Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હી, લાલ કિલ્લાના માધવદાસ પાર્ક ખાતે દશેરા ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


તમને સૌને વિજયાદશ્મીના પાવન પર્વ પર ખૂબ ખૂબ શૂભકામનાઓ,

આપણા દેશમાં ઉત્સવ એક પ્રકારે સામાજિક શિક્ષણનું માધ્યમ છે. આપણે દરેક ઉત્સવની સાથે સમાજને સામૂહિકતા તરફ લઈ જવો, સમાજ પ્રત્યે સંવેદનશીલ બનવું, મૂલ્યો સદાય યાદ રાખવા અને વિકૃતિઓને દૂર કરવા સતત પ્રયાસ કરતા રહેવું, આ એક પ્રશિક્ષણના રૂપમાં આપણા ઉત્સવોની પરંપરા છે. આપણા ઉત્સવો કૃષિ સાથે પણ જોડાયેલા છે. આપણા ઉત્સવો નદી-પર્વતો સાથે જોડાયેલા છે, આપણા ઉત્સવો ઈતિહાસ સાથે જોડાયેલા છે, આપણા ઉત્સવો સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલા છે.

હજારો વર્ષ વિત્યા પરંતુ પ્રભુ રામ, પ્રભુ કૃષ્ણ – તેમની કથાઓ આજે પણ સામાજિક જીવનને ચેતના આપી રહી છે, પ્રેરણા આપી રહી છે, આજે નવરાત્રિના પાવન પર્વ બાદ વિજયા દશમીના પર્વ પર રાવણ-દહનની પરંપરા છે. આ રાવણ-દહન એ પરંપરાનો ભાગ છે. પરંતુ એક નાગરિક તરીકે સામાજિક જીવનમાં આ જે રાવણરૂપી પ્રબુદ્ધિ હોય છે, તેનો વિનાશ કરવા માટે પણ સમાજે સતત જાગૃતિના પ્રયત્નો કરવાના હોય છે.

અને આવા ઉત્સવોથી માત્ર મનોરંજન નહીં, કેટલાક હેતુ બનવા જોઈએ. આવા ઉત્સવોથી કંઈક કરવાનો સંકલ્પ બનવો જોઈએ. કોઈ કલ્પના કરી શકે છે કે અયોધ્યાથી પેહરેલા વસ્ત્રોએ નીકળેલા રામે આખા રસ્તે ચાલતા-ચાલતા સંગઠન શક્તિનું એટલું મોટું કૌશલ્ય બતાવ્યું કે શ્રીલંકા વિજયમાં સમાજના દરેક તબક્કાના વ્યક્તિ તેમની સાથે જોડાઈ ગયા. નર પણ જોડાયા, વાનર પણ જોડાયા, પ્રકૃતિએ પણ તેમને સાથ આપ્યો. લોકસંગ્રહની આટલી મોટી અદ્ભુત શક્તિ હશે, ત્યારે પ્રભુ રામચંદ્રજીએ આટલા માટા સામર્થ્યને પોતાની સાથે જોડ્યું હશે. અને વિજય પ્રાપ્ત કર્યા બાદ પણ તેટલી જ નમ્રતાની સાથે જન સમાજ માટે પોતાની જાતને સમર્પિત કરવામાં પરોવાયેલા રહ્યા.

આવા આજે વિજયાદશમીના પર્વ પર આપણે પણ સંકલ્પ કરીએ કે 2022, જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ ઉજવશે, આપણે પણ કંઈક સંકલ્પ કરીએ, આપણે પણ કોઈ સિદ્ધિ માટે માર્ગ પસંદ કરીએ અને 2022 સુધી એક નાગરિક તરીકે દેશને કંઈક ને કંઈક સકારાત્મક યોગદાન આપીએ, કંઈક ને કંઈક યોગદાન આપીએ. આપણે 2022, આઝાદીના 75 વર્ષને મહાપુરુષોએ જે સ્વપનોથી સ્વતંત્રતા અપાવી, તેને અનુરૂપ બનાવીએ, અને એટલે જ પ્રભુ રામજીની રીતે આપણે પણ કેટલાક સંકલ્પો લેવાનું વ્રત લઈને ચાલીએ, એજ મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી એક વાર આપ સૌને વિજયા દશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ.

J.Khunt/GP