Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દુકાળ અથવા કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં અગાઉથી જ અમલમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર એક્ટ (મનરેગા) હેઠળ પરિવાર દીઠ 100 દિવસ પર વધારાના 50 દિવસની રોજગાર યોજનાને કાર્યોત્તર મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે દુષ્કાળગ્રસ્ત અને કુદરતી આપત્તીગ્રસ્ત નિર્દીષ્ટ કરાયેલા વિસ્તારોમાં જોબ કાર્ડ ધરાવનારા બિનકાર્યકુશળ જાત મહેનત કરતા કામદારોને નાણાંકીય વર્ષ દરમિયાન 100 દિવસના કામના દિવસોમાં વધારાના 50 દિવસ આપવાને પાશ્ચાત્ય અસરથી અમલમાં આવે એ રીતે મંજૂરી આપી દીધી છે. આને લીધે જે તે રાજ્યએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગરીબોને વધારાના વેતન સાથે રોજી આપવી પડશે. આના લીધે ગ્રામીણ ગરીબ પરિવારોને લાભ થશે અને તેમને આનાથી ગ્રામીણ હવામાન સામે લડવા માટે તાત્કાલિક આર્થિક લાભ મળશે તથા ગ્રામીણ વિસ્તારોની સ્થિતિમાં રાહત થશે.

2015ની ખરીફ સિઝનમાં વરસાદની ખાધને જોતા ભારત સરકારે ખેડૂતોને તાત્કાલિક રાહત માટે અનેક નિર્ણયો લઈ લીધા છે. આ પગલાના અંતર્ગત તમામ રાજ્યોની સરકારને તત્કાળ કામ કરવા જણાવાયું છે કે જેનો અમલ તેઓએ તેમની જરુરિયાતની આકરણી કરીને કરવાનો રહેશે. સરકારના વિવિધ નિર્ણયો નીચે મુજબ છે –

1. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટેની ડિઝલ સબસીડી સ્કિમ – દુષ્કાળગ્રસ્ત અને જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે ત્યાં ઊભા પાકને બચાવવા માટે સિંચાઈ કરી ડિઝલ પંપ દ્વારા પાણી મેળવવા માટે ખેડૂતોને ડિઝલમાં સબસીડી આપવાનો નિર્ણય કરાયો છે (રૂ.100 કરોડની ફાળવણી). 30 સપ્ટેમ્બર 2015 સુધીના પ્રવર્તમાન દક્ષિણ – પશ્ચિમના ચોમાસા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આ સ્કિમમાં આવરી લેવાશે. ડિઝલ સબસીડીની સ્કિમનો રાજ્ય સરકારો/કેન્દ્ર સાસિત પ્રદેશોના વહિવટીતંત્રે આ સ્કિમનો અમલ કરવાનો રહેશે, જેમાં તેઓએ વધારાની સિંચાઈ/કે પાક બચાવવા માટેની સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીના પંપીગ માટે વપરાતા ડિઝલની ઓફસેટ કોસ્ટ પર ચૂકવવાને પાત્ર રહેશે. આ સ્કિમ જે જિલ્લા/તાલુકા/વિસ્તારોમાં 15 જુલાઈ 2015 સુધીમાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ હશે તેમને મળવા પાત્ર છે (ભારતીય હવામાન ખાતા દ્વારા અપાયેલા અહેવાલના આધારે), જે જિલ્લા/તાલુકા/ વિસ્તારોને જે તે રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહિવટીતંત્ર દ્વારા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરાયા હોય, એ વિસ્તારો કે જ્યાં સતત 15 દિવસથી વરસાદ જ ન પડ્યો હોય, દા.ત. ઓછો વરસાદ (સામાન્ય 60 ટકા કે સામાન્ય કરતા વધુ) સતત 15 દિવસના ગાળામાં વરસાદ ન પડ્યો હોય, કે જેની ગણના આઈએમડીના અહેવાલના આધારે ચોમાસાની નક્કી કરાયેલી તારીખના આધારે. અસરગ્રસ્ત ખેડૂતોને ડિઝલની કિંમત પર 50 ટકા સબસીડીની દરખાસ્ત છે (દર હેક્ટર દીઠ રૂ. 2000), દરેક ખેડૂત માટે બે હેક્ટરની મર્યાદા સુધી સિમિત રહેશે. આ રાહત ભારત અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત વહિવટીતંત્ર વચ્ચે 50-50ના આધારે ભોગવવાની રહેશે.

2. બીજ સબસીડીની મર્યાદામાં વધારો – બીજ સબસીડીની મર્યાદામાં વધારો. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને રાહત આપવાના પ્રયાસમાં દુષ્કાળ સામે રક્ષણ આપી શકે એવા બીજના વાવેતર અથવા ખરીદવા માટેના વધારાના ખર્ચને પહોંચી વળવા માટે, બીજ સબસીડીની મર્યાદા 50 ટકા વધારવાનો નિર્ણય કરાયો છે જે જિલ્લાના દુષ્કાળ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવવાની રહેશે. આ વધારો 31.12.2015 સુધી માન્ય રહેશે.

3. બારમાસી બાગાયાતી પાકોને બચાવવા માટે દરમિયાનગીરી – યોગ્ય ઈનપુટ સહાય પગલા પાણીની જરૂર વાળા બાગાયાતી પાકો માટે લેવાશે, જેના માટે રૂ. 150 કરોડની ફાળવણી કરાઈ છે. આ સ્કિમ દેશના દુષ્કાળગ્રસ્ત જિલ્લા/બ્લોક્સમાં અમલમાં મૂકાશે કે જેમને ઈન્ટિગ્રેટેટ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (એમઆઈડીએચ) મિશનના અંતર્ગત આવરી લેવાયા હોય, જેનો અમલ એગ્રિક્લચર, કો-ઓપરેશન એન્ડ ફાર્મર વેલ્ફેર વિભાગ દ્વારા કરવામાં આવશે. દુષ્કાળ અસરગ્રસ્ત જિલ્લા/બ્લોક્સના ખેડૂતોને દર હેક્ટર દીઠ રૂ. 6000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સુધી લાભાર્થીને અપાશે, કે જેથી તેઓ પાક બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકે. આ સહાયનો બોજ પણ ભારત સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રેદેશોના વહિવટીતંત્રોએ 50 – 50ના આધારે ભોગવવાના રહેશે.

4. વધારાના ચારા વિકાસ કાર્યક્રમનો અમલ – દુષ્કાળમાં પશુધન પરની પ્રતિકુળ અસરને હળવી કરવા માટે ચારા ઉત્પાદનમાં મદદરૂપ થવા સહાય પુરી પડાશે (રૂ. 50 કરોડની ફાળવણી). દુષ્કાળ ગ્રસ્ત જિલ્લા/બ્લોક્સના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 3200ની સહાય અપાશે જે લાભાર્થી દીઠ બે હેક્ટર પુરતું મર્યાદિત હશે, જે આ જિલ્લા/ બ્લોક્સમાં વધારાના ચારા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવા માટે હશે. સબસીડી દ્વારા અપાનારી સહાયનો હિસ્સો ભારત સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોના વહિવટીતંત્ર વચ્ચે 50 – 50ના આધારે વહેંચાશે.

5. આરકેવીવાય અને અન્ય કેન્દ્રીય પ્રાયોજિત હેઠળની સ્કિમમાં લવચિક ફાળવણી – ચોમાસાની વિપરિત અસર પડવાની સ્થિતિમાં કૃષિ ક્ષેત્રે કોઈ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા યોગ્ય પગલાં લેવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (આરકેવીવાય) હેઠળ 5 થી 10 ટકા ફંડ જુદું રાખવા રાજ્યોને ભલામણ કરવામાં આવી છે. વરસાદની ખાધને લીધે ઊભી થનારી સ્થિતિ સાથે કામ પાર પાડવા જરૂર પડે તો કેન્દ્ર દ્વારા પ્રાયોજિત સ્કિમો માટે કરાયેલી ફાળવણીના 10 ટકાનો લવચિક રીતે ઉપયોગ કરી શકાશે.

6. પાક આકસ્મિક યોજના – કૃષિ મંત્રાલયે આઈસીએઆર-સેન્ટ્રલ રિસર્ચ ઈન્સિટટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર (સીઆરઆઈડીએ), હૈદરાબાદ દ્વારા 600 જિલ્લાઓ માટે વિગતવાર પાક આકસ્મિક યોજના તૈયાર કરી છે. રાજ્યોને સીઆરઆઈડીએ – આઈસીએઆર અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની મદદથી દરેક જિલ્લા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર/સુધારા/ફાઈન ટ્યુન કરવા સલાહ અપાઈ છે અને ચોમાસાના મોડા આગમન/લંબાઈ ગયેલા સૂકા વરસાદ/અપૂરતા વરસાદ/દુષ્કાળની સ્થિતિ વગેરેમાં આકસ્મિક યોજનાના અમલ માટે બીજ અને અન્ય જરુરી બાબતોની ઉપલબ્ધતા તૈયાર રાખવી જોઈએ. ગત વર્ષના અનુભવથી જોઈ શકાયું છે કે વિચલિત વરસાદની સ્થિતિમાં આ બાબત અત્યંત ઉપયોગી બની રહે છે. આ યોજનાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીક્લચર એન્ડ કો-ઓપરેશન, મિનિસ્ટ્રી ઓફ એગ્રીક્લચર તથા હૈદરાબાદની સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીક્લ્ચર (સીઆરઆઈડીએ)ની વેબ સાઈટ પર ઉપલબ્ધ છે.

7. રાજ્યો માટે માર્ગદર્શિકા – રાજ્ય સરકારોને આગોતરા ઉપાયો, એટલે કે મનરેગાના અંતર્ગત કૃષિ માટે પાણીના સંગ્રહ માટેનું માળખું અને અન્ય સ્કિમ માટે સજ્જ રહેવા સલાહ આપી દેવાઈ છે. ભેજ સંરક્ષણ માટે કૃષિશાસ્ત્રનો ઉપયોગ, ઓછા પાણીની જરુરવાળા પાકોના વાવેતરને પ્રોત્સાહન તથા કેનાલોમાંથી કાદવ – કીચડ ઉલેચીને, ટ્યુબવેલ્સને રિચાર્જ કરીને, ક્ષતિગ્રસ્ત ટ્યુબ/કૂવાનાં સમારકામ કે બદલીને સિંચાઈના માળખાને સ્થાપિત કરવા આયોજન કરવા સલાહ અપાઈ છે. રાજ્યોને ખરીફ પાકોની તૈયારીના સામયિક આકલન કરવા પણ વિનંતી કરાઈ છે, ખાસ કરીને ખરીફ પાક માટે અને વરસાદી પાણીના સંગ્રહની વિવિધ ઉપયોગિતા માટે ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (આઈડબલ્યુજબલ્યુપી) સહિતની સ્કિમો હેઠળ પાણી સંગ્રહ માટેનું માળખું ઊભું કરવા રોકાણ પણ કરવું જણાવાયું છે.

8. 2015ના ખરીફ પાક માટે બીજની અને અન્ય જરૂરિયાતોની ઉપલબ્ધતા – કૃષિ વિભાગમાં વિકલી ક્રોપ વેધર વોચ ગ્રુપ (સીડબલ્યુડબલ્યુજી)ની બેઠકમાં સતત બીજ અને અન્ય જરુરિયાતોની ઉપલબ્ધતાની આકરણી/સમીક્ષા કરાતી રહે છે. રાજ્યોની તૈયારીઓની પ્રથમદર્શી માહિતી મેળવવા રાજ્યો સાથે સાપ્તાહિક વિડિયો કોન્ફરન્સ યોજાય છે અને રાજ્યોને જરૂર પડે તો યોગ્ય સલાહ આપવામાં આવે છે.

9. એસએમએસથી સલાહ – મંત્રાલય દ્વારા રજિસ્ટર્ડ ખેડૂતોને એમ-કિશાન પોર્ટલ દ્વારા એસએમએસથી સલાહ અપાય છે. આ સલાહમાં હવામાન આધારિત એસએમએસ સલાહ, અત્યંત ખરાબ હવામાનની સ્થિતિની વિપરિત અસરને ઓછી કરવાના પગલા પણ સૂચવવામાં આવે છે. મંત્રાલયે વિવિધ ઓપરેટર્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં 700 કરોડ એસએમએસ મોકલ્યા હતા. આ એસએમએસ આઈસીએઆર/એસએયુ, કેવીકે, એએમએફયુ વગેરે અને જિલ્લા કક્ષાના સરકારી અધિકારીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા.

10. 2015ના વર્ષમાં દુકાળ સંદર્ભ કટોકટી વ્યવસ્થાપન પ્લાન – દુષ્કાળ માટેનો ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન (સીએમપી) ડિપોર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કોપરેશન, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરની વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. આ પ્લાન તાજેતરમાં જ સંબંધિત મંત્રાલયો/ડિપાર્ટમેન્ટસ સાથેની મસલત બાદ અપગ્રેડ કરાયો છે. કૃષિ મંત્રીએ 12.05.2015ના રોજ તમામ મુખ્ય મંત્રીઓને પત્ર દ્વારા વિનંતિ પણ કરી છે કે દુષ્કાળ પરના રાજ્ય કક્ષાના વ્યવસ્થાપન પ્લાનને ઝડપથી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપે.

11. એસડીઆરએફ/એનડીઆરએફ ફંડ્સ – એસડીઆરએફનો પહેલો હપ્તો ચૂકવાયો – કુદરતી આફતમાં જરુરી રાહતો પુરી પાડવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની છે. ભારત સરકાર રાજ્ય સરકારના પ્રયાસોમાં આર્થિક સહયોગ દ્વારા વધારાના પ્રયાસો કરે છે. રાહત કામગીરી માટે રાજ્ય સરકારો પાસે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) હોય જ છે. એસડીઆરએફ બાદ વધારાની આર્થિક સહાય, કુદરતી આપત્તીના પ્રકાર અને તીવ્રતાના આધારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી તેના પર વિચારણા થાય છે અને એ પ્રસ્થાપિત પ્રક્રિયા સાથે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલા મેમોરેન્ડમના આધારે, રાહત માટે સામગ્રી અને તેના ધોરણોને ધ્યાનમાં રાખીને મંજૂર કરાય છે. એસડીઆરએફનો પહેલો હપ્તો રાજ્ય સરકારોને ચૂકવી દેવાયો છે. એસડીઆરએફ ફંડનો ઉપયોગ આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના પુરવઠામાં કટોકટી સર્જાય ત્યારે મંજૂર માર્ગદર્શિકા મુજબ ઉપયોગમાં લઈ શકાશે.

AP/J.Khunt