પીએમઇન્ડિયા
વિશાળ સંખ્યામાં પધારેલા ભાઇઓ અને બહેનો,
આપણા મુખ્યમંત્રી જણાવી રહ્યા હતા કે મોદીજી જેટલી વખત હરિયાણામાં આવ્યા છે અને 11 તારીખે પણ આવવાના છે, 18મી તારીખે પણ આવવાના છે. તમને બધાને ખબર હશે કે હરિયાણા મારું બીજું ઘર છે. ગુજરાત છોડ્યા બાદ મેં વર્ષો સુધી હરિયાણામાં જ પોતાનું જીવન વિતાવ્યું છે. અહીંના ગામ, ગલી અને મોહલ્લાથી હું પરિચીત છું, તો મને હરિયાણા આવવાનું મન તો કરશે જ ને ? તમારા પ્રેમને હું ક્યારેય ભૂલી શકું ? આ તમારો પ્રેમ જ છે જે મને અહીં વારંવાર ખેંચીને લાવે છે અને મેં હરિયાણાને કહ્યું હતું, પહેલા દિવસથી કહી રહ્યો છું કે તમે મને જે પ્રેમ આપ્યો છે, હું વિકાસ કરીને વ્યાજ સહિત પરત આપીશ, આ હું કરી રહ્યો છું.
ભાઇઓ- બહેનો ચૂંટણી આવે છે, જાય છે. રાજકારણ પોતાના સ્થાને ચાલ્યા કરે છે. તે લોકતંત્રનો સ્વભાવિક ભાગ છે, જોકે દેશ ફક્ત રાજકારણથી જ ચાલતો નથી, દેશ રાષ્ટ્રનિતીથી ચાલે છે, જેશ વિવાદોથી નથી આગળ વધતો. દેશ સંવાદથી આગળ વધે છે. આપણી સમસ્યાઓનું સમાધાનનો કોઇ એક ઉપાય છે, જો એની કોઇ એક જડીબૂટી છે, તો એ જડીબૂટીનું નામ વિકાસ છે, વિકાસ. વિકાસ થશે તો યુવાનોને રોજગાર મળશે, વિકાસ થશે તો ખેડુતોને પોતાના પાકની પૂરતી રકમ મળશે, વિકાસ થશે તો ગરીબમાં ગરીબ બાળકોને સારામાં સારું શિક્ષણ મળશે. વિકાસ થશે તો ગામના ગરીબ હોય, વૃદ્ધ-તપોવૃદ્ધ લોકોને આરોગ્યની સુવિધા મળશે, ગરીબને રહેવા માટે ઘર મળશે અને એટલા માટે જ ભાઇઓ-બહેનો અમે એક જ બિંદુ પર કામ કરી રહ્યા છીએ. જ્યારથી તમે અમને જવાબદારી સોંપી છે, અમારો એક જ મંત્ર છે, એક જ ઉદ્દેશ્ય છે, એક જ માર્ગ છે, એક જ મંઝીલ છે અને તેનું નામ છે વિકાસ.
તમે મને કહો, તમને વિકાસ જોઇએ છે કે નહીં ? સારા રસ્તા જોઇએ છે કે નહીં ? સારી સ્કૂલ જોઇએ છે કે નહીં ? સારી હોસ્પિટલ જોઇએ છે કે નહીં ? દેશને આ જ જોઇએ છે એટલા માટે આ સરકાર આ બિન્દુઓ પર પોતાની તાકાત લગાવી રહી છે. સારું થયું હોત જો આ તમામ કામો છેલ્લા 60 વર્ષમાં પૂરા થઇ ગયા હોત તો દેશો ઉંચાઇઓ પાર કરી લીધી હોત. પરંતુ ઘણા બધા કામો અધૂરા છે, અને અધૂરા એટલા માટે છે કે પહેલાની સરકારોની ટીકા કરીને, ટીપ્પણી કરીને હું રોકાઇ જાઉં એ ઉચિત નથી. આ સરકારની જવાબદારી છે કે આપણે સમસ્યાઓનું સમાધાન શોધીએ. વિકાસના નવા-નવા ઉપાય શોધીએ અને દેશને નવી ઉંચાઇઓ પર લઇ જઇએ.
તાજેતરમાં તમે જોયું હશે કે દુનિયા પર એક આર્થિક સંકટ પેદા થયું હતું. મજબૂતથી મજબૂત આર્થિક અર્થતંત્ર ધરાવતા દેશો હલી ગયા હતા. અને તોફાન એટલું ભયંકર હતું કે તેની સામે ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું, એટલી ઝડપથી આંધી આવી હતી. જોકે આખી દુનિયાના આર્થિક પંડિતોનું કહેવું હતું કે એટલી ભયંકર આર્થિક મંદીની વચ્ચે. એટલા ભયંકર આર્થિક તોફાનની વચ્ચે જો કોઇ એક દેશ બરાબર ઉભો રહ્યો હતો, ટકી રહ્યો હતો અને તે દેશનું નામ હિન્દુસ્તાન છે.
મારા ભાઇઓ અને બહેનો આ દર્શાવે છે કે છેલ્લા 15 મહિનામાં સરકારે જે-જે રસ્તા અપનાવ્યા હતા, જે નિતીઓ લાગૂ કરી છે, આજે તેનું પરિણામ નજરે આવી રહ્યું છે કે આટલી મોટી આંધી આવી હોવા છતાં પણ હિન્દુસ્તાન આર્થિક રીતે ટકી રહ્યું છે. પરંતુ ભાઇઓ અને બહેનો ફક્ત ટકી રહ્યા છીએ, એનો સંતોષ માનવો એ અમને મંજૂર નથી. આટલી મોટી આંધીમાં, તોફાનમાં ટકી રહ્યા તે સારી બાબત છે પરંતુ આપણે જ્યાં ટકેલા છીએ, ત્યાં રોકાવાનું નથી આપણે આગળ વધવાનું છે. અને આગળ વધવાનો રસ્તો સવા સો કરોડ દેશવાસિયાનો સાથ અને સહયોગ છે, આગળ વધવાનો રસ્તો તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે ખભાથી ખભો મેળવીને ચાલવું પડશે. આગળ વધવાનો રસ્તો લોકતાંત્રિક છે અને જો આપણે વિકાસ કરવો છે તો આપણે માળખાગત સુવિધા પર સૌ પ્રથમ પ્રાથમિકતા આપવી પડશે, રેલવે હોય, રોડ હોય, સામાન્ય નાગરિકોની સુવિધાની વ્યવસ્થા હોય, એ જ્યાં સુધી આપણે નિર્માણ નહીં કરીએ. વિકાસના ફળ નીચે સુધી પહોંચશે નહીં. અને એટલા માટે જ સરકારનો ઉદ્દેશ્ય છે કે 2022 જ્યારે હિન્દુસ્તાન આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે, એ આઝાદીના 75 વર્ષ કેવા હશે, શું આપણે સપનું લઇને ન ચાલી શકીએ કે આઝાદીના 75 વર્ષ જ્યારે મનાવીશું, આઝાદીના દિવાનાઓને જ્યારે અંજલી અર્પીશું, આઝાદી માટે શહિદ થયેલા મહાપુરુષોના પૂણ્યસ્મરણ કરીશું, એ સમયે ઓછામાં ઓછું એક કામ તો પૂરું કરી લઇએ, આ દેશમાં કોઇ ગરીબ એવો ન હોય કે જેને પોતાનું ઘર ન હોય. દરેક ગરીબને પણ પોતાનું ઘર મળે, કામ ખૂબ જ મોટું છે, દુનિયાના અમુક દેશોની વસ્તી કરતાં પણ વધારે મકાન બનાવવા પડશે. જોકે ભાઇઓ અને બહેનો મુશ્કેલ કામો પણ આપણે હાથમાં લેવાના છે અને તેને પૂરા કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
આપણા વૈંકેયાજી નાયડુ શહેરી વિકાસ મંત્રી હોવાના કારણ એક એવી યોજના દેશની સામે રાખી છે, જેના કારણે શહેરના ગરીબો માટે મકાનોની સુવિધા ઉપલબ્ધ થાય, નવા મકાન બને, ગરીબ માટે બને, સસ્તા બને, સારા બને અને ઘર પણ એ હોય, જેના ઘરમાં પાણી હોય, વિજળી હોય, નજીકમાં સ્કૂલ હોય, એક પરિવાર સુખ શાંતિથી રહી શકે એવું ઘર હોય. આપણા ચૌધરી વીરેન્દ્ર સિંહજી લાગ્યા છે, એક ગ્રામીણ વિકાસ મંત્રાલયને લઇને ગામમાં જે ગરીબ છે, તે ગરીબોને રહેવા માટે પોતાનું ઘર મળે, યોજનાઓને આગળ વધારી રહ્યા છે. એક તરફ શહેરી વિકાસ એક તરફ ગ્રામીણ વિકાસ, ગરીબ શહેરનો હોય કે ગરીબ ગામડાનો હોય, તમામને રહેવા માટે ઘર મળે અન તેના માટે ખૂબ જ મોટું કામ અમે માથે લીધું છે.
ભાઇઓ અને બહેનો આજે મેટ્રો રેલનું લોકાર્પણ થઇ રહ્યું છે. હવે હરિયાણા પણ ગર્વ સાથે દુનિયાને કહેશે કે અમારી પાસે મેટ્રો રેલવે છે. દિલ્હીના ટુરિસ્ટોને આકર્ષિત કરવા માટેની સૌથી મોટી તાકાત જો કોઇનામાં છે તો એ હરિયાણામાં છે. વીકએન્ડ ટુરિસ્ટોને આકર્ષિત કરવાની તાકાત છે તો હરિયાણામાં છે અને મેટ્રોની સુવિધા થઇ જાય તો ખૂબ જ મોટી માત્રામાં દિલ્હીથી લોકો વિકએન્ડ મનાવવા માટે હરિયાણા તરફ ચાલશે અને હરિયાણાના યુવાનો માટે રોજી રોટીની વ્યવસ્થા પણ થશે. આ મેટ્રો ફક્ત આવવા જવાનો કારોબાર છે એમ નથી, હવે મેટ્રો ફક્ત, પહેલા બસમાં જવું પડતું હતું, કાર લઇને જવું પડતું હતું. ટ્રાફિક જામ થતો હતો, હવે જલદી પહોંચી શકાય છે. એટલું જ નહીં એનાથી આખુ અર્થતંત્ર વેગ પકડે છે. સમગ્ર આર્થિક જીવનને એક ગતિ મળે છે અને એટલા માટે જ આ રેલીનું નામ પણ ગતિ-પ્રગતિ રેલી રાખવામાં આવ્યું છે. ગતિ પણ થાય, પ્રગતિ પણ થાય અને ઝડપી ગતિથી પ્રગતિ થાય, એ સપનાઓને પૂરા કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. લગભગ લગભગ અઢી હજાર કરોડ રૂપિયાના ખર્ચથી આ પ્રોજેક્ટ અહીં પૂરો થયો છે.
જોકે હું આજે હરિયાણાના ભાઇઓ અને બહેનોને એક ભેટ આપવા માગું છું, આ મેટ્રો અહીંથી પરત ફરશે નહીં, આપણે વલ્લભગઢ સુધી જઇશું. આગામી દિવસોમાં વલ્લભગઢ માટે એક કામ શરુ થશે. 600-700 કરોડ રૂપિયાનો ખર્ચ વધુ થશે જોકે હરિયાણાના એક મહત્વપૂર્ણ ભાગને જોડવાનું કામ થશે.
ફરીદાબાદ મારા માટે નવું નથી. હું ક્યારેક અહીં સ્કૂટર પર આવતો હતો. મેં ફરીદાબાદને વિકસતું જોયું છે. એશિયામાં નવમાં નંબરનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર વાળું આ ફરીદાબાદ શહેર છે. હવે ફરીદાબાદ એક લઘુ હિન્દુસ્તાન બની ગયું છે. હિન્દુસ્તાનનું કોઇ એવું રાજ્ય નહી હોય, જેના લોકો ફરીદાબાદમાં રહેતા નહીં હોય, એક પ્રકારનું લઘુ ભારત બની ગયું છે. આ ફરીદાબાદનો વિકાસ પણ એવી રીતે જ થવો જોઇએ. આ મેટ્રો ટ્રેનના આરંભથી એક નવો વિકાસ માર્ગ પણ અહીં ખુલી જાય છે અને હું શ્રીમાન વૈંકેયાજીને એક વાત માટે અભિનંદન આપવા માગું છું, તેમનો વિભાગ આ કાર્યને જુએ છે, આખી દુનિયાને એક સંદેશ આપી રહ્યા છે કે મેટ્રોની જે લાઇન છે તે પર્યાવરણ મિત્ર છે. અહીંના સ્ટેશનો પર સોલર પેનલ લગાવવામાં આવી છે અને લગભગ લગભગ બે મેગાવોટ વિજળી સૂર્યની શક્તિથી ઉત્પન્ન થાય છે અને આખી વ્યવસ્થામાં એ જ વિજળીનો ઉપયોગ કરવામાં આવે છે. મેટ્રોનો એક ટ્રેક સોલર પેનલથી ભરેલો હોય, એ દુનિયા માટે પણ એક આકર્ષણનું કારણ છે. આગામી દિવસોમાં ગ્રીન રેલવે સ્ટેશન કેવી રીતે બને, પર્યાવરણ મિત્ર રેલવે સ્ટેશન કેવી રીતે બને તે દિશામાં પણ મેટ્રો તરફથી એક સફળતાપૂર્વક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આજે જ્યારે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ માટે ચિંતિત છે, ક્લાઇમેટ ચેન્જના કારણે ચિંતિત છે, આપણું એક નાનું સાહસ મેટ્રો પણ દુનિયાને મદદ કરવા માટે ગ્રીન મુવમેન્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે અને એટલા માટે વૈંકેયાજીને અને તેમની સમગ્ર ટીમને હું હ્દયથી ખૂબ ખૂબ અભિનંદન કરું છં.
ભાઇઓ અને બહેન હરિયાણાની ધરતી એવી છે, કાલે અમે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવ્યો હતો અને જ્યારે શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે ફક્ત દ્વારકા નગર જ યાદ આવતી નથી, કુરુક્ષેત્ર પણ યાદ આવે છે. સમગ્ર હરિયાણા એક પ્રકારે આ મહાપુરુષોની છાયામાં મોટું થયું છે. તેમની પાસે સાંસ્કૃતિક વિરાસત પણ છે.અહીંથી નજીકના ગામમાં સિહી સૂરદાસજીની જન્મભૂમિ છે, આ જ આપણી વિશેષતા, આ જ આપણી તાકાત છે અને એ જ મહાપુરુષોના આશિર્વાદ લઇને અમે હરિયાણાને નવી ઉંચાઇ પર લઇ જવા માટેના પ્રયાસ કરીએ છીએ.
હું હરિયાણા સરકારને અભિનંદન કરું છું. શ્રીમાન મનોહરલાલજીનું વિશેષ રીતે અને તેમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. કે જે હરિયાણાને બાળકીઓની ભ્રુણ હત્યા માટે ઓળખવામાં આવતું હતું તે હરિયાણા આજે બેટી બચાવવા માટે ઓળખાય છે. આ નાનો નિર્ણય પરિવર્તન નથી. આ નાની ચળવળ નથી, કેટલું મુશ્કેલ કામ હોય છે મને અંદાજ છે. જોકે હરિયાણાની રાજ્ય સરકારે અહીંના રાજકિય નેતાઓએ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું લીધું છે અને બેટી બચાવવાનું જે અભિયાન ચલાવ્યું છે અને સમગ્ર હિન્દુસ્તાનમાં બેટી બચાવવાના અભિયાનનો પ્રારંભ પણ આ જ હરિયાણાની ધરતી પરથી થયો છે.
હું જાણું છું, મનોહર લાલજી અમારા ખૂબ જ પરિશ્રમી નેતા છે, મહેનત કરવામાં તેમનો કદાચ કોઇ મુકાબલો ન કરી શકે. મેં વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે અને તે હરિયાણાને નવી ઉંચાઇઓ પર લઇ જવામાં સફળ થશે, હરિયાણાની આશાઓ-આકાંક્ષાઓને તેઓ પૂરી કરશે, એ મને વિશ્વાસ છે.
આગામી દિવસોમાં આપણા દેશમાં, અમે આપણા શહેરોનું રંગ રૂપ બદલવા માગીએ છીએ, ચહેરો બદલવા માગીએ છીએ, તેના ફેંફસાને નવી તાકાત આપવા માગીએ છીએ. આજે આપણા શહેરોના ફેંફસા બિમાર થઇ ગયા છે. હરિયાળી બચી નથી. પોતાની મરજીથી એ વધતું ગયું છે. વૈંકેયાજીની આગેવાનીમાં સ્માર્ટ સિટી બનાવવાનું જે અભિયાન ચાલી રહ્યું છે, તે સ્માર્ટ સિટીમાં ફરિદાબાદનું નામ પણ છે. જોકે અમુક લોકોને લાગે છે કે હવે સરકારે સ્માર્ટ સિટી કહી દીધું તો સ્માર્ટ સિટી બની ગયું. ભાઇઓ અને બહેનો તમને ખબર હોવી જોઇએ અને હું ઇચ્છું છું કે આ વાતની ચર્ચા દરેક ઘરમાં હોવી જોઇએ, દરેક વખતે ચર્ચા થવી જોઇએ કે અત્યારે તો ફરીદાબાદનો પ્રવેશ થયો છે. સ્પર્ધાની પહેલી મેચ તેણે જીતી લીધી છે, પહેલી મેચ જીતીને તેણે પ્રવેશ કરી લીધો છે પરંતુ આગળ વધવા માટે અહીંના તમામ નાગરિકોએ નક્કી કરવું પડશે કે આપણે ફરીદાબાદને સ્માર્ટ સિટી બનાવવાનું છે. કાયદામાં આ પરિવર્તન લાવવું પડશે, તો કરવાનું છે. આપણે એ શિસ્ત લાવવાની છે તો લાવવાની છે. આપણે સ્વચ્છતા રાખવાની છે તો રાખવાની છે. એ જ્યાં સુધી આપણે નહીં કરીએ, આ સ્માર્ટ સિટીની સ્પર્ધા તમે જીતી નહીં શકો. એના અમુક નિયમો છે, અમુક પરિમાણો છે, હું ઇચ્છું છું કે એક જાગૃતિનો માહોલ સમગ્ર દેશમાં બને, સમગ્ર દેશમાં આ 100 શહેર સમગ્ર હિન્દુસ્તાનમાં જે પહેલી મેચ જીતીને આવ્યા છે. કારણ કે સ્પર્ધાથી નક્કી થયું છે, પહેલી સ્પર્ધામાં તેઓ જીતી ગયા છે. જોકે જેમ-જેમ અગાળ વધશો સ્પર્ધા મુશ્કેલ થતી જશે. જોકે મને વિશ્વાસ છે કે હરિયાણાના બંને શહેર આ સ્પર્ધા જીતશે અને દેશમાં સ્માર્ટ સિટી બનાવવાનો યશ હરિયાણા પ્રાપ્ત કરશે.
હું તમને આમંત્રણ આપું છું. હું તમને પડકાર પણ આપું છું આ પડકારનો સ્વીકાર કરો. સરકારે જેટલા પણ પરિમાણો નક્કી કર્યા છે તે પરિમાણોને સ્વીકારો. સમગ્ર ફરીદાબાદનું એક-એક ઘર એક-એક નાગરિકે સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ લેવો જોઇએ ત્યારે જઇને સ્માર્ટી સિટી બની શકશે અને એટલા માટે જ હું તમને આહ્વાન કરું છું.
ભાઇઓ અને બહેનો આ હરિયાણાની ધરતી વીરોની ધરતી છે. આ હરિયાણાની ધરતી જવાનોની ધરતી છે. આ હરિયાણાની ધરતી દેશ માટે જીવ આપનારાઓની ધરતી છે. વડાપ્રધાન બન્યા બાદ મારો પહેલો કાર્યક્રમ જ્યારે મારી પાર્ટીએ મને વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કર્યો તો 13મી સપ્ટેમ્બરે હું રેવાડીમાં આવ્યો હતો. અને મારો પહેલો કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકૌ આવ્યા હતા અન તે સમયે મેં વન રેન્ક વન પેન્શનની વાત કરી હતી, યાદ છે કે નહીં OROPની વાત કરી હતી યાદ છે. ભાઇઓ અને બહેનો આ મામલો 42 વર્ષથી લટક્યો હતો. 42 વર્ષ એટલે કે 4 દશક આટલી સરકારો આવી ગઇ પરંતુ આ સમસ્યાનું સમાધાન કોઇને હાથ લાગ્યું નહોતું. જીભથી તો તમામે સાંત્વના આપી હતી. દરેક જણ કહેતું હતું કે દેશ માટે સૌનિકો મરે છે સરકારની જવાબદારી છે તમામ લોકો કહેતા હતા. પરંતુ કરવા માટે તમામને મુશ્કેલીઓ અનુભવાતી હતી અને આજે મને પણ અનુભવાય છે. આ સરળ કામ નથી. મારા દેશના સૈનિકો તમે દેશ માટે તમારી જિંદગી કુરબાન કરી છે, તમારા માન સન્માનથી વધારે અમારા માટે જિંદગીમાં બીજું કશું ન હોઇ શકે. જોકે આ મામલો ઘણો મુશ્કેલ છે. એન પ્રભાવ ક્યાં ક્યાં પડશે તેની ખબર નથી. આગામી દિવસોમાં કેવા કેવા સંકટ આવી શકે છે પરંતુ મારા દેશના સૈનિકો, અમે વચન આપ્યું હતું અને અમે વચન પાળી રહ્યા છીએ. તમને ખબર છે, પહેલાની સરકાર માટે OROP શું હતું? 500 કરોડ રૂપિયાનો કાર્યક્રમ હતો, 500 કરોડ રૂપિયામાં તો અમને પણ લાગ્યું કે અત્યારે 500 છે તો 700 થશે, 800 થશે, કરી દો, શું છે ? પરંતુ જ્યારે અમે ગણતરી કરવા બેઠા તો દરરોજ નવી બાબતો ધ્યાનમાં આવવા લાગી, દરરોજ નવી બાબતો ધ્યાનમાં આવતી. કોશયારી કમિટિ, જેનો આપણા સૈનિકો વારંવાર ઉલ્લેખ કરે છે, એને અમે જોયું, એણે શું કીધું છે, તેણે તો 300 કરોડથી પણ ઓછું કહ્યું છે. તેણે કહ્યું હતું કે 300 કરોડ રૂપિયાથી ઓછા રૂપિયા પણ લગાવશો તો થઇ જશે. આખી સરકાર ભ્રમિત, બેસેલા ઓફિસરો ભ્રમિત, સેનાના સૈનિકોની વાતો પણ આવી, દરેક વ્યક્તિ મૂંઝવણમાં હતો. છેલ્લા કેટલાક દિવસથી હું સતત એક-એક તાર ખોલતો હતો, બાબતોનું સમાધાન કરતો ગયો અને હિસાબ લગાવતો ગયો તો ભાઇઓ અને બહેનો આ OROP 500 કરોડમાં થવા વાળી રમત નથી. આ OROP 300 કરોડમાં પૂરું થનારું કામ નથી, જ્યારે હિસાબ લગાવ્યો તો હિસાબ 8થી 10 હજાર કરોડનો બન્યો, 8થી 10 હજાર કરોડનો.
મારી સરકાર 26 મે 2014ના રોજ બની હતી અને મારી જવાબદારી બને છે 26 મે 2014થી. આ જે પ્રચાર કરનારા લોકો છે કે દેશની જનતાને અને ખાસ કરીને આપણા સૈનિકોને ભ્રમિત કરવાનું પાપ કરે છે. 26 મેના રોજ આ સરકારનો જન્મ થયો હતો અને તે દિવસથી જ અમે કામ શરૂ કરી દીધું હતું અને કાલે અમે તેની જાહેરાત કરી તો પણ સરકાર બન્યાના તરત પછી એક જુલાઇ ગણવા માટે યોગ્ય રહે છે તેથી જ અમે એક જુલાઇથી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે ભાઇઓ બહનો.
હું જાણું છું કે દેશમાં ફોજમાં 80-90 % લોકો કોણ છે આપણી ફોજમાં 80-90% જવાન જે હોય છે તે નાના – નાના પદ પર હોય છે, ખભા પર બંદૂક ઉઠાવીને દુશ્મનો સામે જે મુકાબલો કરે છે. સૌથી પહેલા જીવ જોખમમાં તે લોકો મુકે છે, પરંતુ સેનાની ઉંમર ઓછી ન થાય એ માટે તેમને 15 વર્ષ બાદ નોકરી છોડવી પડે છે, 17 વર્ષ બાદ છોડવી પડે છે, 20 વર્ષ બાદ છોડવી પડે છે, એટલા માટે અલગ-અલગ શબ્દ પ્રયોગ સેનાવાળા કરતા હશે. અમુક લોકોને લાગે છે કે 15 વર્ષ, 17 વર્ષ નોકરી છોડીને ગયેલા લોકોને OROP મળશે નહીં. મારા સૈનિક ભાઇઓ અને બહેનો, ભલે તેઓ હવાલદાર હોય, સિપાઇ હોય, નાયક હોય, અરે તમે તો દેશની રક્ષા જ કરો છો, જો આ OROP સૌથી પહેલા મળશે તો એ તમને મળશે. આ VRSના નામથી તમને ભ્રમિત કરવાના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે. આ સરકાર જે લોકોએ યુદ્ધમાં સેનામાં કામ કરતાં કરતાં પોતાનું શરીર ગુમાવ્યું છે, કોઇ અંગ ગુમાવ્યું છે એવા સૈનિકે પણ મજબૂર થઇને સેના છોડવી પડે છે. દેશ માટે શરીરનું એક-એક અંગ અર્પણ કરી દીધું છે એવાને પણ સેના છોડવી પડે છે. શું OROPથી વંચિત રહી જશે? સેનાને પ્રેમ કરનારો પ્રધાનમંત્રી એવું ક્યારેય વિચારી જ ન શકે. મારા ભાઇઓ અને બહેનો એવા તમામને OROP મળશે અને એટલા માટે 80-90% આ જે 8 હજાર 10 હજાર કરોડનો ખર્ચ છેને તેનું સૌથી વધારે નાણું આ 15-17 વર્ષની ઉંમરમાં જે સેના છોડીને ઘરે આવે છે એ સૈનિકોમાં જવાનું છે. અને એટલા માટે એ ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આ સરકાર ખૂબ જ સ્પષ્ટ છે કે દેશ માટે જીવવા મરનારા સૈનિકો માટે OROP લાગૂ કરવાનું અમે વચન આપ્યું છે અને કાલે અમે તેની જાહેરાત કરી દીધી છે.
અમુક લોકો કહે છે કે કમિશન બનાવ્યું, આ કોઇ પે-કમિશન નથી બનાવ્યું. આ ફક્ત અમે જે નિર્ણય લીધા છે, કારણ કે પહેલા 500 કરોડવાળાઓની સમજમાં પણ કંઇને કંઇ ગરબડ રહી ત્યાર બાદમાં કોશયારી કમિટિએ જે રિપોર્ટ આપ્યો, તેમાં પણ ગરબડ રહી હતી, અમને લાગ્યું કે 10 હજાર કરોડ રૂપિયા આપ્યા બાદ પણ બની શકે છે કે ક્યાંક કોઇ ઉણપ રહી ગઇ હોય, કોઇ સમજદારીમાં અંતર રહ્યું હોય, સેનાનો કોઇ હિસ્સો બાકી રહી ગયો હોય તો એવા સમયે એક વ્યવસ્થા હોવી જોઇએ જેથી સેનાના સૈનિકો તેની સાથે મળીને, જો કોઇ ઉણપ રહી ગઇ હોય તો, નાનો મોટો ફેરફાર જરૂરી હોય તો તેની સાથે OROPના સંબંધ કરી શકાય તે માટે આ કમિટિ બનાવવમાં આવી છે, આ કોઇ પે-કમિશન નથી અને એટલા માટે જ એમાં જે પણ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે તે ભ્રમોનું નિરાકરણ થવું જોઇએ.
આજે દેશમાં સેનામાં 10માંથી 1 સૈનિક હરિયાણાનો હોય છે, 10 સૈનિક છે તો એમાંથી એક હરિયાણાનો હશે જ અને એટલા માટે આ જ્યારે 8-10 હજાર કરોડનું પેકેજ આવશે તો ખૂબ જ મોટી માત્રામાં ધન હરિયાણના નિવૃત્ત સૈનિકો પાસે આવવાનું છે, મતલબ કે હરિયાણાની અંદર જ હજારો કરોડ રૂપિયા આવવાના છે. જ્યારે હરિયાણામાં હજારો કરોડ રૂપિયા આવશે તો હરિયાણાનું અર્થતંત્ર અચાનક આગળ વધવા લાગશે. હરિયાણાની આર્થિક ગતિવિધીની એક ખૂબ જ મોટી તાકાત, સેનાના નિવૃત્ત સૈનિકોન પૈસા મળવાના કારણે મળવાની છે. આ સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે, દેશભક્તિથી પ્રેરિત થઇને લીધો છે. દેશની આર્થિક વ્યવસ્થામાં ખૂબ જ કામો છે, અમુક કામમાં ઘટાડો કરીને પણ કરવા પડે તો પણ કરવાનો નિર્ણય લીધો છે અને એટલા માટે જ હું, મારી સૈનાના સૈનિકોને કહેવા માગું છું કે આ સરકાર તમારી છે, આ સરકાર તમારો આત્મવિશ્વાસ બુલંદ કરવા માગે છે, આ સરકાર તમારા સુખની ચિંતા કરવાની સરકાર છે અને આગમી દિવસોમાં જ્યાં જે જરૂર પડશે, આ સરકાર તમારી સાથે ઉભી રહેશે, આ હું દેશના સૈનિકોને વિશ્વાસ અપાવવા માગું છું.
ભાઇઓ બહેનો લોકો નિવેદનબાજી કરીને, રાજકારણની ભૂલો સીધી કરવાનો પ્રયત્ન કરે છે. દેશવાસિયો જેમણે 40-42 વર્ષ સુધી કામ નથી કર્યું, એમને એક પણ સવાલ પૂછવાનો અધિકાર છે કે શું ? જરા સમગ્ર તાકાત સાથે મને જવાબ આપો, જેમણે પોતે નથી કર્યું તેમને સવાલ પૂછવાનો હક છે કે શું ? દેશને ગુમરાહ કરવાનો હક છે કે શું ? સૈનિકોના નામ પર બોલવાનો હક છે કે શું ? અરે તમારું પાપ હતું કે તમે લોકોએ 40-42 વર્ષ સુધી કામ નથી કર્યું, આજે અમારો હિસાબ માગી રહ્યા છો. ભાઇઓ અને બહેનો એક ફેશન ચાલી રહી છે. એક ફેશન ચાલી રહી છે કે જ્યારે સરકાર કોઇ પણ સારા નિર્ણય લે, દેશને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે હિમ્મત કરીને આગળ આવે તો જે લોકો, જેમને દેશની જનતાએ નકાર્યા છે તેઓ આ દેશને આગળ વધવા દેવા માગતા નથી, લોકતંત્રનું એનાથી મોટું કોઇ અપમાન ન હોઇ શકે અને એટલા માટે મારા ભાઇઓ અને બહેનો, હું દેશવાસિયોને હરિયાણાની ધરતી પરથી કહી રહ્યો છું કે જ્યાં કૃષ્ણએ ગીતાનો સંદેશ આપ્યો હતો અને યુદ્ધમાં વિજય મેળવવાનો સંકેત આપ્યો હતો, આ એ જ ભૂમિ છે કે જ્યાં દરેક પરિવારમાંથી કોઇને કોઇ સૈનિક સીમા પર દેશની સેવા કરતો હોય છે, એવી ધરતીને હું એ કહેવા માગીશ કે અમારા માટે, આપણી સેનાના સૈનિકો ઓછા વહાંલા નથી અને એટલા માટે જ આ વન-અપમેનશિપ જે ચાલી રહી છે, એની રમત દેશનું ભલું કરશે નહીં.
ભાઇઓ અને બહેનો અમે વિકાસના માર્ગ પર ચાલવા માગીએ છીએ, સવા સો કરોડ દેશવાસિયાને સાથે લઇને ચાલવા માગીએ છીએ અને તેમને લઇને અગાળ વધી રહ્યા છીએ અને આજે મેટ્રોનું એક નજરાણું હરિયાણાના જીવનને નવી તાકાત આપશે. આધુનિક હરિયાણા બનાવવામાં આ ભેટ કામમાં લાગશે. એવા જ વિશ્વાસ સાથે હું ફરીથી એક વખત અહીંના મુખ્યમંત્રીને, સરકારની પૂરી ટીમને હરિયાણાને સતત આગળ વધારવા માટે, નવી ઉંચાઇઓ પર લઇ જવાનો પ્રયાસ કરવા માટે અભિનંદન આપું છું, અને શ્રીમાન વૈંકેયાજી નાયડુની આગેવાનીમાં આપણો શહેરી વિકાસ ઝડપથી વધે, હરિયાણામાં ખૂબ જ મોટી માત્રામાં શહેરી વિકાસ થઇ રહ્યો છે, એ પણ નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરે એની જ શુભેચ્છા સાથે આપ તમામનો ખૂબ-ખૂબ આભાર.
મારી સાથે બંને મુઠ્ઠી બંધ કરીને બોલો
‘જય જવાન, જય કિસાન’
‘જય જવાન, જય કિસાન’
જય જવાન, જય કિસાન’,
‘ભારત માતા કી જય’
‘ભારત માતાની જય’
ખૂબ-ખૂબ આભાર.
UM/AP/J.Khunt/GP
PM @narendramodi on board the Metro. pic.twitter.com/2deBVlWj0J
— PMO India (@PMOIndia) September 6, 2015
PM @narendramodi on the metro: some more images. pic.twitter.com/jIPBeXrmCs
— PMO India (@PMOIndia) September 6, 2015
Passengers on board and the PM. pic.twitter.com/4p72z2Nkwz
— PMO India (@PMOIndia) September 6, 2015
PM @narendramodi begins his speech with 'Jai Jawan, Jai Kisan' https://t.co/beTOzSlUWy
— PMO India (@PMOIndia) September 6, 2015
Haryana is like a 2nd home. After leaving Gujarat a few years ago I stayed in Haryana for a very long time: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
Rashtraneeti & not Rajeenti drives the nation. Samvad & not Vivad is essential. Solution to all problems is development : PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
Since the time you have elected us our sole aim is development: PM @narendramodi in Haryana https://t.co/beTOzSlUWy
— PMO India (@PMOIndia) September 6, 2015
If some work is incomplete it is the duty of this Government to complete it. Solution does not lie only in criticising: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
The way ahead lies in taking everyone together, centre & states working together. Infrastructure is essential for progress: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
Why should any Indian be homeless. Every person, the poor must have his or her home. This work maybe tough but we have to complete it: PM
— PMO India (@PMOIndia) September 6, 2015
Our @MVenkaiahNaidu ji is working for housing for urban poor & Birender Singh ji is working on rural development & homes for rural poor: PM
— PMO India (@PMOIndia) September 6, 2015
Before becoming the PM, my first programme after being announced the PM candidate was in Haryana with ex-servicemen: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
Nothing bigger than respect for the veterans and those who gave their life for the nation: PM @narendramodi https://t.co/beTOzSlUWy
— PMO India (@PMOIndia) September 6, 2015
We made a promise and we are fulfilling it. For the previous Government this OROP was about Rs. 500 crore: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
I went deeper into the issue and got to know this OROP is not about Rs. 500 crore. This is about Rs. 8,000 to Rs. 10,000 crore: PM
— PMO India (@PMOIndia) September 6, 2015
Why are some people misleading the people and the Jawans of the Nation? We began work on OROP from Day 1 & took a decision: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
The Commission is not like a Pay Commission. It is about a system where if there is a shortcoming, it can be looked into & sorted: PM
— PMO India (@PMOIndia) September 6, 2015
The Government has taken a big decision and this is inspired by a feeling of patriotism, respect towards veterans: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 6, 2015
There is a fashion- if Government does something good then those who are rejected will speak & prevent Nation from going ahead: PM
— PMO India (@PMOIndia) September 6, 2015