Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હીના મેજર ધ્યાન ચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘રન ફોર રિયો’ સમારંભમાં લીલીઝંડી દર્શાવવાના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલું સંબોધન

નવી દિલ્હીના મેજર ધ્યાન ચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘રન ફોર રિયો’ સમારંભમાં લીલીઝંડી દર્શાવવાના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલું સંબોધન

નવી દિલ્હીના મેજર ધ્યાન ચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘રન ફોર રિયો’ સમારંભમાં લીલીઝંડી દર્શાવવાના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલું સંબોધન


હું સૌથી પહેલા, આ જે આપણા લોકોનો લોકપ્રવાહ છે, યુવાનો છે , તેમને આગ્રહ કરું છું કે તમે સહું મારી સાથે રિયો પહોંચેલા આપણા 119 ખેલાડીઓ માટે, તેમને પ્રોત્સાહન આપવા માટે મારી સાથે બોલશો, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

તે 119 ખેલાડી, ભારત માતાનો જય જયકાર કરવા માટે કઠોર તપસ્યા કરવા, ભારે મહેનત કરીને, ત્યાં પહોંચ્યા છે. દરેક કસોટીને પાર કરીને નીકળ્યા છે. જીતવાના સંકલ્પને સાથે લઇને નીકળ્યા છે. અને તે જીત પોતાના નામે નોંધાવવા માટે નહીં , તે જીત હિન્દુસ્તાનના સવા સો કરોડ દેશવાસીઓની આન – બાન – શાન માટે છે.

મોટાભાગની રમતનું મૂલ્યાંકન વિજય અને હારમાં સમેટાઇ જાય છે. રમતનું મૂલ્યાંકન વિજય અને હારમાં નથી સમેટાઇ શકાતું. રમત, ખેલાડી ઝઝૂમવા માટે તૈયાર હોય છે, પોતાની સમગ્ર તાકાત કૌશલ્ય સાથે, સ્ટેમિના સાથે દેશના માન સન્માન સાથે, ઝઝુમતા રહે છે. આ તેની સૌથી મોટી કસોટી છે.

મને વિશ્વાસ છે કે સવા સો કરોડ દેશવાસીઓની શુભકામનાઓની સાથે આ આપણા 119 ખેલાડી, ભારતની પ્રતિષ્ઠાને વધારવામાં પોતાનું બધુ જ ન્યોછાવર કરી દેશે તેવો મને વિશ્વાસ છે. અને જ્યારે વિદેશમાં આપણું દળ જાય છે, તે ફક્ત રમતના મેદાનમાં, હિન્દુસ્તાન નજર આવતું નથી, સમગ્ર ઓલિમ્પિક દરમિયાન તેમનું બોલવાનું – ચાલવાનું, બેસવાનું – ઉઠવાનું, મને વિશ્વાસ છે કે આપણા ખેલાડી, આપણા ભારતનું આ દળ સમગ્ર દુનિયાનું દિલ જીતવામાં અવશ્ય સફળ થશે. તેમના આચરણથી, વ્યવહારથી, ભારતની મહાન વિરાસતનો પરિચય કરાવશે.

આજે આપણે રિયોમાં સૌથી મોટી આશા લગાવીને બેઠા છીએ કે આપણા આ ખેલાડી ત્યાં શું – શું કરે છે. ભારત એક શતાબ્દીથી વધારે સમયથી ઓલિમ્પિક સાથે જોડાયેલું છે. એક સો વર્ષથી પણ વધારે સમયથી આપણે જોડાયેલા છીએ. ઓછી વધુ માત્રામાં આપણા ખેલાડીઓને અવસર મળ્યો છે. પરંતુ લગભગ લગભગ સો વર્ષથી પણ વધારે સમય બાદ પહેલી વખત 119 ખેલાડીઓનું મોટું દળ આપણે રિયોમાં પહોંચાડવામાં સફળ થયા છીએ.

2020માં (ટ્વેન્ટી ટ્વેન્ટી)માં ટોકિયોમાં ઓલિમ્પિક યોજાશે. મારા દેશના યુવાનોને હું આહવાન કરું છું, હિન્દુસ્તાનના 600થી વધારે જિલ્લાઓને આહવાન કરું છું. દરેક જિલ્લો સંકલ્પ કરે કે આગામી વખત ટોકિયોના ઓલિમ્પિકમાં ન ફક્ત મારા રાજ્યનો, પરંતુ મારા જિલ્લાનો પણ કોઇ ખેલાડી ટોકિયો પહોંચશે. આ વખતે 119 ખેલાડી ગયા છે, આગામી વખતે 200થી વધારે ખેલાડીઓને પહોંચાડવાનો સંકલ્પ આપણે આજે જ કરી શકીએ છીએ કે કેમ ?

જે રમતોમાં આજે આપણો દૂર દૂર સાથે કોઇ સંબંધ નથી, એવી નવી રમતોને પણ ભારતની ધરતી પર ભારતના યુવાનોને આપણે તૈયાર કરવાનું કામ અત્યારથી જ શરૂ કરી શકીએ છીએ ? ભારતના યુવાનોમાં સામર્થ્ય છે, પ્રતિભા છે, સંકલ્પ છે અને મોટો મોટા સપના પણ છે. આ વખતે આપણને વધારે સમય મળ્યો નથી. બે વર્ષ થયા અમારી સરકાર બન્યાને, પરંતુ આવતાની સાથે જ અમે સમગ્ર વિભાગને રમત પ્રત્યે અદ્વિત, જાગૃત કરવાનો, સંવેદનશીલ બનાવવાનો, સક્રિય બનાવવાનો એક અભિનવ પ્રયાસ કર્યો છે. પહેલાની તુલનામાં ઘણો ફેરફાર લાવવામાં સફળ થયા છીએ. મારા દેશના યુવાનો, ભારતની આન – બાન – શાનની ચિંતા કરનારા મારા યુવાનો, કંઇક એવા ફેરફાર કર્યા છે, જે ફેરફારથી તમારા ધ્યાનમાં આવશે કે હવે ભારત ટોકિયો માટે કેવી તૈયારી કરી રહ્યું છે.

પહેલા આપણા ખેલાડી દુનિયાના કોઇ દેશમાં જતા હતા, રમવા માટે જતા હતા, ઓલિમ્પિક માટે, તો નિયમ હતો કે બે દિવસ પહેલા પહોંચવાનું. હવે જેટલેગ લાગે છે, વાતાવરણ બદલાય છે, બે દિવસમાં તે બિચારો સેટ થઇ શકતો નહોતો, અને ફરીથી તરત જ તેને રમતના મેદાનમાં આવવું પડતું હતું. આ વખતે અમે 15 દિવસ પહેલા જ ખેલાડીઓને રિયો પહોંચાડી દીધા છે. આ એટલા માટે કર્યું છે કે તે ત્યાંના માહોલ સાથે સમગ્ર રીતે પરિચિત થઇ જાય, મેદાન સાથે પરિચિત થઇ જાય, ત્યાંના વાતાવરણ સાથે પરિચિત થઇ જાય, ક્લાઇમેટ સાથે પરિચિત થઇ જાય. તે પોતાની જાતને ત્યાં સેટ કરી શકે.

મારા દેશના સ્નેહી ભાઇઓ અને બહેનો, ખેલાડી મહેનત કરવા માટે તૈયાર હોય છે, પરંતુ અમુક સુવિધાની પણ જરૂર હોય છે. તેનું પણ મન કરે છે કે હું 20થી 25 દિવસ અહીં રહું છું, મહિના સુધી અહીં રહું છું, ક્યાંક તો મારા દેશનું ભોજન મળી જાય. આપણા ખેલાડીઓને, ઓલિમ્પિક જતા હતા, તે દેશનું ભોજન ખાવું પડતું હતું. આ વખતે અમે સ્પેશિયલ બજેટ ફાળવ્યું છે. ભારતીય ખેલાડીઓના દળને જે ભારતીય ચીજો ખાવામાં પસંદ છે, અને જે તેમની રમત પ્રમાણે જરૂરી છે તે તમામ ખેલાડીઓને ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ભારત સરકાર કરશે, જેથી તેમને નાનામાં નાની ચીજોની હેરાની ન થાય.

તમને આશ્ચર્ય થશે જ્યારે ઓલિમ્પિક ગેમ્સ સમાપ્ત થાય છે તો મીડિયામાં સ્પોર્ટ્સની કોલમમાં લેખક ખૂબ જ ટીકા કરે છે. લગભગ 15 દિવસ, મહિના સુધી, વાળ ખેંચવાનું મોટું અભિયાન ચલાવે છે. પરંતુ મહિના બાદ તો આખો વિષય ભૂલાઇ જાય છે, અને ફરીથી જ્યારે ચાર વર્ષ બાદ ઓલિમ્પિક આવે છે, ત્યારે યાદ આવે છે કે ગઇ વખતે શું – શું બન્યું હતું. અમે આ વખતે, છેલ્લી ઓલિમ્પિકના સમયે શું – શું ટીકાઓ થઇ હતી, તેનું બે વર્ષ પહેલા જ અધ્યયન શરૂ કરી દીધું હતું. સરકાર બન્યા બાદ તે ખામીઓને દૂર કરવા માટે એક – એક પગલા લેવાનો પ્રારંભ કર્યો હતો, અમે ટીકાઓને તકમાં ફેરવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, પહેલા ઓલિમ્પિક બાદ આવતું હતું કે ખેલાડીઓની સાથે જે સરકારના બાબૂ જાય છે, ઓફિસર જાય છે તેમને તો રોજના ભથ્થાંમાં 100 – 100 ડોલર મળે છે પરંતુ ખેલાડીઓને, જે દેશ માટે જીંદગી ખપાવી દે છે. તેને ફક્ત 50 ડોલર મળે છે. અમે આવીને નક્કી કર્યું કે આ ભેદભાવ કેમ ? શું કારણ છે કે બાબૂઓને તો 100 ડોલર અને ખેલાડીઓને 50 ડોલર ? આ વખતે અમે નક્કી કર્યું છે કે દળમાં જે જશે, તમામને સમાન રૂપથી 100 ડોલર આપવામાં આવશે જેથી ખેલાડીઓને કોઇ પરેશાની ન થાય.

આપણી પાસે ક્યારેક ક્યારેક પ્રતિભા હોય છે પરંતુ આંતરરાષ્ટ્રીય રમતો માટે જે પ્રકારના સાધન હોય છે, નિયમ હોય છે, પદ્ધતિઓ હોય છે, તેનાથી આપણા ખેલાડીઓ પરિચિત નથી હોતા. એના માટે એક ગ્લોબલ લેવલનું સ્ટેજ જરૂરી છે. અને એટલા માટે આ વખતે જે ખેલાડી પસંદ થયા છે, કે ભાઇ આ લોકો છે, જે ઓલિમ્પિકમાં પહોંચી શકે છે, તેમને કહેવામાં આવ્યું છે કે જણાવો તમારે દુનિયામાં ક્યા સ્થાને ટ્રેનિંગ માટે જવું છે ? તમારે કોની પાસે ટ્રેનિંગ લેવી છે, શહેર ક્યું છે, દેશ ક્યો છે , મેદાન ક્યું છે , તમારો ટ્રેનર કોણ છે , તમે નક્કી કરો. પહેલી વખતે દેશના ખેલાડીઓએ પોતાની પસંદનો આંતરરાષ્ટ્રીય ટ્રેનર પસંદ કર્યો, પોતાની પસંદનો દેશ નક્કી કર્યો, પોતાની પસંદનું મેદાન નક્કી કર્યું, અને ભારત સરકારે એક એક ખેલાડી પાછળ 30 લાખ રૂપિયાથી લઇને દોઢ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે.

એક સમય હતો ઓલિમ્પિકને ધ્યાનમાં રાખતા વધારેમાં વધારે 15 કરોડ, 20 કરોડનું બજેટ રહેતું હતું, આ વખતે અમે આ બજેટ લગભગ લગભગ સવા સો કરોડ સુધી પહોંચાડી દીધું છે. અને મારા સ્નેહી યુવાનો, તમે તૈયારી કરો, સ્કૂલના નાના નાના બાળકો તૈયારી કરો, ટ્વેન્ટી ટ્વેન્ટી ટોકિયો માટે તૈયારી કરો, આ સરકાર આપણા ખેલાડીઓના માધ્યમથી દુનિયામાં પોતાની આન – બાન – શાન માટે સમગ્ર તાકાત આવનારા ચાર વર્ષમાં લગાવી દેશે, આ હું તમને વિશ્વાસ અપાવું છું. હું આજે ભારત જે ખેલાડીના નામથી ગર્વ અનુભવે છે, તેમની સાક્ષીથી રમત જગતની મહાન પરંપરાને યાદ કરતા રિયોમાં જે રમત થઇ રહી છે, યજમાન દેશને, ભાગ લેનારા દેશોને, કરતબ દેખાડનારા ખેલાડીઓને સવા સો કરોડ હિન્દુસ્તાનીઓની તરફથી અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.

મને વિશ્વાસ છે કે આ સમગ્ર સમારંભ જે વિશ્વમાં બંધુતાનો સંદેશ પણ આપે છે, તે સમગ્ર રીતે નિર્વિધ્ન સંપન્ન થશે અને યજમાન દેશની આન – બાન – શાનને વધારશે, એવી શુભકામના આપું છું. હું સવા સો કરોડ દેશવાસીઓની તરફથી હિન્દુસ્તાનના એ 119 ખેલાડી, તેમને પણ આ સવા સો કરોડ દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું.

રિયો પહોંચેલા મારા ખેલાડી ભાઇઓ તથા બહેનો દુનિયાથી ઘણા બધા ખેલાડીઓ ત્યાં આવ્યા હશે, પરંતુ તમે છો, જેની પાછળ સવા સો કરોડ લોકો જીવ લગાવીને ઊભા છે, જ્યારે 15 ઓગસ્ટે આપણે હિન્દુસ્તાનમાં આઝાદીની 70મી જયંતિનો ત્રિરંગો લહેરાવીશું, મને વિશ્વાસ છે કે તે જ સમયગાળામાં, રિયોમાં પણ દરેક દિવસે ક્યાંકને ક્યાંક ત્રિરંગો ફરકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.

ભાઇઓ અને બહેનો રમવું , આ જિંદગીની જરૂરિયાત છે, આંતરરાષ્ટ્રીય જીવનમાં રાષ્ટ્રની પણ જરૂરિયાત બની ગયું છે. આવો રમીએ, રમીએ અને ખીલીએ. આપણે પણ ખીલીએ, આપણો દેશ પણ ખીલે, ખૂબ – ખૂબ શુભકામનાઓ.

AP/TR/GP