Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે પરસ્પર સહકાર માટે ભારત અને હેલેનિક વચ્ચેના સમજુતી કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટને ભારત અને હેલેનિક વચ્ચે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે સહકાર માટે થયેલી સમજૂતિ અંગે માહિતગાર કરવામાં આવી હતી.  આ સમજુતી કરાર પર ભારત સરકારના વિદેશ મંત્રી શ્રીમતિ સુષ્મા સ્વરાજ અને હેલેનિક રાષ્ટ્રના વિદેશ મંત્રી એચ. ઇ. નિકોસ કોટઝિયાસ વચ્ચે નવેમ્બર 2017માં કોટઝિયાસની ભારત યાત્રા વખતે હસ્તાક્ષર થયા હતા.

 

બંને પક્ષો નવીન અને નવીનીકરણીય મુદ્દે પરસ્પર સાનુકૂળતા અને સહકારને વેગ અને પ્રોત્સાહન મળે તે માટે ટેકનિકલ  દ્વિપક્ષીય સહકારના સંસ્થાકીય સંબંધો સ્થાપવાનો હેતુ ધરાવે છે.

 

સહકારના ક્ષેત્રોમાં સમીક્ષા, દેખરેખ અને વિવિધ મુદ્દે મંત્રણા માટે આ સમજુતી કરારમાં એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવાની પણ કલ્પના કરવામાં આવી છે. આ સમજૂતી મારફતે નિષ્ણાતો અને માહિતીના નેટવર્કિંગના આદાનપ્રદાનનો હેતુ પણ પાર પાડવામાં આવશે.

 

J.Khunt/GP