પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ભારત અને ઈન્ડેનેશિયાની વચ્ચે નવીન તેમજ નવીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં થયેલા સમજૂતી કરાર (એમઓયૂ)ને મંજૂરી આપી દીધી છે. ગયા મહિને ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારીની ઈન્ડોનેશિયા યાત્રા દરમિયાન જકાર્તામાં આ એમઓયૂ પર હસ્તાક્ષર થયા હતા.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય પરસ્પર લાભ, સમાનતા અને પારસ્પરિક આદાન-પ્રદાન અતંર્ગત નવીન તેમજ નવીકરણીય ઉર્જાના મુદ્દાઓ પર સહકારી સંસ્થાગત માળખાને પ્રોત્સાહિત કરવા અને વધારો કરવા માટે આધાર તૈયાર કરવાનો છે.
સહયોગના ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ, વૈજ્ઞાનિક તેમજ તકનીકી જાણકારી તેમજ ડેટાનું આદાન-પ્રદાન, બિન-વ્યવસાયિક આધાર પર પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ, પરસ્પર હિતના વિષયો પર સંયુક્ત અનુસંધાન અથવા તકનીકી પરિયોજનાઓનો વિકાસ, રોકાણને પ્રોત્સાહન અને વધારો, નીતિ વાર્તાને પ્રોત્સાહન અને આવા ક્ષેત્ર જેના પર બંને દેશો વચ્ચે સહમતિ બની રહે તેનો સમાવેશ છે.
UM/AP/J.Khunt/GP