને સમજાવું નથી પડતું કેમકે મેં જીવન જીવ્યું છે. અપમાન શું હોય છે એ મને ખબર છે. અમે તો જાણીએ છીએ જૂના જમાનાથી. જો અમારા ત્યાંથી કોઈ વરઘોડો પણ નિકળે અને ઘોડા પર બેઠા હો તો મોત ભૂલી જતો હતો. સારા કપડા પહેરી લઈએ તો સામંતશાહીની માનસિકતા સ્વિકાર કરી શકતી નથી અને એ આજે પણ છે. તમે સારા કપડા પહેરો છો. આ આજે પણ છે. એવી અવસ્થામાં આત્મનિર્ભર આત્મ સન્માન સાથે આગળ વધવું એ આ સરકારની પણ જવાબદારી છે અને આપ સૌનો ઉત્સાહ મને નવી તાકાત આપે છે અને તેથી આપ એ માનીને ચાલો કે દિલ્હીમાં આપનો એક સાથી બેઠો છે જે એ વાતને આગળ વધારવા માગે છે અને હું જે અધિકારથી વધુ કર્તવ્ય પર જોર આપું છું કેમકે આ મારી પસંદગીનું કામ છે કેમકે બાબા સાહેબ આંબેડકરે આપણને આ જ રસ્તો શિખવાડ્યો હતો.
બાબા સાહેબ આંબેડકર કહેતા હતા, તેઓ કહેતા હતા કે ભાઈ દલિત પાસે જમીન નથી તો તે ક્યાં જશે. દલિત માટે રોજી-રોટીનો અવસર ઔદ્યોગિકરણ જ છે. દેશમાં જો ઔદ્યોગિકરણ હશે તો દલિતને રોજગારી મળશે, દલિતને કામ મળશે. ખેતી તો છે નહીં તેની પાસે, જશે ક્યાં તે. અને આ દેશમાં ઔદ્યોગિકરણનો સૌથી મોટો લાભ થાય છે તો નિચલા તબક્કાના લોકોને કે જેઓ રોજગારી મેળવે છે તેમની જીંદગીમાં બદલાવ આવે છે. બાબા સાહેબ આંબેડકરનું એ સ્વપ્ન આપણે પુરું કરવાનું છે.
બાબા સાહેબે કહ્યું શિક્ષિત બનો. અમે કહી રહ્યા છીએ બેટી બચાવો બેટી પઢાઓ. એ કઈ બેટી છે જેણે હજુ ભણવાનું બાકી છે ભાઈ. શું અમિરોની બેટીઓને ભણવાનું બાકી છે. અમારા જ પરિવારની તો બેટીઓ છે કે જેમનું ભણતર બાકી રહી ગયું છે અને તેથી બાબા સાહેબે જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નોને આપણે મળીને પુરું કરવાનું છે અને એ પૂરા થઈ શકે છે. આજના આ દ્રશ્યને જોઈને દેશની અર્થવ્યવસ્થા પર જેઓ લેખો લખે છે ને, તેમને પણ નવેસરથી વિચારીને લખવું પડશે. જોકે આ હું કહી તો ન શકું કે તેઓ લખશે પરંતુ લખવું તો પડશે જ. આ બદલાવ છે. આ દેશમાં એક તબક્કે જેમને ક્યારેય માન-સન્માન નહતું મળતું તેઓ આજે કહે છે કે હું એવો આગળ વધું કે જેથી હું કોઈને સન્માનથી જીવવાની તક આપી શકું, હું તેને રોજગાર આપું. આ જે વિચાર છે ને એજ શક્તિ છે અને એ શક્તિના ભરોસા પર આપણે આગળ વધી રહ્યા છીએ. હું ફરી એક વખત આપને અનેક શુભકામના પાઠવું છું અને ફરી વિશ્વાસ અપાવું છું. આવો આપણે ખભા સાથે ખભો મિલાવીને ચાલીએ. કદમ સાથે કદમ મિલાવીને ચાલીએ અને મને આનંદ પણ છે કે હાલમાં આપણા મિલિન્દજીએ વર્ણન કર્યું કે લંડનમાં બાબા સાહેબ આંબેડકરનું જે મકાન હતું ત્યાં સ્મારક બનાવાયું છે. પરંતુ આનો પહેલો યશ જેને જાય છે તે કલ્પનાને જ જાય છે કેમકે સૌથી પહેલા આ માટે કલ્પનાએ જ અવાજ ઊઠાવ્યો હતો. તેણે અવાજ ઊઠાવ્યો કે ભાઈ આ મકાન વેચાઈ રહ્યું છે અને અમે જાગતા હતા અને અમારા કાને આ અવાજ પડ્યો અને આજે એ મકાન પ્રેરણાનું કેન્દ્ર બની જશે. દેશની યુવા પેઢી જ્યારે લંડન જશે તે જોશે કે આ સ્થળે જ બાબા સાહેબે શિક્ષણ ગ્રહણ કર્યું હતું અને હિન્દુસ્તાનને એક નવું નવજીવન આપવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં હું ફરી એક વખત કહું છું કે આપે જે કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો છે દેશને પણ આપ આ રસ્તાની પ્રેરણા આપતા રહો, અમને બધાને પ્રેરણા આપતા રહો. ફરી એક વખત આપનો ઘણો ઘણો આભાર.
AP/J.Khunt
PM @narendramodi is speaking at the Dalit Indian Chamber of Commerce & Industry. Watch Live https://t.co/tAnz7NmXQ1
— PMO India (@PMOIndia) December 29, 2015
We all know Babasaheb Ambedkar was the architect of our constitution, but not many know that he was an accomplished economist too: PM Modi
— PMO India (@PMOIndia) December 29, 2015
Financial Inclusion is at the core of our focus. We want to create job-creators, not job-seekers: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2015
Our Govt is your Govt. We are working for your empowerment: PM Modi at the Dalit Indian Chamber of Commerce & Industry
— PMO India (@PMOIndia) December 29, 2015
Babasaheb rightly said that Industrialisation will give maximum benefit to our Dalit sisters and brothers: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2015
The spirit of enterprise & determination shown by Dalit entrepreneurs is remarkable. Met them at National Conference of Dalit Entrepreneurs.
— Narendra Modi (@narendramodi) December 29, 2015
Dr.Ambedkarwas a distinguished economist. He had the foresight on how industrialisation would empower Dalits. https://t.co/gEaBBhZMSI
— NarendraModi(@narendramodi) December 29, 2015