Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવીદિલ્હીમાં 11મી આંતર-રાજ્ય પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન પ્રવચનના અવતરણ

નવીદિલ્હીમાં 11મી આંતર-રાજ્ય પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન પ્રવચનના અવતરણ


રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી ગણ તેમજ ઉપ-રાજ્યપાલ અને કેબિનેટના મારા સહયોગી, આંતર-રાજ્ય પરિષદની આ અહમ બેઠકમાં સામેલ થવા બદલ આપ બધાનું હું ફરી એક વખત સ્વાગત કરું છું.

આવા પ્રસંગ ઓછા હોય છે કે જ્યારે કેન્દ્ર અને રાજ્યોનું નેતૃત્વ એક સાથે એક જગ્યાએ હોજર હોય. સામાન્ય જનતાના હિતો પર વાત કરવા માટે, તેમની મુશ્કેલીઓના નિવારણ માટે, એક સાથે મળીને નક્કર નિર્ણય લેવા માટે કોઓપરેટિવ ફેડરેલિસમનું આ મંચ, ખૂબજ સારૂં ઉદાહરણ છે. આ આપણા બંધારણ નિર્માતાઓની દૂરંદેશીને પણ દર્શાવે છે.

હું આશરે 16 વર્ષ પહેલા આ મંચ પરથી કહેવાયેલી પૂર્વ પ્રધાનમંત્રી અને આપણા શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની એ વાતથી શરૂઆત કરીશ. વાજપેયીજીએ કહ્યું હતું કેઃ-

`ભારત જેવા મોટા અને વિવિધતાથી ભરેલા લોકતંત્રમાં ડિબેટ એટલે કે વાદ-વિવાદ, ડેલિબ્રેશન એટલે કે વિવેચના અને ડિસ્કશન એટલે કે વિચાર-વિમર્શથી જ એવી નીતિઓ બની શકે છે જે જમીની સ્ચ્ચાઈનું ધ્યાન રાખતી હોય. આ ત્રણે વાતો, નીતિઓને પ્રભાવી રીતે અમલમાં લાવવામાં પણ મદદ કરે છે. આંતર રાજ્ય પરિષદ એવું મંચ છે કે જેનો ઉપયોગ નીતિઓ બનાવવા અને તેને લાગુ કરવામાં કરી શકાય છે. તેથી લોકતંત્ર, સમાજ અને આપણી રાજ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે, આ મંચનો પ્રભાવી ઉપયોગ થવો જોઈએ.

ચોક્કસપણે આંતર રાજ્ય પરિષદ, સેન્ટર-સ્ટેટ અને ઈન્ટર-સ્ટેટ રિલેશનને મજબૂત કરવાનું સૌથી મોટું મંચ છે. જોકે 2006 બાદ લાંબા અંતરાલ સુધી આ બેઠક ન થઈ શકી, પરંતુ મને આનંદ છે કે ગૃહમંત્રી રાજનાથ સિંહજીએ આ પ્રક્રિયાને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો.. છેલ્લા એક વર્ષમાં તે સમગ્ર દેશની પાંચ ઝોનલ કાઉન્સિલની બેઠકો બોલાવી ચૂક્યા છે. આ દરમિયાન સંવાદ અને સંપર્કનો સિલસિલો વધારવાનું આ પરિણામ છે કે આજે આપણે અહીં ભેગા થયા છીએ.

દેશનો વિકાસ ત્યારે જ સંભવ છે કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખભેથી ખભો મિલાવીને ચાલે. કોઈ પણ સરકાર માટે એ મુશક્લે હશે કે તે માત્ર પોતાના જોરે કોઈ યોજનાને સફળ કરી શકે. તેથી જવાબદારીઓની સાથે જ વિત્તિય સંસાધનોનું પણ તેનું મહત્ત્વ છે. 14મા વિત્ત આયોગની ભલામણોની સ્વિકૃતિની સાથે કેન્દ્રીય વેરામાં રાજ્યોની ભાગીદારી 32 ટકાથી વધીને 42 ટકા કરી દેવાઈ છે. એટલે કે હવે રાજ્યોની પાસે વધુ રકમ આવી રહી છે જેનો ઉપયોગ તે પોતાની જરુરિયાત મુજબ કરી રહ્યા છે. મને આપને એ જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષે 2015-16માં રાજ્યોને કેન્દ્ર પાસેથી જે રકમ મળી છે, એ વર્ષ 2014-15ની સરખામણીએ 21 ટકા વધુ છે. એ જ રીતે પંચાયતો અને સ્થાનિક એકમોને 14મા વિત્ત આયોગની અવધિમાં 2 લાખ 87 હજાર કરોડ રુપિયાની રકમ મળશે જે ગત વખતથી ખૂબજ વધુ છે.

પ્રાકૃતિક સંસાધનોથી થનારી કમાણીમાં પણ રાજ્યોના અધિકારોને ધ્યાને રાખવામાં આવી રહ્યા છે. કોલસાની ખાણોની હરાજીથી રાજ્યોને આવનારા વર્ષોમાં 3 લાખ 35 હજાર કરોડ રુપિયાની રકમ મળશે. કોલસા ઉપરાંત પણ બીજા ખનનથી રાજ્યોને 18 હજાર કરોડ રુપિયાની રકમ મળશે. એજ રીતે કેમ્પા કાયાદામાં બદલાવ દ્વારા બેંકમાં રખાયેલા આશરે 40 હજાર કરોડ રુપિયાને પણ રાજ્યોને આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સિસ્ટમમાં પારદર્શિતા વધારવાને લીધે જે રકમ બચી છે એને પણ કેન્દ્ર સરકાર આપની સાથે વહેંચવા માગે છે. એક ઉદાહરણ કેરોસિનનું જ છે. ગામડાઓમાં વીજળીનાં કનેક્શન વધી રહ્યા છે. આગામી ત્રણ વર્ષમાં સરકાર વધુ 5 કરોડ નવા ગેસ કનેક્શન આપવા જઈ રહી છે. એલપીજી સપ્લાય પણ વધુ વધશે. આ પ્રયાસોની સિધી અસર કેરોસિનની વપરાશ પર પડી રહી છે. તાજેતરમાં જ ચંદિગઢ પ્રશાસને પોતાના શહેરને કેરોસિન ફ્રિ ક્ષેત્ર જાહેર કર્યું છે.

હવે કેન્દ્ર સરકારે એક યોજના શરૂ કરી છે જેના અંતર્ગત કેરોસિનનો વપરાશ ઓછો કરવા પર કેન્દ્ર સબસિડી રૂપે જે ખર્ચ કરે છે તેના 75 ટકા રાજ્યોને અનુદાનના રૂપે આપશે. કર્ણાટક સરકારે આ પહેલ પર ઝડપ બતાવતા પોતાનો પ્રસ્તાવ પેટ્રોલિયમ મંત્રાલયને મોકલી દીધો હતો, જેને સ્વિકાર કર્યા બાદ રાજ્ય સરકારને અનુદાનની ચૂકવણી કરી દેવાઈ છે. જો તમામ રાજ્યો કેરોસિનની વપરાશને 25 ટકા ઓછી કરવાનો નિર્ણય કરે અને એના પર અમલ કરીને બતાવે તો આ વર્ષે તેમને આશરે 1600 કરોડ રુપિયાના અનુદાનનો લાભ મળી શકે છે.

ઈન્ટર સ્ટેટ કાઉન્સિલ સેન્ટર-સ્ટેટ રિલેશનની સાથે જ એ વિષયો પર પણ ચર્ચાનું મંચ છે જે દેશની મોટી વસતી સાથે જોડાયેલી છે. કઈ રીતે નીતિ-નિર્ધારણના સ્તરે આ મુદ્દાઓને ઉકેલવા માટે એક અભિપ્રાય બનાવી શકાય છે, કઈ રીતે એક બીજાના પરસ્પર જોડાયેલા વિષયોનો ઉકેલ લાવી શકાય છે.

તેથી આ વખતે ઈન્ટર સ્ટેટ કાઉન્સિલમાં પુંછી કમિશનના રિપોર્ટની સાથે જ અન્ય ત્રણ અહમ વિષયોને એજેન્ડામાં રખાયા છે.

પહેલો છે –આધાર. સંસદમાં આધાર એક્ટ 2016 પસાર થઈ ચૂક્યો છે. આ એક્ટના પાસ થયા પછી હવે આપણને પછી તે સબસિડી હોય કે પછી તમામ સુવિધાઓ, ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર માટે આધારના પ્રયોગની સુવિધા મળી ગઈ છે. 128 કરોડની વસતી વાળા આપણા દેશમાં અત્યાર સુધી 102 કરોડ લોકોને આધાર કાર્ડ વહેંચી દેવાયા છે. એટલે કે હવે દેશની 79 ટકા જનસંખ્યા પાસે આધાર કાર્ડ છે. જો વયસ્કોની વાત કરીએ તો દેશના 96 ટકા નાગરિકો પાસે આધાર કાર્ડ છે. આપ સૌના સમર્થનથી આ વર્ષના અંત સુધી અમે દેશના દરેક નાગરિકને આધાર કાર્ડથી જોડી દઈશું.

આજની તારીખે સાધારણ આધાર કાર્ડ, લોકોના સશક્તિકરણનું પ્રતિક બની ગયું છે. સરકારી મદદ કે સબસિડી પર જે વ્યક્તિનો અધિકાર છે હવે તેને જ એનો લાભ મળી રહ્યો છે, પૈસા સીધા તેના ખાતામાં જઈ રહ્યા છે. એનાથી પારદર્શિતા તો આવી જ છે, હજારો કરોડ રૂપિયાની બચત થઈ રહી છે જેનો વિકાસના કામમાં ખર્ચ થઈ રહ્યો છે.

.
મિત્રો, બાબા સાહેબ આંબેડકરે લખ્યું હતું કે-ભારત જેવા દેશમાં સામાજિક સુધારનો માર્ગ એટલો જ મુશ્કલે છે, એટલી જ અડચણોથી ભરેલો છે જેટલો સ્વર્ગમાં જવાનો માર્ગ. તમે જ્યારે સામાજિક સુધાર અંગે વિચારો છો તો તમને દોસ્તો ઓછા અને આલોચકો વધુ મળે છે.

આજે પણ તેમની લખેલી વાતો એટલી જ પ્રાસંગિક છે. તેથી આલોચનાઓથી બચતા આપણે એક બીજાની સાથે સહયોગ કરતા સામાજિક સુધારની યોજનાઓને આગળ વધારવા પર જોર આપવું પડશે. એમાંની અનેક યોજનાઓની રુપરેખા, નીતિ આયોગમાં મુખ્યમંત્રીઓના જ સબ-ગ્રુપે તૈયાર કરી છે.

ઈન્ટર સ્ટેટ કાઉન્સિલમાં જે એક અને અહમ વિષય પર ચર્ચા થવાની છે એ છે શિક્ષણ. ભારતની સૌથી મોટી તાકાત આપણા નવયુવાનો જ છે. 30 કરોડથી વધુ બાળકો હજુ સ્કૂલ જવાની વયના છે. તેથી આપણા દેશમાં આવનારા અનેક વર્ષો સુધી વિશ્વને સ્કિલડ મેનપાવર (તાલીમી કામદારો) આપવાની ક્ષમતા છે. કેન્દ્ર અને રાજ્યોએ મળીને બાળકોને શિક્ષણનો એવો માહોલ આપવો પડશે કે જેમાં તે આજની જરુરતની રીતે પોતાને તૈયાર કરી શકે, પોતાના હુન્નરનો વિકાસ કરી શકે.

પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીના શબ્દોમાં કહીએ તો-શિક્ષણ એક નિવેશ છે. આપણે વૃક્ષ-ઝાડ લગાવતા સમયે તેમની પાસેથી કોઈ ફી નથી લેતા. આપણે જાણીએ છીએ કે આ જ વૃક્ષ-ઝાડ આગળ જતા આપણને ઓક્સિજન આપશે, પર્યાવરણની મદદ કરશે. એ જ રીતે શિક્ષણ પણ એક નિવેશ છે જેનો લાભ સમાજને થાય છે.

પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીએ આ વાતો 1965માં કહી હતી. ત્યારથી માંડીને આજ સુધી આપણે શિક્ષણની દ્રષ્ટીએ બહુ લાંબી સફર ખેડી ચૂક્યા છીએ. પરંતુ હજુ પણ શિક્ષણના સ્તરને લઈને ઘણું બધું કરવાનું બાકી છે. આપણી શિક્ષણ વ્યવસ્થાથી બાળકો ખરેખર કેટલા શિક્ષિત થઈ રહ્યા છે કે એ વાતને પણ આપણી ચર્ચામાં લાવવી પડશે.

તેથી બાળકોમાં શિક્ષણનું સ્તર સુધારવાની સૌથી મોટી રીત એ છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય પણ સમજાવવામાં આવે. માત્ર સ્કૂલ જવું એ જ અભ્યાસ નથી. અભ્યાસ એવો હોવો જોઈએ જે બાળકોને પ્રશ્નો પૂછતા શિખવાડે, તેમને જ્ઞાન હાંસલ કરતા અને જ્ઞાન વધારતા શિખવાડે, જે જીવનના દરેક વળાંક પર તેમને કંઈકને કંઈક શિખવા માટે પ્રેરિત કરે.

સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકિયું જ્ઞાન મેળવવાનો નથી. શિક્ષણનો હેતુ છે ચરિત્રનું નિર્માણ, શિક્ષણનો અર્થ છે મસ્તિષ્કને મજબૂત કરવું, પોતાની બૌધિક શક્તિને વધારવી જેથી પોતાના પગ પર ઊભા થઈ શકાય.

21મી સદીની અર્થવ્યવસ્થામાં જે રીતે કુશળતા અને યોગ્યતાની આવશ્યકતા છે એમાં આપણા સહુનું દાયિત્વ એ છે કે નવયુવાનોની પાસે કોઈને કોઈ સ્કિલ જરુર હોય. આપણે નવયુવાનોને એવા બનાવવા પડશે કે તેઓ લોજિક સાથે વિચારે, આઉટ ઓફ બોક્સ વિચારે અને પોતાના કામમાં ક્રિએટિવ દેખાય.

આજના એજન્ડામાં જે એક અન્ય મહત્ત્વપૂર્ણ વિષયની ચર્ચા થવાની છે એ છે આંતરિક સુરક્ષા. દેશની આંતરિક સુરક્ષા માટે કઈ રીતના પડકારો છે એ પડકારોનો કઈ રીતે સામનો કરી શકાય એમ છે, કઈ રીતે એક બીજાનો સહયોગ કરી શકીએ એમ છીએ એ વિષય પર ચર્ચા થવાની છે. દેશની આંતરિક સુરક્ષાને ત્યાં સુધી મજબૂત કરી શકાય એમ નથી કે જ્યાં સુધી ઈન્ટેલિજન્સ શેરિંગ પર ફોક્સ ન હોય, એજન્સિઓમાં અધિક તાલમેલ ન હોય, આપણી પોલીસ આધુનિક વિચાર અને ટેકનિકથી સજ્જ ન હોય. અમે આ મોરચા પર ઘણી લાંબી મજલ કાપી છે પરંતુ આપણે સતત આપણી કાર્ય કુશળા અને ક્ષમતાને વધારતા રહેવાનું છે. આપણે દરેક સમયે એલર્ટ અને અપડેટ રહેવાનું છે.

ઈન્ટર સ્ટેટ કાઉન્સિલની બેઠક અત્યંત ખુલ્લા માહોલમાં અત્યંત સ્પષ્ટ થઈને એક બીજાના વિચાર સાંભળી અને વહેંચવાની તક આપે છે. મને આશા છે કે આપ એજન્ડાના તમામ વિષયો પર ખુલીને પોતાના અભિપ્રાય આપશો, આપના સુઝાવ આપશો. આપના સુઝાવ ખૂબજ મુલ્યવાન હશે.

જેટલા આપણે આ અહમ વિષયો પર એક મત બનાવવામાં સફળ રહીશું એટલી જ મુશ્કેલીઓને પાર કરવી આસાન બનશે. આ પ્રક્રિયામાં આપણે માત્ર કોઓપરેટિવ ફેડરેલિસમની સ્પિરિટ અને કેન્દ્ર-રાજ્ય સંબંધોને મજબૂત કરીશું પરંતુ દેશના નાગરિકોના વધુ સારા ભવિષ્યને પણ સુનિશ્ચિત કરીશૃં

TR