પીએમઇન્ડિયા
દેશ આપણા સૈન્ય દળો માટે અતિ આદર અને સન્માનની લાગણી ધરાવે છે અને ચાલુ વર્ષે તહેવારની આ સિઝનમાં દેશના નાગરિકો તેમની લાગણી સૈન્ય દળો સુધી પહોંચાડી શકશે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશિષ્ટ અભિયાન હાથ ધર્યું છે.
#Sandesh2Soldiers અભિયાન દરેક નાગરિકને ભારતીય સૈન્ય દળો વચ્ચે ખુશીઓ અને આનંદ ફેલાવવાની તક આપે છે, જે આપણા દેશના સીમાડાનું રક્ષણ દિવાળી જેવા મહત્ત્વપૂર્ણ પ્રસંગે પણ પરિવારજનોથી દૂર રહીને કરે છે.
સૈન્ય દળોને પત્રો અને સંદેશા મોકલવા લોકોને વિનંતી કરવા અને આમંત્રણ આપવા સંપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નેતૃત્વ પ્રધાનમંત્રીએ લીધું છે, જેમણે સોશિયલ મીડિયામાં સ્પેશ્યલ વીડિયો મારફતે આપણા બહાદુર સૈન્ય જવાનોને સંદેશા મોકલવા લોકોને અપીલ કરી છે. આ અપીલ પછી ગણતરીના કલાકોમાં વીડિયોએ ટ્વિટર અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર સારો એવો રસ પેદા કર્યો હતો.
લોકો નરેન્દ્ર મોદી એપ પર MyGov.in અને ઓલ ઇન્ડિયા રેડિયો મારફતે સૈનિકોને સંદેશા મોકલી શકે છે. દૂરદર્શન સૈન્ય દળો સાથે લોકોની લાગણીઓ વહેંચવા ખાસ પ્રોગ્રામ ચલાવશે.
નરેન્દ્ર મોદી એપ પર સ્પેશ્યલ મોડ્યુલ શરૂ થયું છે, જે લોકોને સૈન્ય દળોને હસ્તલિખિત સંદેશાઓ કે શુભેચ્છાઓ મોકલવા સક્ષમ બનાવે છે.
#Sandesh2Soldiers અભિયાન લોકો અને સૈન્ય દળો વચ્ચે આદાનપ્રદાનમાં વધારો કરશે તેવી અપેક્ષા છે. ચાલુ મહિનાની શરૂઆતમાં ભોપાલમાં શૌર્ય સ્મારકના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીએ આપણા બહાદુર સૈનિકોના માનવીય પાસાં પર, માનવીય અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે લોકોને, સૈનિકોને મળે ત્યારે પ્રશંસા કરવાની અપીલ કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર સારી એવી ચર્ચા જગાવી હતી.
પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ બંને દિવાળી સૈન્ય દળો સાથે ઉજવી છે.
J.Khunt/GP
This Diwali, let us remember our courageous armed forces who constantly protect our Nation. Jai Hind. pic.twitter.com/uXf6Or3xsQ
— Narendra Modi (@narendramodi) October 22, 2016
I sent my #Sandesh2Soldiers. You could also do the same. Your wishes will certainly make our forces very happy. https://t.co/TYuxNNJfIf
— Narendra Modi (@narendramodi) October 22, 2016
मैंने अपना #Sandesh2Soldiers भेज दिया है। आप भी जरूर भेजिए। https://t.co/TYuxNNJfIf pic.twitter.com/aHzHfeQGkf
— Narendra Modi (@narendramodi) October 23, 2016
सवा सौ करोड़ देशवासी जब सैनिकों के साथ खड़े होते हैं तो उनकी शक्ति सवा सौ करोड़ गुना बढ़ जाती है।
— Narendra Modi (@narendramodi) October 23, 2016