Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દ્વિપક્ષીય ભાગીદારો સાથે વિકાસ નિગમ માટે દ્વિપક્ષીય સરકારી વિકાસ સહાયતા નીતિ અંગે હાલની માર્ગદર્શિકાઓમાં સુધારા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે દ્વિપક્ષીય ભાગીદારો સાથે વિકાસ નિગમ માટે દ્વિપક્ષીય સરકારી વિકાસ સહાયતા નીતિની હાલની માર્ગદર્શિકાઓમાં સુધારાને લીલી ઝંડી આપી છે.

માર્ગદર્શિકાઓમાં સૂચિત સુધારાની વિગતો આ મુજબ છે : –

1. પ્રધાનમંત્રીશ્રીની મંજૂરી સાથે નાણાં મંત્રી અને વિદેશ મંત્રીને હાલના દ્વિપક્ષીય ભાગીદારો એટલે કે અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાંસ, ઈટલી, કેનેડા, રશિયા ઉપરાંત યુરોપિયન કમિશન અને યુરોપિયન યુનિયનના જી-આઠ સિવાયના દેશો ઉપરાંત કોઈ પણ અન્ય દેશ પાસેથી દ્વિપક્ષીય મદદ સ્વીકારવા માટે અધિકૃત કરી શકાય છે.

2. મૂડીની મોટા પાયે જરૂરિયાત ધરાવતા પ્રોજેક્ટો તેમજ અન્ય વિશિષ્ટ પ્રકારના પ્રોજેક્ટો માટે વિશિષ્ટ લોન સ્વીકારવા નીચે મુજબ શરતો રહેશે :

અ) દ્વિપક્ષીય ભાગીદાર દ્વારા એક વર્ષમાં લઘુતમ સહાય એક અબજ અમેરિકન ડોલર હોય, જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા સહાય સામાન્ય સંયુક્ત ધિરાણ (વિશેષ ધિરાણ (લોન) નહીં) રહેશે.

બ) તમામ કરારો (માલસામાન, સેવાઓ અને પરામર્શ સહિત) માટે અપેક્ષા દ્વિપક્ષીય ભાગીદાર દેશ અને ભારતીય કંપનીઓ સુધી મર્યાદિત બનાવી શકાય છે. જ્યારે દ્વિપક્ષીય ભાગીદારો અને ભારતીય કંપનીઓના સંયુક્ત સાહસ માટે લાયક હશે, ત્યારે ભારતીય નાગરિકો કે કંપનીઓની 50 ટકાથી વધુ માલિકી હોય તેવી ભારતીય કંપનીઓ માટે મર્યાદિત બનાવી શકાશે.

ક) ઉપર જણાવેલાં (બ) મુજબ બિડિંગની પ્રક્રિયામાં પર્યાપ્ત પ્રતિસાદ ન મળે તો સ્ત્રોત એકઠાં કરવાની શરત હટાવીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ કરી શકાશે.

ડ) ભંડોળ આપતી કંપની પાસેથી 30 ટકા કરતાં વધુ મૂલ્ય ધરાવતો માલસામાન કે સેવા ખરીદવા આગ્રહ થવો જોઈએ નહીં.

ઈ) વિશિષ્ટ લોન પર વ્યાજનો વાર્ષિક દર 0.3 ટકા (અન્ય તમામ લાગુ થતા ચાર્જીસ સહિત)થી વધુ હોવો જોઈએ નહીં અને સમયગાળો 40 વર્ષ (પરત ચૂકવણી માટે 10 વર્ષની તાત્પૂરતી બંધી સાથે)થી ઓછો હોવો જોઈએ નહીં.

ફ) આવી વિશિષ્ટ લોન ઓછામાં ઓછો 250 મિલિયન અમેરિકન ડોલરનો પ્રોજેક્ટ ખર્ચ ધરાવતા પ્રોજેક્ટો લાયક ગણાશે.

ગ) રાજ્ય સરકાર (વ્યક્તિગત અથવા સંયુક્તપણે) દ્વારા અમલી કોઈ પણ પ્રોજેક્ટ સંબંધિત રાજ્ય સરકારની સહમતિથી જ ચલાવી શકાશે.

સુધારેલી માર્ગદર્શિકાઓ હેઠળ, નાણાં મંત્રીને ઉપરોક્ત કોઈ પણ શરતો અંગે રાહત કે મુક્તિ આપવા માટે અધિકૃત બનાવાય છે.

માળખાકીય ક્ષેત્ર અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતાં ક્ષેત્રોમાં પ્રોજેક્ટો માટે પરસ્પર સંમતિના આધારે વિશિષ્ટ લોનની ઓફર સ્વીકારીને આ ક્ષેત્રોમાં રહેતી મૂડીની તીવ્ર જરૂરિયાતને પહોંચી વળાશે. આ નિર્ણય માળખાકીય ક્ષેત્રે અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતાં ક્ષેત્રોના પ્રોજેક્ટો માટે જરૂરી ભંડોળ માટે મૂડી વધારશે તેવી આશા છે. આર્થિક પ્રવૃત્તિઓ વધવાને પગલે રોજગાર અને માળખાકીય વિકાસને ઉત્તેજન મળશે. આ યોજના મેઇક ઈન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે અને જ્યાં પણ શક્ય હોય ત્યાં ટેકનોલોજીના હસ્તાંતરણ નવિનીકરણની વધુ સંભાવનાઓ ખોલશે.

J.Khunt